Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 61
________________ અંe | ૫,૩૬ નિ - ૧૪૧૯ થી ૧૪૨૩, ભા. ૨૨૮ ૧૦૩ ઈટ-અનિષ્ટ શબ્દાદિમાં રાગ કે દ્વેષ કિંચિત પણ થાય. અહીં બીજો વ્રણ મિશ્રમૈષજ્યથી ચિકિત્સા કરવી જોઈએ. અર્થાત આલોચના અને પ્રતિક્રમણથી શોધિત થાય. ભોજનાદિને અષણીય જાણીને ત્યાગ કરવો તે ચોથો ભાવવણ છે. કાયોત્સર્ગથી પણ ક્યારેક અતિચાર શુદ્ધ થાય છે, ક્યારેક તપ વડે પૃથ્વી આદિ સંઘનાદિજન્ય નિર્વિકૃતિકાદિ વડે છ માસાંતે શુદ્ધ થાય. તેના વડે અશુદ્ધયમાન તથાભૂત ગુરુતર છેદ વિશેષથી શોધે. એ પ્રમાણે સાત પ્રકારે ભાવવણ ચિકિત્સા પ્રદર્શિત કરી. મૂલ આદિ વિષયનિરૂપણ દ્વારથી સ્વસ્થાનેથી જાણવા. અહીં તે કહેતા નથી. હવે પ્રસ્તુત વિષય - આ રીતે અનેક સ્વરૂપથી - સંબંધથી આવેલ કાયોત્સર્ગ. અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે, તે કહેવા. તેમાં નામનિષજ્ઞ નિક્ષેપમાં કાયોત્સર્ગ અધ્યયન, કાયોત્સર્ગ અને અધ્યયન છે. તેમાં કાયોત્સર્ગને આશ્રીને દ્વારગાથા કહે છે – • નિયુક્તિ-૧૪૨૮ + વિવેચન : ૧- નિક્ષેપ, ૨- એકાર્ય, 3- વિધાન માર્ગણા, ૪- કાળ, ૫- ભેદ પરિણામ, ૬- અશઠ, ૩- શઢ, ૮- વિધિ, ૯- દોષ, ૧૦- કોનો, ૧૧- ફળ આ ૧૧-દ્વારો છે. (૧) નિક્ષેપ - કાયોત્સર્ગના નામાદિ લક્ષણ નિક્ષેપ કરવો. (૨) એકાર્યએકાચિંકો કહેવા. (3) વિધાન માગણા - વિધાન એટલે ભેદ કહેવાય, ભેદ-માર્ગણા કરવી. (૪-૫) કાળભેદ પરિમાણ. અભિભવ કાયોત્સગદિના કાળ પરિણામ કહેવા. ભેદ પરિમાણ ઉસ્મૃતાદિ કાયોત્સર્ગ ભેદો કહેવા. (૬-૭) અશઠ અને શઠ કાયોત્સર્ગ કત કહેવા જોઈએ. (૮) વિધિકાયોત્સર્ગકરણ વિધિ કહેવી. (૯) દોષ - કાયોત્સર્ગના દોષો કહેવા. (૧૦) કોનો કાયોત્સર્ગ, તે કહેવું. (૧૧) કાયોત્સર્ગનું U-લોક કે પર-લોક સંબંધી ફળ કહેવું. સંક્ષેપથી આટલાં દ્વારો કહ્યા. વિસ્તારાર્થ પ્રત્યેક ધામાં ભાગકાર જ કહેશે.. તેમાં કાયાનો ઉત્સર્ગ તે કાયોત્સર્ગ. એમ દ્વિપદ નામ એમ કરીને કાયાનો અને ઉત્સર્ગનો નિક્ષેપ કરવો. • ભાગ-૨૨૮-વિવેચન : કાય વિષયક અને ઉત્સર્ગ વિષયક એ પ્રમાણે નિક્ષેપના બે વિષયો થાય, આ બે જ વિકલ્પો કે બે જ ભેદો છે. આ બંને વિકલામાં પ્રત્યેકની પ્રરૂપણા હું કરીશ. • નિયુક્તિ-૧૪૨૯ થી ૧૪૪૬, ભા. ૨૨૯ થી ૨૩૧-વિવેચન : ૧૪૨૯] કાયનો નિફોપ કરવો. તે બાર પ્રકારે અને ઉત્સર્ગ છ પ્રકારે છે. પશ્ચાદ્ધ સુગમ છે. તેમાં કાયનિક્ષેપ પ્રતિપાદનાર્થે કહે છે - [૧૪૩૦] નામકાય, સ્થાપનાકાય, શરીરકાય, ગતિકાય, નિકાસકાય, અસ્તિકાય, દ્રવ્યકાય, માતૃકાય, સંગ્રહકાય, પર્યાયિકાય, ભાસ્કાય