________________
૨૪૨
ઠા- ૨૩/૯૬ મહાવપ્ર, બે વપ્રાવતી, બે વલ્સ, બે સુવલ્યુ, બે ગંધિલ, બે ગંધિલાવતી, ચક્રવર્તી વિજય-રાજધાનીઓ બે ક્ષેમા. બે ક્ષેમપુરી, બે રિટા, બે રિટાપુરી, બે ખડી, બે મંજુષા, બે ઔષધિ, બે પીંજરિકિણી, બે સુસીમા, બે કુંડલા, બે અપરાજિતા, બે પ્રભંકરા, બે અંકાવતી, બે પદ્માવતી, બે શુભા, બે રત્ન. સંચયા, બે અશ્વપુરા, બે સિંહપુરા, બે મહાપુરા, બે વિજયપુરા, બે અપરાજિતા, બે અપરા, બે અશોકા, બે વીત શોકા, બે વિજ્યા, બે વૈજયંતી, બે જયંતી, બે અપરાજિતા, બે ચક્રપુરા, બે ખડુગપુરા, બે અવધ્યા, બે અયોધ્યા, મેરૂ પર્વત પર વન ખંડ બે ભદ્રશાલ વન, બે નંદનવન, બે સૌમનસ વન, બે પંડકવન, મેરૂ પર્વત પર શિલા, બે પાંડુ કંબલ શિલા, બે અતિશિલા બે રક્તકંબલ શિલા, બે અતિરક્તકંબલ શિલા. બે મેરૂપર્વત, બે મેરૂપર્વતની ગુલિકા.
[૯૭] કાલોદધિ સમુદ્રની વેદિકા બે કોસ ઉંચાઈવાળી છે. પુષ્કરવરદ્વીપાઈની પૂર્વાર્ધમાં મેરૂ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્રો કહેલ છે, જે અતિતુલ્ય છે. તેના નામ ભારત અને ઐરવત. એ પ્રમાણે બે કુરુ સુધી બધુ પૂર્વોક્ત કહેવું. યાવતુ-દેવકર અને ઉત્તરકુરૂ. ત્યાં અતિ વિશાલ બે મહાકુમ કહેલ છે તેનાં નામ કૂટશાલ્મલી અને પદ્મ વૃક્ષ. ત્યાં બે દેવો છે. ગરૂડ વેણુદેવ અને પચાવતુ- ત્યાં મનુષ્ય છ પ્રકારના કાળનો અનુભવ કરતા રહે છે. અહીંયા સુધી પૂર્વવત્ કહેવું. પુષ્કરવર દ્વિીપાધના પશ્ચિમાર્યમાં અને મેરુ પર્વતની ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્રો છે. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. વિશેષતા એ છે કે ત્યાં કૂટશાલ્મલી અને મહાપા વૃક્ષ છે અને દેવ ગરૂડ (વેણુદેવ) અને પુંડરિક છે. પુષ્કરવરદ્વીપાર્ધમાં બે ભરત અને બે ઐરાવત ઈત્યાદિ, યાવત-બે મેરુ અને બે મેરુચૂલિકાઓ છે. પુષ્કરવરદ્વીપની વેદિકા બે કોસની-ઊંચી છે. બધા દ્વીપ સમુદ્રોની વેદિકાઓ બે કોસઉંચાઈવાળી કહેલ છે.
[૯૮] દશ ભવનપતિનાં વીસ ઈન્દ્ર- અસુરકુમાર જાતિમાં બે છે-ચમર અને બલી. નાગકુમારોમાં બે છે-ધરણેન્દ્ર અને ભૂતાનન્દ. સુવર્ણકુમારેદ્ર બે છે- વેણુદેવ અને વેણુદાલી. વિદ્યુતકુમારોમાં બે ઇન્દ્ર છે- હરિ અને હરિસહ. અગ્નિકુમારોમાં બે છે- અગ્નિશિખ અને અગ્નિમાણવ. દ્વીપકુમારે બે છે- પુર્ણ અને વિશિષ્ટ. ઉદધીકુમારોમાં બે ઈન્દ્ર છે-જલકાન્ત અને જલપ્રભ. દિકકુમારેન્દ્ર બે છે- અમિતગતિ અને અમિતવાહન. વાયુકુમારેન્દ્ર બે છે- વેલમ્બ અને પ્રભંજન. સ્વનિતકુમારેન્દ્ર બે છે- ઘોષ અને મહાઘોષ. સોળ વ્યારોના બત્રીસ ઈન્દ્ર. પિશાચેન્દ્ર બે છે- કાલ અને મહાકાલ, ભૂતોમાં બે ઇન્દ્ર છેસુરૂપ અને પ્રતિરૂપ. યક્ષેન્દ્ર બે છે- પૂર્ણભદ્ર અને મણિભદ્ર. રાક્ષસોમાં બે ઇન્દ્ર છે- ભીમ અને મહાભીમ. કિન્નરેન્દ્ર બે છે- કિન્નર અને કિંજુરષ. કિંગુરુષોમાં બે ઇન્દ્ર છે- સત્વરુપ અને મહાપુરુષ. મહોરગેન્દ્ર બે છે- અતિકાય અને મહાકાય. ગંધર્વોમાં બે ઇન્દ્ર છે- ગીતરતિ અને ગીતયશ. અણપનિકેન્દ્ર બે છે- સન્નિહિત અને સામાન્ય. પણપનિકેન્દ્ર બે છે. - ઘાત અને વિહોત. ઋષિવાદિ% બે છે.- ઋષિ અને ઋષિપાલક. ભૂતાવાદિન્દ્ર બે છે.- ઈશ્વર અને મહેશ્વર. કન્દ્રિતેન્દ્ર બે છે. -સુવત્સ અને વિશાલ. મહાક્રન્દ્રિતેન્દ્ર બે છેશ્વેત અને મહાશ્વેત પતંગેન્દ્ર બે છે- પતંગ અને પતંગપતિ. જ્યોતિષ્ક દેવોનાં ઈદ્ર છેચંદ્ર અને સૂર્ય. બાર દેવલોકના દશ ઈન્દ્ર- સૌધર્મ અને ઇશાન કલ્પમાં બે ઈન્દ્ર કહેલ છે-શક્ર અને ઈશાન. સનકુમાર અને મહેન્દ્રમાં બે ઈન્દ્ર કહેલ છે - સાનકુમાર અને મહેન્દ્ર. બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં બે ઇન્દ્ર છે-બ્રહ્મ અને લાન્તક, મહાશુક્ર અને સહસ્ત્રાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org