Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ મેં પ૪િ૮ થી પર નિ - ૧૫૧૭ થી ૧૫૨૩ ૧૨૯ સમૃદ્ધિ, સદા-સર્વકાળ. ક્યાં ? સંયમ-ચાસ્ત્રિમાં. કહ્યું છે કે- પહેલું જ્ઞાન પછી દયા. ઈત્યાદિ. કેવા પ્રકારના સંયમમાં ? દેવ, નાગ, સુવર્ણ, કિંમર ગણો વડે સદ્ભુત ભાવથી અચિંતમાં. સંયમવંત, દેવાદિ વડે પૂજાય જ છે. કેવા પ્રકારનો જિનમત? જેના વડે દેખાય તે લોક - જ્ઞાન જ. તે જ્યાં પ્રતિષ્ઠિત છે. તથા આ જગતુ શેયપણાથી, કેટલાંક મનુષ્યલોકને જ જગતું માને છે. તેથી કહે છે – શૈલોક્ય મનુષ્ય-અસુર, આધાઆધેયરૂપ. આ આવા સ્વરૂપનો મૃતધર્મ, વૃદ્ધિને પામો. શાશ્વત-દ્રવ્યાર્ચ આદેશથી નિત્ય. કહ્યું છે - દ્રવ્યાર્થ આદેશથી આ દ્વાદશાંગી કદી ન હતી, તેમ નથીઈત્યાદિ. બીજા કહે છે - શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો એટલે કે શાશ્વત વધતાં-ક્ષીણ ન થતાં. વિજયતા - કર્મ પર પ્રવાદી વિજય વડે. ધર્મોતર - ચાત્રિ ધર્મ પણ વૃદ્ધિ પામો. ફરી જે વૃદ્ધિ કહી, તે મોક્ષાર્થીને નિત્ય જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ તેવું દેખાડવાને માટે છે. તથા તીર્થંકર નામકર્મ હેતુ પ્રતિપાદયતા કહે છે “અપૂર્વજ્ઞાન ગ્રહણ.” શ્રુત ભગવંત નિમિતે કાયોત્સર્ગ કરું છું. “વંદણ વરિયાએ” ઈત્યાદિ પૂર્વવતુ, ચાવતું વોમિrfs. આ સત્ર બોલીને પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરું છું. પછી ‘નમસ્કાર' વડે પારીને વિશુદ્ધ ચારિત્ર, દર્શન અને શ્રુતાતિયાવાળા મંગલના નિમિતે “સિદ્ધાણં બ્રદ્ધાણ” સ્તુતિ કહે છે - તે આ છે – • સૂત્ર-૫૩ થી ૫૭ : સિદ્ધ થયેલા, બોધ પામેલા, પારગત, પરંપરાગત, લોકના અગ્રભાગને પામેલા એવા સર્વે સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર, જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિપૂર્વક નમસ્કાર કરે છે, તે ઈન્દ્રો વડે પૂજાયેલા મહાવીર ભગવંતને હું મસ્તકથી વંદુ છું. જિનવરોમાં વૃષભસમાન - શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને કરાયેલ એક પણ નમસ્કાર નર કે નારીને સંસારસાગરથી તારે છે. જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિણિ એ ત્રણે ઉજ્જયંત પાર્વતના શિખરે થયેલા છે, તે ધર્મચકવર્તી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. ચાર, આઠ, દશ અને બે એમ વંદન કરાયેલા ચોવીશે જિનવરો અને પરમા-નિષ્ઠિતાર્થ સિદ્ધો મને સિદ્ધિ આપો. • વિવેચન-૫૩ થી ૫૭ : બાંધેલા કર્મો બાળી નાંખવાથી સિદ્ધ અર્થાત કર્મ ઇંધણને બાળી નાંખનાર, તેઓને. તેવા સામાન્યથી વિધાસિદ્ધ પણ હોય છે, તેથી કહે છે - બદ્ધોને - સંપૂર્ણ અને અવિપરિતdવોને