________________
સ્વાનન્હ
સ્થાન પર આવે અને માર્ગમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરે. પ્રશ્રવણપ્રતિક્રમણ-મૂત્રને પરઠવીને પૂર્વવત ઇત્પરિક પ્રતિક્રમણથોડા કાલનું પ્રતિક્રમણ યથાવત્કથિક પ્રતિક્રમણમહાવ્રત ગ્રહણઅથવા ભક્તપરિજ્ઞાપ્રત્યાખ્યાન યત્કિંચિત્ મિથ્યાપ્રતિક્રમણ-જે મિથ્યા આચરણ થયું હોય તેનું પ્રતિક્રમણ. સ્વાઘ્નાન્તિક પ્રતિક્રમણ-સ્વપ્ન સંબંધી પ્રતિક્રમણ.
[૫૦]કૃતિકા નક્ષત્રના છ તારા છે— આશ્લેષા નક્ષત્રના છે તારા છે.
[પ૯૧]જીવોએ છ સ્થાનોમાં અર્જીત પુદ્દગલોને પાપકર્મ રૂપે એકત્રિત કર્યા છે.એકત્રિત કરે છે. અને એકત્રિત કરશે. જેમકે–પૃથ્વીકાયમાં રહીને-યાવત્ ત્રસકાયમાં રહીને. પૂર્વોકત રૂપે અર્જિત પુદ્દગલોને પાપ કર્મના રૂપમાં ચય કર્યો છે. ઉપચય કર્યો છે. બંધ કર્યો છે. ઉદીરણા કરી છે. વેદન કર્યું છે. અને નિર્જરા કરી છે. છ પ્રદેશી સ્કંધો અનંત છે. આકાશના છ પ્રદેશમાં અવગાઢ પુદ્દગલો અનંત છે. છ સમયની સ્થિતિવાળા પુદ્દગલો અનંત છે. કાળાગુણ-યાવત્ - છ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે.
સ્થાનઃ ૬ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
સ્થાનઃ ૭
[૫૯૨] ગણને છોડવાના સાત કારણો છે.– હું બધા ધર્મોને પ્રાપ્ત કરવા ઈચ્છું છે અને તે ધર્મો ને હું અન્ય ગણમાં જઈને જ પ્રાપ્ત કરી શકીશ જેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. મને અમુક ધર્મ પ્રિય છે અને અમુક ધર્મ પ્રિય નથી, તેથી હું ગણ છોડીને અન્ય ગણમાં જવાં ઈચ્છું છું. બધા ધર્મોમાં મને સંદેહ છે, તેથી સંશયનિવારણાર્થ હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. અમુક ધર્મો માં મને સંશય છે અને કોઈ ધર્મ માં સંશય નથી, તેથી હું સંશયનિવારણાર્થ અન્ય ગણમાં જવા ઈચ્છું છું. બધા ધર્મોની વિશિષ્ટ ધારણોઓને હું (શિખડાવવા) ઈચ્છું છું. આ ગણમાં એવો કોઈ યોગ્ય પાત્ર નથી જેને શિખડાવું તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું કોઈક ધર્મો (પૂર્વોકત ધારણાઓ) ને દેવા ઈચ્છું છું અને કોઈક ધર્મો (પૂર્વોકત ધારણાઓ) ને દેવા નથી ઈચ્છતો, તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. પ્રભો હું એકલ વિહારની પ્રતિમા ધારણ કરીને વિચારવા ઈચ્છું છું.
૩૨૯
[૫૩] વિભંગજ્ઞાન સાત પ્રકારે કહેલું છે.-એક દિશામાં લોકાભિગમ, પાંચ દિશામાં લોકાભિગમ, જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયાને દેખવાથી અને કર્મને નહિ દેખવાથી જીવ ક્રિયાવરણ છે, એવી માન્યતા, બાહ્ય આત્યંતર પુદ્દગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવી માન્યતા, બાહ્ય આત્યંતર પુદ્ગલથી રહિત શરીરવાળો જીવ છે એવી માન્યતા જીવ રૂપી છે એવી માન્યતા,વાયુ વડે કંપનાર પુદ્ગલના સમૂહને દેખવાથી સમસ્ત વસ્તુઓ જીવરૂપ જ છે, એવા નિશ્ચયવાળું સાતમું વિભંગજ્ઞાન. સાત પ્રકારના વિભંગજ્ઞાનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
પ્રથમ વિભંગજ્ઞાન-કોઈ તથારૂપ શ્રમણ માહન એક દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અથવા ઉત્તર દિશામાંથી કોઈ એક દિશામાં અથવા યાવત્ ઉપર સૌધર્મ દેવલોક સુધી દેખે છે. તો જે દિશામાં તેને લોક જોયો છે તે દિશામાં લોક છે અન્ય દિશામાં નથી એવી તેને પ્રતીતિ થાય છે અને તે માનવા લાગે છે કે મને જ અનુત્તર જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે બીજાને એમ કહે છે કે જે લોકો પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org