Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૬૦ ૪/૨૬, નિ - ૧૨૮૪ દિનાર આપી, પછી રોજેરોજ આપવા લાગ્યો. શકટાલ વિચારે છે – આ રીતે રાજકોશ ખાલી થઈ જાય. તેણે નંદરાજાને કહ્યું કે કેમ આને રોજ આટલું દાન આપો છો ? રાજા બોલ્યો તમે પ્રશંસા કરી માટે. શકટાલે કહ્યું – આ લૌકિક કાવ્યો છે, મારી પુત્રીઓ પણ બોલે છે. - ૪૧ શકટાલની પુત્રીમાં ચક્ષા એક વખત સાંભળીને ગ્રહણ કરી લેતી હતી. યક્ષદત્તા બે વખત સાંભળતા યાવત્ સાતમી પુત્રી સાત વખત સાંભળી યાદ રાખી લેતી હતી. કોઈ દિવસે અંતઃપુરમાં આ પુત્રીઓ આવી, પડદા પાછળ બેસાડી, વરુચિઓ સ્તુતિ કરી. પછી ચક્ષા એક વખતમાં તે યાદ રાખીને બોલી ગઈ. બીજી બે વખતમાં ચાવત્ સાતે પુત્રી બોલી ગઈ. રાજાને વિશ્વાસ બેઠો. વસુરુચિને દાન ન આપ્યું. પછી વસુરુચિ તે દિનાર રાત્રિના ગંગામાં યંત્રમાં સ્થાપીને આવ્યા. ત્યારે દિવસે તે સ્તુતિ કરે, પછી પગ મારે એટલે દિનાર ઉછળીને આવે, લોકોને તે કહેતો કે મને ગંગા નદી આ દિનાર આપે છે. કાલાંતરે રાજાએ સાંભળ્યું. તેણે શકટાલને કહ્યું – તેને નિશ્ચે ગંગા દાન આપે છે શકટાલે કહ્યું – કે જો હું જાઉં ત્યારે આપે તો માનું, કાલે જઈશું એમ નક્કી કર્યુ. વિશ્વાસિત પુરુષને વિકાલે મોકલ્યો. વરરુચિને દિનાર મૂકતો જોયો. તે પોટલી લાવીને શકટાલને આપી દીધી. સવારે નંદરાજા ગયો. વરરુચિ સ્તુતિ કરે છે. યંત્ર શોધે છે, પણ યંત્ર ત્યાં ન જોતાં વિલખો પડી ગયો. ત્યારે શકટાલે રાજાને પોટલી આપી. વરરુચિ અપભ્રાજના થતાં ભાગી ગયો. વરુચિ શકટાલના છિદ્રો શોધવા લાગ્યો. કોઈ દિવસે શ્રીયકનો વિવાહ નક્કી થયો. રાજાને ભેંટણા માટે હથિયાર સજાવે છે. વરુચિએ દાસી દ્વારા તે વાત જાણી લીધી. વરુચિએ તુરંત બાળકોને લાડવા આપી આમ બોલાવવું શરૂ કર્યું – “નંદ રાજા જાણતો નથી. જે શકટાલ કરવાનો છે, નંદરાજાને મારીને પછી શ્રીયકને રાજારૂપે સ્થાપશે. રાજાએ આ વાત સાંભળી. તપાસ કરાવી, રાજા શકટાલ ઉપર કોપાયમાન થયો. શકટાલે પગે પડીને કહ્યું, તો પણ ન માન્યો. ત્યારે શકટાલ ઘેર ગયો. તેણે શ્રીયકને કહ્યું કે બધાં મરશો, તેના કરતાં હું રાજાના પગે પડું ત્યારે તારે મને મારી નાંખવો. હું તાલપુટ ઝેર ખાઈ લઈશ. શ્રીયકે તે વાત સ્વીકારી. રાજા પાસે ગયેલ શકટાલ મંત્રીને મારી નાંખ્યા. રાજા ઉભો થઈ ગયો. અરેરે ! શ્રીયક આ અકાર્ય કેમ કર્યુ ? શ્રીયકે કહ્યું – જે તમારો પાપી તે મારો પણ પાપી છે. રાજાએ શ્રીયકનો સત્કાર કર્યો. રાજાએ કહ્યું કે – તું મંત્રી પદનો સ્વીકાર કર. ત્યારે શ્રીકે કહ્યું – મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર છે. તે બાર વર્ષથી ગણિકાના ઘેર રહેલો છે. પહેલા તેને કહો. સ્થૂલભદ્રને બોલાવ્યો. તે કહે છે – વિચારીને જવાબ આપું. અશોકવાટિકામાં જઈને વિચાર. ત્યાં જઈને સ્થૂલભદ્ર વિચારે છે. રાજ્યમાં વ્યાક્ષિપ્તને ભોગો ક્યાંથી ? ફરી પણ નકે જવાનું થશે. આ ભોગો આવા છે. પછી પંચમુટ્ઠી લોચ કરીને કંબલરત્ન છેદીને જોહરણ કરી રાજાની પાસે આવીને ધર્મલાભ આપ્યો. રાજા બોલ્યો – સારું ચિંતવ્યું. સ્થૂલભદ્ર