Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ અંe ૪/ર૯, નિઃ - ૧૩૩૦, ભા. ૨૧૬ • નિર્યુક્તિ-૧૩૩૦-વિવેચન : નિકારણે વર્ષોભ - કામળી, તેનાથી પ્રાકૃત થઈ સવગંતર સ્થાને રહે. અવશ્ય કર્તવ્ય કે અવશ્ય વક્તવ્યમાં કાર્યમાં આ જયણા રાખે - હાથ વડે ભ્રકુટી આદિ અક્ષિ વિકારથી કે આંગળીથી સંજ્ઞા કરે કે- આમ કરો. એ પ્રમાણે મુખવસ્ત્રિકા રાખીને પણ યતનાથી ન બોલે, ગ્લાનાદિ કાર્યમાં વષકા - કામળી ઓઢીને જાય છે. સંયમઘાતક દ્વાર કહ્યું. • નિયુક્તિ-૧૩૩૧-વિવેચન : હવે પાતિક - તેમાં ધૂળ વર્ષા, માંસ વર્ષા, લોહી વર્ષ, કેશ વષ, કરકાદિ શિલાવર્ષા, દુઘાત અને પતન. આમાં આ રીતે પરિહાર કરવો - માંસ અને લોહીમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરવો. બાકીની ધૂળ વર્ષા આદિમાં જેટલો કાળ પડે, તેટલો કાળ નંદિ આદિ સૂત્ર ન ભણે. ધળ અને જોāાતમાં આ વ્યાખ્યાન છે • નિયુક્તિ-૧૩૩૨-વિવેચન : ધૂમાકાર અને કંઈક પાંડુ જ અને અયિતને ધૂળ કહે છે, અથવા આવો. જોહ્નાત પાંશુરિકા કહેવાય છે. આમાં વાયુ યુક્ત હોય કે વાયુરહિત સૂત્રપોરિસિ કરાતી નથી. બીજે કહ્યું છે કે – • નિયુકિત-૧૩૩૩-વિવેચન : આ ધૂળ અને રજોદ્ધાત સ્વાભાવિક થાય કે અસ્વાભાવિક. તેમાં અસ્વાભાવિકમાં જે નિઘતિભૂમિકંપ, ચંદ્રગ્રહણ, દિવ્ય સહિત હોય. આવા અસ્વાભાવિકથી થતાં કાયોત્સર્ગ કર્યા પછી પણ સ્વાધાય ન કરે. જો વળી ચૈત્ર સુદ દશમીમાં અપરાણમાં યોગ નિક્ષેપ છે. તેમાં દશમીથી યાવતુ પૂર્ણિમામાં ત્રણ દિવસ ઉપર ઉપર અયિત ઉદ્યાનાર્થે કાયોત્સર્ગ કરે છે અથવા તેસ આદિમાં ત્રણ દિવસોમાં સ્વાભાવિક પડે તો પણ સંવત્સર સ્વાધ્યાય કરે છે. ઉત્સર્ગ ન કરે તો સ્વાભાવિક પડે ત્યારે સ્વાધ્યાય પણ ન કરે. ઔપાતિક દ્વાર કહ્યું. • નિયુક્તિ-૧૩૩૪-વિવેચન : ગંધર્વ નગર વિકણા, દિગ્દાહકરણ, વિજળી થવી, ઉકાપડવી, ગજિતકરણ, ચૂપક-કહેવાનાર લક્ષણ આકાશમાં ચક્ષોદ્દીપ્ત થાય. તેમાં ગાંધર્વ નગરમાં યોદ્દીપ્ત નિયમા દેવકૃત હોય. બાકીનામાં ભજના. જે સ્કૂટ-સ્પષ્ટપણે ન જણાય તેનો પરિહાર કરવો. આ ગાંધર્વાદિકા બધાં એક એક પોરિસિને હણે છે. ગર્જિત બે પોરિસિને હણે છે. • નિયુકિત-૧૩૩૫-વિવેચન : કોઈ પણ દિવિભાગમાં મહાનગર પ્રદીપ્તવતુ ઉધોત થાય, પણ ઉપર પ્રકાશ અને નીચે ધકાર હોય આવો છિન્નમૂલ દિગ્દાહ જાણવો. ઉલ્કાનું લક્ષણ - સ્વદેહ વણ રેખા કરે છે અથવા પડે છે તે ઉકા. અથવા રેખા હિત ઉધોત કરે છે અને પડે છે, તે ઉલ્કા. ‘ચૂપક' તે સંધ્યાપભા અને ચંદ્રપ્રભા જેમાં એકસાથે હોય તે ચૂપક. તે ૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સંધ્યાપ્રભા ચંદ્રપ્રભા આવૃતા