Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
..
૩૯૮
સમવાય-૧૬ સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. મહાશુક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સોળ સાગરોપમની છે. આવત, વ્યાવત, નંદાવર્ત, મહાનિંદાવર્ત, અંકુશ, અંકુશપ્રલંબ, ભદ્ર, સુબદ્ધ, મહાભદ્ર, સર્વતોભદ્ર, ભદ્રોત્તરાવતંસક આ
અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ સાગરોપમની છે. તેઓ સોળ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને સોળ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ સોળ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૬ નમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ]
(સમવાય-૧૭) [૪૨]અસંયમ સત્તર પ્રકારના કહ્યા છે. પૃથ્વીકાયઅસંયમ, અપૂકાયઅસંયમ તેજસ્કાયઅસંયમ, વાયુકાયઅસંયમ, વનસ્પતિકાયઅસંયમ, બેઈન્દ્રિયઅસંયમ, તે ઈન્દ્રિયઅસંયમ, ચૌઈન્દ્રિયઅસંયમ, પંચેન્દ્રિયઅસંયમ,અજીવકાયઅસંયમ, પ્રેક્ષાઅસંયમ, ઉàક્ષાઅસંયમ, અપહૃત્યઅસંયમ, અપ્રમાજનાઅસંયમ, મનઅસંયમ, વચનઅસંયમ, કાયઅસંયમ. સંયમ સત્તર પ્રકારના છે- પૃથ્વીકાયસંયમ, અપૂકાયસંયમ, તેજસ્કાયસંયમ વાયુકાયસંયમ, વનસ્પતિકાયસંયમ, બેઈન્દ્રિયસંયમ ઈન્દ્રિયસંયમ, ચૌઈન્દ્રિયસંયમ, પંચેન્દ્રિયસંયમ, અજીવકાયસંયમ, પ્રેક્ષાસંયમ, ઉપ્રેક્ષાસંયમ, અપહત્યસંયમ, પ્રાર્થનાસંયમ, મનસંયમ, વચનસંયમ, કાયસંયમ. માનુષોત્તર પર્વતની ઉંચાઈ સત્તરસો એકવીસ યોજનની છે. સમસ્ત વેલંધર અને અનુલંધર નાગરાજોના આવાસ પર્વતોની ઉંચાઈ સત્તરસો એકવીસ યોજનની છે. લવણ સમુદ્રના મૂળથી લઈને દમમાલા સુધીની ઉંચાઈ સત્તર હજાર યોજનની છે. આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂભાગથી થોડું અધિક સત્તર હજાર યોજનની ઉંચાઈ પર અંધાચારણ અને વિદ્યાચારણ મુનિઓની તિરછી ગતિ કહી છે.
ચમર અસુરેન્દ્રને તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત સત્તરસો એકવીસ યોજનની ઉંચાઈ વાળો છે. બલિ અસુરેન્દ્રના રૂચકેન્દ્ર ઉત્પાત પર્વતની ઉંચાઈ સારસો એકવીસ યોજનની છે. મરણ સત્તર પ્રકારના છે.-આવીચિમરણ, અવધિમરણ, આત્યંતિક મરણ, વડન્મરણ, વશાર્તમરણ, અંતઃશલ્યમરણ, તદ્દભવમરણ, બાલમરણ, પંડિતમરણ, બાલ-પંડિતમરણ, છદ્મસ્થમરણ, કેવલીમરણ, વૈહાયસમરણ, ગૃધ્ધપૃષ્ઠમરણ, ભક્ત પ્રત્યાખ્યાનમરણ, ઈગિનીમરણ, પાદોપગમનમરણ. સૂક્ષ્મસંપરાય ભાવમાં વર્તતા સૂક્ષ્મ સાપરાયિક ભગવાનને સત્તર પ્રકારની કર્મપ્રકૃતિઓનો બંધ હોય છેઅભિનિબોધિકજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચલું દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલદર્શનાવરણ, સાતાવેદનીય, યશોકીર્તિનામ, ઉચ્ચગોત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીયતરાય. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. ધૂપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિ- યકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે તમ પ્રભા પૃથ્વીના નૈરયિકોની જઘન્ય સ્થિતિ સત્તર સાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/4bcd242afc34737bda2676e6f03c728d4e2d60240bd88cdec74d8c9e1be75382.jpg)
Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468