Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ ૬૦ ૪/૨૯, નિ - ૧૩૭૬ ૮૫ નિર્યુક્તિ-૧૩૭૬-વિવેચન : સંધ્યામાં વિધમાન કાળગ્રહણને આહરીને તે કાળગ્રહણ અને સંધ્યાનું જે શેષ, આ બંને પણ સમ જે રીતે સમર્પે છે, તે રીતે તે કાળવેળાની તુલના કરે છે. અથવા ઉત્તરાદિમાં ત્રણે સંધ્યામાં ગ્રહણ કરે છે. મ - બીજી અ૫ગત સંધ્યામાં પણ ગ્રહણ કરે છે. તો પણ દોષ ન લાગે. આ પ્રમાણે ગાથાર્થ જાણવો. તે કાલગ્રાહી વેળાને તોલ કરીને કાળભૂમિ સંદિશન નિમિત્ત ગુરુના પાદમૂલે જાય છે. તેમાં આ વિધિ છે – • નિર્યુક્તિ-૧૩૭૭-વિવેચન : જે રીતે જતો એવો આયુક્ત નીકળે, તે રીતે પ્રવેશતો પણ તે આયુક્ત પ્રવેશે છે. પૂર્વે નીકળેલ જ જો પૂછ્યા વિના કાળને ગ્રહણ કરે છે. પ્રવેશતો પણ જો સ્ખલન પામે કે પડે છે, તેનાથી અહીં પણ કાળ સમાન ઉદ્દાત જાણવો. અથવા ઘાત તે ઢેકુ કે અંગારાદિ વડે ઘાત થાય. “બોલતો, મૂઢ શંકિત, ઈન્દ્રિયવિષયમાં અમનોજ્ઞ' ઈત્યાદિ પશ્ચાદ્ધ સાંન્યાસિકને આગળ કહીશું. અથવા અહીં પણ આવો અર્થ કહેવો – વંદન દેતો, બીજો બોલતા બોલતા આપે - વંદનદ્વીકને ઉપયોગથી ન આપે અથવા જે ક્રિયામાં મૂઢ કે આવર્ત આદિમાં શંકા કરતો કે ન કરતો વંદન દેતો અથાગ અમનોજ્ઞ ઈન્દ્રિય વિષય આવતા – • નિર્યુક્તિ-૧૩૭૮ + વિવેચન : નૈપેધિકીમાં નમસ્કાર, પંચમંગલમાં કાયોત્સર્ગ, કૃત્તિકર્મ કરતા બીજો કાળ પણ પ્રતિયરે છે. પ્રવેશ કરતો ત્રણ વખત નૈપેધિકી કરે છે. ક્ષમાશ્રમણોને નમસ્કાર કરે છે. ઈપિથિકીમાં પાંચ ઉચ્છ્વાસકાલિક કાયોત્સર્ગ કરે છે પારીને “નમો અરિહંતાણં' બોલીને પંચમંગલ જ કહે છે. ત્યારે કૃતિકર્મ એટલે દ્વાદશાવર્ત વંદન આપે છે. પછી કહે છે કે – પ્રાદોષિક કાળને ગ્રહણ કરવાની આજ્ઞા આપો. ગુરુવચને ગ્રહણ કરે. એ પ્રમાણે જ્યાં સુધી કાળગ્રાહી આજ્ઞા લઈને આવે છે, તેટલામાં બીજો દંડધર, તે કાળને પ્રતિયરે છે. ફરી પૂર્વોક્ત વિધિથી કાળગ્રાહી નીકળે છે – • નિયુક્તિ-૧૩૭૯ + વિવેચન : થોડી સંધ્યા બાકી રહે ત્યારે ઉત્તરામુખ સ્થાપે છે. ચતુર્વિશતિ સ્તવ, ધ્રુમપુષ્પિકાને પૂર્વથી એક એક દિશામાં સ્થાપે. ઉત્તરામુખ દંડધારી પણ ડાબે પડખે. ઋજુતિર્યક્ દંડધારી પૂર્વાભિમુખ રહે છે. કાળગ્રહણ નિમિત્તે આઠ શ્વાસોચ્છ્વાસ કાળને કાયોત્સર્ગ કરે છે. બીજા કહે છે પાંચ ઉચ્છવાસિક કરે છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કાયોત્સર્ગ પારીને ચતુર્વિશતિ ાવ [લોગસ્ટ], ધ્રુમપુષ્પિકા અને શ્રામણ્યપૂર્વક, આ ત્રણે અસ્ખલિત અનુપ્રેક્ષા કરીને પછી પૂર્વમાં આ જ અનુપ્રેક્ષે છે. એ પ્રમાણે દક્ષિણમાં અને પશ્ચિમમાં પણ જાણવું. કાળગ્રહણ લેતા આ ઉપઘાતો જાણવા – ૮૬ • નિયુક્તિ-૧૩૮૦-વિવેચન : તેને દિશામોહ થાય અથવા દિશા પ્રતિ કે અધ્યયનપ્રતિ મૂઢ હોય. કઈ રીતે ? તેને વૃત્તિકાર સસ્પષ્ટ કરે છે - પહેલાં ઉત્તરોન્મુખથી રહેવું જોઈએ, તે ફરી પૂર્વોન્મુખ ઉભો રહે. અધ્યયનોમાં પણ પહેલાં ચતુર્વિશતિ સ્તવ, તે વળી મૂઢત્વથી દ્રુમપુષ્પિકા અથવા શ્રામણ્યપૂર્વક કહે. ફ્રૂટ જ વ્યંજનના અભિલાપથી બોલતો કે કહે. બુડધ્રુડ કરતો ગ્રહણ કરે. એ પ્રમાણે કાળગ્રહણ ન સુઝે. શંકા કરતો પૂર્વમાં ઉત્તરોન્મુખથી રહે, પછી પૂર્વોન્મુખથી રહેવું જોઈએ. ફરી ઉત્તરના બદલે પશ્ચિમોન્મુખ રહે. અધ્યયનમાં પણ ચતુર્વિશતિને બદલે બીજું જ ક્ષુલ્લક આચાર આદિ અધ્યયન સંક્રામે છે. અથવા એવી શંકા થાય છે કે અધ્યયનમાં પણ શું કર્યુ કે શું ન કર્યુ? ઈન્દ્રિય વિષય પણ અમનોજ્ઞ એટલે અનિષ્ટ પ્રાપ્ત થાય. જેમકે – શ્રોમેન્દ્રિયથી વ્યંતર વડે ચતા રુદનને કે અટ્ટહાસ્યને સાંભળે. રૂપ કરતા વિભીષિકાદિ વિકૃત રૂપ જુએ, કલેવરાદિની ગંધ સુંઘે. રસ તેમજ જાણો, સ્પર્શમાં અગ્નિ જ્વાલાદિને સ્પર્શ થાય. અથવા ઈષ્ટ રાગને પામે, અનિષ્ટ ઈન્દ્રિય વિષયોમાં દ્વેષ કરે. એ પ્રમાણે ઉપઘાત વર્જિત કાળને ગ્રહણ કરીને કાળનિવેદન અર્થે ગુરુની પાસે જઈને આમ કહે છે – - શું અમુક દિશામાં ઉભેલો કે નહીં ? • નિર્યુક્તિ-૧૩૮૨ + વિવેચન : જે વિધિ જતી વેળાએ છે, આવતા પણ તે જ વિધિ છે. જે અહીં નાનાત્વ છે, તેને હું સંક્ષેપથી કહીશ. આ ભદ્રબાહુ સ્વામીકૃત ગાયા છે. આનો અતિદેશ કરીને પણ સિદ્ધસેન ક્ષમાશ્રમણે પૂર્વાર્ધ કહેલ છે તે અતિદેશનું વ્યાખ્યાન કરે છે – • પ્રક્ષેપગાથા-૧ + વિવેચન : જો નીકળતી આવશ્યિકી ન કરે અને પ્રવેશતી વખતે નૈષેધિકી ન કરે અથવા કરણ આાજ્ય ન કરે, કાળગ્રહણ ભૂમિમાં પ્રસ્થિત ગુરુની સમીપે જો માર્ગમાં શ્વાન કે માર્બારાદિ છેદ કરે. શેષ પદો પૂર્વે કહ્યા છે, તે આ પ્રમાણે સ્ખલિત થાય, પડે, વ્યાઘાત થાય, અપમાર્જના, ભય એ બધામાં કાલવધ થાય છે. હવે બીજી ગાથા કહે છે – –

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104