________________
સ્થાન-૪, હસો -૪
૩૦૯ કરીને સમુદ્રને તરે છે. એક તક “હું સમુદ્રમાં તરીશ” એમ વિચારે છે પણ ગોષ્પદ ને તરે છે. એક તરફ “હું ગોષ્પદમાં તરીશ” એવો વિચાર કરીને સમુદ્રમાં તરે છે. એક તરક “હું ગોષ્પદમાં તરીશ” એમ વિચારીને ગોદમાં જ તરે છે. તાત્પર્ય એ છે કે કોઈ માણસ સમુદ્ર સમાન સર્વ વિરતિને પાળવાનો સંકલ્પ કરે છે અને તેનું પાલન પણ કરે છે. કોઈ સર્વ વિરતિ પાળવાનો સંકલ્પ કરીને પણ ગોષ્પદ સમાન દેશવિરતિનું જ પાલન કરે છે. તરકના ચાર પ્રકાર છે, જેમકે- એક તરફ એકવાર સમુદ્રને તરીને ફરી સમુદ્રને તરવામાં અસમર્થ થાય છે. એક તરફ એકવાર સમુદ્રને તરીને બીજીવાર ગોપદને તસ્વામાં પણ અસમર્થ થાય છે. એક તરત એકવાર ગોપદને તરીને ફરી સમુદ્રને પાર કરવામાં અસમર્થ થાય છે. એક તરત એક્વાર ગોપદને તરીને ફરી ગોપદને પાર કરવામાં પણ અસમર્થ થાય છે. કોઈ પુરૂષ એક વાર મોટું કાર્ય કરીને ફરી કાર્ય કરવા અસમર્થ બની જાય છે. કોઈ મોટું કાર્ય કરીને પછી નાનકડું કાર્ય પણ કરી શકતો નથી. ઈત્યાદિ. પ્રકારે આ ચૌભંગીઓ જાણવી.
૩િ૮૭] કુંભના ચાર પ્રકાર કહેલ છે - એક કુંભ પૂર્ણ (ટેલ ફૂટેલ નથી) અને પૂર્ણ (મધ ધૃત આદિથી ભરેલો) હોય છે. એક કુંભ પૂર્ણ પરંતુ ખાલી હોય છે. એક કુંભ પૂર્ણ-મધ આદિથી ભરેલો હોય પરંતુ અપૂર્ણ (તૂટેલ ફૂટેલ) હોય છે. એક કુંભ અપૂર્ણ છે (તૂટેલ ફૂટેલ) છે અને અપૂર્ણ છે (ખાલી) છે. એવી જ રીતે ચાર પ્રકારના પુરૂષ કહેલા છેકોઈ પુરૂષ જાત્યાદિ ગુણવડે પૂર્ણ અને જ્ઞાનાદિ ગુણવડે પણ પૂર્ણ છે. કોઈ જાત્યાદગુણવડે પૂર્ણ છે પણ જ્ઞાનાદિ ગુણથી હીન છે. કોઈ જાત્યાદિ ગુણવડે હીન છે પણ જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ છે. કોઈ જાત્યાદિવડે હીન અને જ્ઞાનાદિ ગુણથી પણ હીન છે. કુંભમાં આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે- એક કુંભ પૂર્ણ છે અને જોનારને પૂર્ણ જેવો દેખાય પણ છે. એક કુંભ પૂર્ણ છે પરંતુ જોનારને અપૂર્ણ જેવો દેખાય છે. એક કુંભ અપૂર્ણ
છે પરંતુ જનારને પૂર્ણ જેવો દેખાય છે. એક કુંભ અપૂર્ણ છે અને જોનારને અપૂર્ણ જેવો દેખાય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો છે- એક પુરૂષ ધન વિગેરેથી પૂર્ણ છે અને તેનો ઉપયોગ કરવાથી પૂર્ણ જેવો દેખાય છે. એક પુરૂષ (ધનાદિવડે) પૂર્ણ છે પરંતુ તેનો ઉપયોગ ન કરવાથી અપૂર્ણ (ધનહીન) જેવો દેખાય છે. એક પુરૂષ અપૂર્ણ છે. (ધનાદિથી પૂર્ણ નથી, પરંતુ સમયે-સમયે તેનો ઉપયોગ કરવાથી પૂર્ણ (ધની) જેવો દેખાય છે. એક પુરૂષ અપૂર્ણ છે (ધનાદિથી પૂર્ણ નથી) અને અપૂર્ણ જેવો દેખાય પણ છે.
કુંભ ચાર પ્રકારના છે.- એક કુંભ પૂર્ણ છે (લાદિથી પૂર્ણ છે) અને પૂર્ણ રૂપ છે. (સુન્દર છે.) એક કુંભ પૂર્ણ છે પરંતુ અપૂર્ણ રૂપ છે (કુરૂપવાળો છે). એક કુંભ (જલાદિ વડે) અપૂર્ણ છે પરંતુ સુંદર રૂપ વાળો છે. એક કુંભ (લાદિવડે) અપૂર્ણ અને અપૂર્ણ રૂપવાળો છે. (અસુંદર) છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે.- એક પુરૂષ જ્ઞાનાદિ વડે પૂર્ણ અને પવિત્રરૂપ- રજોહરણાદિ વિશિષ્ટ વેષવાળો છે. એક પુરૂષ જ્ઞાનાદિ વડે પૂર્ણ છે પણ અપૂર્ણ રૂપવાળો - દ્રવ્ય લિંગથી રહિત છે. એક પુરૂષ જ્ઞાનાદિ ગુણથી રહિત છે પણ દ્રવ્યલિંગયુક્ત છે. એક પુરૂષ બન્નેથી અપૂર્ણ છે ચાર પ્રકારના કુંભ કહેલા છે.- એક કુંભ પૂર્ણ (જલાદિથી) છે અને સુંદર રૂપવાળો છે. એક કુંભપૂર્ણ છે પરંતુ તુચ્છ રૂપવાળો છે. એક કુંભ અપૂર્ણ છે પરંતુસુંદર રૂપવાળો છે. એક કુંભ અપૂર્ણ છે અને અસુંદર છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરુષ ધન અથવા કૃતાદિ વડે પૂર્ણ છે. અને ઉદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org