Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
- ૪/૨૬, નિ - ૧૩૦૪
ક
પોતે આવ્યો. તેને અમાત્ય રૂપે સ્થાપ્યો. વિશ્વાસ પમાડ્યો.
તે કહે છે કે – પુન્ય વડે રાજ્ય મળે છે, ફરી પણ બીજા જન્મ માટે ભાથું બાંધો, ત્યારે દેવકુળ, સૂપ, તળાવ, વાવ ખોદાવવા આદિમાં બધું દ્રવ્ય વપરાવી દીધું. પછી શાલવાહનને બોલાવ્યો. ફરી પણ તપાવે છે. ત્યારે જે કંઈ આભરણાદિ હતી, તે લોકોને આપીને શાલવાહનને નસાડી દીધો. બધું નાશ પામ્યું ત્યારે શાલવાહનને અમાત્યએ કરી બોલાવ્યો. નભોવાહન પાસે મનુષ્યોને દેવા માટે કંઈ ન હતું. તે નાશ પામ્યો. નાશ પામેલા નગરને પણ ગ્રહણ કર્યું.
આ દ્રવ્ય પ્રસિદ્ધિ - દ્રિવ્યથી માયા]
ભાવપણિધિનું દષ્ટાંત - ભૃગુકચ્છમાં જિનદેવ નામે આચાર્ય હતા. ભદંતમિત્ર અને કુણાલ બંને ચણિકો ભાઈ અને વાદી હતા. તે બંને ભાઈઓએ પડહ વગડાવ્યો. જિનદેવ ચૈત્યવંદનાર્થે ગયા. પડહ સાંભળીને રોકો. પછી રાજકૂળમાં વાદ થયો. બંને ચણિકો પરાજય પામ્યા. પછી બંને વિચારે છે કે – આમના સિદ્ધાંતથી જ વાદ કરો, જેથી તેનો ઉત્તર આપી ન શકે. માયા કરીને તેમની પાસે દીક્ષા લીધી. પણ ભણતાં ભણતાં સત્ય સમજવાથી ભાવથી દીક્ષા સ્વીકારી. આ ભાવ પ્રસિધિ.
હવે “સુવિધિ”. સુવિધિથી યોગ સંગ્રહ કરાય છે. વિધિ એટલે અનુજ્ઞા વિધિ, જેને ઈટ છે. શોભનવિધિ તે સુવિધિ. તેમાં ઉદાહરણ જેમ સામાયિક નિર્યુક્તિમાં અનુકંપામાં કહ્યું તેમ જાણવું.
• નિયુક્તિ-૧૩૦૫,૧૩૦૬-વિવેચન :
દ્વારાવતી નગરી, વૈતરણી અને ધવંતરિ વૈધ, એક ભવ્ય, બીજો અભવ્ય. કથન, પૃચ્છા, ગતિ-નિર્દેશ, સંબોધિ. તે વાનરયૂથપતિ જંગલમાં સુવિહિતની અનુકંપાથી દેદીપ્યમાન શ્રેષ્ઠ શરીરી વૈમાનિકદેવ અયો ચાવત્ સાધુને સંહરીને સાધુની સમીપે લાવ્યો.
ધે વીસમો યોગ સંગ્રહ : સંવર' સંવરથી યોગ સંગ્રહ થાય. તેમાં પ્રતિપક્ષાની ઉદાહરણ ગાયા કહે છે -
• નિર્યુકિત-૧૩૦૭-વિવેચન :
રાજગૃહમાં શ્રેણિકે વર્ધમાનસ્વામીને પૂછ્યું. એક દેવી નૃત્યવિધિ દેખાડીને ગઈ, આ કોણ છે ? ભગવંતે કહ્યું - વારાણસીમાં ભદ્રસેન જીર્ણશ્રેષ્ઠી, તેની પત્ની નંદા, તેની પુત્રી નંદશ્રી હતા. નંદશ્રીના લગ્ન થયેલા નહીં. ત્યાં કોઠક ચૈત્યમાં પાશ્ચસ્વામી સમોસ. નંદશ્રીએ દીક્ષા લીધી. ગોપાલિકા આયનિ શિધ્યારૂપે સોંપ્યા. પહેલાં ઉગ્ર વિહાર કરીને પછી અવજ્ઞા થઈ. હાથ, પગ ધોવે છે આદિ દ્રૌપદી મુજબ જાણવું. તેને રોકતાં અલગ વસતિમાં જઈને રહી. તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને લઘુ હિમવંત પર્વતે પાદ્રહમાં શ્રીદેવી નામે દેવગણિકા થઈ. કેમકે તેણીએ સંવર ન કર્યો. પ્રતિપક્ષ - તેમ ન કરવું જોઈએ.
- બીજા કહે છે – હાથણીરૂપે વાયુ છોડતી - ઓડકાર કરતી હતી. ત્યારે શ્રેણિકે ઉક્ત પ્રશ્ન પૂછેલો. “સંવર” યોગ કહ્યો.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે એકવીસમો યોગ સંગ્રહ “આત્મદોષોપસંહાર" કરવો. જો કંઈ પણ કરીશ તો બમણો બંધ થશે. તેનું દષ્ટાંત.
