________________
૧૯૪
સૂયગડો-૨/૨/- ૭૦ તે ભાગ્યશાળી મહાત્માઓ માટે કોઈ પણ જગ્યાએ પ્રતિબન્ધ નથી. પ્રતિબન્ધ ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે-ઈડાથી ઉત્પન્ન થનાર હંસ મોર આદિથી, બચ્ચા રૂપે ઉત્પન્ન થનાર હાથી આદિના બચ્ચાથી તથા નિવાસસ્થાનથી અને પાટ-પાટલા આદિ ઉપકરણોથી. આ ચારમાંથી કોઈ પણ પ્રતિબન્ધ તેમને વિહારમાં હોતો નથી, તેઓ કોઇ પણ દિશામાં જવા ઈચ્છા કરે ત્યાં પ્રતિબંધ રહિત ચાલ્યા જાય છે. તે પવિત્ર સ્ક્રયવાળા, પરિગ્રહથી રહિત, બંધનહીન બનીને પોતાના આત્માને તપ અને સંયમથી ભાવિત કરતા વિચરે છે.... તે ભાગ્યશાળી મહાત્માઓની સંયમનિવહિ માટે એવી જીવિકા હોય છે જેમકે એક દિવસનો ઉપવાસ, બે દિવસના ઉપવાસ, ત્રણ, ચાર, પાંચ તથા છ દિવસના ઉપવાસ, અર્ધમાસના ઉપવાસ, એક માસના ઉપવાસ, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ માસના ઉપવાસ કરે છે. તે સિવાય કોઇ કોઇ શ્રમણો અભિગ્રહધારી હોય છે, જેમકે-ભાજન-પાત્રમાંથી બહાર કાઢેલ આહાર ગ્રહણ કરે, કોઈ ભાજનમાં નાખેલ આહારને ગ્રહણ કરે. કોઈ ભાજનમાંથી કાઢી ફરી ભાજનમાં નાખેલ આહારને ગ્રહણ કરે છે. કોઈ અત્ત પ્રાન્ત આહાર લેવાનો અભિગ્રહ કરે છે. કોઇ રૂક્ષ આહારને ગ્રહણ કરે. કોઈ નાના મોટા બધા ઘરેથી ભિક્ષા ગ્રહણ કરે, કોઈ ખરડાયેલા હાથે આપે તો જ ગ્રહણ કરે. કોઈ ન ખરડાયેલા હાથથી આપે તો લે છે. કોઈ જે અન્નવાળો અથવા શાકવાળો હાથ કે ચમચો હોય તેનાથી જ ખરડાયેલ હાથ અથવા ચમચાથી, કોઈ જોયેલી ભિક્ષા; કોઈ જોયા વિના ભિક્ષા લે છે, કોઈ પૂછીને લે છે. કોઈ પૂછ્યા વિના લે છે કોઈ તુચ્છ આહાર લે છે. કોઈ અતુચ્છ આહાર લે છે. કોઈ અજ્ઞાત જ આહાર લે છે. કોઈ અજ્ઞાત માણસ પાસેથી તો કોઈ દેનારની પાસે રાખેલ આહાર લે છે. કોઈ દત્તિની સંખ્યા ગણીને આહાર લે છે. કોઈ રાંધેલો આહાર લે છે. કોઈ પરિમિત આહાર લે છે. કોઇ ભુંજેલો આહાર લે છે. કોઇ રસવત નીરસ-વિરસ એવો આહાર લે છે. કોઈ સૂકો-લુખો-તુચ્છ આહાર લે છે. કોઈ અન્ત પ્રાન્ત આહારે જીવન ચલાવે છે. કોઈ આયંબીલ કરે છે. કોઈ મધ્યાહ્ન, પછી ગોચરી કરે છે. કોઈ ઘી-દૂધ, ગોળ ખાંડ આદિ વિગયા રહિત આહાર કરે છે. સર્વ મહાત્માઓને સા, સર્વદા માંસ-મદ્યનો ત્યાગ હોય છે. હંમેશ સરસ આહાર પણ કરતા નથી. તેઓ હંમેશા કાયોત્સર્ગ કરે છે. પડિમાઓનું હંમેશા તેઓ સુંદર પાલન કરે છે. ઉત્કટ આસન ઉપર બેસે છે. વીરાસન, દંડાસન, લંગડાસન વગેરે આસન લગાવીને ભૂમિ ઉપર બેસે છે. અનાવરણ અને ધ્યાનસ્થ રહે છે. શરીરે ખજવાળ આવે તો પણ જરા માત્ર ખજવાળતા નથી, ઘૂંક બહાર કાઢતા નથી. વિશેષ ઔપપાતિક સૂત્રથી જાણવું. વળી તે મહાત્માઓ વાળ, દાઢી, મૂછ, રોમ, નખ વિગેરે શરીરના સર્વ સંસ્કારોથી રહિત રહે છે.
તે ધર્મનિષ્ઠ સાધુ પુરુષો આ પ્રમાણે ઉગ્ર વિહાર કરે છે. ઘણા વર્ષો સુધી રૂડી રીતે દીક્ષાનું પાલન કરે છે. તેમના શરીરમાં રોગ વિગેરેની બાધા ઉત્પન્ન થતાં કે રોગ ઉત્પન્ન ન થતાં પણ ઘણા સમય સુધી અનશન કરે છે. ઘણા સમયના ભક્તપાનનો છેદ કરે છે. અનશનનો છેદ કરી ત્યાર બાદ જેની પ્રાપ્તિ માટે નગ્ન અને મુંડ રહેવું સ્નાન, દતમંજન છત્ર પગરખા વગેરે ન પહેરવા તથા ભૂમિ અને પાટિયા ઉપર સૂવું, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, ઘર ઘરથી ભિક્ષા માગવી તથા જેના માટે માન અપમાન. અવહેલના, નિંદા, અવજ્ઞા, ભત્સન, તર્જના, તાડન તથા અમનોશ વચન આદિ બાવીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org