Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ એ ૪/ર૬, નિ - ૧૨૮૪ ૩૫ પૃચ્છા કરે છે. માગધિકાને બોલાવી. ખોટી શ્રાવિકા બનાવી. ઈત્યાદિ “નમસ્કાર” અધ્યયન-૧-માં પાણિામિડી બુદ્ધિમાં સૂપના દષ્ટાંતમાં કહેલ છે, તે જાણવી. કોણિકે તેના માતામહ ચેટક રાજાને પકડી લીધા, પૂછ્યું કે - તમારું શું કરું ? ચેટક રાજા સકલ લોહમયી પ્રતિમાને ગળે બાંધીને પુષ્કરિણીમાં ઉતર્યા. ધરણે તેમને સ્વભવનમાં લઈ ગયો. કાળ કરીને તે દેવલોકે ગયા. વૈશાલીના લોકોને બધાંને નીલવાન મહેશ્વરે બહાર કાઢ્યા. આ મહેશ્વર કોણ છે ? તે કહે છે - તે જ ચેટક રાજાની પુત્રી સુરેઠા વૈરાગ્યથી પ્રવજિત થઈ. ઉપાશ્રયની અંદર આતાપના લેતી હતી. આ તરફ પેઢાલ નામનો પરિવ્રાજક વિધાસિદ્ધ હતો તે વિધા આપવા માટે યોગ્ય પુરપની શોધમાં હતો. જો હાચારિણીને પુત્ર થાય તો સમર્થક થાય. સુચેષ્ઠા સાધીને આતાપના લેતી જોઈને ધૂમાળાથી વ્યામોહ કર્યો. વિધાના વિપર્યાસથી સુજ્યેષ્ઠાની યોનિમાં વીર્યનો ત્યાગ કર્યો. સમય જતાં સોઠાનો ગર્ભ વિકસવા લાગ્યો. અતિશયજ્ઞાનીએ કહ્યું - આ સાળીને કામવિકાર થયેલ નથી. બાળકને શ્રાવકના કુળમાં ઉછેર્યો. તે બાળક સાધ્વી સાથે સમોસરણમાં ગયો. ત્યાં કાલસંદીપક વિધાધર ભગવંતને વાંદીને પૂછે છે, મને કોના તરફથી ભય છે ? ભગવંતે કહ્યું - આ (બાળક) સત્યકીથી. ત્યારે તેની પાસે જઈ, અવજ્ઞાથી બોલ્યો - તું શું મને મારવાનો હતો, પગની લાત મારી પાડી દીધો. સત્યકી મોટો થયો. પરિવ્રાજકોએ તેને સંયતીની પાસેથી હરી લીધો. વિદ્યા શીખવી. મહારોહિણી વિધાની સાધના કરે છે. આ તેનો સાતમો ભવ હતો. પાંચ ભવમાં તેને મારી નાંખેલો, છઠ્ઠામાં માસ આયુ જ બાકી રહેતા વિધા તેને વરવા ઈચ્છતી ન હતી. આ ભવે સાધવાનો આરંભ કર્યો. અનાથમૃતક વડે ચિતા કરીને બાળીને આદ્રચમ વિસ્તાર્યું. ડાબા અંગુઠાથી ત્યાં સુધી ફેરવ્યું જ્યાં સુધી કાઠ સળગતાં હતાં. એટલામાં ‘કાલસંદીપ’ આવીને કાષ્ઠ નાંખવા લાગ્યો. સાત સળિ જતાં દેવી સ્વયં ઉપસ્થિત થઈને બોલી - ‘વિન ન કર.' હું આને સિદ્ધ થવા ઈચ્છું છું. સિદ્ધ થઈને બોલી - એક અંગ ખુલ્લું કર, જ્યાંથી હું પ્રવેશ કરું. સત્યકીએ કપાળમાં ઈચ્છા દર્શાવી. તે વિધા કપાળ મથે થઈને તેના શરીરમાં પ્રવેશી. ત્યાં એક છિદ્ર-બિલ થઈ ગયું. દેવીએ ત્યાં ત્રીજી આંખ બનાવી દીધી. - સત્યની વિધાધરે પહેલાં પેઢાલને માર્યો. સત્યકીએ કહ્યું – કેમ મારી માતા અને રાજપુગી એવી સાદેવીને બગાડી? માટે મારી નાંખ્યો. તેથી તેનું યુદ્ધ નામ પ્રસિદ્ધ થયું. પછી કાલસંદીપ તરફ દૃષ્ટિ ફેંકી. જોઈને તે ભાગ્યો, સત્યકી તેની પાછળ લાગ્યો. એ રીતે ઉપર-નીચે ભાગે છે. •x - છેલ્લે તેને મારી નાંખ્યો. કોઈ કહે છે. - લવણ મહાપાતાલમાં માર્યો. ત્યારપછી તે વિધાચકવર્તી ગણ સંધ્યાએ બધાં તીર્થકરોને વાંદીને નૃત્ય દશવિીને પછી અભિરમણ કરતો. તેથી ઈન્દ્રએ ‘મહેશ્વર' એવું નામ કર્યું. તે પણ ધિગુજાતીયો પ્રત્યે પહેષ પામીને ધિગુજાતીય કન્યાના સો-સો વિનાશ કરતો હતો. બીજાના અંતઃપુરની સ્ત્રી ભોગવતો હતો. તેના કહ્યામાં બે શિષ્યો