Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 400
________________ ૯૯૭ સૂત્ર-૩૭ ભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. [૩૭]ચત્ર તથા આસો માસમાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે. વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુઓ કહી છે. મનુષ્યના પંદર પ્રકારના પ્રયોગ હોય છે–સત્યમનપ્રયોગ, મૃષામન પ્રયોગ,સત્યમૃષામનપ્રયોગ, અસત્યામૃષામન પ્રયોગ, સત્યવચન પ્રયોગ, મૃષાવચન પ્રયોગ, સત્યમૃષા વચન પ્રયોગ, અસત્યામૃષા વચન પ્રયોગ, ઔદારિક શરીર કાય પ્રયોગ ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, વૈકિય શરીર કાય પ્રયોગ, વૈકિય મિશ્ર શરીર કાય પ્રયોગ, આહારક શરીર કાય પ્રયોગ, આહારક મિશ્ર શરીર કાય પ્રયોગ, કામણ શરીર કાય પ્રયોગ. આ રત્ન પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર સાગરોપમની છે. કેટલાક અસુરકમાર દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર સાગરોપમની છે. નંદ, સુનંદ, નંદાવર્ત, નંદપ્રભ, નંદકાન્ત, નંદવર્ણ, નંદલેશ્ય નંદધ્વજ, નંદકંગ, નંદવર્ણ, નંદલેશ્ય, નંદધ્વજ, નંદશૃંગ, નંદશ્રેષ્ઠ, નંદકુટ, નંદોત્તરાવતંસક આ બાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમની હોય છે. તેઓ પંદર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તેઓને પંદર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે, કે જેઓ પંદર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૫,નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૬) | [૩૮]સૂયગડો નો જે પહેલો શ્રુતસ્કંધ છે તેના સોળમાં અધ્યયનનું નામ “ગાથાષોડશક” છે. યથા-સમય, વૈતાલીય, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રી-પરિજ્ઞા, નરક વિભક્તિ, મહાવીર સ્તુતિ, કુશીલ પરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, માથા તથ્ય, ગ્રંથ, સમીકીય, ગાથાષોડશક, કષાય સોળ છે-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાન, ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. [૩૯-૪૦) મેરૂપર્વતના સોળ નામ છે-મંદર, મેરૂ, મનોરમ, સુદર્શન, સ્વયંપ્રભુ, ગિરિરાજ, રત્નોચ્ચય, પ્રિયદર્શન, લોકમધ્ય, લોકનાભિ, અર્થ, સૂયવર્ત, સૂર્યાવરણ, ઉત્તર, દિગાદિ અવતંસક. [૪૧]પુરૂષોમાં આદાનીય પાર્શ્વનાથ અરિહંતની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા સોળ હજારની હતી. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ કહી છે. અમરેન્દ્ર અને બલેન્દ્રની અવતારિકાલયનો ની લંબાઈ-પહોળાઈ સોળ હજાર યોજનની છે. લવણ સમુદ્રના મધ્યમભાગમાં વેલાની વૃદ્ધિ સોળ હજાર યોજનની છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468