Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ ૩૬૦ ૪/૨૬, નિ૰ - ૧૨૯૯ ભગવંત આમલકલ્પાના આમશાલવનમાં ચૈત્યે પધાર્યા. બંને દેવોએ આવીને નૃત્યવિધિ દર્શાવી. એકની વિક્ર્વણા ઋજુ હતી, બીજાની વિક્ર્વણા વિપરીત હતી. તે જોઈને ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું – આમ કેમ ? ત્યારે ભગવંતે તે બંનેનો પૂર્વભવ કહ્યો. આ માયાદોષનું પરિણામ છે. આ રીતે આચાર ઉપગતપણાથી યોગો સંગૃહીત થાય છે. – ૫૧ હવે વિનયોપગત્વથી યોગ સંગૃહીત થાય છે, તેનું દૃષ્ટાંત – • નિર્યુક્તિ-૧૩૦૦-વિવેચન : ઉજ્જૈનીમાં અંબર્ષિ બ્રાહ્મણ હતો. તેની પત્ની માલુકા હતી. બંને શ્રાવક હતા. નિંબક તેમનો પુત્ર હતો. માલુકા મૃત્યુ પામી, અંબર્ષિએ પુત્રની સાથે દીક્ષા લીધી. નિંબક દુર્વિનિત હતો. કાયિકી ભૂમિમાં કાંટા પાથરતો, સ્વાધ્યાય માટે જતાં સાધુને ક્ષતિ કરતો, અસ્વાધ્યાય કરી દેતો બધી સામાચારી વિતથ કતો, કાલગ્રહણમાં વિઘ્ન કરતો. ત્યારે સાધુઓએ આચાર્યને કહ્યું – કે કાં તો આ રહેશે અથવા અમે. નિંબકને કાઢી મૂક્યો. પિતામુનિ પણ તેની પાછળ ગયા. બીજા આચાર્ય પાસે રહ્યા. ત્યાંથી પણ કાઢી મૂક્યો. એ રીતે ઉજ્જૈનીમાં ૫૦૦ આશ્રયો કર્યા. બધેથી નિંબકમુનિને કાઢી મૂક્યા. તે વૃદ્ધમુનિ સંજ્ઞાભૂમિમાં ડતા હતા. નિંબક પૂછે છે – કેમ રડો છો ? તારા જેવા અભાગીયા આચારવાળાથી જો મારી આ સ્થિતિ છે, કે મને પણ કોઈ રાખતું નથી. પ્રાયા છોડવી પણ ઉચિત નથી. નિંબકને પણ ઘણો ખેદ થયો. નિંબકે કહ્યું – હે વૃદ્ધમુનિ ! ક્યાંય પણ સ્થિતિ શોધો. વૃદ્ધ મુનિએ કહ્યું – હું માર્ગણા કરું છું, પણ તું વિનિત થઈ જા. મૂળ સાધુની પાસે બંને ગયા. તે સાધુઓ ક્ષોભિત થયા. નિંબકમુનિએ કહ્યું કે હવે અવિનય નહીં કરું. તો પણ તેઓએ ન સ્વીકાર્યા. આચાર્યએ કહ્યું – તમે બંને પ્રાધુર્ણકરૂપે રહો. આજ-કાલ જજો. બંને મુનિ ત્યાં રહ્યા. ત્યારે નિંબકમુનિ ત્રણ-ત્રણ ઉચ્ચાર પ્રસવણની બાર ભૂમિને પ્રતિલેખીને બધી સામાચારી કરે છે, અવિતય જાણ્યા. સાધુઓ સંતુષ્ટ થયા. તે નિંબક અમૃતક્ષુલ્લક થયો. તરતમયોગથી ૫૦૦ પ્રતિશ્રયોને પોતાના કરી આરાધ્યા. કોઈ જવા દેતા ન હતા. એ રીતે તે પછી વિનયોપગ થયો. - વિનયોપગ દ્વાર ગયું. હવે ૧૬મું - ‘ધૃતિમતિ’ યોગસંગ્રહ. ધૃતિમાં જે મતિ કરે છે. તેને યોગસંગ્રહ થાય છે. તેની ગાથા – • નિયુક્તિ-૧૩૦૧-વિવેચન પાંડુ મથુરા નગરી હતી. ત્યાં પાંચ પાંડવો હતા. તેઓએ દીક્ષા લેતા પુત્રોને રાજ્યમાં સ્થાપ્યા. પાંચે પાંડવમુનિ ભગવંત અષ્ટિનેમિ પાસે જવા નીકળ્યા. હસ્તિલ્પમાં વિચરતા સાંભળ્યું કે – ભગવંત નિર્વાણ પામ્યા. ગ્રહણ કરેલ ભોજનપાનનો ત્યાગ કરીને શત્રુંજય પર્વત ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સિદ્ધ થયા. તેમના વંશમાં બીજો પાંડુસેન રાજા થયો. તેમને બે પુત્રો હતા – મતિ અને સુમતિ. તેઓ ઉજ્જયંતમાં ચૈત્યવંદનાર્થે સૌરાષ્ટ્રમાં સમુદ્રમાર્ગે આવ્યા, ત્યારે ઉત્પાત થયો. લોકો કંદ અને રુદ્રને નમે છે. આ બંનેએ પોતાના આત્માને ગાઢ રીતે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સંયમમાં યોજ્યો. વહાણ ભાંગ્યુ. સંયતત્વ અને સ્નાતકપણાથી કાળ પામી સિદ્ધ થયા. એકત્ર શરીરથી ઉછળતા હતા. લવણ સમુદ્રાધિપતિ સુસ્થિતદેવે તેનો મહિમા કર્યો. દેવ ઉધોતમાં ત્યાં પ્રભારા નામે તીર્થ થયું. તેથી ધૃતિમાં મતિ કરીને યોગ સંગ્રહ થાય છે. ૫૨ હવે ‘સંવેગ’. સમ્યક્ વેગ તે સંવેગ. તે સંવેગ વડે યોગ સંગ્રહ થાય છે, તેમાં બે ઉદાહરણ ગાથા – • નિયુક્તિ-૧૩૦૨,૧૩૦૩ : ચંપામાં મિપ્રભ રાજા, ધારિણી રાણી હતા. ત્યાં ધનમિત્ર સાર્થવાહ, તેની ધનશ્રી પત્ની હતા. તેણીને પ્રાર્થનાથી પુત્ર જન્મ્યો. લોકો કહેવા લાગ્યા – જે આ ધનસમૃદ્ધ સાર્થવાહના કુળમાં જન્મ્યો, તેથી તેનું ‘સુજાત’ નામ રાખવું. બાર દિવસ વીત્યા બાદ ‘સુજાત' નામ કર્યુ. તે દેવકુમાર જેવો હતો. તેની જેમ શિક્ષણ પામ્યો. તે બંને શ્રાવક-શ્રાવિકા તે જ નગરમાં ધર્મઘોષ અમાત્ય અને તેની પ્રિયંગૂ નામે પત્ની હતા, તેણે ‘સુજાત' વિશે સાંભળ્યું. કોઈ દિવસે ‘સુજાત અહીંથી નીકળે તો મને કહેજે યાવત્ જોઈશ એ પ્રમાણે દાસીને કહ્યું. સુજાત ક્યારેક મિત્રવૃંદથી પરિવરીને તે જ માર્ગે જતો હતો. દાસીએ પ્રિયંગૂને કહ્યું. તેણી નીકળી. સપત્ની વડે જોવાયો. તેણી બોલી – તે ધન્ય છે, જેના ભાગ્યમાં આ આવેલ છે. કોઈ દિવસે તેઓ પરસ્પર કહે છે – અહો ! શું તેની લીલા છે! પ્રિયંગુ એ સુજાતનો વેશ કર્યો. આભરણાદિથી ભૂષિત થઈ ક્રિડા કરે છે. એ જ પ્રમાણે વિલાસ, એવી જ હસ્તશોભાવિભાષા, એ જ રીતે મિત્રોની સાથે વાતો આદિ. અમાત્ય આવ્યો. અંતઃપુર બગડી ગયું છે માની ધીમે પગલે ચાલે છે દ્વારના છિદ્રમાંથી જુએ છે. ક્રીડા કરતા જુએ છે. તેને થયું કે – નક્કી મારું અંતઃપુર વિનાશ પામ્યું છે. આને ગોપવી રાખો, ક્યાંક રહસ્ય ભેદ થઈ જશે તો આ સ્વૈરાચારી થઈ જશે મારવાને માટે સુજાતને શોધે છે. બીવે પણ છે. તેના પિતા હંમેશાં રાજાની પાસે જ રહે છે. તેથી કંક ઉપાય કરવો જોઈશે. ઉપાય શોધીને ખોટા લેબવાળા પુરુષો કર્યા. જે મિત્રભ રાજાના વિરોધી હતા. તેને તેણે લેબ મોકલ્યો. સુજાતનું કહેવું છે કે – મિપ્રભરાજાને મારી નાંખે. તે લેખ રાજાની આગળ વાંચ્યો. રાજા કોપાયમાન થયો. તેણે લેબ કરનારનો વધ કરવાની આજ્ઞા આપી. પછી તેને ગોપવી દીધા. મિત્રપ્રભ વિચારે છે કે – જો લોકોને પણ થશે તો નગરમાં ક્ષોભ ઉત્પન્ન થશે. મને તે રાજા અપયશ આપશે. તેથી ઉપાય કરીને હું મારું તે મિપ્રભને આરસુર નામે પ્રત્યંતનગર હતું. ત્યાં ચંદ્રધ્વજ નામે માણસ હતો. તેને આ લેખ આપે છે – હું સુજાતને મોકલું છું. તમે મારી નાંખજો. મોકલ્યો. સુજાતને બોલાવીને કહ્યું - આરસુર જા, ત્યાંના રાજ્યના કાર્યનું ધ્યાન રાખજે. તે ત્યાં ગયો. વિશ્વાસમાં લઈને મારવો, એમ વિચારી રોજેરોજ સાથે રમવા લાગ્યા. તેના રૂપ, શીલ, સમુદાયાર જોઈને

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104