________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૫,
૧૬૯ [૨૪] જે જીવ મનુષ્યભવ ગુમાવી દે છે તેને ફરીથી બોધિની પ્રાપ્તિ મુશ્કેલ છે. કારણ કે સમ્યદર્શનની પ્રાપ્તિ યોગ્ય દયના પરિણામો થવા દુર્લભ છે, જે ધર્મની વ્યાખ્યા કરી શકે, અને ધર્મપ્રાપ્તિ માટે યોગ્ય છે તેઓને શુભ લેશ્યા (અંતઃકરણની શુભ પરિણતિ)ની પ્રાપ્તિ થવી પણ કઠિન છે.
[૨૫-૬૨૬] જે મહાપુરુષ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે છે અને તેજ પ્રમાણે આચરણ કરે છે, તેઓ સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી તેમને જન્મ લેવાની વાત પણ શાની હોય ? પુનરાગમન રહિત મોક્ષમાં ગયેલ જ્ઞાની પુરુષો કદીય સંસારમાં ઉત્પન્ન થઇ શકે ? સર્વ પ્રકારની કામનાઓથી રહિત તીર્થંકર ગણધર આદિ મહાપુરુષ જગતના સર્વોત્કૃષ્ટ નેત્ર (પથદર્શક) છે.
[૬૨૭-૨૮] કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત સંયમ નામનું સ્થાન સૌથી પ્રધાન છે. પંડિત પુરુષો તેનું પાલન કરીને સંસારનો અંત કરે છે અને નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાની પુરુષ કર્મનું વિદારણ કરવામાં સમર્થ વીર્યને મેળવીને પૂર્વકૃત કર્મનો નાશ કરે અને નવીન કર્મ ન કરે.
[૨૯] કર્મોનો વિનાશ કરવામાં સમર્થ વીરપુરુષ, બીજા જીવો દ્વારા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને યોગના નિમિત્તથી પ્રાપ્ત થનારા કમનું ઉપાર્જન કરતા. નથી. કારણ કે પહેલાં કરેલાં કમોંના પ્રભાવથી જ નવાં કર્મો કરવામાં આવે છે, તે પુરુષ આઠ પ્રકારના કર્મોને છોડીને મોક્ષની સન્મુખ થયેલા છે.
[૩૦] સમસ્ત સાધુ પુરુષો દ્વારા માન્ય જે સંયમ છે તે શલ્યને કાપનાર છે. તે સંયમની આરાધના કરીને ઘણાં આત્માઓએ સંસાર-સાગરને પાર કર્યો છે અર્થાત મોક્ષ મેળવ્યો છે અથવા દેવલોક પ્રાપ્ત કર્યો છે.
[૩૧] ભૂતકાળમાં ઘણા ધીર પુરુષો થઈ ગયા અને ભવિષ્યમાં પણ થશે, તે બધા અતિદુર્લભ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું અનુષ્ઠાન કરીને તથા તે માર્ગ પ્રગટ કરીને સંસારથી પાર થયા છે. એમ હું કહું છું. અધ્યયન-૧૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
( અધ્યયન-૧૬-ગાથા ) [૩૨] ભગવાને કહ્યું-પહેલા પંદર અધ્યયનોમાં કહેલા ગુણોથી યુક્ત સાધુ ઈન્દ્રિયો અને મનનું દમન કરનાર હોવાથી દાંત હોય, મુક્ત થવા યોગ્ય હોવાથી દ્રવ્ય હોય, શરીરની વૈયાવચ્ચ નહિ કરનાર હોવાથી વ્યસૃષ્ટકય હોય. તેને માહન, શ્રમણ, ભિક્ષ અથવા નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું- હે પૂજ્ય! જે પુરુષ દાંત, મુક્તિ જવા યોગ્ય તથા શરીરની વૈયાવચ્ચના ત્યાગી છે તે શામાટે માહન, શ્રમણ, ભિક્ષુ અથવા નિગ્રંથ કહેવા યોગ્ય છે? હે મહામુનિ ! આપ મને એ બતાવો. ભગવાન ઉત્તર આપે છે. તે સંયમી પુરુષ સર્વ પાપ કમથી વિરત થયેલો છે, તથા તે રાગદ્વેષ, કલહ, કોઈને જૂઠો દોષ દેવો, ચુગલી કરવી, નિંદા કરવી, સંયમમાં ખેદ કરવો અને અસંયમમાં પ્રેમ રાખવો, પરને ઠગવું અને જૂઠું બોલવું તેમજ મિથ્યાદર્શન શલ્ય વગેરે પાપ કર્મોથી દૂર થયો છે. તથા પાંચ ગુપ્તિઓથી ગુપ્ત છે, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે, સદા ઇન્દ્રિયોને જીતનાર છે. કોઈ ઉપર ક્રોધ નથી કરતો, માન નથી કરતો, તેથી તે માહન કહેવાય છે. જે સાધુ પૂર્વોક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org