________________
સ્થાન-૨, ઉદેસો-ર
૨૩૫ [૮૦] બે સ્થાનોથી આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. જેમકે- સમુદ્દઘાતરૂપ આત્મ સ્વભાવથી અવધી જ્ઞાની આત્મા અધોલોકને જાણે અને દેખે છે અને વૈક્રિય સમુદ્યાત કર્યા વિના આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાની સમુદ્ધાત કરીને અથવા સમુદ્ધાત કર્યા વિના જ અધોલોકને જાણે છે અને દેખે છે. એ પ્રમાણે તિર્યકલોકને જાણે છે અને દેખે છે, એ પ્રમાણે ઉર્ધ્વલોકને જાણે છે અને દેખે છે, એ પ્રમાણે પરિપૂર્ણલોકને જાણે છે અને દેખે છે. એ પ્રકારથી આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. જેમકે વૈક્રિય શરીર બનાવીને આત્મા અધોલોકને જાણે છે, દેખે છે વૈક્રિય શરીર બનાવ્યા વિના આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. (તાત્પર્ય એ છે કે) અવધિજ્ઞાની વૈક્રિય શરીર બનાવીને અથવા વૈક્રિય શરીર બનાવ્યા વિના પણ અધોલોકને જાણે છે અને દેખે છે. એ પ્રમાણે તિર્ધક લોક આદિ આલાપક સમજવા જોઇએ. બે પ્રકારે આત્મા શબ્દ સાંભળે છે જેમકે- દેશ રૂપથી આત્મા શબ્દ સાંભળે છે અને સર્વ રૂપથી પણ આત્મા શબ્દ સાંભળે છે. એ પ્રમાણે રૂપ દેખે છે, ગંધ સુંઘે છે, રસનું આસ્વાદિન કરે છે. સ્પર્શનો અનુભવ કરે છે.
બે પ્રકારે આત્મા પ્રકાશ કરે છે - (અવધિ આદિજ્ઞાનો વડે) દેશ રૂપથી આત્મા પ્રકાશ કરે છે. કવલજ્ઞાન વડે) સર્વ રૂપથી પણ આત્મા પ્રકાશ કરે છે. એ પ્રમાણે વિશેષ રૂપથી પ્રકાશ કરે છે એ પ્રમાણે દેશથી અને સર્વથી વૈક્રિય કરે છે. એ પ્રમાણે દેશથી એક યોગથી અને સર્વથી એટલે ત્રણેય યોગથી પરિચાર-મૈથુન કરે છે. એ પ્રમાણે ભાષા બોલે છે, આહાર કરે છે. પરિણમન કરે છે. વેદન કરે છે. નિરા કરે છે તે નવ સૂત્ર દેશ અને સર્વ બે પ્રકારથી જાણવા. બે પ્રકારે દેવ શબ્દ સાંભળે છે. જેમકે- દેવ દેશથી પણ શબ્દ સાંભળે છે. અને સર્વથી પણ શબ્દ સાંભળે છે યાવતુ નિર્જરા કરે છે. બે પ્રકારે મરુત. દેવ કહેલ છે જેમકે- એક શરીરવાળાં અને બે શરીરવાળા, વિગ્રહગતિની અપેક્ષાએ એક કામણ શરીરવાળા અને ઉપપાત પછી બે શરીરવાળા. અથવા ભવધારણીય શરીરની અપેક્ષા એ એક શરીરવાળા અને ઉત્તર વૈક્રિયની અપેક્ષા એ બે શરીરવાળા છે. અહીં તેજસશરીર કાર્પણમાં અન્તર્ગત સમજવું. એ પ્રમાણે કિન્નર, જિંપુરૂષ, ગંધર્વ, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર તે પણ એક શરીર અને બે શરીરવાળા સમજવા. બે પ્રકારે દેવ છે - એક શરીરવાળા અને બે શરીરવાળા. સ્થાનઃ ૨-ઉદેસોઃ ર-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
( સ્થાનઃ ૨-ઉસોઃ ૩ ) [૮૧] શબ્દ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભાષાશબ્દ નો-ભાષાશબ્દ, ભાષાશબ્દ બે પ્રકારના છે. જેમકે-અક્ષર સંબંધ અને નો-અક્ષર સંબંધ. નો-ભાષા શબ્દ બે પ્રકારનાં છે. જેમકે-આતોદ્ય (ઢોલ આદિનાં શબ્દ) નો-આતીદ્ય વાંસ આદિના ફાટવાથી થવાવાળા શબ્દો આતોદ્યશબ્દ બે પ્રકારના છે. જેમકે-તત (તારબંધ વીણા આદિથી થવાવાળા શબ્દો વિતત-નગારા આદિના શબ્દ, તતશબ્દ બે પ્રકારનાં છે જેમકે-ઘન તાલ આદિ વાદ્યોના શબ્દ. શુષિર-બંસુરી, શંખ આદિ મોંઢાથી વગાડવાવાળા વાદ્યના શબ્દ. આ પ્રમાણે વિતત શબ્દ પણ બે પ્રકારના જાણવા. નો-આતોદ્ય શબ્દ બે પ્રકારનાં છે. જેમકે ભૂષણ શબ્દ અને નો-ભૂષણ શબ્દ. નો-ભૂષણ શબ્દ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org