અને ભાવકાય આ ગાથાનો સંક્ષેપાર્થ છે. ૧૦૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિસ્તારાર્થે પ્રતિ દ્વારે અમે વ્યાખ્યા કરીશું. તેમાં નામકાય કહે છે - - કોઈ સચેતન કે અચેતન પદાર્થનું નામ કાય રાખો તે નામકાય. નામને આશ્રીને કાય. [૧૪૩૧] દેહ પણ શરીરની ઉંચાઈને કાય કહેવાય છે. કાચ અને મણિ પણ કાય કહેવાય છે તથા બદ્ધ એવા કિંચિત લેખાદિને નિકાય કહે છે - નિકાચિત નામ કહેતા તે નિકાય કહેવાય. નામદ્વાર કહ્યું. હવે સ્થાપના દ્વાર કહે છે - [૧૪૩૨] અક્ષ-ચંદનક કે વરાટક-કપકમાં કે કાઠ-કુટ્રિમ અથવા પુરત - વાકૃત કે યિમકર્મમાં પ્રસિદ્ધ છે. કઈ રીતે તે કહે છે - સનો ભાવ સદ્ભાવ અર્થાત તથ્ય. તેને આશ્રીને તથા અસતભાવ અર્થાતુ અતથ્ય, તેને આશ્રીને, શું ? સ્થાપનાકાય જાણવા. [૧૪૩૩] સામાન્યથી સદ્ભાવ અને અસદ્ભાવ સ્થાપનાનું ઉદાહરણ - જો અહીં લેપ કરેલો હાથી તે હાથી એવી સ્થાપનામાં નિવેશ કરાય તો આ સભાવિક સ્થાપના કહેવાય છે. અસતુ ભાવમાં વળી હાથીની આકૃતિ ન હોય તો તે નિરાકૃતિહાથીની આકૃતિ રહિત જ ચતુરંગાદિમાં તે જ સ્થાપનાકાય પણ વિચારવી. હવે શરીરકાય પ્રતિપાદનાર્થે કહે છે – [૧૪૩૪] ઉદાર પુદ્ગલો વડે નિવૃત તે ઔદાકિ, વિવિધા કિયા તે વિકિયા, તેમાં થાય તે પૈક્રિયપ્રયાજનના અર્થી વડે હરિત કરાય તે આહારક. તેજોમય તે તૈજસ. કર્મ વડે બનેલું તે કામણ. આ દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એવું પંચવિધ, નિશે શરીર છે. શરીરો એ પુદ્ગલના સંઘાત રૂપવથી કાય કહેવાય. તેથી “શરીરકાય' જાણવું. પ્રિક્ષેપ-૧] ગતિ કાયના પ્રતિપાદનાર્થે કહે છે – આ અન્ય કતની ગાથા છે, પણ ઉપયોગી હોવાથી વ્યાખ્યા કરીએ છીએ - ચારે ગતિમાં અર્થાત્ નાક, તિર્યચ, મનુષ્ય, દેવ રૂપમાં દેહ તે શરીરની ઉંચાઈ, નાકાદીની જે છે તે ગતિકાય કહેવાય. આની વચ્ચે શિષ્ય કહે છે શું આ શરીરકાય ન કહેવાય? તેથી જ કહેલ છે કે – ઔદારિકથી વ્યતિરિક્ત નાક, તિર્યંચાદિ દેહ નથી. આચાર્ય ઉત્તર આપે છે - વિશેષણ સામર્થ્યથી તે ગતિકાય થાય છે. વિશેષણ અહીં આ રીતે - ગતિમાં કાય તે ગતિકાય. જેમ બે ભેદે સંસારી જીવો છે - બસ અને સ્થાવર, વળી તે જ સ્ત્રી, પુરુષ, નપુંસક વિશેષણથી ભેદ પામે છે, તેમ અહીં પણ જાણવું. અથવા બધાં સવોને અપાંતરાલ ગતિમાં જે કાય છે તેને ગતિકાય કહેવાય છે. તેથી કહે છે – [૧૪૩૫ જેના વડે ઉપગૃહીત-ઉપકૃત એક ભવથી બીજા ભવમાં એટલે કે

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104