________________
શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૫,
૧૦૯ વર્ધમાન નામના મહાવિમાનમાંથી, વીસ સાગરોપમની આયુ પૂર્ણ કરીને આયુ, ભવ, તથા સ્થિતિનો ક્ષય થવા પર ચવીને આ જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં, બ્રાહ્મણ કુડપુર સ્થાને કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણીની પત્ની જાલંઘર ગોત્રીય દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહના બચ્ચાની માફક ગર્ભરૂપ ઉત્પન્ન થયા.
શ્રમણ ભગવાન મહાવીર અવતરિત થયા ત્યારે મતિ, મૃત અવધિ, આ ત્રણ જ્ઞાનયુક્ત હતા તેથી તે હું ચવીશ” એમ જાણતા હતા, હું ચવ્યો’ પણ જાણતા હતા પરંતુ હું ચવી રહ્યો છું તે જાણતા ન હતા. કારણ કે તે સમય અત્યંત સૂક્ષ્મ હોય છે. દેવાનન્દ. બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા બાદ શ્રમણ ભગવાન મહાવીરનાં હિતાનમ્પક-ભક્ત દેવે, “આ જીત આચાર છે' એમ વિચારીને વર્ષો કાળથી ત્રીજા માસમાં, પાંચમાં પક્ષમાં આસો વદિ ત્રયોદશના દિવસે, ઉત્તરા ફાલ્વની નક્ષત્રનો યોગ થતાં, ગર્ભમાં વ્યાસી દિન વીત્યા બાદ અને ત્રાસીમી રાત્રિના પર્યાય વર્તતાં દક્ષિણ બ્રાહ્મણકુંડ નગર નામના સન્નિવેશમાં, જ્ઞાતકુલમાં કાશ્યપ ગોત્રીય, સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાશિષ્ઠ ગોત્રીય, ત્રિશલા, ક્ષત્રિયાણીની કુક્ષિમાંથી અશુભ પુદ્ગલોને ખેંચી તથા શુભ પુદ્ગલોનો પ્રક્ષેપ કરીને ગર્ભનું સંહરણ કર્યું. ત્રિશલા ક્ષત્રિયણીની કુક્ષિમાં જે ગર્ભ હતો તેને દક્ષિણ બ્રાહ્મણ કુડપુર સનિવૈશમાં કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનન્દા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપિત કર્યો શ્રમણ ભગવાન મહાવીર ગભવાસમાં ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. મારું આ સ્થાનથી સંહરણ થશે એમ જાણતાં હતાં, સંહરણ થઈ ગયું એમ જાણતાં હતા, સંહરણ થઈ રહ્યું છે, એ પણ જાણતા હતાં.
હે આયુષ્યનું શ્રમણો ! ત્યાર પછી તે કાલે તે સમયમાં ત્રિશલા ક્ષત્રિયાણીના નવ માસ પૂરા વ્યતીત થયા અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થઈ ગયા ત્યારે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ અને બીજો પક્ષ, જે ચૈત્ર શુક્લ પક્ષ આવે છે. તે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે ઉત્તરાફાલ્વની નક્ષત્રના યોગમાં શ્રમણ ભગવાનું મહાવીનો કોઈ વિધ્વ-પીડારહિત સકુશળ-આરોગ્યપૂર્ણ જન્મ થયો. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરનો સકુશળ કોઈ પણ બાધા પીડા-રહિત જન્મ આપ્યો, તે જ રાત્રે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો તથા દેવીઓના નીચે ઉતરવાથી, ઉપર જવાથી તથા એક સાથે મળવાથી એક મહાન દિવ્ય ઉદ્યોત, દેવસંગમ તથા દેવ-કોલાહલ થયો. સર્વ દેવો ભગવાનના દર્શન માટે આતુર બની રહ્યા હતાં. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરને નીરોગતાપૂર્વક જન્મ આપ્યો, તે રાત્રે ઘણા દેવો-દેવીઓએ એક મહાન અમૃતવર્ષી, સુગંધવષ, ચૂર્ણવષ, પુષ્પવર્ષા, સ્વર્ણવષ અને રત્નવર્ષા કરી. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરનો સકુશલ પ્રસવ કર્યો તે રાત્રિમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો તથા દેવીઓએ શ્રમણ ભગવાન મહાવીને પ્રસૂતિકર્મ કર્યું અને તીર્થકરાભિષેક કર્યો. જે સમયથી ભગવાન મહાવીર, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપમાં પધાર્યા, ત્યારથી જ તે કુળ વિપુલ ચાંદી, સોનું ધન, ધાન્ય, માણેક મોતી, ઉત્તમ શંખ, પોખરાજ, પ્રવાલ, આદિથી ખૂબખૂબ વૃદ્ધિ પામ્યું. એટલા માટે ભગવાનના માતાપિતાએ, આ વાત જાણીને દસ દિવસ વીતી ગયા પછી, શુચિ થઈ ગયા ત્યારે ઘણાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ બનાવડાવ્યાં અને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org