Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
He પ/૩૫,૩૬ નિ - ૧૪૨૯ થી ૧૪૪૬
ભા.૨૨૯ થી ૨૩૧
૧09
૧૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
(૧૪૪૦] વર્તમાન ભવમાં વર્તમાનની બંને બાજુ આગામી અને અતીત અનંતર ભવિકને આગળ અને પાછળના ભવસંબંધીને કહેલ છે. જો આયુષ્ય રહે તો, શેષ કર્મની વિવેક્ષા નથી કે જે બાંધ્યા છે.
પુરસ્કૃત ભવ સંબંધી ત્રણ ભાગ આયુષ્ય બાકી રહેતા સામાન્યથી તે જ ભવમાં વર્તતા બંધાય છે. પશ્ચાતકત સંબંધી ફરી તે જ ભવે વેચાય છે. અતિપ્રસંગની નિવૃતિ અર્થ કહે છે –
ઘણાં ભવો વીતતા જે બાંધેલ અને અનાગત કાળમાં જે ભોગવાય છે, જો તે જ ભવમાં વર્તમાનના દ્રવ્ય ભવો થાય તો પછી તે પણ, તે આયુક કર્મના સંબંધથી છે તેમ જાણવું. પણ તેવું છે નહીં. તેથી ચોદક-શિષ્યનું વચન અસતુ છે.
આ જ અર્થના પ્રસાધક લોકપ્રતીત નિદર્શનને બતાવતા કહે છે -
(૧૪૪૧] બે સંધ્યાના • પ્રચૂપ અને પ્રદોષ પ્રતિબદ્ધ સંધ્યાનો સૂર્ય-આદિત્ય દેશ્ય હોવા છતાં - અનુપલભ્યમાન હોવા છતાં પણ પામીને સમતિકાંત જેમ ફોનને પ્રકાશે છે, તે આ પ્રમાણે છે -
પ્રભૂખ સંધ્યામાં પૂર્વવિદેહ અને ભરતને, પ્રદોષ સંધ્યામાં ભરત અને પશ્ચિમ વિદેહને. તે પ્રમાણે જ - જેમ સૂર્ય અહીં પણ પ્રકાંત જાણવો અહીં એમ કહે છે કે - વર્તમાન ભવમાં સ્થિત પુરસ્કૃતભવ અને પશ્ચાકૃત્ ભવનું આયુષ્યકર્મ સદ્ દ્રવ્યતાથી સ્પર્શે છે. પ્રકાશતા સૂર્યની જેમ તે સમજવું.
| [ભાગ-૨૩૧] હવે માતૃકાય પ્રતિપાદિત કરે છે - માતૃકા પદો એટલે ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય. તેનો સમૂહને માતૃકાકાય. બીજા પણ તેવા પ્રકારના પદસમૂહ ઘણાં અર્થવાળા છે. તેથી ભાષ્યકાર કહે છે –
માતૃકા પદ એ ચિહ્ન છે. બીજા પણ જે પદસમૂહ છે તે પદકાય કહેવાય છે. માતૃકાપદકાય એટલે વિશિષ્ટ પદ સમૂહ. જે એક પદમાં ઘણાં અર્યો છે, તે પદોનો જે સમૂહ છે અથવા એક પદમાં જે ઘણાં અર્યો છે.
હવે સંગ્રહણીકાય પ્રતિપાદનાર્થે કહે છે –
(૧૪૪૨] સંગ્રહકાય અનેક છે. સંઘરવું તે સંગ્રહ. તે જ કાય. તે શું વિશિષ્ટ છે ? તે કહે છે - અનેક પણ જ્યાં એકવચનથી ગ્રહણ થાય છે. જેમ શાલિગ્રમિ સેના જઈને વસે છે, રહે છે. અનુક્રમે, ઘણાં તંબ હોવાથી શાલિ થાય છે. ઘણાં હાથી આદિના સમાવેશથી સેના થાય છે. આ શાલ્યાદિને સંગ્રહકાય કહે છે.
