Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૪/૨૬, નિ - ૧૨૯૩
૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• નિયુક્તિ-૧૨૯૩-વિવેચન :
શૌર્યપુર નગરમાં સુરવર યક્ષ હતો. ત્યાં ધનંજય નામે શ્રેષ્ઠી હતો. તેની પની સુભદ્રા હતી. તે બંનેએ સુરવરને નમીને પુત્રની ઈચ્છાથી યાચના કરી, સુસ્વરને કહ્યું કે - જો પુત્ર થશે તો સો પાડા સહિત યજ્ઞ કરીશ. તેમને સંતતિ થઈ. તેઓ બોધ પામશે. એમ જાણી ભગવંત પધાર્યા. શ્રેષ્ઠી નીકળ્યો. બોધ પામ્યો. હું અણુવતો ગ્રહણ કરે, પણ જો યક્ષ અનુજ્ઞા આપે તો. તે યક્ષ પણ ઉપશાંત થયો.
- બીજા કહે છે - વ્રતોમાં માર્ગણા કરી. દયાથી ન આયા. શ્રેષ્ઠીએ પોતાના શરીરના સો ખંડો કર્યા. કેટલાંક ખંડો કરી શ્રેષ્ઠીએ વિચાર્યુ - અહો ! હું ધન્ય છું મારે આ વેદનામાં પ્રાણીને ન જોડવા પડ્યા. સવની પરીક્ષા કરી સુરવરયા સ્વયં બોધ પામ્યો. અથવા લોટના પાડા ચડાવ્યા. આ દેશ શુચિ શ્રાવકવ કહ્યું. સર્વ શુચિ આ પ્રમાણે –
ભગવંતને બે શિષ્યો હતા - ધર્મઘોષ અને ધર્મયશ એક શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે ગુણન કરતાં તે બંને પૂર્ણમાં રહ્યા, અપરાણમાં પણ છાયા પરાવર્તન ન પામી. એકે કહ્યું - તારી સિદ્ધિ છે, બીજો બોલ્યો - તારી લબ્ધિ છે. બંને કાયિકી ભૂમિ - મૂત્ર કરવા ગયા. ત્યારે જાણ્યું કે એકેની પણ આ લબ્ધિ ન હતી. સ્વામીને પૂછતા, તેની ઉત્પત્તિ કહી –
• નિર્યુક્તિ-૧૨૯૫,૧૨૯૬-વિવેચન :
શૌર્યપુરીમાં સમુદ્રવિજય જ્યારે રાજા હતા, ત્યારે યજ્ઞયશા તાપસ હતો. તેની પત્ની સૌમિસ્ત્રી હતી. તેનો પુત્ર યજ્ઞદd, સોમયશા પુત્રવધુ. તે બંનેનો પુત્ર નારદ હતો. તેઓ પંછવૃતિથી એક દિવસ જમતા અને એક દિવસે ઉપવાસ કરતા હતા. તે બંને તે પુત્ર નારદને અશોકવૃક્ષની નીચે પૂવણમાં રાખીને ગયા. આ તરફ વૈતાદ્યમાં વૈશ્રમણકાયિક દેવ જંભક તે માર્ગેથી જતો હતો. તેણે બાળકને જોયો. અવધિજ્ઞાન પ્રયોર્યું. તે તેમની દેવનિકાયથી ચ્યવેલ હતો. તેથી તેની અનુકંપાવી તે છાયાને ખંભિત કરતો હતો. કેમકે ગરમીમાં દુ:ખ પડે. રાત્રે ગુપ્તવિધા શીખવી.
કોઈ કહે છે - આ અશોક પૃચ્છા અને નારદની ઉત્પત્તિ કહી. તે બાથભાવથી મુક્ત થયો. તે દેવોએ પૂર્વભવની પ્રીતિથી વિધાર્જુભક દેવોએ પ્રજ્ઞપ્તિ આદિ વિધા શીખવેલી. તે મણિપાદુકા વડે તથા કાંચન કુંડિકા વડે આકાશમાં ચાલતો હતો. કોઈ દિવસે દ્વારાવતીમાં આવ્યો. શૌચ શું છે ? એમ વાસુદેવે પૂછતાં તે ઉત્તર દેવાને સમર્થ ન થયો. ઉક્ષેપ કર્યો. બીજી કથામાં પૂર્વ વિદેહમાં સીમંધર સ્વામીને યુગબાહુ વાસુદેવે પૂછ્યું – શૌય શું છે ?
