Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ૩૮ • ૪૨૬, નિ - ૧૨૮૪ તેઓ એક પાગલ વૃક્ષ ઉપર અવદારિત મસ્તકમાં ચાષ (પક્ષી)ને જુએ છે. કીટિકા તેમના મુખમાં આવીને પડે છે. તે પાગલ ક્યાંથી આવ્યું ? બે મથુરા- દક્ષિણા અને ઉત્તરા. ઉતર મથુરાનો વણિકદાક દક્ષિણ મથુરામાં દિગયાગા ગયો. ત્યાં તેને એક વણિ સાથે મૈત્રી થઈ. તેની બહેનનું નામ અર્ણિકા હતું. તે અર્ણિકાને પગથી માથા સુધી જોતાં તેણીમાં મોહ પામ્યો. તેણે લગ્ન માટે મિત્રની પાસે માંગણી કરી. મિત્રે કહ્યું કે જો તું અહીં જ રહેવા તૈયાર હો તો યાવત્ એકાદ પણ બાળકલ્પ થાય તો તને આપું. મિત્રએ સ્વીકાર્યું. બહેનને પરણાવી. કોઈ દિવસે તે વણિકપુત્રના માતા-પિતાનો પત્ર આવ્યો કે - અમે અંધ જેવા થઈ ગયા છીએ, જો તું અમને બંનેને જીવતા જોવા ઈચ્છતા હો તો આવી જા. તે વાંચીને રડવા લાગ્યો. અર્ણિકાએ તે જોયું. પણ પેલો વણિકપુત્ર કંઈ બોલતો નથી. તેણીએ મ હાથમાં લીધો. વાંચીને બોલી – તમે ખેદ ન કરો. તેણીએ માતા-પિતાને કહીને પતિ સાથે વિદાય લીધી. તે બંને દક્ષિણ મથુરાથી નીકળી ગયા. અર્ણિકા ત્યારે ગર્ભિણી હતી. માર્ગમાં જ અર્ણિકાએ મને જન્મ આપ્યો. વણિકપુત્ર વિચારે છે કે - માતાપિતા નામ પાડશે, તેથી પોતે ન પાડ્યું. પરિજનો તેને અર્ણિકાપુત્ર કહેવા લાગ્યા. તે અર્ણિકાગ બાલભાવથી મુક્ત થઈ ભોગોને છોડીને દીક્ષા લીધી. સ્થવિરપણે વિચરતા ગંગા તટે પુષ્પભદ્ર નામે નગરે શિષ્ય પરિવાર સાથે ગયા. ત્યાં પુપકેતૂ રાજા અને પુષ્પવતી રાણી હતી. તેમને યુગલ પુત્ર-પુત્રી હતા. તેમના નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા હતા. તે બંને પરસ્પર અનુરક્ત હતા. રાજાએ વિચાર્યું - જો આને છૂટા પાડીશું, તો મરી જશે. તેના કરતાં આ બંનેના લગ્ન કરી દઉં. નગરજનોને ભેગા કરીને પૂછ્યું - અહીં જે રન ઉત્પન્ન થાય તેની વ્યવસ્થા કોણ કરે ? રાજા, નગરજન કે અંતઃપુર ? એમ કરીને બધાંને વિશ્વાસમાં લીધા. માતાએ રોક્યા તો પણ રાજાએ બંનેનો સંયોગકરાવ્યો. બંને પરસ્પર ભોગમાં રમણ કરવા લાગ્યા. તે રાણી શ્રાવિકા હતી. તેણીને સંસારચી નિર્વેદ ઉપજતાં દીક્ષા લીધી. મરીને દેવરૂપે ઉપજી. પુષ્પવતી દેવે અવધિજ્ઞાન વડે પોતાની પુત્રીને જોઈ. તેને તેણી ઉપર અત્યધિક સ્નેહ હતો. મારી પુત્રી નરકમાં ન જાય, એમ વિચારી સ્વપ્નમાં નરકનું દર્શન કરાવ્યું. તેણે ડરીને રાજાને વાત કરી. એ પ્રમાણે રોજ-રોજ થવા લાગ્યું. ત્યારે પાખંડીઓને બોલાવ્યા. નરકનું સ્વરૂર જણાવવા કહ્યું. તેમણે જે કહ્યું તે કંઈક જુદુ હતું, અણિકાપુર આચાર્યને પૂછ્યું - તેમણે નકનું સ્વરૂપ કહેવાનો આરંભ કર્યો - નિત્યાંધકાર ઈત્યાદિ - ૪ - પુષચૂલાએ તેમને પૂછ્યું કે - શું તમે સ્વપ્ન જોયું ? આચાર્ય ભગવંતે કહ્યું - આ તીર્થકરનો ઉપદેશ છે. એ પ્રમાણે કેટલોક કાળ ગયો, ત્યારે દેવ અને દેવલોક દેખાડ્યા. ત્યાં પણ તે જ પ્રમાણે પાખંડીની પૃચ્છા કરી. કોઈ જાણતા ન હતા, તેથી આચાર્ય ભગવંતને પૂછ્યું. તેમણે દેવલોકનું કથન કર્યું. