Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ - પ/પ૩ થી પ નિ - ૧૫૧ થી ૧૫૨૩ ઉપરથી કાયાને પડિલેહીને આચાર્યને વંદન કરે છે. કયા કારણે આ વંદન કરે, તે કહે છે – • નિયુક્તિ-૧૫૨૪-વિવેચન : જેમ રાજાએ મનુષ્યોને આજ્ઞા આપીને મોકલતા પ્રણામ કરીને જાય છે. તેમ કરીને ફરી પ્રણામપૂર્વક નિવેદન કરે છે. એ પ્રમાણે સાધુઓ પણ સામાયિક ગુરુવંદના પૂર્વક ચાત્રિ વિશુદ્ધિ કરીને આચાર્યની સામે વિનયથી રચિત અંજલિપુટ કરીને રહે છે [ક્યાં સુધી ?] જ્યાં સુધીમાં ગુરુ સ્તુતિને ગ્રહણ કરે છે. ત્યારપછી પ્રથમ સ્તુતિની સમાપ્તિમાં વિનયથી સ્તુતિ કહે છે. પછી વર્ધમાનની સ્તુતિ કહે છે અથવા ત્રણે વર્ધમાન સ્તુતિ બોલે. ત્યારપછી પ્રાદોષિક કાળને કરે છે. એ પ્રમાણે ત્યાં સુધી દૈવસિક કરે છે. - o- આ પ્રમાણે દૈવસિક (પ્રતિક્રમણ) કહ્યું. આ સત્રિ [પ્રતિકમણ – તેમાં આ પ્રમાણે વિધિ છે. પહેલાં સામાયિક કહીને, ચાસ્ત્રિ વિશુદ્ધિ નિમિતે પચીશ ઉશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે. પછી નમસ્કારપૂર્વક પારીને દર્શન વિશુદ્ધિ નિમિતે ચતુર્વિશતિસ્તવ બોલે છે, પચીશ ઉચ્છવાસ માત્ર જ કાયોત્સર્ગ કરે છે. અહીં પણ નમસ્કાર વડે પારીને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ નિમિતે શ્રુતજ્ઞાનસ્તવ બોલે છે. તેની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. તેમાં પ્રાદોષિક સ્તુતિ આદિનો અધિકૃત કાયોત્સર્ગ પર્યન્ત અતિયાર ચિંતવે છે. શંકા કયા કારણે પહેલાં કાયોત્સર્ગમાં જ સગિક અતિચારોને ચિંતવતા નથી ? તે જણાવે છે – • નિયુક્તિ-૧૫૨૫-વિવેચન : નિદ્રાભિભૂત થયેલો, અતિચારોને સારી રીતે સ્મરણ કરી શકતો નથી. અન્યોન્ય વંદન કરતા, અંધકારમાં ઘન ન થાય અથવા કૃતિકર્મ અકરણ દોષ ન લાગે કેમકે અંધકાર દેખાતું ન હોવાથી મંદશ્રદ્ધાવાળા વંદન કરતાં નથી. આવા કારણોથી પ્રત્યુપે-વહેલી સવારમાં આદિમાં ત્રણ કાયોત્સર્ગો હોય છે. પણ પ્રાદોષિક માફક એક જ હોતો નથી. નિયુક્તિ -૧૫૨૬ થી ૧૫૨૮ + વિવેચન : અહીં પહેલો કાયોત્સર્ગ ચા િશુદ્ધયર્થે, બીજો દર્શન શુદ્ધયર્થે થાય, શ્રુતજ્ઞાનનો બીજો, તેમાં વિશેષથી આ પ્રમાણે ચિંતવે છે. બીજામાં રાત્રિના અતિયાર ચિંતવે છે, છેલ્લા કાયોત્સર્ગમાં કયો તપ કરવો તે? છ માસનો, પછી એક એક દિવસની હાનિ કરતા છેલ્લે પોરિસિ કે નમો નિવકારસી] ચિંતવે. હું પણ આપને ખમાવું છું, તમારી સાથે હું પણ વંદન કરું છું. - - ત્યારપછી અતિચારોને ચિંતવીને, નમસ્કારથી