Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ ૩૬૦ ૪/૨૬, નિં - ૧૩૧૮ ૬૩ આંગળીથી ચાખ્યું. તેને ખ્યાલ આવ્યો કે જે આનો આહાર કરશે, તે મરશે. પરઠવવા કહ્યું. ધર્મરુચિ તેને લઈને અટવીમાં ગયા. કોઈ બળેલા વૃક્ષની છાયામાં હું ત્યાગ કરીશ એમ વિચારી પાત્રબંધ મૂકતા હાથ લેપાયો. તેની ગંધથી કીડીઓ આવી. જે-જે ખાતી હતી તે-તે મરવા લાગી. તેણે વિચાર્યુ કે મારા એકના મૃત્યુમાં બીજો જીવઘાત નહીં થાય. એક સ્પંડિલભૂમિમાં જઈ મુખવત્રિકાનું પડિલેહણ કરી, આલોચના પ્રતિક્રમણ કરીને આવો આહાર કર્યો. તીવ્ર વંદના થઈ, તે સહન કરીને સિદ્ધ થયા. આ પ્રમાણે મારણાંતિક ઉદયને સહેવો જોઈએ. હવે ૩૦મો યોગ સંગ્રહ “સંગને પરિહરવો તે' સંગ એટલે ભાવથી અભિષ્યંગ-આસક્તિ. તે જ્ઞાન પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચાણ કરવું. તેનું દૃષ્ટાંત કહે છે – • નિયુક્તિ-૧૩૧૯-વિવેચન : ચંપાનગરીમાં જિનદેવ નામે શ્રાવક સાર્થવાહ હતો, અહિચ્છત્રા નગરી જવાની ઉદ્ઘોષણા કરી. તે સાર્યને ભીલે વિદાર્યો. તે શ્રાવક અટવીમાં પ્રવેશ્યો. ચાવત્ આગળ અગ્નિ અને પાછળ વાઘનો ભય હોય તેમ દ્વિઘાત પ્રપાત હતો. તે ડર્યો. અશરણ જાણીને સ્વયં જ ભાવલિંગ સ્વીકારીને સામાયિક પ્રતિમાએ રહ્યો. જંગલી પશુ દ્વારા ખવાઈને સિદ્ધ થયા. આ પ્રમાણે સંગ પરિજ્ઞા યોગ સંગૃહિત થાય છે. હવે ૩૧મો યોગ સંગ્રહ - ‘પ્રાયશ્ચિત્તકરણ’ કહે છે. જે વિધિથી અપાયેલ હોય. વિધિ એટલે જે પ્રમાણે સૂત્રમાં કહેલ હોય તે. જે જેટલાથી શુદ્ધિ પામે, તેને સારી રીતે ઉપયોગ રાખીને પ્રાયશ્ચિત્ત આપતા કરનાર અને આપનારને યોગસંગ્રહ થાય છે. તેના દૃષ્ટાંતમાં ગાથાનો પૂર્વાર્ધ • નિયુક્તિ-૧૩૨૦/૧ - વિવેચન : કોઈ એક નગરમાં ધનગુપ્ત આચાર્ય હતા. તેઓ પ્રાયશ્ચિત્ત આપવાનું જાણતા હતા. છાસ્યો પણ આટલાથી શુદ્ધ થશે કે નહીં થાય? ઇંગિતથી જાણે છે. જે તેમની પાસે વહન કરે છે, તે સુખેથી તેનો અને અતિચારનો નિસ્તાર પામે છે તથા સ્થિર પણ થાય છે. વળી તે અત્યધિક નિર્જરાને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે કરવું જોઈએ, એમ કરવાથી કે આપવાથી યોગો સંગૃહીત થાય છે. પ્રાયશ્ચિત્તકરણ કહ્યું. હવે “મારણાંતિકી આરાધના નામક બત્રીશમો યોગસંગ્રહ કહે છે. આરાધના વડે મરણકાળે યોગ સંગ્રહ કરાય છે. તેમાં ઉદાહરણને આશ્રીને ગાયાનો પશ્ચાદ્ધ કહે છે - • નિયુક્તિ-૧૩૨૦/૨ + વિવેચન : આરાધનાથી મરુદેવા આ અવસર્પિણી કાળમાં પહેલાં સિદ્ધ થયા. ઉક્ત નિયુક્તિની વ્યાખ્યા આ પ્રમાણે – આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિનીતા નગરીમાં ભરતરાજા હતો. ઋષભસ્વામીનું સમોસરણ રચાયું. તે મરુદેવી ભરતને વિભૂષિત જોઈને કહે છે – તારા પિતા આવી વિભૂતિ - ઐશ્વર્યને તજીને શ્રમણપણે એકલા ફરે છે. ત્યારે ભરતે પૂછ્યું – જેવી મારા પિતાની વિભૂતિ છે, તેવા પ્રકારની મારી વિભૂતિ ક્યાંથી ? જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ચાલો, આપણે જોઈએ. ૬૪ ભરત સર્વ સૈન્ય સહિત નીકળ્યો. મરુદેવા પણ નીકળ્યા. એક હાથીની ઉપર બેસીને ચાલ્યા. જેટલામાં છત્રાતિછત્ર જુએ છે, દેવસમૂહને આકાશથી ઉતરતો જુએ છે, તો ભરતના વસ્ત્ર અને આભરણો તો તદ્દન મ્લાન-નિસ્તેજ થયેલા દેખાય છે. ભરતે પૂછ્યું – જોઈ તમારા પુત્રની વિભૂતિ? મારે આવી વિભૂતિ ક્યાં છે? મરુદેવા સંતુષ્ટ થઈને વિચારવા લાગે છે. તેને જાતિસ્મરણ ન થયું, કેમકે વનસ્પતિકાયિકથી ઉર્દીને આવેલા. ત્યાં જ શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેઠા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થઈ ગયા. આ અવસર્પિણીના પહેલાં સિદ્ધ થયા. એ પ્રમાણે આરાધના પ્રતિ યોગ સંગ્રહ કરવો જોઈએ. અધ્યયન-૪-અંતર્ગત્ ત્રીશ યોગ સંગ્રહનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104