હોવાથી શુક્લપક્ષની એકમ આદિમાં દિવસમાં જણાતી નથી. સંધ્યા છેદ અજ્ઞાત હોવાથી જો કાળવેળાને ન જાણે તો ત્રણ દિવસ પ્રાદોષિક કાળને ગ્રહણ ન કરે. ત્રણ દિવસમાં પ્રાદોષિક સૂત્ર પોરિસિ ન કરે. • નિયુક્તિ-૧૩૩૬-વિવેચન : જગતના શભાશુભ કર્મ નિમિત ઉત્પાત અમોઘ - સૂર્યના કિરણોના વિકારથી જનિત, સૂર્યના ઉદય કે અસ્ત થતાં કંઈક નામ કે કૃણશ્યામ ગાડાની ઉંઘના આકારે દંડ તે અમોઘ. તે જ ચૂપક છે. બીજા કહે છે – • નિર્યુક્તિ-૧૩૩-વિવેચન : ચંદ્રગ્રહણ અને સર્વગ્રહણ, આ કહેવાશે. આકાશમાં વાદળ હોય, વાદળ ન હોય, વ્યંતરકૃત મહાગજિત સમ ધ્વનિ-નિઘતિ, અથવા તેનો જ વિકાર, ગુંજાવત્ ગંજિત તે મહાઇવનિનું ગુંજિત. સામાન્યથી આ ચારેમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરવો. નિઘણુંજિતમાં વિશેષ એ કે - બીજે દિવસે સાવ તે વેળા અહોરમ છેદથી બીજા અસ્વાધ્યાયિકમાં છેદાતો નથી. સંધ્યા ચતુક - સૂર્ય ઉગ્યા પહેલાં, મધ્યાહે, સૂર્યાસ્ત વેળાએ અને મધ્ય સકિએ. આ ચાર કાળમાં પૂર્વોક્ત સ્વાધ્યાય ન કરે. પ્રતિપદા - ચાર મહામહાની ચાર એકમમાં સ્વાધ્યાય ન કરે. એ પ્રમાણે બીજા પણ જે મહા જે ગામ, નગરાદિમાં જાણે, તે પણ ત્યાં વર્જવા. સુગ્રીખક - વૈદપૂર્ણિમામાં સર્વત્ર નિયમથી અસ્વાધ્યાય થાય છે. અહીં અનાગાઢ યોગમાં નિક્ષેપ થાય, નિયમથી આગાઢ યોગમાં નિફ્લોપ ન થાય, એવું કહેલ છે. તે મહામહા ક્યા છે ? તે કહે છે • નિયુક્તિ-૧૩૩૮-વિવેચન : આસાઢી - આસાઢ પૂર્ણિમા, અહીં લાટ દેશમાં શ્રાવણ પૂર્ણિમા હોય છે. ઈન્દ્રમહોત્સવ આસો પૂર્ણિમામાં હોય છે. કાર્તિક - કાર્તિક પૂર્ણિમામાં હોય છે. સગીમક - ચૈત્ર પૂર્ણિમાં. આ બધામાં અંતિમ દિવસ ગ્રહણ કરવો. આદિ તે જે દેશમાં જે દિવસથી મહામહોત્સવ પ્રવર્તે છે, તે દિવસથી આરંભીને ચાવતું અંત્ય દિવસ સ્વાધ્યાય ન કરવો. આ પૂર્ણિમાના અંતરમાં જે કૃખ પ્રતિપદ - વદ એકમ, તે પણ વર્જવી. પ્રતિષેધ કાળમાં સ્વાધ્યાય કરવામાં આ દોષો છે – • નિયુકિત-૧૩૩૯ થી ૧૩૪૧ + વિવેચન : કામ, કૃતોપયોગ, તપ-ઉપધાન અનુતર કહેલ છે. પ્રતિષેધ કરાયેલા કાળમાં તે પણ કર્મ બંધને માટે થાય છે. સરણ સંતપણાથી ઈન્દ્રિયવિષયાદિ કોઈપણ પ્રમાદયુક્ત થાય, તે વિશેષથી મહામહોત્સવમાં તે પ્રમાદયુક્તને પ્રત્યેનીક દેવો છળે છે - અલગઠદ્ધિક હોવાથી ક્ષિપ્તાદિ છલકાને કરે છે. પણ જે સાધુ યતનાવાળા હોય તેને જે લાઋદ્ધિક દેવ છળી શકતા નથી. અર્ધસાગરોપમ સ્થિતિક હોય તો યતનાયુક્ત હોય તો પણ છળાય છે. તેમને એવું સામર્થ્ય હોય છે કે જે તેને પણ પૂર્વાપર સંબંધના સ્મરણથી

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104