નીકળી ગયા. રાજા કહે – હું જોઉં છું કે આ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કપટથી પાછો ગણિકાના ઘેર જાય છે કે નહીં? અગાસીમાં જઈને જુએ છે. જેમ મૃતક્લેવર પાસેથી લોકો નીકળતા મોઢું ઢાંકી દે, તે રીતે તે ભગવત્ નીકળી ગયા. ત્યારે રાજા બોલ્યો કે - આ ખરેખર કામભોગથી નિર્વિણ્ણ થયેલો છે. સ્થૂલભદ્રે સંભૂતિ વિજય પાસે દીક્ષા લીધી. શ્રીયકને મંત્રી પદે સ્થાપ્યો. શ્રીયક પણ ભાઈના સ્નેહથી કોશાના ઘેર આશ્રય ૪૨ લે છે. તેણી સ્થૂલભદ્રમાં અનુસ્કત હતી, બીજા મનુષ્યને ઈચ્છતી નથી. તે કોશાને નાની બહેન ઉપકોશા હતી. તેણી સાથે વરરુચિ રહ્યો. તે શ્રીયક તેના છિદ્રો શોધે છે. ભાઈની પત્નીની પાસે કહે છે કે આ વરુચિના નિમિત્તે અમારા પિતા મરણ પામ્યા. ભાઈનો પણ વિયોગ થયો તારે પણ વિયોગ થયો. આને દારુ પાઈ દે. કોશાએ તેની બહેને કહ્યું – આને પણ પાઈ દે. - x - કોશાએ શ્રીયકને વાત કરી. રાજાએ શ્રીયકને કહ્યું – તારા પિતા મારા હિતેચ્છુ હતા. ઈત્યાદિ - ૪ - ૪ - પછી વરરુચિને તપેલ સીસું પીવડાવ્યું, તે મૃત્યુ પામ્યો. સ્થૂલભદ્ર સ્વામી પણ સંભૂત વિજયની પાસે ઘોરાતિઘોર તપ કરે છે. વિચરતા એવા તે પાટલિપુત્ર પધાર્યા. ત્યાં ત્રણ અણગારોએ અભિગ્રહ લીધો. એકે સિંહગુફામાં, તેને જોઈને સિંહ ઉપશાંત થાય. બીજાએ સર્પની વસતિમાં, તે પણ દૃષ્ટિવિષ ઉપશાંત થાય. ત્રીજો કૂવાના ફલકે રહેવાનો. જ્યારે સ્થૂલભદ્રએ અભિગ્રહ કર્યો કે કોશાના ઘેર ચોમાસું રહેવું. — કોશા તેમને જોઈને સંતુષ્ટ થઈ. તેણીને થયું કે આ પરીષહથી હારીને આવેલ છે. બોલી – શું કરું ? ઉધાનગૃહમાં સ્થાન આપ. આપ્યું. રાત્રિના કોશા સર્વ અલંકારથી વિભૂષિત થઈને આવી. સ્થૂલભદ્રને ચલિત કરવામાં પ્રવૃત્ત થઈ. તે મેરુવત્ નિપ્રકંપ હતા, ચલિત કરવા શક્ય ન હતા. ત્યારે ધર્મ સાંભળે છે. કોશા શ્રાવિકા બની. નિયમ કરે છે – રાજાને કારણે કોઈ બીજા સાથે વસવું પડે તો રહેવું, બાકી બ્રહ્મચારિણીવ્રત લઉં છું. સિંહગુફાવાસી મુનિ ચાર માસના ઉપવાસ કરીને આવ્યા. આચાર્ય બોલ્યા – હે દુષ્કરકારક ! તમારું સ્વાગત છે. એ પ્રમાણે સર્પના બિલ પાસેના અને કૂવાના ફલકેથી આવેલને પણ કહ્યું. સ્થૂલભદ્રસ્વામી તે જ ગણિકાના ઘેર ભિક્ષા લે છે. તે પણ ચોમાસું પૂર્ણ કરીને આવ્યા. આચાર્ય સંભ્રમથી ઉઠીને બોલ્યા – હે અતિ અતિ દુષ્કરકારક ! તમારું સ્વાગત છે. ત્રણે મુનિને થયું કે – આચાર્ય મંત્રીપુત્ર પ્રત્યે રાગવાળા છે. બીજા ચોમાસામાં સિંહગુફાવાસી મુનિ ગણિકાને ઘેર જવાનો અભિગ્રહ કરે છે. આચાર્યએ તેમને રોક્યા. તો પણ ગયા. વસતિ માંગી. તેણી સ્વાભાવિક જ સુંદર હતી. ધર્મ સાંભળે છે. તેણીના શરીરમાં મુનિ આસક્ત થયા. ભોગની યાચના કરી. જો બદલામાં તમે મને કંઈ આપો તો હું તમારી પ્રાર્થના સ્વીકારું. શું આપું ? લાખ સુવર્ણમુદ્રા. તે શોધવા લાગ્યા. નેપાલમાં શ્રાવક રાજા છે. જે ત્યાં જાય તેને લાખમુદ્રાની કંબલ આપે છે. તે મુનિ ત્યાં ગયા. રાજો તેણીએ ન સ્વીકારી, બોલી કે -

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104