Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 82
________________ ૩૬૦ ૬/૬૨ નિ - ૧૫૫૫ અધ્યયન-૬-પ્રત્યાખ્યાન” — x — x — x — x — x — ૧૪૫ કાયોત્સર્ગ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યાન અધ્યયન આરંભીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે છે – અનંતર અધ્યયન સ્ખલન વિશેષથી અપરાધરૂપી વ્રણ વિશેષ સંભવે, નિંદા માત્રથી ઓઘથી અશુદ્ધ રહે. તેથી પ્રાયશ્ચિતરૂપી ભૈષજથી અપરાધરૂપી વ્રણની ચિકિત્સા કહી. અહીં તો ગુણધારણા પ્રતિપાદિત કરે છે. ઘણી પણ મૂલ-ઉત્તરગુણ ધારણા કરવી. તે મૂલગુણ અને ઉત્તરગુણના પ્રત્યાખ્યાનરૂપ છે. તે અહીં નિરૂપે છે. અથવા કાયોત્સર્ગ અધ્યયનમાં કાયોત્સર્ગકરણ દ્વારથી પૂર્વોપાત્ત કર્મોનો ક્ષય બતાવ્યો. - ૪ - ૪ - અહીં પ્રત્યાખ્યાન કરવાથી કર્મક્ષયોપશમજ ફળને બતાવે છે. કહ્યું છે કે – ઈહલૌકિક અને પરલૌકિક બે પ્રકારે પ્રત્યાખ્યાનના ફળ કહ્યા છે. આલોકમાં ધર્મિલ આદિ અને પરલોકમાં દામન્નકાદિનું દૃષ્ટાંત છે. જિનવરે ઉપદિષ્ટ એવા આ પચ્ચકખાણને સેવીને અનંતા જીવોએ શાશ્વતસુખ એવા મોક્ષને પ્રાપ્ત કર્યો છે - ઈત્યાદિ. અથવા સામાયિકમાં ચાસ્ત્રિને વર્ણવ્યું. ચતુર્વિશતિસ્તવમાં અરહંતોની ગુણ સ્તુતિ કરી, તે દર્શનજ્ઞાનરૂપ છે, એ પ્રમાણે એ ત્રણે કહ્યા. આના વિતથ આસેવનથી થતાં આલોક-પરલોકના અપાયોને ખપાવવા ગુરુને નિવેદન કરવું જોઈએ. તે વંદનપૂર્વક થાય માટે તેની નિરૂપણા કરી. કરીને ફરી શુભ સ્થાનોમાં જ પ્રતીપ ક્રમણ સેવવું જોઈએ, તેથી તે પણ નિરૂપ્યું. તો પણ કંઈ અશુદ્ધ રહેલા અપરાધરૂપી વ્રણની ચિકિત્સા આલોચનાદિ વડે કાયોત્સર્ગ સુધીના પ્રાયશ્ચિત્ત ભૈષજથી અનંતર અધ્યયન કહ્યું. અહીં તે તથા પણ અશુદ્ધનું પ્રત્યાખ્યાન કહ્યું. એ પ્રમાણે અનેકરૂપે સંબંધથી આવેલા પ્રત્યાખ્યાન અધ્યયનના ચારે અનુયોગદ્વાર વિસ્તારથી કહેવા જોઈએ. તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં ‘પ્રત્યાખ્યાન’ અધ્યયન છે. તેમાં પ્રત્યાખ્યાનને આશ્રીને દ્વાર ગાથા કહે છે – • નિર્યુક્તિ-૧૫૫૫-વિવેચન : પ્રતિ અને આ પૂર્વક છ્યા થી ‘પ્રત્યાખ્યાન’ થાય છે. તેમાં પ્રત્યાખ્યાન - આના વડે મન, વચન, ક્રિયા જાલથી કંઈ પણ અનિષ્ટનો નિષેધ કરાય તે પ્રત્યાખ્યાન છે. - ૪ - પ્રત્યાખ્યાન ક્રિયા જ પ્રત્યાખ્યાન છે. - ૪ - પ્રતિ + આખ્યાન તે પ્રત્યાખ્યાન. જે પ્રત્યાખ્યાન કરે છે. તે પ્રત્યાખ્યાતા - ગુરુ અને શિષ્ય. તથા પ્રત્યાખ્યેય - પ્રત્યાખ્યાન ગોચર વસ્તુ. ત્રે શબ્દથી ત્રણેની પણ તુલ્યકક્ષતા જણાવી છે. આનુપૂર્વી - પરિપાટી, તેનાથી કથનીય. પરિષદ્ વક્તવ્યા. કેવા પ્રકારની પર્પદાને કથનીય છે ? તથા કથનવિધિ - કથનનો પ્રકાર કહેવો તથા આલોક અને પરલોક સંબંધી ફળ કહેવું જોઈએ. 34/10 