Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૩૭૪
ઠાણે-૧૦-૯૨૯ અમૂર્તમાં મૂર્તિની બુદ્ધિ, મૂર્તમાં અમૂર્તની બુદ્ધિ.
[૩૦]ચંદ્રપ્રભ અહંન્ત દશ લાખ પૂર્વનું પૂણયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. ધર્મનાથ અહંન્ત દશ લાખ વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. નેમિનાથ અહંન્ત દશ હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું પૂણયુિ ભોગવીને છઠ્ઠી તમા પૃથ્વીમાં નૈરયિક રુપમાં ઉત્પન્ન થયા. નેમિનાથ અહંત દશ ધનુષ ઉંચા હતા અને દશ સો વર્ષનું પૂણયુિ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. કૃષણ વાસુદેવ દશ ધનુષના ઉંચા હતા અને દશ સૌ વર્ષનું પૂર્ણાયુ ભોગવી ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થયા.
[૩૧-૯૩૨]ભવનવાસી દેવ દશ પ્રકારના છે. જેમકે–અસુરકુમાર યાવતુ. સ્વનિતકુમાર, આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચૈત્યવૃક્ષો છે. જેમકે –અશ્વત્થસપ્તપર્ણ, શાલ્મલી, ઉંબર, શિરીષ, દધિપ, વંજુલ, પલાશ, કરેણ વૃક્ષ.
[૯૩૩-૯૩૪]સુખ દશ પ્રકારના છે. જેમકે આરોગ્ય, દીઘયિ, ધનાઢય થવું, ઈચ્છિત શબ્દ અને રૂપ પ્રાપ્ત થવું, ઈચ્છિત ગંધ, રસ અને સ્પર્શને પ્રાપ્ત થવું, સંતોષ,
જ્યારે જે વસ્તુની આવશ્યકતા હોય ત્યારે તે વસ્તુને પ્રાપ્ત થઈ જાય, શુભ ભોગ પ્રાપ્ત થવા, નિષ્ક્રમણ-દીક્ષા, અનાબાધ-મોક્ષ
[૯૩૫]ઉપઘાત દશ પ્રકારના છે. જેમકે– ઉદ્દગમ ઉપઘાતઆધાકમદિ સોળ ગૃહસ્થ સંબંધી લાગતા દોષ વડે ચારિત્રનું વિરાધવું. ઉત્પાદનોપઘાત-ધાત્રીપિંડાદિ સોળ સાધુ સંબંધી લાગતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. એષણા ઉપઘાત-શંકિતાદિ દશ ઉભયથી (સાધુ ગૃહસ્થ બને વડે) થતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. વસ્ત્ર પાત્રાદિની શોભા કરવાવડે પરિકર્મઉપઘાત. અકલ્પનીય ઉપકરણ સેવનવડે પરિહરણા ઉપઘાત. પ્રમાદથી જ્ઞાનનો ઉપઘાત. શંકાદિ વડે સમકિતનો ઉપઘાત. સમિતિ પ્રમુખના ભંગવડે ચારિત્રનો ઉપખાત, અપ્રીતિવડે વિનય વગેરેનો ઉપઘાત. શરીરાદિમાં મૂછવડે અપરિગ્રહવ્રતનો ઉપઘાત તે સંરક્ષણોપઘાત. વિશુદ્ધિ (ચારિત્રની નિર્મળતા) દસ પ્રકારની કહેલી છે. જેમકે ઉદ્ગમવિશુદ્ધિ, ઉત્પાદનવિશુદ્ધિ, યાવત્ સંરક્ષણવિશુદ્ધિ.
[૩૬]સંકલેશ દશ પ્રકારના છે. જેમકે ઉપસિંકલેશ, ઉપાશ્રયસંકલેશ, કષાયસંકલેશ, ભક્તપાનસંકલેશ, મનસંકલેશ, વચનસંકલેશ, કાયસંકલેશ, જ્ઞાનસંકલેશ, દર્શનસંકલેશ, ચરિત્ર સંકલેશ. અસંકલેશ દશપ્રકારના છે. જેમકે-ઉપસિંકલેશ યાવચારિત્ર અસંકલેશ.
[૯૩૭બલ દશ પ્રકારના છે, જેમકે શ્રોત્રેન્દ્રિયબલ યાવતુ સ્પર્શેન્દ્રિયબલ જ્ઞાનબલ, દર્શનબલ, ચારિત્રબલ, તપોબળ, વીર્યબલ.
૯િ૩૮-૯૩૯]સત્ય દશ પ્રકારના છે. જનપદસત્ય-દેશની અપેક્ષાએ સત્ય. સમ્મતસત્ય- બધાને સમ્મત સત્ય. સ્થાપના સત્ય-જેમ બાળકવડે લાકડામાં ઘોડાની સ્થાપના. નામસત્ય-જેમ દરિદ્રીનું “ધનરાજ નામ. રૂપસત્ય-કોઈ કપટીનો સાધુવેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468