________________
૧૩૧
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ જે પુરુષો આચરણ કરે છે, તેઓ જ ઉસ્થિત છે અને સમ્યક પ્રકારે સમુત્થિત છે. ધર્મથી ભ્રષ્ટ થતાં એક બીજાને તેઓ જ પુનઃ ધર્મમાં પ્રવૃત્ત કરે છે.
[૧૩૭] પહેલાં ભોગવેલાં શબ્દાદિ વિષયોનું સ્મરણ ન કરવું આઠ પ્રકારના કમને દૂર કરવાની ઇચ્છા કરવી. મનને દૂષિત કરનારા શબ્દાદિ વિષયોમાં જે પુરુષ આસક્ત નથી, તે પુરુષ ધર્મધ્યાન અને રાગદ્વેષના ત્યાગરૂપ ધર્મને જાણે છે.
[૧૩૮] સંયમી પુરુષ ગોચરી આદિને માટે જાય ત્યારે કથા-વાત ન કરે, કોઈ પ્રશ્ન કરે તો નિમિત્ત આદિ ન બતાવે, વૃષ્ટિ તથા ધનોપાર્જનના ઉપાયો ન બતાવે, પરંતુ લોકોત્તર ધર્મને જાણીને સંયમાનુષ્ઠાન કરે, તેમજ કોઈ પણ વસ્તુ પર મમતા ન રાખે.
[૧૩] સાધુ પુરુષ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે. જેમણે આઠ પ્રકારના કર્મોને નાશ કરનાર સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ ઉત્તમ વિવેક જગતમાં પ્રસિદ્ધ થયેલ છે અને તેઓ જ ધર્મમાં અનુરક્ત છે.
[૧૪૦] સાધુ કોઈ પણ વસ્તુ ઉપર મમતા ન કરે. જે કાર્યમાં સ્વહિત રહેલ હોય તેમાં સદા પ્રવૃત્ત રહે. ઈન્દ્રિય તથા મનને ગોપવે. ધમર્થીિ બને. તેમજ તપમાં પોતાનું પરાક્રમ ફોરવી જિતેન્દ્રિય બની સંયમનું અનુષ્ઠાન કરે. કારણ કે સંસારમાં પરિભ્રમણ કરનારા જીવોને આત્મકલ્યાણ દુર્લભ હોય છે.
[૧૪૧] સમસ્ત જગતને જાણનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્ર વગેરેનું કથન કર્યું છે. નિશ્ચયથી જીવે તે પહેલાં સાંભળ્યું નથી અથવા સાંભળીને તે પ્રમાણે તેનું અનુષ્ઠાન કર્યું નથી.
[૧૪૨] પ્રાણીઓને કલ્યાણ-માર્ગની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે એવું જાણી તથા આ આહત ધર્મ બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે એવું સમજીને જ્ઞાનાદિ સંપન્ન ગુરદ્વારા ઉપદિષ્ટ માર્ગપર ચાલનારા અને પાપથી વિરત થએલા ઘણા પુરુષોએ આ સંસાર-સમુદ્રને પાર કર્યો છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૨-ઉદ્દેશો: ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયનઃ ૨-ઉદેસોઃ૩). [૧૪૩] કમર્સિવના કારણોને રોકી દેનાર ભિક્ષને અજ્ઞાન વશ જે કર્મ બંધાઈ ગયેલા હોય તે સત્તર પ્રકારના સંયમથી નષ્ટ થઈ જાય છે, આ રીતે નવા કર્મોને રોકનાર અને જૂનાં કમોને ક્ષય કરનાર પંડિત પુરુષ મરણને લાંઘીને મોક્ષ પ્રાપ્ત કરે છે.
[૧૪] જે પુરુષો સ્ત્રીઓથી સેવિત નથી, તેઓ મુક્ત પુરુષ જેવા છે, સ્ત્રી પરિત્યાગ પછી જ મુક્તિ મળે છે એમ જાણવું જોઇએ. જેણે કામભોગોને રોગ સમાન જાણી લીધા છે તે પુરુષની જ મુક્તિ થાય છે.
[૧૫] જેમ વ્યાપારી દૂર દેશથી ઉત્તમ રત્નો અને વસ્ત્રો વગેરે લાવે છે. તેને રાજા મહારાજાદિ ધારણ કરે છે, તે જ પ્રમાણે આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજન વિરમણ સહિત પાંચ મહાવ્રતો સાધુ પુરુષો જ ધારણ કરે છે.
[૧૪] આ લોકમાં જે પુરૂષો સુખશીળ છે-સ્તથા સમૃદ્ધિ, રસ અને સાતા. ગૌરવમાં મૂચ્છિત છે તેઓ ઈન્દ્રિયોથી પરાજિત દીન પુરુષ સમાન ધૃષ્ટતાપૂર્વક કામસેવન કરે છે. એવા માણસો કહેવા છતાં પણ સમાધિ-ને જાણતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org