Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ 170 દસયાલિયં- 8-369 નાકનો મળ, પરસેવો અન્ય શરીરનો મળ વગેરે અશુચિ પદાર્થોને પરઠવે ત્યાગે. [369-373] પાણી આહારાદિ માટે ગૃહસ્થના ઘેર જાય ત્યારે (સંયમીમુનિ) ત્યાં યત્નાપૂર્વક ઊભું રહેવું જોઈએ, તથા પ્રમાણપૂર્વક અને આવશ્યકતાનુસાર બોલવું જોઇએ, તેમજ:- ઘરમાં રહેલા સ્ત્રી વર્ગ પરિવાર વગેરેનાં સૌંદર્ય ઉપર મન મુગ્ધ કરવું ન જોઇએ ભિક્ષુ ઘણું પોતાના કાનેથી સારું નરસું સાંભળે છે તથા આંખોથી સારું નરસું રૂપ જુએ છે પરતું બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. સારું નરસું જે સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને આઘાત ઉત્પન્ન થાય તેવું સંયમી પુરુષ કદી ન બોલે. તેમજ ગૃહસ્થને યોગ્ય વ્યવહાર સાધુ આચરે પણ નહિ કોઈના પૂછવાથી કે અણપૂછે કદી પણ ભિક્ષુ ભિક્ષાના સંબંધમાં આ રસાળ છે કે રસહીન છે. આ ગામ સારું છે કે ખરાબ છે અથવા આજે સારો લાભ થયો કે ન થયો એવો કદાપી નિર્દેશન કરે સંયમી ભોજનમાં આસક્ત ન થાય. અને જ્ઞાત અજ્ઞાતકલોમાં સમાન ભાવથી ગોચરી જાય. મૌનપણે જે કંઈ મળે તેમાં સંતોષ માને. પરંતુ પોતાના નિમિત્તે ખરીદી કરીને લાવેલ ભિક્ષાદિ હોય તો તેમજ ઉદેશિક તથા સન્મુખ લાવેલ આહારાદિ હોય, તે લાવીને ભોગવે નહિ [37] સાધુએ અલ્પમાત્ર પણ અનાદિ પદાર્થોનો સંગ્રહ કરવો ન જોઈએ તે મુધાજીવી, અલિપ્ત અને જનપદ આશ્રિત રહે (ગામ કે નગર આશ્રિત ન રહે.) [37] અલ્પ ઇચ્છુક મુનિ-રૂક્ષવૃતિ સુસંતુષ્ટ- અલ્પાહારથી તૃપ્ત થનાર હોય. જિનેશ્વરના વિશ્વવલ્લભ શાસનને સાંભળીને કદીપણ આસુરત્ત્વ-ક્રોધી ન થાય. [37] જે શબ્દ કણેન્દ્રિયને સુખરૂપ છે, તેઓને સાંભળીને સાધુ રાગભાવ ન કરે, અને દારૂ એવું કર્કશ સ્પર્શ અથવું કઠોર સ્પશને સમભાવથી સહન કરે. [377] જે સાધુ અદીનભાવે ભૂખ, તૃષા, ઠંડી, ગરમી, દુશધ્યા વિષમ ભૂમિ, અરતિ (ચિંતા) તથા સિંહ ઇત્યાદિ પશુઓ કે માનવોથી ઉત્પન્ન થયેલો ભય, આ બધા કષ્ટોને પ્રસન્ન ચિત્તે સહી લે તો સાધુને મોક્ષ રૂપ મહાફળની પ્રાપ્તિ થાય છે. [378] સૂર્યાસ્ત થયા બાદ જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાંસુધી રાત્રિમાં આહારાદિ પદાર્થોને ભોગવવાની ઈચ્છા સાધુઓ મનથી પણ ન કરે. [379-382] સંયમી ગુસ્સાથી શબ્દનો તણતણાટ ન કરે તેમજ અચપળ, ભોજનમાં પરિમિત, અલ્પભાષી અને ભોજન કરવામાં દત્ત બને. કદાચ દાતા અલ્પ આહાર આપે તો તે થોડું મેળવીને તેની નિન્દા કરે નહિ. સાધુ કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર ન કરે અને પોતાની પ્રશંસા પણ કદી ન કરે. તેમજ શાસ્ત્રજ્ઞાન અથવા અન્ય વસ્તુને મેળવીને, તપશ્ચર્યા કરીને, ઉચ્ચ જાતિનો, ઉત્તમ બુદ્ધિનું અભિમાન ન કરે. જાયે કે અજાણ્યે અધાર્મિક ક્રિયા થઈ જાય તો તત્કાળ પોતાના આત્માને કુમાર્ગથી હટાવી લે તથા બીજા વાર તેવા પાપકાર્યનું આચરણ કરે નહિ અનાચારનું સેવન કરી તેને છુપાવે નહીં પણ સદા પવિત્ર મતિ, અલિપ્ત, સ્પષ્ટ અને જિતેન્દ્રિય રહે. [383 શ્રુતાદિ ગુણોથી યુક્ત આચાર્ય મહારાજ કોઈ કાર્ય કરવાની આજ્ઞા પ્રદાન કરે તો તેઓની આજ્ઞાને પ્રથમ તો તહત્તિ” કહી સ્વીકાર કરે અને પછી કાયા દ્વારા તે કાર્યને શીઘ્રતાથી સુચારૂ રૂપમાં આજ્ઞાનુસાર સંપાદન કરે. [384) જીવન અસ્થિર છે. આયુષ્ય સ્વલ્પ છે. એમ જાણીને મોક્ષમાર્ગનું જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50