Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 148 દસયાલિયં-૩-૩૨ કરવામાં મારું શ્રેય છે ? ગુરુએ કહ્યું - હ. હે ભગવન્! ક્યું ષડ જીવનિકા નામનું અધ્યયન કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાનથી જાણીને સારી રીતે કહ્યું છે? પ્રરૂપણા કરી છે? જેમાં સુંદર ધર્મની પ્રજ્ઞપ્તિ છે. એવું આ અધ્યયન જાણવું મારે શ્રેયસ્કર છે? આ ષડૂ જીવનિકા નામનું અધ્યયન કાશ્યપગોત્રી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી એ સ્વયં જ્ઞાનથી જાણીને સારી રીતે પ્રરૂપેલ છે કહેલ છે. તે ધમપ્રસતિરૂપ અધ્યયનનું કરવું અને કલ્યાણકારી છે. તે આ પ્રમાણે, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય સંબંધી જીવો, શસ્ત્ર પરિણત સિવાય-અથત કોઈ પણ સ્વકાય કે પરકાયથી અચિત થયા પૂર્વે તે પૃથ્વી સચિત અર્થાત્ જીવંત છે. તેમજ જુદા જુદા અનેક જીવો પણ તેંમાં હોય છે. તે જ રીતે શસ્ત્ર પરિણત અથત અન્ય કોઈ પણ રીતે અચિત થયા પૂર્વે તે અપૂકાય તેઉકાય. વાયુકાય અને વનસ્પતિ કાય એ ચારે પણ ચેતના લક્ષણવાળા એટલે કે સચિત્ત કહેલા છે. અને આ ચારેમાં પણ બીજા અનેક જીવો કહ્યા છે, બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીકાયાદિ પાંચે પોતે તો સચિત છે જ તદુપરાંત તેમાં અન્ય પણ અનેક જીવોની પૃથક સત્તા કે અસ્તિત્વ છે. તે વનસ્પતિના અનેક ભેદો છે. તે આ પ્રમાણે :- અગ્રેબીજ, મૂળબીજ, પર્વબીજ, અંઘબીજ, બીજ રૂહ, સંમૂર્ણિમ તથા તૃણ અને વેલ. સ્થાવરકાયથી ભિન્ન ત્રસકાય હિાલતા-ચાલતા] જીવો પણ અનેક પ્રકારના કહ્યા છે. અંડજ ઇંડાથી ઉત્પન્ન થવાવાળા જીવ પક્ષી વગેરે, ગર્ભથી પોત-કોથળી સહિત ઉત્પન થનારા જીવ પોતજ કહેવાય છે, જેમકે-હૂસ્તી વગેરે. ગર્ભથી જરાય સહિત જન્મ લેનાર જીવ તે જરાયુજ, જેમકે-ગાય ભેંસ, મનુષ્ય વગેરે. દુધ, દહીં, મઠો. ઘી આદિ તરલ પદાર્થ રસ કહેવાય છે. તે જ્યારે બગડી જાય છે ત્યારે તેમાં જ જીવો ઉત્પન્ન થાય છે તે “રસજ કહેવાય છે, જેમકે - બે ઈદ્રિય વગેરે. પસીનો-દેહમલના નિમિત્તથી જે જીવ ઉત્પન્ન થાય તે “સંસ્વેદજ કહેવાય છે, જેમકે - હું, માકડ, આદિ. શીત, ઉષ્ણ આદિનું નિમિત્ત મળવાથી- આસપાસના- પરમાણુઓથી જે જીવ ઉત્પન્ન થઈ જાય છે તે “સંમૂર્ણિમ’ કહેવાય છે. જેમકે :- શલભ, દેડકાં, માખી, કીડી વગેરે. ભૂમિને ફોડીને જે જીવ ઉત્પન્ન થાય છે તે “ઉદભિજ' કહેવાય છે, તે તીડ પતંગ, વગેરે. દિવ્યશૈયા આદિમાં ઉત્પન્ન થાય તે જીવ “ઔપપાતિક' કહેવાય છે. જેમકે દેવ અને નારક આ બધા ત્રસ જીવો છે. તેઓના લક્ષણ. આ પ્રમાણે છે:- કોઈ પ્રાણીઓનું સન્મુખ આવવું, પાછું જવું, સંકોચાઈ જવું, વિસ્તૃત થવું, શબ્દોચ્ચાર કરવો ભયબ્રાન્ત થવુ, ત્રાસ પામવો, પલાયન કરી જવું, આગમ અને ગમન કરવું ઈત્યાદિ ક્રિયાઓ છે અને જે ગતિઆગતિના વિજ્ઞાતા છે. આ ત્રસ જીવો છે. જે કીડા કુંથવા વગેરે બેઈન્દ્રિયવાળા. કીડી વગેર ત્રણ ઈન્દ્રિયવાળા, પતંગ, ભ્રમરા વગેરે ચતુરિન્દ્રિયવાળા જીવો તથા પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ યોનિના જીવ તેમજ સર્વ નારક, સર્વ મનુષ્ય અને સર્વ દેવતાઓ, એ બધા પંચેન્દ્રિયના જીવો કહેવાય છે. એ સર્વે પ્રાણી પરમસુખના ઈચ્છુક છે. તે બધા જીવોનો આ છઠ્ઠો જીવનિકાય તે‘ત્રસકાય' નામથી ઓળખાય છે. ૩િ૩}આ છકાય જીવોની સ્વયં હિંસા કરે નહીં એટલે દંડ આરંભવો નહીં, બીજા પાસે દડ આરંભાવવો નહિ તેમજ જે કોઈ બીજા દડ આરંભતા (હિંસા કરતા) હોય તેને અનુમોદન આપવું નહિ. હે ભગવાન્ ! હું જીવન પર્વત મન, વચન, અને કાયાએ અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50