Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 419
________________ સમવાય-૪૧ છે. મોહાલિકા વિમાન પ્રવિભક્તિના પ્રથમ વર્ગમાં ૪૧ ઉદ્દેશનકાલ છે. | સમવાય-૪૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] સમવાય-૪૨ [૧૧૮] શ્રમણ ભગવાન મહાવીર બેતાલીસ વર્ષના શ્રમણ પર્યાય પાળીને સિદ્ધબુદ્ધ-પરિનિવૃત્ત યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. જબૂદ્વીપના પૂર્વ ચરમાન્સથી ગોસ્તૂપ આવાસ પર્વતના ચરમાન્તનું અવ્યવહિત અંતર બેતાલીસ હજાર યોજનનું છે. દભાસ, શંખ અને દકસીમ પર્વતનું અંતર પણ ચારે દિશાઓમાં એટલું જ છે. કાલોદ સમુદ્રમાં બેતાલીસ ચંદ્ર અને બેતાલીસ સૂર્ય ત્રિકાલમાં પ્રકાશિત રહે છે. સંમૂર્છાિમ ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ બેતાલીસ હજાર વર્ષની છે. નામ કમ બેતાલીસ પ્રકારનું કહ્યું છે. ગતિનામ, જાતિનામ, શરીર, શરીરાંગોપાંગ, શરીરબંધનનામ, શરીરસંઘાતનનામ, સંઘયણ નામ, સંસ્થાન, વર્ણનામ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુનામ, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, ઉચ્છુવાસ, આતપનામ, ઉદ્યોત, વિહાયોગતિનામ, ત્રસનામ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપયપ્તિ, સાધારણ શરીર પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુસ્વર, આદેય, અનાદેય, યશકીર્તિ, અયશ-કીતિ, નિમણિનામ, તીર્થંકરનામ. લવણ સમુદ્રની આત્યંતર વેલાને બેતાલીસ હજાર નાગ દેવતા ધારણ કરે છે. મહાવિમાનપ્રવિભક્તિના બીજા વર્ગમાં બેતાલીસ ઉદેશનકાલ છે. પ્રત્યેક અવસપિણીના પાંચમા-છઠ્ઠા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. પ્રત્યેક ઉત્સર્પિણીના પહેલા-બીજા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. સમવાય-૪૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૪૩) [૧૧] કર્મવિપાકના તેતાલીસ અધ્યયનો છે. પહેલી, ચોથી અને પાંચમી આ ત્રણ પૃથ્વીઓમાં મળીને ૪૩ લાખ નારકાવાસ છે. જંબદ્વીપના પૂર્વદિશામાં આવેલ તદ્દન અંતિમ પ્રદેશથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વી ચરમાન્તનો અવ્યવહિત અંતર ૪૩000 યોજનાનું છે. એ જ પ્રમાણે દભાસ, શંખ અને દગ્નીમ પર્વતના ચરમાન્તનું અન્તર છે. મહાલિકાવિમાનપ્રવિભક્તિના ત્રીજાવર્ગમાં ૪૩ ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૪૪) [૧૨૦ દેવલોકથી ચુત ઋષિઓ દ્વારા ભાષિત ઋષિભાસિત આગમના ચુંમાલીસ અધ્યયનો છે. અરિહંત વિમલનાથ પછી ચુંમાલીસ યુગ પુરૂષ શિષ્ય-સિદ્ધ યાવતું સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. ધરણ નાગેન્દ્રના ચુંમાલીસ લાખ ભવનો છે. મહાલિકા વિમાનપ્રવિભક્તિના ચોથા વર્ગમાં ચુંમાલીસ ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468