Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૬૦ ૫/૩૫,૩૬ નિ - ૧૪૬૨ થી ૧૪૭૮
ચિત્તની એકાગ્રતા રહે તેને ધ્યાન કહે છે.
વળી તે આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ચાર ભેદે જાણવું આનું સ્વરૂપ જેમ પ્રતિક્રમણ અધ્યયનમાં પ્રતિપાદિત છે, તે પ્રમાણે કહેવું જોઈએ.
[૧૪૬૪ થી ૧૪૬૬] તેમાં પહેલા બે ધ્યાનને સંસારના વર્લ્ડક કહ્યા છે અને પછીના બે વિમોક્ષનો હેતુ કહ્યા છે. તેનો અહીં અધિકાર છે, બીજા ધ્યાનોનો નહીં. હવે જેવા સ્વરૂપનો જ્યાં યથાવસ્થિત જે ધ્યાન કરે છે. તેને બતાવવાને કહે છે – સંવૃત્ત કર્યા છે આશ્રવદ્વાર જેણે. અર્થાત્ પ્રાણાતિપાત આદિ આશ્રવ દ્વારોને જેણે બંધ કરી દીધા છે.
૧૧૧
ક્યાં ધ્યાન કરે? અવ્યાબાધામાં - ગાંધર્વાદિ લક્ષણ ભાવ વ્યાબાધ રહિત, અકંટક - પાષાણ કંટકાદિ દ્રવ્ય કંટકરહિત ભૂભાગમાં.
કઈ રીતે રહીને ધ્યાન કરે ? સ્થિ-નિષ્કપ અવસ્થાન - અવસ્થિતિ વિશેષ કરીને રહેલો કે નિષણ. પુરુષાદિ ચેતન કે પ્રતિમાદિ અચેતન વસ્તુને અવલંબીને • વિષયી કરીને ધન-દૃઢ મનથી - અંતઃકરણથી જે ધ્યાન કરે છે.
શું ? તે કહે છે – સૂત્ર જે ગણધરાદિ વડે બદ્ધ હોય અને અર્થ - તદ્ગોચર, તેમાં રહેલનું ધ્યાન કરે. કેવા પ્રકારના અર્થથી ? તે કહે છે – દ્રવ્ય કે તેના પર્યાયોનું. અહીં જ્યારે સૂત્રનું ધ્યાન કરે છે ત્યારે તે જ સ્વગત ધર્મો વડે આલોચે છે અર્થને નહીં, જ્યારે અર્થનું ધ્યાન કરે ત્યારે સૂત્રનું નહીં.
=
[૧૪૬૭] હવે પૂર્વોક્ત ચોધ-પરિહારને માટે કહે છે, ત્યાં કંઈક કહે છે – શું કહે છે ? ધ્યાન જે માનસનું પરિણામ છે. કેમકે ધ્યાનનો ‘ચિંતા' અર્થાત્વ કહેલ છે. આવી આશંકાનો ઉત્તર આપતા કહે છે – તેમ ન થાય, કેમકે જિનેશ્વરે ત્રણે યોગથી ધ્યાન કહેલ છે. તેથી મન, વચન, કાયાની પ્રવૃત્તિ રૂપ ત્રણે યોગથી ધ્યાન થાય. [૧૪૬૮] પરંતુ, કોઈને ક્યારેક પ્રાધાન્યને આશ્રીને ભેદથી વ્યપદેશ પ્રવર્તે છે. આવા પ્રાધાન્યને કારણે ધ્યાનનો મન સાથે સંબંધ જોડી વિશેષથી વ્યાખ્યા કરાતી હોય છે.
[૧૪૬૯] એ પ્રમાણે મન, વચન, કાયાના ત્રણે પણ યોગોમાં જે જ્યારે ઉત્કટ યોગ હોય, તે યોગનો ત્યારે તે કાળમાં નિર્દેશ કરવો. ત્યાં બીજા યોગ એક પણ હોય, બે પણ હોય કે ન પણ હોય.
અહીં ભાવના આ પ્રમાણે છે કે – કેવળીને વાચા યોગ અને ઉત્કટમાં કાય યોગ પણ હોય, આપણે બધાંને મનોયોગ મુખ્ય છે, કાયયોગ હોય કે ન પણ હોય. કેવળીને શૈલેશી અવસ્થામાં કાયયોગનિરોધ કાળમાં માત્ર કાયયોગ જ હોય છે. આના દ્વારા શુભયોગનું ઉત્કટત્વ તથા નિરોધ, બંને પણ ધ્યાન કહેલ છે.