પારીને, સિદ્ધાણં બુદ્ધાણં સ્તુતિ કરીને પૂર્વે કહેલ વિધિ વડે વાંદીને આલોચે છે. ૧૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ત્યારપછી સામાયિકપૂર્વક પ્રતિકમે છે. પછી વંદનપૂર્વક ખમે છે. વંદન કરીને પછી સામાયિકપૂર્વક કાયોત્સર્ગ કરે છે તેમાં ચિંતવે છે – જે કોઈ તપમાં ગુર નિયુકત કરશે. તેવા પ્રકારનો તપ અમે સ્વીકાર કરીશું. જેનાથી તેની હાનિ ન થાય. ત્યારે આ પ્રમાણે ચિંતવે – છ માસનો તપ કરીશ ? શક્તિમાન નથી. એક દિવસ ઓછો ? તે પણ શકિત નથી. એ પ્રમાણે યાવતુ પાંચ માસ, પછી ચાર માસ, પછી ત્રણ માસ, પછી બે માસ, પછી એક માસ, પછી અર્ધમાસ, ચોથ ભક્ત, આયંબિલ, એકાસણું, પૂરિમાદ્ધ, નિવિજ્ઞઈ અથવા નમસ્કારસહિત. છેલ્લા કાયોત્સર્ગમાં છ માસથી એકદિનની હાનિ યાવતુ પોરિસિ કે નમસ્કાર સહિત. તેમાં જે કરવાને સમર્થ હોય, તે અશઠભાવે કરે છે. પછી વાંદીને ગુસાક્ષીએ તે સ્વીકારે છે. બધાં જ નવકાસી પારનારા સાથે જ ઉભા થાય, વ્યસર્જન કરે અને બેસે છે એ પ્રમાણે પોરિસિ આદિમાં વિભાષા કરવી. * * * અલા શબ્દોમાં આપે, જેથી ગરોળી આદિ જીવો ઉઠી ન જાય. પછી દેવોને વંદે છે. પછી બહવેલ સંદિસાવે. પછી જોહરણ પડિલેહે. પછી ઉપધિ સંદિસાવે. પછી પડિલેહણા કરે. પછી વસતિ પડિલેહીને, કાળનું નિવેદન કરે. બીજા કહે છે કે – સ્તુતિ પછી જ કાળ નિવેદન કરે છે. એ પ્રમાણે પ્રતિકમણ કાળને તોલે છે. જે રીતે પ્રતિકમ્યા પછી સ્તુતિ પૂરી થતાં પ્રતિલેખન વેળા થાય. સગિક [પ્રતિક્રમણ વિધિ પૂરી થઈ. o હવે પાક્ષિક [પ્રતિક્રમણની વિધિ કહે છે - જ્યારે દૈવસિક પ્રતિક્રમણ થઈ જાય, પ્રતિકમણથી તિવર્તીને ત્યારે ગુરુઓ બેસે છે. પછી સાધુઓ વંદન કરીને કહે છે - • સૂત્ર-૫૮ : હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું [શું ?]પાક્ષિકની અંદર થયેલ અતિચારોની ક્ષમા માંગવાને, તે માટે ઉપસ્થિત થયો છું. પંદર દિવસ અને પંદર રાશિમાં જે કંઈ - અપતિ કે વિરોધથી પીતિ થયેલી હોય [કયા વિષયમાં ] ભોજનમાં, પાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, આલાપ-સંતાપમાં, ઉચ્ચ આસન કે સમ આસન રાખવામાં, વચ્ચે બોલવામાં ગુરુની ઉપરવટ જઈને બોલવામાં. જે કંઈ મારાથી સૂક્ષ્મ કે ભાદર વિનયરહિત વર્તન થયેલ હોય, જે આપ જાણો છો અને હું જાણતો નથી. તેનું મિચ્છા મિ દુક્કડ • વિવેચન-૫૮ - સુત્ર સ્વયં સિદ્ધ છે. વિશેષ એ કે - અંતર બાસા - આચાદિ બોલતા હોય

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104