Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ ૩૦ ૪/૨૬, નિ - ૧૨૮૪ ૩૯ ૪૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ત્યાંથી તુરંત નીકળી ગયો. સાધુ હોવાથી દ્વારપાળે પણ ન રોક્યો. લોહી રેલાવાથી આચાર્ય ભાયા. ઉઠીને જોયું કે રાજાને મારી નાંખેલ છે, તેથી પ્રવચનની ઉaહણા ન થાય, તેમ વિચારી પોતે પણ પોતાનું મસ્તક છેદી નાંખ્યું. આ તરફ નાપિતશાળામાં નાપિતદાસ ઉપાધ્યાયને કહે છે - મારા આધ આંતરડાથી નગરને વીંટી લીધું. આવું સ્વપ્ન પ્રભાતે જોયું. ઉપાધ્યાય સ્વપ્નશાસ્ત્રને જાણે છે, ઘેર લઈ જઈ માથું ધોઈને તેને પુત્રી પરમાવી. તે દીપવા લાગ્યો. શિબિકામાં નગરમાં જાય છે. તે પણ અંતઃપુરની શય્યા પાલિકા વડે જોવાયો. બીજા દ્વારેથી તેને સકાર્યો. અને અધિવાસિત કર્યો. તે ઘોડો ચાલતા-ચાલતા નાપિતદાકની પાછળ ચાલવા લાગ્યો. તેને તેજથી ઝળહળતો જોઈને રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો. સજા થયો. પણ દાસ હોવાથી દંડિક, સમટ આદિ તેનો વિનય કરતાં નથી. તે નાપિતદાસ વિચારે છે કે જો કોઈ વિનય ન કરે, તો હું કોનો રાજા ? સભામંડપથી ઉઠીને નીકળ્યો, પાછો પ્રવેશ્યો. તે બધાં ઉભા ન થયા. તે બોલ્યો - આ અધમોને પકડી લો. તેઓ પરસ્પર જોઈને હસવા લાગ્યા. તેણે રોષથી આ સ્થાન મંડપમાં લેયકર્મથી નિર્મિત પ્રતિહાયુગલને જોયું. તેણે જલ્દી દોડતાં જઈને તલવાર વડે માર્યું. કેટલાંક નાશ પામ્યા. પછી બધાં વિનયથી ઉપસ્થિત થયા. રાજાની માફી માંગી. તેમને કુમાર અમાત્યો ન હતા, તેને શોધે છે. આ તરફ કપિલ નામે બ્રાહ્મણ નગર બહાર રહેતો હતો ત્યાં વિકાલે સાધુઓ આવ્યા, તે અગ્નિહોત્રના ઘેર રહ્યા. તે બ્રાહ્મણ વિચારે છે. તે બ્રાહ્મણને થયું કે - ચાલો આમને પૂછું કે આ કંઈ જાણે છે કે નહીં ? પૂછ્યું આચાર્યએ ઉત્તર આપતા, તે જ રાત્રે શ્રાવક થયો. ફરી કોઈ વખત બીજા સાધુ તેમના ઘેર વષરિબમાં રહ્યા. તેનો પુત્ર જન્મતાં જ અંબા અને રેવતી વડે ગ્રહણ કરાયો. તે સાધુને કયતા ભાજનોની નીચે સ્થાપિત કર્યો. વ્યંતરીઓ નષ્ટ થતાં, તેની પ્રજા સ્થિર થઈ. તેનું ‘કલાક' એવું નામ રાખ્યું. તે બંને પણ મૃત્યુ પામ્યા. કલાક પણ ચૌદ વિધાસ્થાનોમાં કુશળ થતાં પાટલીપુગે આવ્યો. અનેક છાત્રો સાથે પરિશ્વરીને ચાલે છે. આ તરફ તેના પ્રવેશ-નિર્ગમ માર્ગમાં કોઈ એક મટુક હતો. તેની પુત્રી જલોદર વ્યાધિથી પકડાઈ. અતીવ રૂપવતી, છતાં કોઈ પરણતું ન હતું. મોટી થઈ. તેને ઋતુ આવી. માતાને કહ્યું. માતાએ ક કપટ ઉપાય કરીને કલાક સાથે પરણાવી દીધી, લોકાપવાદના ભયથી કલાકે તેણીને સ્વીકારી. તેણે પછી ઔષધાદિ તેણીને સાજી કરી. રાજાએ સાંભળ્યું કે કલાક પંડિત છે. તેને બોલાવીને વિનંતી કરી, તે માન્યો નહીં. રાજા તેના છિદ્રો શોધવા લાગ્યો. રાજાએ કોઈ ધોબીને પૂછયું કે - કાકના વસ્ત્રો ધોવે છે કે નહીં ? તે બોલ્યો - હા, ધોઉ છું. રાજા બોલ્યો કે - હવે જ્યારે ધોવા આપે ત્યારે તે વો તું મને આપી દેજે. અન્યદા ઈન્દ્ર મહોત્સવમાં તેને પત્નીએ કહ્યું – મારા તે વસ્ત્રો રંગાવો. કલાકની ઈચ્છા ન હતી. તેણીએ વારંવાર ઝઘડો કરતા કલાકે હા પાડી. વસ્ત્રોને