________________
સૂત્ર-૧૨૧
સમવાય-૪૫
[૧૨૧] સમયક્ષેત્ર લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૪૫-લાખ યોજનનો કહ્યો છે. સીમંતક નારકાવાસ લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૪પ-લાખ યોજનનો છે. એજ પ્રમાણે ઉડ્ડ વિમાનની લંબાઈ-પહોળાઈ છે. ઇષત્ પ્રાક્ભાર પૃથ્વીની લંબાઈ પહોળાઈ પણ તેટલીજ - છે. અરિહંત ધર્મનાથ ૪૫ ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતથી લવણ સમુદ્રનું અવ્યવહિત અંતર ચારે દિશામાં ૪૫-૪૫ હજાર યોજનનું છે. અઢી દ્વીપવાળા બધા નક્ષત્રો ચંદ્રની સાથે ૪૫- મુહૂર્તનો યોગ કરતા, કરે છે અને ક૨શે.
[૧૨૨] ઉત્તરાફાલ્ગુની,ઉત્તરાષાઢા,ઉત્તરાભાદ્રપદ,પુનર્વસુ,રોહિણી,વિશાખા, આ છ નક્ષત્રો પણ એમ જ સમજવા.
[૧૨૩] મહાલિકાવિમાનપ્રવિભક્તિના પાંચમાવર્ગમા ૪૫ ઉદ્દેશન- કાળ છે. સમવાય - ૪૫ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
સમવાય-૪૬
[૧૨૪] દૃષ્ટિવાદના માતૃકાપદ છેતાલીસ છે. બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર છેતાલીસ છે. વાયુકુમારેન્દ્ર પ્રભંજનના છેતાલીસ લાખ ભવનાવાસો છે.
સમવાય - ૪૬ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
સમવાય-૪૭
[૧૨૫] જ્યારે સૂર્ય સંપૂર્ણ આભ્યન્તર મંડળમાં ભ્રમણ કરે છે ત્યારે ૪૭૨૬૩ યોજન તથા એક યોજનના ૬૦ ભાગમાંથી ૨૧ ભાગ દૂરથી જંબૂદ્વીપમાં રહેલા મનુષ્યોની ચક્ષુઇન્દ્રિયનો વિષય બને છે. સ્થવિર અગ્નિભૂતિ સુડતાલીસ વર્ષ ગૃહવાસમાં રહીને મુંડિત તેમજ પ્રવ્રુજિત થયા.
સમવાય-૪૭• ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
27
૪૧૭
સમવાય-૪૮
[૧૨૬] પ્રત્યેક ચક્રવર્તીના અડતાલીસ હજાર પત્તન હોય છે. અરિહંત ધર્મનાથના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા. સૂર્ય વિમાનનો વિસ્તાર એક યોજનના એકસઠ ભાગમાંથી અડતાલીસ ભાગ જેટલો છે.
સમવાય- ૪૮-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
સમવાય-૪૯
[૧૨૭] સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા ઓગણપચાસ અહોરાત્રિમાં એકસો છન્નુ ભિક્ષા આહાર લઇને સૂત્રોક્ત વિધિથી આરાધિત થાય છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય ઓગણપચાસ રાત્રિમાં યૌવન સંપન્ન બની જાય છે. તેઇન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ રાત્રિ દિવસની કહી છે.
સમવાય - ૪૯ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org