Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ મૈં ૬/૬૨ નિ - ૧૫૫૫, ભા. ૨૩૮ થી ૨૪૩ પ્રત્યાખ્યાન જ છે. “પ્રતિષેધ' એ જ પ્રત્યાખ્યાન છે. ૧૪૭ [૨૪૧] હવે ભાવ પ્રત્યાખ્યાન પ્રતિપાદિત કરે છે. તેમાં આ ગાથાદ્ધ છે ‘સેસપયાળ ય શાહી'' તે આ રીતે – બાકીના પદોની આગમ-નોઆગમાદિની સાક્ષાત્ અહીં અનુક્ત એવી પ્રત્યાખ્યાન સંબંધી ગાયા કરવી - એ વાક્યશેષ જોડવું. આને ગાયા પ્રતિષ્ઠા કહેવાય છે. - ૪ - ૪ - ભાયંમિ - દ્વાર પરામર્શ, ભાવ પ્રત્યાખ્યાન. આને દર્શાવવાને માટે કહે છે . તે ભાવ પ્રત્યાખ્યાન બે ભેદે છે આ શ્રુતપ્રત્યાખ્યાન પણ બે ભેદે છે - પૂર્વ - तं दुविहं० શ્રુત પ્રત્યાખ્યાન અને નોવ્રુત પ્રત્યાખ્યાન. શ્રુત પ્રત્યાખ્યાન અને નોપૂર્વદ્યુત પ્રત્યાખ્યાન. તેમાં પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન તે ‘નવમું પૂર્વ' છે. નોપૂર્વ શ્રુતપ્રત્યાખ્યાન આ પ્રમાણે છે – પ્રત્યાખ્યાન અધ્યયન એ ઉપલક્ષણથી અન્ય - આતુર પ્રત્યાખ્યાન અને મહાપ્રત્યાખ્યાનાદિ પૂર્વબાહ્ય છે. [૨૪૨] હવે નોશ્રુતપ્રત્યાખ્યાનના પ્રતિપાદનાર્થે કહે છે - - જે શ્રુતપ્રત્યાખ્યાન હોતું નથી, તે નોશ્રુતપ્રત્યાખ્યાન, તેના બે ભેદ છે - મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મૂલગુણને આશ્રીને, તે મૂલગુણ - મૂળભૂત ગુણ. તે પ્રાણાતિપાત આદિની નિવૃત્તિરૂપત્વથી પ્રત્યાખ્યાન વર્તે છે અને ઉત્તરભૂત ગુણને ઉત્તરગુણ, તેમાં અશુદ્ધ પિંડ નિવૃત્તિરૂપત્વથી પ્રત્યાખ્યાન, તેના વિષયમાં અથવા અનાગત આદિ દશ ભેદે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે. મૂલગુણ પ્રત્યાખ્યાન પણ બે ભેદે છે – (૧) સર્વથી - સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશથી - દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન તે પાંચ મહાવ્રતો અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાનને પાંચ અણુવ્રતો. આ ઉપલક્ષણ વર્તે છે. કેમકે ઉતરગુમ પ્રત્યાખ્યાન પણ બે ભેદે જ છે - સર્વોત્તરગુમ પ્રત્યાખ્યાન, દેશોતરગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વોત્તગુણ પ્રત્યાખ્યાન દશ ભેદે છે - અનાગત, અતિક્રાંત ઈત્યાદિ, તે અમે આગળ કહીશું. દેશોતરગુણ પ્રત્યાખ્યાન સાત ભેદે છે – ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતો. આને પણ અમે આગળ કહીશું. વળી ઉત્તરગુણ પ્રત્યાખ્યાન ઓઘથી બે ભેદે છે : (૧) ઈવકિ, (૨) યાવત્કથિક. તેમાં (૧) ઈત્વરિક - સાધુના કંઈક અભિગ્રહ આદિ. શ્રાવકોને તો ચાર શિક્ષાવ્રતો જ ઈત્વસ્કિ કહેવાય. (૨) યાવત્કથિક નિયંત્રિત હોય છે. જે કાંતાર કે દુર્ભિક્ષાદિમાં પણ ભંગ કરાતા નથી. શ્રાવકોને ત્રણ ગુણવ્રતો જાણવા. [૨૪૩] હવે