Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૪૩૪
સમવાય-પ્રકીર્ણક ત્રસ છે. અનંત સ્થાવર છે. જિનોક્ત જીવાદિ પદાર્થો, કે જે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, નિબદ્ધ-સૂત્રરૂપે ગ્રથિત છે. નિયુક્તિ હેતુ અને ઉદાહરણોથી યુક્ત છે. તે સઘળા જીવાદિક પદાર્થોનું આ સૂત્રમાં સામાન્ય અને વિશેષરૂપે, વચન પયયથી. અથવા નામાદિના ભેદથી કથન કરાયું છે, સ્વરૂપ પ્રદર્શન સહિત વર્ણન કરાયું છે, ઉપમાન ઉપમેય આદિ દ્વારા સમજાવવામાં આવેલ છે, અન્ય જીવોની દયાને માટે તથા ભવ્ય જીવોના કલ્યાણને નિમિત્તે વારંવાર નિશ્ચયપૂર્વક કહેવાયેલ છે. નિઃસંદેહપણે તેમની સ્થાપના થયેલ છે. તેમાં બતાવેલ ક્રિયા- અનુષ્ઠાનનું જે જીવ આચરણ કરે છે, તે આત્મસ્વરૂપ બની જાય છે, તેનો અભ્યાસ કરીને સમસ્ત પદાર્થનો જાણકાર બને છે, એટલે કે સ્વસમય તથા પરસમયનો જ્ઞાતા થઈ જાય છે.
આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-વ્રત શ્રમણ ધર્મ, સંયમ આદિની, કરણપિંડવિશુદ્ધિ, સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપે કરવામાં આવી છે, વચનરૂપ પયિથી અથવા નામાદિન ભેદથી તેમનું કથન કરાયું છે. સ્વરૂપનું કથન કરીને તેમની સારી રીતે વિવેચના કરવામાં આવી છે. ભવ્યજીવોના કલ્યાણની ભાવનાથી તેમનું વારંવાર કથન કરાયું છે. તથા ઉપનય અને નિગમના એ બન્નેની દ્રષ્ટિએ તેમની સ્થાપના શિષ્યોની મતિમાં એવી રીતે કરવામાં આવી છે કે તેમના મનમાં કોઈપણ પ્રકારનો સંદેહ રહેવા પામે નહીં. એ પ્રમાણે “આયારો” નું સ્વરૂપ જાણવું.
[૨૧] હે ભદન્ત! સૂયગડોનું સ્વરૂપ શું છે?
સૂયગડોમાં સ્વસિદ્ધાંતની પ્રરૂપણા કરવામાં આવે છે, પરસિદ્ધાંતની પ્રરૂપણા કરાય છે, સ્વસિદ્ધાંત અને પર- સિદ્ધાંતની પ્રરૂપણા કરાય છે, જીવોની પ્રરૂપણા કરાય છે, અજીવોની પ્રરૂપણા કરાય છે, જીવ અને અજીવની પ્રરૂપણ કરાય છે, લોકની પ્રરૂપણા કરાય છે, અલોકની પ્રરૂપણા કરાય છે. લોકાલોકની પ્રરૂપણા કરાય છે. તેમાં જીવ, અજીવ, પુણ્ય,પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થોનું પ્રરૂપણ કરવામાં આવે છે. તથા અલ્પકાળના દીક્ષિત કુત્સિત સિદ્ધાંતના મોહથી મોહિત મતિવાળા કુસમયના સંસર્ગ યુક્ત મતિવાળા શ્રમ- ણોના પાપકર મલિન મતિગુણને નિર્મળ કરવાને માટે એકસો એંસી ક્રિયાવાદીઓ, ચોર્યાસી પ્રકારના અક્રિયાવાદીઓ, સડસઠ પ્રકારના અજ્ઞાનવાદીઓ અને બત્રીસ પ્રકારના વૈયિકો-એ ત્રણસો ત્રેસઠ પાખંડીઓના મતોનું આ સૂત્રકતાંગમાં ખંડન કરીને સ્વસિદ્ધાંત સ્થાપિત કરાય છે. તથા પરમતના ખંડને માટે અને સ્વમતની સ્થાપનાને માટે અનેક પ્રકારના દ્રષ્ટાંત વચનોની મદદથી અને હેતુવચનોદ્વારા પરમતની નિસારતા અને સ્વમતની અખંડનીયતાને સારી રીતે દર્શાવનાર વિશેય જીવાદિ પદાર્થોનું સુગમતાથી જ્ઞાન થાય, એ હેતુથી વિસ્તારપૂર્વક અનેક પ્રકારે વર્ણનયુક્ત તથા “આ પદનો આ પ્રમાણે અર્થ થાય છે.” એ પ્રમાણે નિશ્ચયપૂર્વકના કથનયુક્ત મોક્ષને પંથે આવવા સમ્યગ્દર્શન આદિમાં જીવોને પ્રવૃત્ત કરનાર દોષરહિત અને ગુણસહિત, અતિશય અજ્ઞાનરૂપ અંધકારમય દુર્ગમ તત્ત્વમાર્ગમાં પ્રકાશક હોવાથી દીપકસમાન, સિદ્ધિ-મોક્ષની પ્રાપ્તિ, શ્રેષ્ઠ પ્રાસાદનાં 'ગથિયા સમાન તથા પરમતવાદિઓદ્વારા સદા અખંડનીય એવા સૂત્ર અને અર્થનું અહીં કથન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468