જાણનાર તે બુદ્ધ. તેમાં કેટલાંક સ્વતંત્રતાથી જ વ તીતિ [34/9] ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ઉજ્જવલનને માટે અહીં આવે છે, તેથી કહે છે – પાણત - પાર - પ્રયોજન પૂર્ણ થતાં સંસાનો પાર પામેલા તે પારગત, તેમને. તેઓ પણ અનાદિસિદ્ધ એકજગત પતિ ઈચ્છાવશથી કેટલાંક તેમને સ્વીકારે છે તેથી કહે છે - પરંપરણત - પરંપરાથી એક વડે અભિવ્યક્તાર્થ આવવાથી કોઈ પ્રવૃત અન્ય અભિવ્યક્ત થથી અન્ય અન્યથી પણ અન્ય. એ પ્રમાણે એવા સ્વરૂપના ગોલા, તે પરંપરગતોને. (શંકા પહેલાં જ કયા અભિવ્યક્ત અર્થથી આવવાને પ્રવૃત્ત ? [સમાધાન અનાદિપણાથી સિદ્ધોની પ્રથમવ અનુપપત્તિ છે. અથવા કથંચિત કર્મના ક્ષયોપશમથી દર્શન થાય, દર્શનથી જ્ઞાન થાય, જ્ઞાનથી ચાસ્ત્રિ. એ પ્રમાણે એવા સ્વરૂપથી પરંપરાને પામેલા તે પરંપગત, તેવા [સિદ્ધોને. તેઓ પણ કેટલાંક સર્વલોકમાં વાતને જ ઈચ્છે છે. તેથી કહે છે - લોકાણ એટલે કે “પપ્રાગભારા' નામે છે તેને પામેલાને. [શંકા) અહીં સર્વ કર્મથી મુક્તોને લોકમાં પણ ભાગ સુધી કઈ રીતે ગતિ થાય છે ? અથવા ભાવમાં સર્વદા જ કેમ ગતિ થતી નથી ? [સમાધાન પૂવવિધના વશથી દંડાદિ ચક્ર ભ્રમણવતું. એક સમયમાં જ થાય છે. નમસ્કાર સર્વકાળ તીર્થસિદ્ધાદિ ભેટવાળા બધાં સિદ્ધોને થાઓ અથવા બધાં સાધ્ય સિદ્ધ થયા છે જેમના, તેમને. આ રીતે સામાન્યથી બધાં સિદ્ધોને નમસ્કાર કરીને ફરી નીકટના ઉપકારીપણાથી વર્તમાન તીર્થાધિપતિ શ્રીમન મહાવીર વર્ધમાન સ્વામીની સ્તુતિ કરે છે - જે ભગવન મહાવીર ભવનપતિ આદિ દેવોના પણ પૂજ્યવથી દેવ છે. તેથી કહે છે – જેને દેવો અંજલિ જોડી નમસ્કાર કરે છે – વિનયથી રચિત કરસંપુટવાળા થઈ નમસ્કાર કરે છે તે શક આદિ દેવદેવો વડે પૂજિતને મસ્તક વડે હું વાંદુ છું આના દ્વારા અતિ આદર દેખાડ્યો. વંદન કોને કર્યું? મહાવીરને. વિશેષથી કર્મ ચાલ્યા જાય છે શિવ પ્રતિ તે વીર'. મહાન એવા જે વીર તે મહાવીર. તેમને. આ પ્રમાણે સ્તુતિ કરીને ફરી ફળના પ્રદર્શન માટે આ બોલે છે - એક પણ નમસ્કાર જિનવર વૃષભ વર્ધમાનને કિરાય તે] સંસાસાગસ્થી નર કે નારીને [પાર પમાડે છે) અહીં આવી ભાવના છે - સમ્યગ્દર્શન હોવાથી ઉત્કૃષ્ટ ભાવનાથી કરાયેલો એકપણ નમસ્કાર તેવા પ્રકારના અધ્યવસાયનો હેતુ થાય છે, જેનાથી યથાભૂત શ્રેણી પામીને ભવ સમુદ્રથી વિસ્તાર પામે છે. અહીં કારણમાં કાર્યના ઉપચારથી એ પ્રમાણે કહે છે અન્યથા ચાસ્ત્રિાદિ વિફળ થાય. આ ત્રણે સ્તુતિ નિયમથી કહેવાય છે. કેટલાંક બીજી પણ બોલે છે. પણ તેમાં નિયમ નથી. ‘કૃતિકર્મ' ફરી સંડાસા પડિલેહીને બેસે છે. મુહપતિ પડિલેહે છે. મસ્તકની

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104