________________
૩૦૮
ધ-૪૪૩૮૩ [૩૮૩ સંજ્ઞા ચાર પ્રકારની છે. જેમકે- આહારસંશા ભયસંજ્ઞા મૈથુન સંજ્ઞા પરિગ્રહસંશા. ચાર કારણોથી આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. પેટ ખાલી હોવાથી, સુધાવેદનીય કર્મનો ઉદય હોવાથી, આહારકથાનું શ્રવણ કરવાથી, નિરંતર ભોજનની ઈચ્છા કરવાથી. ચાર કારણોથી ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. અલ્પ શક્તિ હોવાથી, ભયવેદનીય કર્મના ઉદયથી, ભયલાગે તેવી વાત સાંભળવાથી. ભયોત્પાદક કથાઓનું સ્મરણ કરવાથી. ચાર કારણોથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે- શરીરમાં રક્ત અને માંસની વૃદ્ધિ થવાથી, મોહનીય કર્મના ઉદયથી, કામ કથા સાંભળવાથી, પૂર્વે ભોગવેલા. ભોગોનું સ્મરણ કરવાથી. ચાર કારણોથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. પદાથ નો સંગ્રહ કરવાથી, લોભમોહનીય કર્મનો ઉદયથી, હિરણ્ય સુવર્ણ આદિને જોવાથી ધન કંચનનું વારંવાર સ્મરણ કરવાથી.
૩૮૪] કામ ચાર પ્રકારના છે. શૃંગાર, કરુણ, બીભત્સ, રૌદ્ર. કામવાસના “શૃંગાર” પ્રધાન મનુષ્યોની કામવાસના “કરુણા” પ્રધાન તિર્યંચોની કામવાસના બીભત્સ” પ્રધાન છે નૈરયિકોની કામવાસના “રોદ્ર પ્રધાન છે.
[૩૮૫] પાણી ચાર પ્રકારના કહેલ છે- એક પાણી થોડું હોવાથી છિછરું છે પરંતુ સ્વચ્છ છે. એક પાણી થોડું ઊંડું છે પરંતુ મલિન છે. એક પાણી બહુજ ઊંડું છે પરંતુ સ્વચ્છ છે. એક પાણી બહુજ ઊંડું છે પરંતુ મલિન છે. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના કહેલ છેએક પુરુષ બાહ્ય ચેષ્ટથી અગંભીર છે અને તુચ્છ હ્રય વાળો છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી તુચ્છ છે પરંતુ ગંભીર દય છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી ગંભીર છે પરંતુ તુચ્છ દયવાળો છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી ગંભીર અને ગંભીર ર્દયવાળો છે. પાણી ચાર પ્રકારના છે જેમકે કોઈક પાણી છીછરું છે અને છીછરા જેવું દેખાય છે. કોઈક છીછરું છે પણ સાંકડા સ્થાન વિશેષથી ઊંડું દેખાય છે. કોઈક અગાધ પાણી છે પણ વિસ્તારવાળા
સ્થાનને લઈ છીછરું દેખાય છે. કોઈક અગાધ છે અને અગાધ ગંભીર) દેખાય છે. આ પ્રમાણે પુરુષ ચાર પ્રકારનો છે. એક પુરૂષ તુચ્છ પ્રકૃતિવાળો છે અને તુચ્છ દેખાય છે. એક પુરૂષ પ્રકૃતિથી તુચ્છ છે પરંતુ બાહ્ય વ્યવહારથી ગંભીર છે. એક પુરૂષ ગંભીર પ્રકૃતિવાળો છે પણ બાહ્ય વ્યવહારથી તુચ્છ જેવો દેખાય છે. એક પુરૂષ ગંભીઅકતિ છે અને બાહ્ય વ્યવહારથી ગંભીર છે.
ઉદધિ (સમુદ્ર) ચાર પ્રકારના છે, જેમકે- સમુદ્રનો એક દેશ છીછરો છે અને છીછરો દેખાય છે. સમુદ્રનો એક ભાગ છીછરો છે પરંતુ બહુ જ ગહેરા જેવો પ્રતીત થાય છે. સમુદ્રનો એક ભાગ બહુ જ ગહેરો છે. પરંતુ છીછરા જેવો પ્રતીત થાય છે. સમુદ્રનો એક ભાગ બહુ જ ગહેરો છે અને ગહેરો જેવો પ્રતીત થાય છે. આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષો છે- કોઈ પુરૂષ તુચ્છ હોય છે અને તુચ્છ દેખાય છે. કોઇક તુચ્છ હોય અને ગંભીર દેખાય. કોઈક ગંભીર હોય પણ તુચ્છ દેખાય. કોઈક ગંભીર હોય અને ગંભીર દેખાય. ચાર પ્રકારના સમુદ્રો કહેલા છે- કોઇક સમુદ્ર તુચ્છ છે અને તુચ્છ જેવો દેખાય છે. કોઇક તુચ્છ છે પણ ગંભીર જેવો દેખાય છે. કોઇક ગંભીર છે પણ તુચ્છ જેવો દેખાય છે. કોઇક સમુદ્ર ગંભીર અને ગંભીર જેવો દેખાય છે. આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષો કહેલ છેપૂર્વોક્ત ઉદક સૂત્રની સમાન ભાંગા કહેવા.
[૩૮] તરકના ચાર પ્રકાર છે - એક તરક "હું સમુદ્રમાં તરીશ” એવો વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org