• નિયુક્તિ-૧૩૦૮-વિવેચન :
દ્વારાવતીમાં અહેમિત્ર શ્રેષ્ઠી હતો. અનુર્ધારી તેની પત્ની હતી. તે બંને શ્રાવક હતા. તેનો પુત્ર જિનદેવ હતો. તેને રોગો ઉત્પન્ન થયો. તેની ચિકિત્સા શક્ય ન હતી. વૈધે કહ્યું - માંસ ખાવું. જિનદતે તે ન માન્યુ. પછી સ્વજન, પરિજન, માતા, પિતા બધાંએ પુત્રના સ્નેહથી અનુમતિ આપી. ઘણું કહ્યું ત્યારે જિનદત્તને થયું કે – સુચિર રક્ષિત વ્રત કેમ ભાંગવા ? સળગતી આગમાં પ્રવેશવું સારું, પણ ચિરસંચિત વ્રત ન ભાંગવા. આમદોષનો ઉપસંહાર કરવો. સર્વ સાવધના પચ્ચકખાણ કરીને મરીશ. જો કોઈ રીતે કર્મના ક્ષયોપશમથી સુધારો થાય તો પણ પચ્ચકખાણમાં જ રહીશ. દીક્ષા લીધી. શુભ અધ્યવસાયથી જ્ઞાન ઉત્પન્ન થયું ચાવત સિદ્ધ થયા.
હવે ૨૨-સર્વકામ વિક્તતા - સર્વકામથી વિરકત થવું તેનું દૃષ્ટાંત. • નિયુક્તિ-૧૩૦૯વિવેચન :
ઉજજૈની નગરીમાં દેવલાસુત રાજા હતો. તેને અનુક્તા લોચના નામે પત્ની હતી. કોઈ દિવસે તે રાજા શય્યામાં હતો, રાણી તેના વાળને સંવારની હતી. રાણીએ વાળમાં પલીયો સફેદ વાળ] જોયો, બોલી કે - હે રાજન ! દૂત આવ્યો. તે સંભ્રમથી ઉભો થઈ ગયો. ક્યાં છે ? ત્યારે સણી બોલી- ધર્મદૂત આવ્યો. ધીમેથી આંગળીમાં વીંટીને ઉખેળીને વાળ બનાવ્યો. સજાને ખેદ થયો - અમારા પૂર્વજો પળીયા આવ્યા પહેલાં જ પ્રવજ્યા લઈ લેતા હતા. હું પ્રવજિત થયો નહીં. તેણે પદાસ્યને રાજાપણે
સ્થાપીને તાપસી દીક્ષા લીધી. રાણીએ પણ લીધી. સંગત દાસ અને અનુમતિકા દાસીએ પણ તે બંનેના અનુરાગથી પ્રવજ્યા લીધી. બધાં જ અસિતગિરિ તાપસ આશ્રમે ગયા.
સંગત અને અનુમતિકા બંને એ કેટલાંક કાળે દીક્ષા છોડી દીધી. સણીએ પણ ગર્ભ છે, તે વાતને પૂર્વે છૂપાવી રાખેલી. પછી ઉદર વધવા લાગ્યું. રાજાને ખેદ થયો કે - આમાં મારો અપયશ થશે. તાપસો ગુપ્તપણે તેણીનું સંરક્ષણ કરે છે. સુકુમાલ રાણીને બાળકી જન્મતા તે સણી મૃત્યુ પામી. તેણી બીજી તાપસીનું દુધ પીને મોટી થઈ. તેનું અર્ધસંકાશા નામ રાખ્યું. તેણી યુવાન થઈ. તે પિતાની અટવીએ આવીને વિશ્રામ કરે છે. તે સજા તેના ચૌવનમાં આસક્ત થયો. કોઈ દિવસે દોડીને તેણીને પકડવા જતાં ઝુંપડીના કાઠમાં પડ્યો. પડીને વિચારવા લાગ્યો - ધિક્કાર છે કે મને આલોકમાં જ આવું ફળ મળ્યું. ન જાણે પરલોકમાં શું થશે ? તે બોધ પામ્યો. અવધિજ્ઞાન થયું. તેણે “સર્વ કામ વિરક્ત” અધ્યયન કહ્યું. પુત્રી પણ વિરક્ત થઈ સંયતીને આપી. તે પણ સિદ્ધ થયા.
- આ પ્રમાણે સર્વકામ વિરક્તથી યોગ સંગ્રહ થાય છે. હવે “પ્રત્યાખ્યાન' નામે ૨૩-મો યોગ સંગ્રહ કહે છે – પચ્ચકખાણ બે ભેદે છે - મૂળ ગુણ પચ્ચકખાણ અને ઉત્તરગુણ પચ્ચકખાણ. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાનની દષ્ટાંત ગાથા કહે છે -