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પુષ્પચૂલાને પૂછયું - નરકે કઈ રીતે ન જવાય ? આચાર્યએ સાધુ ધર્મ કહ્યો. પુપચૂલાએ દીક્ષા લેવા રાજાની અનુમતિ માંગી. રાજાએ કહ્યું કે- જો અહીં જ મારા ઘેર ભિક્ષા લે. તો તને મુક્ત કરું. પુષ્પચૂલાએ તે વાત સ્વીકારી. પુષસૂલાએ દીક્ષા લીધી. ત્યાં તે આચાર્ય જંઘાબળથી ક્ષીણ થયા. તેથી બીજા સાધુઓને વિદાય આપી, ત્યાં જ વિચારવા લાગ્યા. ત્યારે પુપલા સાળી અંતઃપુરથી ભિક્ષા લાવે છે. એ પ્રમાણે કોઈ દિવસે તે સાળીને શોભના અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પણ કેવલી પૂર્વ પ્રવૃત્ત વિનયને છોડતા નથી. કોઈ દિવસે આચાર્યના હૃદયને ઈચ્છિત હતું તે લાવે છે. ગ્લેમકાળમાં જેનાથી ગ્લેમ ઉત્પન્ન ન થાય, એ પ્રમાણે બધામાં ઉચિત આહાર લાવે છે. ત્યારે આચાર્ય પૂછે છે કે – જે મેં વિચાર્યું હોય તે જ આહાર લાવે છે. પુષ્પચૂલાએ કહ્યું હા - કેવળજ્ઞાનથી જાણું છું, તુરંત આચાર્યએ કેવલીની આશાતનાની ક્ષમા માંગી, બીજા કોઈ કહે છે - વર્ષા વરસતી હતી ત્યારે પુષ્પચૂલા આહાર લાવ્યા. આચાર્ય પૂછે છે - વરસાદમાં આહાર કેમ લાવ્યા ? તેણી કહે છે - અચિત માર્ગે ચાલીને કેમ જાણ્યું ? અતિશયથી. આચાર્યએ ક્ષમા માંગી. કેવલી સાળીએ કહ્યું – આપ પણ ચરમશરીરી છો. ગંગાને ઉતરતાં મોક્ષે જશો. પછી ત્યાં જ ગંગા ઉતરવા પ્રવૃત્ત થયાઆચાર્ય, નૌકામાં જે-જે તરફ ઉભતા તે બૂડતી હતી, મધ્યે બેસાડ્યા, તો બધું જ બૂડવા લાગ્યું. તે લોકોએ આચાર્યને પાણીમાં ફેંક્યા. કેવલજ્ઞાન ઉપર્યું. દેવોએ મહિમા કર્યો. ત્યાં પ્રયાગ તીર્થ થયું. તેમની ખોપડી મત્સ્ય-કાચબાથી ખવાતા ઉછળતી-ઉછળતી એક સ્થાને આવી, તેમાં પાડલબીજ ક્યાંકથી પ્રવેશ્ય. તેમાં ઝાડ ઉગ્યું, ઝાડ વિશાળ થયું. ત્યાં તે ચાપને જોયા. ત્યાં રાજાએ નગરની સ્થાપના કરવી તેમ વિચાર્યું. નૈમિત્તિકોએ પણ કહ્યું - જ્યાં સુધી શિવનો વાસ છે, ત્યાં સુધી જવું, પછી પાછા વળવું. એ પ્રમાણે - ૪ - નગરની રચના કરી, નગર મધ્યે ઉદાયીને ચૈત્યગૃહ કરાવ્યું. આ પાટલિપુત્ર નગરની ઉત્પત્તિ કહી. તે ઉદાયી ત્યાં રહીને રાજ્ય ભોગવે છે. તે રાજા તે લોકોને દંડથી વારંવાર દડે છે. લોકો વિચારે છે કે - અમે આ ત્રાસથી કેમ મુક્ત થઈએ ? એટલામાં એક રાજાના કોઈક અપરાધમાં તેનું રાજ્ય હરી લીધું. તે રાજા નાસી ગયો. તેનો પુત્ર ભમતાં ઉર્જની આવ્યો. કોઈ રાજાની સાથે જોડાયો. તે ઉદાયી વડે ઘણો જ પરાભવ પામેલો હતો. તેની મદદથી પાટલિપુત્ર ગયો. રાજાના બધાં છિદ્રો શોધે છે, પણ છિદ્ર મળતા નથી. સાધુને આવતા જુએ છે. તેથી એક આચાર્ય પાસે દીક્ષા લીધી. ઉદાયી રાજા આઠમ-ચૌદશના પૌષધ કરે છે. ત્યાં આચાર્ય ધર્મકથા નિમિતે આવે છે. કોઈ દિવસ વિકાલે આચાર્યએ તે શિષ્યને કહ્યું – ઉપકરણ લઈ લે, રાજકુળે જઈશું. ત્યારે તે જલ્દી ઉઠ્યો. ઉપકરણ લીધા. પૂર્વે છુપાવેલી છરીને પણ લીધી. ગોપવી દીધી. રાજકુલે ગયા. દીર્ય કાળ ધર્મકથન કર્યું. આચાર્ય સૂઈ ગયા. રાજા પણ સૂઈ ગયો. પે'લા કપટી શિષ્યએ ઉઠીને રાજાના માથામાં છરી પોરવી દીધી.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104