Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ મેં પ/૩૫,૩૬ નિ - ૧૪૨૯ થી ૧૪૪૬ ભા.૨૯ થી ૨૩૧ ૧૦૫ ૧૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ભવાંતરમાં જાય છે તે. અર્થાત્ મનુષ્ય આદિ મનુષ્ય ભવથી ચ્યવીને જેના આશ્રયથી અપાંતરાલ દેવાદિ ભવમાં જાય છે, તે ગતિકાય કહેવાય. તેને કાળમાનથી દેખાડે છે - તે જેટલા કાળ સમયાદિથી જાય છે, તેટલો જ કાળ આ ગતિકાય કહેવાય છે. આ ગતિકાય, સ્વરૂપ વડે દશવિતા કહે છે - તૈજસ સાથે વર્તતું હોવાથી ‘સતૈજસ'. કાર્પણ શરીર, ગતિકાયને આશ્રીને અપાંતરાલ ગતિમાં જીવગતિના એમ ભાવવું જોઈએ. નિકાયકાય પ્રતિપાદિત કરે છે – [૧૪૩૬] નિયત કે નિત્યકાય તે નિકાય. આની નિયતા ત્રણે કાળમાં ભાવથી કહ્યું અથવા અધિક જે કાય તે નિકાય. જેમ અધિક દાહ તે નિદાહ કહેવાય. આનું આધિક્ય ધમસ્તિકાય, અધમસ્તિકાય અપેક્ષાથી કે સ્વભેદની અપેક્ષાથી છે. તેથી કહે છે - એક આદિ યાવત્ અસંખ્યય પૃથ્વીકાયિકા સુધી કાય છે. તે જ સ્વજાતીયને અપક્ષેપની અપેક્ષાથી નિકાય છે. એ પ્રમાણે બીજામાં પણ વિભાષા છે. એ પ્રમાણે બીજામાં પણ વિભાષા છે. એ પ્રમાણે જીવનિકાય સામાન્યથી નિકાયકાય કહેવાય અથવા જીવનિકાય પૃથ્વી આદિ ભેદભિન્ન છ એ પણ નિકાય કહેવાય કેમકે તેનો સમુદાય છે. નિકાયદ્વાર કહ્યું. હવે અસ્તિકાયને કહે છે :- તેમાં આ ગાથા ખંડ છે - અહીં મતિ શબ્દ ત્રિકાળ વચન નિપાત છે – હતુ, છે, હશે. બહુપદેશો હોવાથી તેના વડે પાંચ જ અસ્તિકાયો કહ્યા. ૮ શબ્દ અવધારણ અર્થપણાથી છે, તેથી જૂના પણ નહીં અને અધિક પણ નહીં. આના દ્વારા ધર્મ-અધર્મ-આકાશના એક દ્રવ્યવથી અસ્તિકાયપણું કહેલ છે. પણ કાળ સમયમાં અનેકવથી અસ્તિકાયત્વમાં આપત્તિ આવે, તેથી આને પરિહરીને જાણવું. તે આ પાંચ છે – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એને અસ્તિકાય જાણવા. હવે દ્રવ્યનાયના પ્રતિપાદનાર્થે કહે છે – [ભા.૨૨૯] જે દ્રવ્ય અત્િ જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય લેવા, પણ ધમસ્તિકાયાદિ ન લેવા. જે દ્રવ્ય-જે વસ્તુ પુરસ્કૃત ભાવ, જેના વડે આગળ કરાયેલ ભાવ છે તે. અર્થાત્ ભાવિના ભાવની યોગ્ય અભિમુખ. અથવા પશ્ચાત્કૃતભાવ, અહીં વા શબ્દ વિકલ્પ વયન છે. પશ્ચાત્ કૃત એટલે પ્રાયઃ ઉઝિત ભાવ-પર્યાય વિશેષ લક્ષણ જેનાથી છે તે તે પ્રમાણે કહે છે - અહીં કહેવા એવું માંગે છે કે જે ભાવમાં દ્રવ્ય વર્તે છે, તેથી જે પૂર્વે છે તે ભાવ. તેની અપેક્ષાએ તે પશ્ચાતકૃત ભાવ કહેવાય છે. તે આવા સ્વરૂપે બે પ્રકારે છે – ભાવિ અને ભૂતના ભાવને યોગ્ય. ‘દ્રવ્ય એ વસ્તુવચન છે. જે એક દ્રવ્ય શબ્દ છે. શું ? દ્રવ્ય હોય છે. 