રંગારાને ત્યાં લઈ ગયો. તે બોલ્યો - હું વિનામૂલ્ય રંગી આપીશ અવસર આવતા વો માંગ્યા. રંગારો આજ-કાલ એમ કરતા સમય બગાડે છે. અવસર ચાલ્યો ગયો, તો પણ વસ્ત્રો ન આપ્યા. બીજે વર્ષે ન આયા, બીજે વર્ષે પણ ન આપ્યા. તેથી તેને રોષ ચડ્યો. ધોબીની પત્નીનું પેટ ચીરી લોહીથી રંગીને ધોબીએ વો આપ્યા. ધોબી પત્નીએ રાજાને ફરિયાદ કરી. કલાક સમજી ગયો કે આ રાજાની માયા છે, ત્યારે મેં કુમાર અમાત્ય પદ ન ઈચડ્યું તેથી આમ કર્યું છે. જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન આવત. રાજકુળે ગયો. રાજા ઉભો થયો. કલાકે કબૂલ કર્યું કે રાજા જે દંડ આપે તે માન્ય. ધોબીની શ્રેણિ આવી, રાજા સામે આરોપ જૂ કરતા તેને જોઈને નાસી ગયા, તે કુમાર અમાત્યપણે ત્યાં રહ્યો. એ પ્રમાણે આખું રાજ્ય રહ્યું. કલાકને પુત્રો પણ થયા. કોઈ દિવસે કલાકના મનો વિવાહ થયો. તેણે વિચાર્યું કે- અંતઃપુર સહિત રાજાને ભોજન કરાવવું. આભરણમાં રાજાનો નિર્યોગ જોઈએ. જે નંદ વડે કુમાર અમાત્યને ખસેડાયેલ તે તેના છિદ્રો શોધે છે. કલાકની દાસીને દાન-માનથી સંગૃહીત કરીને કહ્યું - તારા સ્વામી જે કંઈ કરે, તે તારે મને કહેવું. એમ કરતા છિદ્ધ મળી ગયું – રાજાને કહ્યું કે કલાક તમારું અહિત ચિંતવતો પુત્રને રાજ્યમાં સ્થાપવા ઈચ્છે છે. રાજાએ રાજપુરુષોને મોકલીને કુટુંબ સહિત તેને કૂવામાં નાંખી દીધો. ઘરના બધાં કહેવા લાગ્યા કે આ સજા બધાંને મારી નાંખશે. જે આપણા એકનો કુલોદ્ધાર અને વૈરનું નિર્યાતન કરે, તેણે જ ભોજન કરવું. તેઓ બોલ્યા કે - “અમે ભક્ત પ્રત્યાખ્યાન કરીશું.” પ્રત્યાખ્યાન કરી દેવલોકે ગયા. માત્ર કલાક જમતો હતો. પ્રત્યંત રાજાને ખબર પડી કે કલાક મૃત્યુ પામ્યો છે. તેણે આવીને પાટલિપુત્રનો રોધ કર્યો. નંદે વિચાર્યું કે- જે કલાક અત્યારે હોત તો આવું ન બનત. દ્વારપાલને પૂછયું – કૂવામાં કોઈ જીવે છે ? કોઈક જીવે છે એમ જાણી ખાટલો નાંખીને કૂવામાંથી બહાર કાઢ્યો. વૈધએ સાજો કર્યો. કલાકને પ્રાકારે ઉભો કર્યો. તે અત્યંત રાજાના લોકો ડરી ગયા. દંડકો, સાશંક થઈ ગયા. પછી તેમને એક લેખ મોકલ્યો કે જે તમારા બધાંને સ્વીકાર્ય હોય તેવો આવે. પછી સંધિ અથવા તમે જેમ કહેશો તેમ કરીશું. સામેના રાજાએ દૂત મોકલ્યો. કલાક નીકળ્યો. નદી મધે બધાં મળ્યા. કપાકે તેમને કહ્યું કે - શેરડીના સાંઠાની ઉપર અને નીચે છેદી નાંખતા મધ્યે શું રહે? ઈત્યાદિ. સામો દૂત વિલખો પડીને ચાલી ગયો. કાક પણ પાછો આવ્યો નંદરાજાએ પણ કાકને પુનઃ તે સ્થાને સ્થાપ્યો. • x - નવમાં નંદના કાળે કલાકના વંશમાં શકટાલ મંત્રી થયો. તેને સ્થૂલભદ્ર અને શ્રેયક બે પુત્રો હતા. ચા, ચક્ષદરા, ભૂતા, ભૂતદતા, સેના, વેણા રેણાં સાત પુત્રીઓ હતી. - આ તરફ વરરચિ બ્રાહ્મણ નંદ રાજાની રોજ ૧૦૮ શ્લોક વડે સ્તુતિ કરતો હતો. તે રાજ ખુશ થઈ શકટાલ સામે જોતો. તે મિથ્યાત્વ છે એમ માનીને પ્રશંસા ન કરતો વરરચિએ શકટાલની પત્નીને ખુશ કરી. તેણીના આગ્રહથી કોઈ દિવસે ‘મિથ્યાત્વ' હોવા છતાં શકટાલે વરુરુચિના શ્લોકોની પ્રશંસા કરી. રાજાએ ૧૦૮

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104