હતા - નંદીશ્વર ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અને નંદી. એ પ્રમાણે પુષ્પક વિમાન વડે અભિરમણ કરતો હતો. આ પ્રમાણે કાળ વીતતો હતો. કોઈ વખતે ઉજૈનીમાં પ્રધોતના અંતઃપુરમાં શિવા સણીને છોડીને બાકીની બધી સણીને ભોગવી. પ્રધો રાજા તેના વિનાશનો ઉપાય વિચારે છે. એક ઉમા નામની ગણિકા અતિ રૂપવતી હતી. તેણી સત્યકીના માર્ગમાં ધૂપગ્રહણ કરીને રહેતી. એમ સમય જતાં એક વખત તે નીચે ઉતર્યો. • x • ઉમા ગણિકા તેને કહે છે - હું આવી કન્યા છું, મારી સામે જો. તેની સાથે સંભોગ કરતાં-કરતાં ઉમાએ તેને હતહદય કરી દીધો. કોઈ વખતે ઉમાએ તેને પૂછ્યું – તું દેવીને [વિધાને ક્યારે બહાર કાઢે છે. સત્યકીએ કહ્યું – મૈથુન સેવતી વખતે હું વિધાને દૂર કરું છું. ઉમાગણિકા આ રહસ્ય રાજાને જણાવી દીધું. રાજાએ કુશળ પુરુષોએ અંગની ઉપરનો યોગ દર્શાવ્યો અને કહ્યું કે આ રીતે તારું રક્ષણ કરીશું. પ્રધોતે તે પરપોને ખાનગીમાં કહી દીધું કે - આ ગણિકા સહિત જ તેને મારી નાંખજો. ત્યારે તે પુરષો ગુપ્તરૂપે ગયા. જ્યારે સત્યકી ઉમા સાથે સંભોગ ત હતો, ત્યારે તેણીની સાથે જ મારી નાંખ્યો. ત્યારે નંદીશ્વર તે વિધાની સાથે અાકાશમાં અધિષ્ઠિત થયો. શિલા વિકુર્તીને બોલ્યો - હે દાસ ! હવે તું મરવાનો થયો છે. ત્યારે નગરજન સહિત રાજા ભીનો શાટિકાપ-વસ્ત્ર ધારણ કરીને રહ્યો. “મારો અપરાધ ક્ષમા કરો.” નંદી બોલ્યો કે - જો તમે આને જે અવસ્થામાં મારી નાંખ્યો તે અવસ્થા [યોનિમાં લિંગ હોય તેવી અવસ્થામાં જો તમે પૂજા કરો તો હું તમને છોડું. આ પ્રમાણે નગરે-નગરે આને આવા જ છાપાવૃત-ઉઘાડા સ્થાપો, તો છોડીશ. પ્રધોતે તે વાત સ્વીકારી, તેના આયતન-[મંદિરો] બનાવ્યા. આ મહેશ્વરની ઉત્પત્તિ. ત્યારે નગરી શૂન્ય હતી. કોણિક પ્રવેશ્યો. ગધેડાની પુચ્છ વડે ખેડી. આના અંતકાળમાં શ્રેણિકની પત્નીઓ કાલિકા આદિ ભગવંતને પૂછે છે – અમારા પુત્રો સંગ્રામથી પાછા આવશે કે નહીં ? નિયાવલિકામાં કહ્યા મુજબ જાણવું. પછી દશે ચણીએ દીક્ષા લીધી. ત્યારે કોણિક ચંપાનગરી આવ્યો. ભગવંત પધાર્યા. કોણિકને થયું કે મારે ચક્રવર્તી માક ઘણાં હાથી, અશ્વ, ચ આદિ છે, તો હું જઈને ભગવંતને પૂછ કે- હું ચક્રવર્તી થઈશ કે નહીં. તે સર્વ સૈન્ય સમુદાય સાથે નીકળ્યો. વંદન કરીને પૂછ્યું - કેટલાં ચક્રવર્તી થયા ? ભગવદ્ કહે છે - બધાં થઈ ગયા. ફરી પૂછે છે કે- હું મરીને ક્યાં જઈશ ? છઠ્ઠી નર્કે. કોણિકને ભગવંતના વચનમાં શ્રદ્ધા ન થઈ. તેણે બધાં એકેન્દ્રિય રનો લોઢાના ચ્યા. પછી સર્વ સૈન્ય સહિત તમિશ્રગુફા પહોંચ્યો. અઠ્ઠમતપ કર્યો. કૃતમાલ દેવે કહ્યું - બાર ચક્રવર્તી થઈ ગયા. તે ન માન્યો. તેણે હાથીના મસ્તકે મણિ મૂક્યો. દંડ વડે ગુફાના દ્વાર ઉપર આહત કરી. ત્યારે કૃતમાલ દેવે તેને મારી નાંખ્યો. મરીને છઠ્ઠી નરકે ગયો. - ત્યારે ઉદાયીનને રાજારૂપે સ્થાપ્યો. ઉદાયીનને ચિંતા થઈ કે - આ નગરમાં મારા પિતા હતા. અવૃતિથી અન્ય નગર કરાવે છે. વાસ્તુની શોધમાં પુરુષો મોકલ્યા.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104