તીર્થકરે ઉત્તર આપ્યો - સત્ય એ શૌય છે. તે એક પદથી સત્યને પર્યાયથી અવતારિત કર્યું. ફરી પશ્ચિમ વિદેહમાં સુગંધર તીર્થકરને મહાબાહુ નામના વાસુદેવે તે જ પૂછ્યું. ત્યાંથી પણ સાક્ષાત્ જામ્યું. પછી દ્વારિકા આવ્યો. વાસુદેવે કહ્યું - કેમ ત્યારે તમે પૂછેલને ? ત્યારે તેણે તેને કહ્યું કે – શૌચ સત્યને કહે છે. ફરી પૂછ્યું - સત્ય શું છે ? ફરી અપભાજના થઈ. વાસુદેવે કહ્યું - જ્યારે તમે આ પૂછ્યું ત્યારે [34/4
આ પણ પૂછયું જ હશે ને ? નિર્ભર્સના કરી. તેણે કહ્યું - સત્ય, હે રાજા ! પૂછેલ નહીં. વિચાસ્વા લાગ્યો. જાતિ સ્મરણ જ્ઞાન થયું. પછી અતિ શૌચવાનું થઈ પ્રત્યેકબુદ્ધ થયો.
એ પ્રમાણે કિષિભાષિતનું પહેલું અધ્યયન કર્યું. આ પ્રમાણે શૌયથી યોગ સંગ્રહ થયા. ૧૧-મું શૌચ દ્વાર ગયું. હવે “સખ્યદૈષ્ટિ', સમ્ય દર્શન વિશુદ્ધિથી પણ યોગ સંગ્રહ થાય. તેનું દૃષ્ટાંત -
• નિયુક્તિ-૧૨૯૭ :
સાકેતનગરે મહાબલ રાજા હતો. સભામાં દૂતને પૂછ્યું કે – મારે ત્યાં એવું શું નથી, જે બીજા રાજાને ત્યાં હોય? ચિનસભા નથી. કરાવી તેમાં બે ચિત્રકાર હતા. તે બંનેને અડધું-અડધું કામ સોપેલ, પડદો રાખીને બંને પોત-પોતાની બાજુ ચિત્ર કરતા હતા. એકે ચિત્ર નિર્માણ કર્યા. એકે ભૂમિ શુદ્ધિ કરી. સજા તેમનાથી ખુશ થયો, પૂજા કરીને પૂછ્યું - ભૂમિ શુદ્ધિ કરી પણ ચિત્ર કરેલ નથી ? પડદો લઈ લીધો, બીજું ચિત્ર નિર્મલતર દેખાવા લાગ્યું. રાજા ગુસ્સે થયો. ચિત્રકારે વિનંતી કરી - પ્રભાનું બે સંક્રમણ થવા દો. પછી ઢાંકી દીધી. રાજાએ ખુશ થઈને કહ્યું - એમ જ રહેવા દો. આ રીતે સમ્યકત્વ વિશુદ્ધ કરવું જોઈએ.
હવે ‘સમાધિ' - તેમાં ઉદાહરણ ગાયા - • નિર્યુક્તિ-૧૨૯૮-વિવેચન :
સુદર્શનપુરમાં શિશુનાગ શ્રેષ્ઠી હતો. સુયશા તેની પત્ની હતી. બંને શ્રાવક હતા. તેમનો પુત્ર સુવત, સુખેથી ગર્ભમાં રહ્યો, સુખેથી મોટો થયો. એ પ્રમાણે ચાવતું યૌવનમાં બોધ પામી, પૂછીને દીક્ષા લીધી. ભયો, એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારી. શકે પ્રશંસા કરી. દેવો વડે પરીક્ષા કરાઈ. એકે કહ્યું - આ ધન્ય છે કેમકે કુમાર બ્રહ્મચારી છે, બીજાએ કહ્યું - આણે કુલસંતતિનો છેદ કર્યો. માટે અધન્ય ચે. તે મુનિ બંનેમાં સમભાવે રહ્યા. એ પ્રમાણે માતા-પિતાને સ્વવિષયમાં આસક્ત દર્શાવ્યા. પછી બંનેને મારી નાંખ્યા, કરુણ રુદન કર્યા. તો પણ તે મુનિ સમભાવમાં રહ્યા. પછી સર્વ વાતુઓ વિક્ર્વી, દિવ્ય સ્ત્રીઓ સવિશ્વમ પ્રલોકે છે. દીર્ધ નિઃશ્વાસ મૂકે છે, તો પણ સંયમમાં સમાહિતતર રહ્યા. કેવળજ્ઞાન થયું યાવત્ સિદ્ધ થયા.
સમાધિ દ્વાર કહ્યું. હવે “આચાર” આયારોપગતતાથી યોગ સંગ્રહ થાય છે. તેનું દષ્ટાંત ગાથા દ્વારા કહે છે –
• નિયુક્તિ-૧૨૯૯-વિવેચન :
પાટલીપુત્રમાં હુતાશન બ્રાહ્મણ, તેને જવલનશિખા નામે પત્ની હતી. બંને શ્રાવકો હતા. તેમને બે પુત્રો હતા - જ્વલન અને દહન. ચારે એ દીક્ષા લીધી. જવલન બાજુતાવાળો હતો. દહન માયાવાળો હતો. આવવાનું કહે તો ચાલવા લાગે, ચાલો કહે તો આવે. તે દહન તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિકમ્યા વિના
યુ પામ્યો. બંને ધર્મક ઉત્પન્ન થયા. શક્રની અત્યંતર પ"દામાં હતા અને પાંચ પલ્યોપમનું આયુષ્ય હતું.