Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ નિ ૬ ૫/૬૨ • નિર્યુક્તિ-૧૫૫૧ થી ૧૫૫૪, ભાષ્ય-૨૩૭ + વિવેચન :[ભા.૨૩૭] જેમ કરવત લાકડાને આવતા-જતાં કાપે છે, તેમ સુવિહિત સાધુ કાયોત્સર્ગથી કર્મોને કાપે છે. - ૧૫૫૧ થી ૧૫૫૪, ભા. ૨૩૭ ૧૪૩ જેમ કરવત કાપે છે - છેદે છે - વિદારે છે, (શું ?) લાકડાને. શું કરીને ? આવતા અને ફરી જતાં. એ પ્રમાણે સુવિહિતો - સાધુઓ કાયોત્સર્ગની હેતુભૂતતાથી કર્મો - અર્થાત્ જ્ઞાનાવરણીયાદિને કાપે છે. બીજે પણ કહેલ છે કે – “સંવરથી ગુપ્ત થાય છે, ગુપ્તિ વડે ઉત્તમ સંયમ થાય છે. સંયમથી તપ થાય છે, તપથી નિર્જરા થાય છે. નિર્જરા વડે અશુભ કર્મો સદા ક્રમશઃ ક્ષય પામે છે. તેમાં આવશ્યક યુક્તને કાયોત્સર્ગથી વિશેષ ક્ષય પામે છે ઈત્યાદિ. [૧૫૫૧] કાયોત્સર્ગમાં સુસ્થિતને જેમ જેમ અંગોપાંગો ભાંગે છે, તેમ સુવિહિતસાધુઓ આ પ્રમાણે આઠ પ્રકારના કર્મોના સમૂહને ભેદી નાંખે છે. અહીં ‘કાયોત્સર્ગ’ ગાથા કહી તેમાં - સુસ્થિત રહેલાને જેમ-જેમ અંગોપાંગ ભાંગે છે. એ પ્રમાણે ચિત્તના નિરોધીથી મુનિવરો - સાધુઓ આઠ પ્રકારના જ્ઞાનાવરણીયાદિરૂપ કર્મોના સમૂહને ભેદે છે - અર્થાત્ વિદારે છે. [૧૫૫૨] આ શરીર અન્ય છે અને જીવ પણ અન્ય છે, એવી બુદ્ધિ કરીને દુઃખ અને પરિકલેશ કરનારા શરીરના મમત્વને છેદે. [શંકા] જો કાયોત્સર્ગમાં રહેલાના અંગોપાંગ ભાંગે છે, તો પછી આ દેખીતો અપકાર જ છે, આવા કાયોત્સર્ગનો શો લાભ ? [સમાધાન] હે સૌમ્ય ! એવું નથી. એમ કહી ઉક્તગાથા કહે છે. આ શરીર પોતાના કર્મોથી ઉપાર્જેલ આલય માત્ર અને પાછું અશાશ્વત હોવાથી તે અન્ય છે. આનો અધિષ્ઠાતા જે જીવ છે, તે શાશ્વત છે, પોતે કરેલા કર્મોના ફળનો ઉપભોક્તા છે. શરીર તો ત્યાજ્ય જ છે. એવી બુદ્ધિ કરીને આ શરીરના મમત્વને છેદી નાંખે. પરંતુ જો આવા અસાર શરીસ્થી પણ કોઈ પારલૌકિક અર્થ સરતો હોય તો સારી રીતે યત્ન કરવો જોઈએ. વળી એવી ભાવના ભાવે કે – [૧૫૫૩] મેં સંસારમાં જેટલા કંઈ દુઃખોને અનુભવેલા છે, તેમાં દુર્વિષહતર અનોપમ દુઃખો નરકોમાં છે. જિનપ્રણિત ધર્મ ન કરવાથી જેટલાં શારીકિ, માનસિક દુઃખો સંસારમાં – તિર્યંચ, મનુષ્ય, નાક, દેવાનુભાવરૂપમાં મેં અનુભવ્યા છે, તેનાથી પણ દુઃખે કરી સહી શકાય તેવા દુઃખો પૂર્વે પુન્ય ન કરીને મેં સીમંતકાદિ નકોમાં અનુભવ્યા છે, જે દુઃખો બાકીની ગતિના દુઃખની અપેક્ષાએ ઉપમારહિત દુઃખદાયી હતા. જો એમ છે તો – - આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ [૧૫૫૪] તેથી મમત્વરહિત થઈ મુનિઓએ સૂત્રનો સાર પામીને ઉગ્ર કાયોત્સર્ગ કર્મના ક્ષય માટે કરવો જોઈએ. ૧૪૪ નિર્મમ - - મમત્વ રહિતપણે. મુનિ - સાધુ. સૂત્રના પરમાર્થને જાણીને ઉક્ત સ્વરૂપ કાયોત્સર્ગ, ઉગ્ર-પ્રબળ શુભ અધ્યવસાયથી. કર્મના ક્ષયને માટે, સ્વર્ગાદિ નિમિતે નહીં, કરવો જોઈએ. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૫-નો ટીકા સહિતનો અનુવાદ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104