________________
સ્થાન-૩, ઉસો-૧
ર૫૩ ર્પિણી કાળમાં ત્રણ વંશ (ઉત્તમપુરષોની પરમ્પરા) ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જેમ કે અહંન્તવંશ, ચક્રવર્તી-વંશ અને દશાર્વવંશ. એ પ્રમાણે અર્ધ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્ધ સુધી કથન સમજવું. જમ્મુ- દ્વીપના ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અસર્પિણી કાળમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા, ઉત્પન્ન થાય છે, અને ઉત્પન થશે. જેમ કે અહંન્ત, ચક્રવર્તી, અને બલદેવ-વાસુદેવ. એ પ્રકારે અધપુષ્કરદ્વિપના પશ્ચિમાર્ધ સુધી જાણવું, ત્રણ પ્રકારના પુરુષો યથાયુષનું પાલન કરે છે. અહંન્ત, ચક્રવર્તી અને વાસુદેવ. ત્રણ પ્રકારના મહાપુરુષો મધ્યમાયુનું પાલન કરે છે. જેમ કેઅહંન્ત, ચક્રવર્તી અને બલદેવ-વાસુદેવ.
[૧૫૨] બાદર તેજસ્કાયના જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રની કહેલી છે. બાદર વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની કહેલી છે.
[૧પ૩ હે ભદન્ત? શાલિ. (ઉત્તમ ચાવલ) વ્રીહિ (સામાન્ય ચાવલ) ઘઉં, જવા યવયવ, વિશેષ પ્રકારના જવ) આ ધાન્યોના કોઠામાં સુરક્ષિત રાખવા પર, પલ્ય માં સુરક્ષિત રાખવા પર, મંચપર સુરક્ષિત રાખવા પર ઢાંકણું લગાવીને લીપીને દરેક તરફ લીંપીને રેખાદિવડે લાંછિત કરવા પર, માટીની મુદા લગાડીને રાખવા પર, સારી રીતે બન્ધ રાખવા પર કેટલા કાલ સુધી યોનિ રહે છે. એટલે સંભાળીને રાખવા પર કેટલા કાલ સુધી આ ધાન્યો યોનિભૂત રહી શકે છે. જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી યોનિભૂત રહે છે. ત્યાર પછી યોનિ પ્લાન થઈ જાય છે, પછી ધ્વાભિમુખ થઈ જાય છે. નષ્ટ થઈ જાય છે અને યોનિવિચ્છેદ થઈ જાય છે.
[૧૫૪] બીજા શર્કરપ્રભા નરક-પૃથ્વીના નારકોની ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્રીજી વાલમપ્રભા પૃથ્વીમાં નારકોની ત્રણ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે.
[૧પપ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ કહેલ છે. ત્રણ નરક-પૃથ્વીઓમાં નારકોને ઉષ્ણવેદના કહેલ છે. જેમ કે-પહેલા, બીજા અને ત્રીજા નરકમાં. ત્રણ પૃથ્વીઓમાં નારકજીવો ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. જેમ કે-પ્રથમ, બીજી અને ત્રીજી નરકમાં.
[૧૫]લોકમાં ત્રણમાં સમાન પ્રમાણ વાળા સમાન પાર્શ્વવાળા અને બધી વિદિશાઓમાં પણ સમાન કહેલ છે. જેમકે- અપ્રતિષ્ઠાન નરક, જંબૂદ્વીપ અને સવર્થસિદ્ધ મહાવિમાન. લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા સમાનપાર્થવાળા અને દરેક વિદિશાઓમાં સમાન કહેલ છે. જેમ કે-સીમાન્તક નરક, સમયક્ષેત્ર અને ઈષતુ પ્રાભાર પૃથ્વી.
[૧પ૭] ત્રણ સમુદ્ર પ્રકૃતિથી ઉદકરસવાળા કહેલ છે. જેમ કે-કાલોદધિ, પુષ્કરોદધિ અને સ્વયંભૂરમણ. ત્રણ સમુદ્ર ઘણા મજ્યાદિવાળા કહ્યા છે. તે આ પ્રમાણે - લવણ - કાલોદધિ અને સ્વયંભૂરમણ.
૧૫૮] શીલરહિત, વ્રતરહિત, ગુણરહિત મયદિારહિત પ્રત્યાખ્યાન પૌષધઉપવાસ આદિ નહિ કરવાવાળા ત્રણ પ્રકારની વ્યક્તિ મૃત્યુને સમયે મરી નીચે સપ્તમી નરકના અપ્રતિષ્ઠાન નામના નાનકવાસમાં નારક રૂપથી ઉત્પન્ન થાય છે. રાજાચક્રવર્તી, વાસુદેવ આદિ, માન્ડલિક રાજા (સામાન્ય રાજા) તથા મહારંભ કરવાવાળા કુટુમ્બી સુશીલ, સુવતી, સદગુણી મર્યાદાશીલ, પ્રત્યાખ્યાન પૌષધ ઉપવાસ કરવાવાળી ત્રણ પ્રકારની વ્યક્તિ મૃત્યુના સમયે મરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org