હવે પર્યાયકાય દશવિ છે –
[૧૪૪૩] પર્યાયકાય. પર્યાય-વસ્તુધર્મો. જે પરમાણુ આદિમાં ઘણાં પિડિત હોય છે તથા પરમાણુ પણ કોઈક સાંવ્યવહારિકમાં જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અનંતગુણા બીજી અપેક્ષાચી છે. તે એક તિકતાદિ રસ, તે બીજી અપેક્ષાથી તિકાતર, તિકdfમાદિ ભેદથી અન્યત્વ પામે. - x - હવે “ભારકાય’ કહે છે -
[૧૪૪૪] એક કાય - ક્ષીકાય, બે ઘડામાં ભરતા બે ભેદે થાય છે. તેમાં એક રહે અને એક મારિત. જીવતા મૃતથી મારિત-ત્યારે તે બોલે છે - હે માનવ ! કયા
કારણે ? કથાનક પ્રતિક્રમણ અધ્યયનમાં જોવું. અહીં ભારકાય • x • ભાર એવી આ કાય તે ભારકાય જે બંને કુંભયુક્ત કાપોતી કહેવાય. બીજા કહે છે - ભારકાય જ કાપોતી કહેવાય. હવે ભાવકાય કહે ચે –
[૧૨૪૫] બે, ત્રણ, ચાર કે પાંચ ભાવો છે - ઔદયિક આદિ. જ્યાં સચેતના કે અચેતન વસ્તુ વિધમાન છે, તે ભાવકાય છે. ભાવોની કાય તે ભાવકાય જીવ અને અજીવમાં વિભાષા આગામાનુસાર કરવી.
મૂળદ્વારગાથામાં ‘કાય’ આશ્રીને નિક્ષેપદ્વાર કહ્યું. હવે યોકાર્ષિક -
[૧૨૪૬] કાય, શરીર, દેહ, બોંદિ, ચય, ઉપચય, સંઘાત, ઉછૂય, સમુછુય, કડેવર, ભસ્મા, તન, પાણું.
મૂળ દ્વાર ગાથામાં ‘કાય'ને આશ્રીને કહેલ એકાયિકો કહ્યા. હવે ઉત્સગને આશ્રીને નિક્ષેપ અને એકાર્ષિક કહે છે. તેમાં નિક્ષેપ -
• નિયુક્તિ-૧૪૪૭ થી ૧૪૫ર-વિવેચન :
[૧૪૪] નામ, સ્થાપના, દ્રવ્ય આદિ અર્થને આશ્રિને સુગમ જ છે. વિશેષાર્થ તો પ્રત્યેક દ્વારે વિરતારથી કહીશું. તેમ પણ નામ અને સ્થાપના તાર્થ છે. દ્રવ્યોત્સર્ગ જણાવે છે -
| [૧૪૪૮] દ્રવ્યોwણા એટલે દ્રવ્યોત્સર્ગ. સ્વયં જ જે દ્રવ્ય અનેષણીય ઉત્સુજત્યાગ કરે છે, જે કરણભૂત પાનાદિ વડે ત્યાગ કરે છે, જે દ્રવ્યમાં ત્યાગ કરે છે, દ્રવ્યભૂતને કે અનુપયુકતપણે તજે છે, તેને દ્રવ્યોત્સર્ગ કહેવાય છે.
હોમોત્સર્ગ :- જે ક્ષેત્ર-દક્ષિણદેશાદિમાં તજે છે, અથવા જે ક્ષેત્રમાં ઉત્સર્ગનું વર્ણન કરાય છે, તે ક્ષેત્રોત્સર્ગ.
કાલોત્સર્ગ :- જે જે કોઈ કાળમાં ત્યાગ કરે, જેમકે ભોજનને આશ્રીને રાત્રિના સાધુઓ જેટલો કાળ ઉત્સર્ગ કરે અથવા જે કાળમાં ઉત્સર્ગ વર્ણવાય છે તેને કાલોત્સર્ગ કહે છે.
હવે ભાવ ઉત્સર્ગ પ્રતિપાદિત કરવા કહે છે -
[૧૪૪૯] ભાવોત્સર્ગ બે ભેદે છે, પ્રશસ્ત અને અાપશd. પ્રશસ્ત તે શોભન વસ્તુને આશ્રીને છે. અપશત તે અશોભન છે. તથા જે ભાવથી ઉત્સર્જનીય વસ્તુગતથી ખર આદિ વડે ઉત્સર્જન કરે, તેમાં ભાવથી ઉત્સર્ગ કહ્યો. તેમાં અસંયમ પ્રશસ્ત ભાવોર્ગમાં તજે છે. પ્રશસ્તમાં સંયમને ત્યજે છે. એ ગાથાર્થ કહ્યો. જે ભાવથી ત્યાગ છે, તેને પ્રગટ કરે છે –
[૧૪૫૦] ખર પરપાદિ સચેતન, તેમાં જીર - કઠિન, પપ - દુભષિણયુકત, ચેતન દુરભિગંધવિરસાદિ જે દ્રવ્ય પણ જો દોષથી ભજે છે, તો તે ભાવોસમાં કહેવાય છે.
મૂળદ્વાર ગાયામાં ઉત્સર્ગને આશ્રીને નિક્ષેપદ્વાર કહ્યું. હવે એકાચિક શબ્દોને કહે છે, તેની ગાથા -
[૧૪૫૧] ઉત્સર્ગ, વ્યસર્જના, ઉઝણા, અવકિરણ, છર્દન, વિવેક, વર્જન,