સ્વરૂપથી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનને દર્શાવતા કહે છે – પ્રાણિવધ ઈત્યાદિ. (૧) પ્રાણ - ઈન્દ્રિય આદિ. પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છ્વાસ અને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આયુ. આ દશ પ્રાણો ભગવંતે કહેલા છે. તેનું વિયોગીકરણ તે હિંસા. તેનો વધ તે પ્રાણવધ [તેમાં જીવવધ નથી ૧૪૮ (૨) જુઠું બોલવું તે મૃષાવાદ, તેમાં. અસતનું અભિધાન. (૩) અદત્ત - ઉપલક્ષણત્વથી અદત્તનું આદાન એટલે કે પર વસ્તુનું આહરણ તે અદત્તાદાન. (૪) મૈથુન - અબ્રહ્મનું સેવન કહેવાયું છે તે. (૫) પરિગ્રહ - [જીવ, અજીવાદિનો સંગ્રહ ઈત્યાદિ] આ વિષયભૂતોમાં સાધુના મૂલગુણો ત્રિવિધ, ત્રિવિધેન અર્થાત્ ત્રણ યોગ અને ત્રણ કરણથી જાણવા, અનુસરવા. અહીં ભાવના આ છે :- શ્રમણો પ્રાણાતિપાતથી ત્રિવિધ ત્રિવિધે વિસ્ત હોય છે. તેમાં ત્રિવિધકરે નહીં, કરાવે નહીં, કરનાર અન્યને પણ અનુજ્ઞા ન આપે. ત્રિવિધેન-મનથી, વચનથી, કાયાથી. એ પ્રમાણે બધાં વ્રતોમાં જોડવું. અહીં સુધી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન કહ્યું. હવે દેશમૂલગુણ પ્રત્યાખ્યાનનો અવસર છે. તે શ્રાવકોને હોય છે, એમ જાણીને શિષ્યના અનુગ્રહને માટે તે ધર્મવિધિ ઓઘથી બતાવે છે – • નિયુક્તિ-૧૫૫૬ થી ૧૫૬૧ + વિવેચન : [૧૫૫૬] ધીરપુરુષોએ કહેલ શ્રાવક ધર્મની વિધિ હું કહીશ. જેનું આચરણ કરીને સુવિહિત ગૃહસ્થો પણ સુખને પામે છે. તેમાં સમ્યકત્વ સ્વીકારેલ અને અણુવ્રત પ્રતિપન્ન પણ પ્રતિદિવસ સાધુની પાસે સાધુની અને ગૃહસ્થોની સામાચારી સાંભળે છે, તે શ્રાવક. શ્રાવકોના ધર્મની વિધિ હું કહીશ. તે વિધિ ધીરપુરુષોએ અર્થાત્ મહાસત્વ, મહાબુદ્ધિ, તીર્થંકર અને ગણધરોએ પ્રરૂપેલી છે. જેને આચરીને સુવિહિત ગૃહસ્થો પણ આલોક અને પરલોકના સુખોને પામે છે, એ ગાથાર્થ કહ્યો. [૧૫૫૭] શ્રાવકો ઓઘથી બે ભેદે છે – સાભિગ્રહા, નિરભિગ્રહા. વળી તેનો વિભાગ કરાતા આઠ ભેદે છે, તેમ જાણવું. અભિગ્રહણ કરાય તે અભિગ્રહ - પ્રતિજ્ઞાવિશેષ. અભિગ્રહ સહિત જે વર્તે છે, તે સાભિગ્રહા. તેના વળી અનેક ભેદો થાય છે. તેથી કહે છે – દર્શનપૂર્વક દેશમૂળગુણ અને ઉત્તગુણ બધાં કે કોઈ એક પણ હોય જ, તેમનો અભિગ્રહ. નિરભિગ્રહ - જેમાંથી અભિગ્રહ ચાલી ગયેલ છે તે નિરભિગ્રહા. તેઓ માત્ર સમ્યગ્દર્શની જ હોય છે. જેમ કૃષ્ણ, સત્યકી, શ્રેણિકાદિ. અહીં સામાન્યથી શ્રાવકો બે ભેદે કહ્યા. વળી તે બે ભેદે પણ વિભાગ પામે છે. અભિગ્રહ ગ્રહણના વિશેષથી નિરૂપણ કરતાં તે આઠ ભેદે થાય છે, એ પ્રમાણે જાણવું. [૧૫૫૮] તેમાં જે રીતે આઠ ભેદો થાય છે, તે બતાવે છે – અહીં જે કોઈ કંઈ અભિગ્રહ ગ્રહણ કરે છે, તે જ આ પ્રમાણે બે ભેદે છે

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104