'જયતિ' શબ્દનો વ્યવહિત સંબંધ છે. આ દ્રવ્યલક્ષણ કહીને હવે ઉદાહરણ કહે છે - વથા - ઉદાહરણનો ઉપન્યાસાર્ય કહે છે. ભવ્ય - યોગ્ય, દ્રવ્ય દેવાદિ. અહીં આ ભાવના છે - જે પુરપાદિ મરીને દેવત્વ પામશે, બદ્ધાયુ, અભિમુખ નામ કે ગોત્ર, તે યોગ્યત્વથી દ્રવ્યદેવ કહેવાય છે. એ પ્રમાણે અનુભૂત દેવભાવ પણ, માય શબ્દથી દ્રવ્ય નારકાદિ લેવા અને પરમાણુ પણ લેવા. તેથી કહ્યું - આ દ્વિ અમુક આદિ કાય યોગ્ય થાય જ. તેથી આવા સ્વરૂપે દ્રવ્યકાય કહેવાય છે. ‘તુ' શબ્દના વિશેષણથી જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્વીકાર્યું, પણ ધમસ્તિકાયાદિનો અહીં વ્યવચ્છેદ કેમ કર્યો ? તેનો ઉત્તર આપે છે - તેમાં યયોત પ્રકારે દ્રવ્ય લક્ષણનો યોગ ન હોવાથી, સર્વદા જ અસ્તિકાયવ લક્ષણભાવ યક્તતાથી. અહીં ભાણકાર જણાવે છે - [ભાગ-૨૩૦] જો અસ્તિકાય ભાવ, અસ્તિકાયલક્ષણ. જેમ જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં વિશિષ્ટ પયિ આગામી હોય છે. પામ્ - ધમસ્તિકાય-આદિનો. વ્યાખ્યાનથી વિશેષ જાણકારી મળે. • x - તેથી તે દ્રવ્યાસ્તિકાય થાય છે. એમ ગાથાર્થ કહ્યો. [૧૪]] અતીતકાળ, અનાગતભાવ, જે કારણથી ધમસ્તિકાય આદિના વિધમાન નથી, કાયવ અપેક્ષાથી સદા આ યોગ હોય જ છે. તેનાથી કેવલ-શુદ્ધ ધમસ્તિકાયાદિમાં વિદ્યમાન નથી. શું ? દ્રવ્યાસ્તિકાય. કેમકે સદા તેના ભાવનો યોગ હોય છે. જો એમ છે, તો દ્રવ્યદેવાદિ ઉદાહરણ કહ્યા છે, તે પણ દ્રવ્ય પ્રાપ્ત ન થાય. સદા જ સભાવયોગ છે. તેથી કહે છે - તે જ તેના ભાવ છે, જે જેમાં વર્તે છે. અહીં ગુરુ કહે છે – [૧૪૩૮] વામ - તે અનુમત છે, જેમકે ભવ્ય એવા તે સુરાદિ. અહીં માર શબ્દથી દ્રવ્ય નારકાદિ પણ લેવા. તે વિષયમાં વિચારમાં ભાવ છે, તે જ જ્યાં વર્તે છે, તે આ મનુષ્યાદિ ભાવ. પરંતુ ભાવિ ત્યાં સુધી ન જન્મે, ત્યાં સુધી તે દ્રવ્યદેવો છે. કેમકે તેને યોગ્ય છે, યોગ્યતા દ્રવ્યવથી છે. આવું ધર્માસ્તિકાયાદિમાં નથી. કેમકે આગામીકાળમાં તેને ભાવયુક્તપણું જ છે. યથોકત દ્રવ્યલક્ષણ જાણીને તેના ભાવમાં અતિપ્રસંગ મનમાં ધારણ કરીને શિષ્ય કહે છે - વર્તમાનભાવમાં સ્થિતને બંને તરફ આગામીકાળ અને અતીતકાળમાં અનંતર હિત વર્તમાનભવ ભાવથી એમ પ્રકરણથી જાણવું. અનંતર બંને ભાવથી રહિત તે બંને પણ જો તેને કહે - તો અનંગપુણા થાય. તે બે ભવ વ્યતિરિક્ત વર્તમાનભવ ભાવથી રહિત - X - તેની અપેક્ષાથી દ્રવ્યત્વ કલાના થાય છે. હવે કહે છે કે – એ પ્રમાણે જ થાઓ, તો શું હાનિ છે ? તેનો ઉત્તર આપે છે કે- પુરપાદિને એક કાળે ભવો ઘટતા નથી, અનેક-ઘણાં કાળે જ ઘટે છે. આ પ્રમાણે શિષ્યએ કહેતા, ગુરુ કહે છે –

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104