Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 454
________________ સત્ર-૨૪૦ ૪૫૧ રચના હોવી જોઈએ તેવી પ્રમાણસરની રચનાવાળા છે. તેમાં કોઈપણ જગ્યાએ ખરબચડાપણું નથી. જેવી રીતે નાજુક સરાણ વડે પાષાણની પુત-ળીને સાફ કરવામાં આવે છે. એ જ રીતે એ ભવનો પણ સાફ છે. તેમાં કોઈપણ જગ્યાએ ધૂપનું તો નામનિશાન પણ નથી હોતું. તે ભવનો વિશાળ છે. અંધકાર રહિત હોય છે. વિશુદ્ધ-કલંક રહિત હોય છે. અંદર પ્રકાશયુક્ત હોય છે. તે ભવનોમાંથી પ્રકાશના કિરણો બહાર ફેંકાતા હોય છે. પ્રકાશિત કરનારા હોય છે. મનને પ્રસન્ન કરનારા છે. તેને જોનારને આંખ થાકતી નથી. તેથી દર્શનીય છે. અભિરૂપ છે, જ્યારે જુઓ ત્યારે તેમની શોભા અપૂર્વક લાગે છે, પ્રતિરૂપ છે. એવું એજ પ્રમાણે જે કમથી અસુરકુમારના આવાસો છે તેમ નાગકુમાર આદિ જાતિના ભવનાદિકોનું વર્ણન સમજવું. [૨૪૧-૨૪૪] હે ભદન્ત ! પૃથ્વીકાયિકોના નિવાસસ્થાન કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! પૃથ્વીકાયિકોના આવાસ અસંખ્યાત કહેલા છે. અપુ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં અસંખ્યાત સ્થાન છે. અને સાધારણ વનસ્પતિના અનંત સ્થાન છે. હે ભદન્ત ! વાણવ્યંતર દેવોના આવાસ કેટલા છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનો જે રત્નમય કાંડ છે તેની ઉંચાઈ એક હજાર યોજનની છે. તેની ઉપરનો એક સો યોજન પ્રમાણ ભાગ છોડીને અને નીચેનો એકસો યોજન પ્રમાણ ભાગ છોડીને વચ્ચેનું જે આઠસો યોજન પ્રમાણ ક્ષેત્ર રહે છે તે વ્યંતર દેવોના નગરરૂપ આવાસો છે. તે આવાસો ભૂમિગત છે. તે આવાસો તિરછા અસંખ્યાત યોજન સુધી છે. તેમની સંખ્યા લાખોની છે. તે ભૂમિગત વ્યંતરાવાસો બહારથી ગોળાકાર છે અંદરથી ચતુષ્કોણ છે. તે આવાસોનું વર્ણન પણ ભવનવાસીઓના આવાસો જેવું જ છે. પણ તેમના કરતાં વ્યંતર દેવોના આવાસોમાં આટલી વિશિષ્ટતા હોય છે તે વ્યંતરોના નગરો ધ્વજામાળોથી યુક્ત હોય છે. તે ભવનો પણ સરમ્ય, પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ હોય છે. " હે ભદન્ત ! જ્યોતિષ્ક દેવોના વિમાનવાસો કેટલા છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી સાતસો નેવું યોજન ઉપર જતાં જે ક્ષેત્ર આવે છે તેમાં એકસો દસ યોજનાની ઉંચાઈમાં તિરછા પ્રદેશમાં જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત વિમાનવામાં આવેલા છે. જ્યોતિષિક દેવોના તે વિમાનવાસો સમસ્ત દિવસોમાં ઘણાં વેગથી ફેલાતી પોતાની પ્રભાવડે શુભ ભાસે છે. ચંદ્રકાન્ત આદિ અનેક પ્રકારના મણિઓની તથા કર્કતના આદિ રત્નોની વિશિષ્ટ રચનાથી તેમની શોભા અપૂર્વ લાગે છે. તથા તે વિમાનવાસો પવનથી ઉડતી વિજયસૂચક વૈજયન્તી માળાઓથી અને ધ્વજાપતાકાઓથી અને ઉપરાઉપરી રહેલા વિસ્તીર્ણ છત્રોથી યુક્ત હોય છે. તેથી તેઓ પોતાનાં શિખરોવડે આકાશને અડતાં હોય એવા લાગે છે. તેમની બારીઓના મધ્યભાગમાં રત્નો જડેલા છે. જેવી રીતે ઘરમાં રાખેલી વસ્તુને ધૂળ આદિનો સંસર્ગ થતો ન હોવાથી, તે વસ્તુને ઘરમાંથી બહાર કાઢીએ ત્યારે નિર્મળ હોવાથી શોભી ઉઠે છે. એજ પ્રમાણે તે વિમાનવાસો પણ નિર્મળતાને લીધે શોભે છે. તે વિમાનવાસોના જે નાના શિખરો છે. તે મણિ અને કનકના બનાવેલા હોય છે. સો પાખડિઓવાળા વિકસિત કમળોથી, પુષ્પોથી અને રત્નમય અધચન્દ્રોથી તે વિમાનવાસો અપૂર્વ શોભાવાળા લાગે છે. વિમાનવાસો અંદર તથા બહાર મુલાયમ હોય છે. તેમના આંગણામાં તપ્ત સુવર્ણની રજ પાથરી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468