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આદિમાં આ છ ભેદો છે. સંક્ષેપથી ગાથાર્થ કહ્યો. વિસ્તારથી અવસર મુજબ ભાષ્યકાર જ કહેશે. ૧૪૬ તેમાં આધ અવયવને વિસ્તારથી જણાવે છે – • ભાષ્ય-૨૩૮ થી ૨૪૩-વિવેચન : [૨૩૮] નામપ્રત્યાખ્યાન, સ્થાપના પ્રત્યાખ્યાન, દ્રવ્ય પ્રત્યાખ્યાન, અદિત્સા - દેવાની ઈચ્છા ન હોવીરૂપ પ્રત્યાખ્યાન, પ્રતિષેધ પ્રત્યાખ્યાન, ભાવ પ્રત્યાખ્યાન. નિશ્ચે આ છ ભેદ પ્રત્યાખ્યાનના જાણવા. આ ગાથા સમુદાયાર્થે નિગદસિદ્ધ છે. અવયવાર્ય અવસર મુજબ કહીશું. તેમાં નામ અને સ્થાપના બંને સુગમ છે. હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન પ્રતિપાદન કરવા કહે છે – [૨૩] દ્રવ્ય નિમિત્ત ગાથા ખંડની વ્યાખ્યા વસ્ત્ર આદિ દ્રવ્ય નિમિત્તે પ્રત્યાખ્યાન. જેમ કોઈક સાંપ્રત ક્ષકોને, તેમ દ્રવ્યમાં પ્રત્યાખ્યાન. જેમ ભૂમિ આદિમાં વ્યવસ્થિત કરે છે. તે રીતે દ્રવ્યભૂત - અનુપયુક્ત થઈને જે કરે છે, તેને પણ અભીષ્ટફલરહિતત્વથી દ્રવ્યપ્રત્યાખ્યાન કહે છે. તુ શબ્દથી દ્રવ્યના, દ્રવ્યોના, દ્રવ્ય વડે, દ્રવ્યો વડે, દ્રવ્યમાં, આ માર્ગ ક્ષુણ્ણ [લઘુ કે ગૌણ]છે. અહીં રાજપુત્રનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે - 6 - એક રાજાની પુત્રી બીજા રાજાને અપાઈ. તે મૃત્યુ પામ્યો. ત્યારે તેણીને પિતા પાછી લાવ્યા. હે પુત્રિકા ! ધર્મ કર. એમ કહ્યું. તેણી પાખંડીને દાન આપે છે. કોઈ વખતે કાર્તિક ધર્મમાસ આવ્યો. તેથી હું માંસ ખાઈશ નહીં, એવું પ્રત્યાખ્યાન કર્યુ. ત્યાં પારણામાં અનેક લાખ પશુઓ માંસાર્થે લાવવામાં આવ્યા. ત્યારે ભોજન અપાય છે. તેમાં જે સાધુઓ નજીકથી જતા હતા. તેમને નિમંત્રિત કરવામાં આવ્યા. તેઓએ ભોજન ગ્રહણ કર્યુ, માંસ લીધું નહીં. ત્યારે તે રાજપુત્રીએ પૂછ્યું કે – શું તમારે કારતકમાસ પુરો નથી થયો ? તેઓ બોલ્યા – અમારે ચાવજ્જીવ કારતક માસ છે. કઈ રીતે ? ત્યારે સાધુઓ ધર્મકથા કહે છે, માંસના દોષો કહ્યા. ત્યારપછી તેણીએ બોધ પામીને દીક્ષા લીધી. એ પ્રમાણે તેણીને પહેલા દ્રવ્ય પ્રત્યાખ્યાન હતું, પછી ભાવપ્રત્યાખ્યાન થયું. • હવે અદિત્સા પ્રત્યાખ્યાન કહે છે – તેમાં આ ગાથાદ્ધ છે. અદિત્સા પ્રત્યાખ્યાનમાં :- હે બ્રાહ્મણ ! હે શ્રમણ ! અવિત્તા - મને દેવાની ઈચ્છા નથી, આપે યાચના યાચના કરી તે નથી. તેથી અદિત્સા જ વસ્તુતઃ પ્રતિષેધાત્મક, એ પ્રમાણે પ્રત્યાખ્યાન છે. ॰ હવે પ્રતિષેધ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરવા મરાટે ગાથાખંડ કહે છે – અમુî दिज्जउ मज्झं [૨૪૦] મને અમુક ઘી આદિ આપો. બીજાએ કહ્યું – મારી પાસે તે નથી. દેવું પણ નથી, ઈચ્છા પણ નથી. આ આવા પ્રકારે પ્રતિષેધ થાય છે. આ પણ વસ્તુતઃ

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104