[૧૪૭૦] અહીં જે ઉત્કટ યોગ, તેના જ ઈતર સદ્ભાવમાં પણ પ્રાધાન્યથી
સામાન્યથી ધ્યાન કહીને હવે વિશેષથી ત્રણ પ્રકારને જણાવતા કહે છે – કાચમાં પણ આત્માની અધિ [અધ્યાત્મ માં વર્તે છે. તે અધ્યાત્મ એટલે ધ્યાન. એકાગ્રતાથી એજનાદિના નિરોધથી કહ્યું.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
વાગ્યોગ - અધ્યાત્મ અર્થાત્ ધ્યાન, એકાગ્રતાથી જ આયતભાષા નિરોધથી
થાય. મનમાં પણ એ પ્રમાણે જ ધ્યાન થાય. એ પ્રમાણે કાયામાં અને વાચામાં પણ છે. આ પ્રમાણે ભેદ વડે જણાવીને હવે એકાદિમાં પણ દર્શાવતા કહે છે – કાયા, વાચા, મનોયુક્ત ત્રિવિધ અધ્યાત્મ [ધ્યાન] કહેલ છે. [કોણે ?] તીર્થંકર અને ગણધરોએ કહ્યું છે કે – “ભંગિક સૂત્રને ગણતો ત્રણે પણ ધ્યાનમાં વર્તે છે.
[૧૪૭૧] પર અભ્યાગત ધ્યાન સામ્ય પ્રદર્શનથી અનભ્યપગતને પણ ધ્યાનતા દેખાડતા કહે છે – હે આયુષ્યમન્ ! જો કે એકાગ્ર ચિત્ત ક્યારેક વસ્તુમાં ધારણા કરતો કે સ્થિરતાથી દેહવ્યાપીવિષવત્ ડંખ, એ રીતે નિરુંધતાને કેવલી માફક તેનો પણ યોગનિરોધ છે.
૧૧૨
કેમ? ધ્યાન માનસિક થાય ચે, જો તેમ નથી તો બાકીના બંને પણ વચન અને કાયાના છે. એ પ્રમાણે જ - એકાગ્ર ધારણાદિ પ્રકારથી તે લક્ષણના યોગથી ધ્યાન થાય છે.
[૧૪૭૨] અહીં ત્રણ પ્રકારનું ધ્યાન કહ્યું છતાં જેનું જ્યારે ઉત્કટત્વ હોય, તેનું ત્યારે બીજા ધ્યાનના સદ્ભાવ છતાં પ્રાધાન્યથી વ્યપદેશ કરવો. આ લોક લોકોત્તર ન્યાય છે. તેથી ‘વૈશિવ' ગાથા કહે છે –
દેશિક - અગ્રયાયી, આગળ જનાર. દેશિક વડે દર્શિત માર્ગ-પંય જેનો છે
તે. વ્રજમ્ - જતો, નરપતિ - રાજા, શબ્દને પ્રાપ્ત કરે છે.
-
કઈ રીતે તે કહે છે આ રાજા જાય છે, આને કેવળ નથી. ઘણાં લોકોના અનુગતત્વથી, તેને અન્ય વ્યપદેશ નથી. કેમકે તેનું પ્રાધાન્ય છે. બાકીના અર્થાત્ અમાત્ય આદિ અનુગામી - તે રાજાની પાછળ જનારા. અહીં પ્રાધાન્યથી ફક્ત ‘રાજા'નો વ્યપદેશ કરાય છે.
[૧૪૭૩] આ લોકાનુગત ન્યાય છે. હવે આ લોકોત્તરાનુગત કહે છે – પ્રથમ જ ‘પ્રથમિલ્લુક’, આનું પ્રાયમ્ય સમ્યગ્દર્શનના પ્રથમ ગુણ-ઘાતીત્વથી છે, તે પ્રથમિલ્લુકના ઉદયમાં, કોનો ? અનંતાનુબંધી ક્રોધના.
તે વખતે બાકીના ત્રણે – અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનાદિ તે જીવદ્રવ્યમાં હોય છે. અતીતાદિ અપેક્ષાથી તેનો સદ્ભાવ પ્રતિપાદિત કરતાં નથી. [તેવું નહીં] પરંતુ અપ્રત્યાખ્યાન આદિ હોય જ છે, પણ તેનું પ્રાધાન્ય ન હોવાથી તેનો વ્યપદેશ કરતાં નથી, માત્ર આધનો જ વ્યપદેશ છે તે રીતે આ પણ અધિકૃત જાણવું.
[૧૪૭૪] હવે સ્વરૂપથી કાયિક અને માનસ ધ્યાનને જણાવતા કહે છે ‘‘મારો દેહ ન કંપો’ એ પ્રમાણે ચલિત થયા વિના એકાગ્રતાથી રહેલ ને, શું ? કાયા વડે નિવૃત્ત તે કાયિક ધ્યાન થાય છે.
એ જ પ્રમાણે માનસ નિરુદ્ધ મનથી ધ્યાન થાય છે.
[૧૪૭૫] આવું પ્રતિપાદન કરતાં શિષ્ય કહે છે – જો કાયા અને મનના નિરોધમાં ધ્યાનને પ્રતિપાદિત કર્યુ, તો વાચાને યોજવી કે નહીં ? કદાચિત્ અપ્રવૃત્તિ જ નિરોધના અભાવથી છે. - ૪ - તો વાન્ધ્યાન થતું જ નથી શું ? - X - અથવા