Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ 65 અધ્યયન- 7 સાગરમાં પડે છે. કારણ કે તીર્થંકરભગવંતો વિભૂષા સંબંધી (સંકલ્પવિકલ્પ કરનારા) મનને બહુ કર્મબંધનનો હેતુ માને છે અને તેથી જ સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરનારાં સંયમીઓ તેનું મન દ્વારા પણ સેવન કરતા નથી.. રિ૯૨] મોહરહિત, વસ્તુસ્વરૂપને યથાર્થપણને જોનારા અને સંયમ, સરલતા, તથા તપમાં રક્ત નિરંથો પુર્વે કરેલાં પાપોને નાશ કરે છે અને નવાં પાપોને ઉપાર્જન કરતા નથી. આત્માને વિશુદ્ધ બનાવે છે. [23] હંમેશાં ઉપશાંત, મમતારહિત, અકિંચન આત્મ વિદ્યાને પ્રાપ્ત થયેલા, યશસ્વી તથા દરેક નાનામોટા જીવોનું પોતાની સમાન રક્ષણ કરનારા તેવાં સંયમીઓ શરદ ઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન કર્મમળથી વિશુદ્ધ થઈને સિદ્ધ ગતિ પામે છે અથવા સ્વલ્પ કર્મ શેષ રહ્યાં હોય તો ઉચ્ચ પ્રકારના દેવલોકના વિમાનોને પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે હું તમને) કહું છું. | અધ્યનનઃ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન સાતમું-વાચશુદ્ધિ) [294] પ્રજ્ઞાવાનું ભિક્ષુ (સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર) આ ચારેય પ્રકારની ભાષાના સ્વરૂપને જાણીને તે પૈકી બે પ્રકારની સિત્ય અને વ્યવહાર) ભાષાવડે વિનય શીખે, પરંતુ અસત્ય અને મિશ્ર આ બે પ્રકારની ભાષાને સર્વથા બોલે. f295-29(c) પ્રજ્ઞાશીલ સંયમી સત્ય ભાષા પણ જો બોલવા યોગ્ય ન હોય તો. બોલે નહિ તેમજ મિશ્ર ભાષા અને મૃષાભાષા તીર્થકરોએ અનાચીર્ણ કહી છે. માટે તેવી ભાષાને બુદ્ધિમાનું સાધુઓ બોલે નહિ બુદ્ધિમાન ભિક્ષુ અસત્યમૃષા [વ્યવહાર] ભાષા તથા સત્યભષા પણ પાપરહિત, અકર્કશ (કોમળ) અને સંદેહ રહિત હોય તેજ વિચારીને બોલે. તે ધીરપુરુષ તેવી પૂર્વોક્ત અનુજ્ઞાન અસત્યામૃષા ભાષા પણ ન બોલે જે પોતાના આશયને આ અર્થ છે કે અન્ય અર્થ છે એ રીતે સંદિગ્ધ બનાવી દે. [298] સત્ય પદાર્થના આકાર - વેષને ધારણ કરનાર અસત્ય પદાર્થને સત્ય રૂપે પણ જે સાધક બોલે છે તે પાપકર્મથી બંધાય છે. તો જાણી જોઇને જુઠું બોલે તેના પાપનું તો પૂછવું જ શું? [299-304] અમે અવશ્ય આવતા કાળે જઈશું, અમે કહીશું જ, અમારૂં અમુક કાર્ય થશેજ અથવા અમુકજ થવાનું છે, હું જ તે કરીશ, આ માણસજ તે કરશે વગેરે ભાષાઓ કે જે ભવિષ્ય કે વર્તમાનમાં શંકાસ્પદ છે તેવી ભાષાને પણ નિશ્ચયાત્મક રીતે સંયમી ન બોલે. તેમજ ભૂતકાળ વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જે પદાર્થના. સ્વરૂપને જાણતો ન હોય, તેના વિષયમાં “આ આવું જ છેઆ રીતે સાધુએ ક્યારેય કથન કરવું ન જોઈએ. તેમજ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળને વિષે જે કાર્ય પરત્વે શંકા હોય તે સંબંધમાં તે એમજ છે' એવું વચન ન કહે. પરંતુ ભૂત ભવિષ્ય તથા વર્તમાનકાળમાં જે વસ્તુ સંશય રહિત હોય તેને જ “આ પદાર્થ આમ છે વગેરે કહે. [૩૦પ-૩૦૬] બીજા જીવોની લાગણી દુભાય તેવી હિંસક તથા કઠોર ભાષા સત્ય હોય તો પણ તે ન બોલે, કારણ કે તેવી વાણીથી પાપનું આગમન થાય છે. કાણાને ‘ઓ કાણા,’ નપુંસકને “એ નપુંસક' રોગીને “એ રોગી” અને ચોરને “એ ચોર,’ એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50