Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005106/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः __ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા | * 45 આગમીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે માન રીત પ્રકાશન અમદાવાદનો. રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ જ હસાવેયાલિય- ત્રીજુ મૂળાક્ષર - ગુજરાચા 2 | [0] કબT વિષય દુમપુષ્યિકા શ્રામપુર્વ મુલાકાચાર કથા છ જીવનિકાય. પિડેષણા મહાચારકથા વાય શુદ્ધિ આચારપ્રસિધિ વિનયસમાધિ તે ભિક્ષુ ચૂલિકા રતિ વાકય | 2 | વિવિક્ત ચર્ચા અનુકમ | પૃષ્ઠક 15 | ૧૪પ -16 | 145-146 17-31 1 146147. ૩ર-૭પ 1 ૧૪૭-૧પ૩ | 76-225 153-161 226-293. T11-165 ૨૪-૨પ૦ 1 ૧પ-૧૬૮ ! ૩પ૧-૪૧૪ | 168-172 415-484 [ 133-138 ૪૮૫-પ૭પ | 178-180 પ૦૫-૫૨૪ | ૧૮-૧૮ર પરપ-પપ૦ 182-183 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સભ્ય શ્રુતાનુરાગ શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશયામ, નવાવાડજ અમદાવાદ.. - - - -------- - ----- -- ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન ચે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર એ. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ-૭ - - - - - - ભાગ 6 તથા ܬܬܪܬܝܟܕܚܬܫܪܬܚܐܘܠܫܬܕܚܚܫܘܟܬܚܟܠܣܥܢ Page #6 -------------------------------------------------------------------------- ________________ કિોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક I]]ID]bIIIIIIIIII IIIIIIIIIIIIIIItality (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સ્વ.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા, હસ્ત મંજુલાબેન (1) જંબુદ્વિવપન્નતિ (2) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી થી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરસં:- સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ મુંબઈ (1) વિવારસુયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરધ્ધાશ્રીજીની પ્રેરણાથી- મેહુલજેન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 522222 [10] [11] [12] [13] - અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्यजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના -મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ * બે ચિત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ]. (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] R રિપ [7] [7] [28] [29] [30] [31]. [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [4] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૪ તવાથિિધગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ચકા - અધ્યાયતવાથધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૭ તવાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ ] ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ 1 अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोषवाइयदसाओ [आगमसुत्ताणि-९ . ] पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ उदवाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं [आगमसुत्ताणि-१५] सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८] निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२. वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपञ्चक्खाणं आगमसुत्ताणि-२५ महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ / तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचमं अंगसुतं छटुं अंगसुत्तं सत्तमं अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उयंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठें उवंगसुत्तं सातमं उवंगसुतं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ " تاراتاتا" संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुतं ववहार [आगमसुत्ताणि-३६ ) तइयं छेयसुतं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं ओहनिअत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x - --x -0 [81] मायारी ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [82] सूयगी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર 61 ગુર્જર છાયા[ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [84] समवायो - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नति - ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मामी - २७ाया [भाममही५-६ ] संगसूत्र F87] GIRLसमो. - गुर्डरछाया [भागमही५-७ ] सातमु संगसूत्र [e8] संतगामी - गुरछाया [भागमही५-८ ] 18 मंगसूत्र [8] मनुत्तरोपतिसमो. - गु२७।या. [भागमही५-८ ] नव अंगसूत्र [10] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवानसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64ऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [107] रायपसेशियं - गुरछाया [भागमही५-१३ ] ( 6 सूत्र [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [90] Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [106] સૂરપન્નત્તિ - [17] ચંદપનતિ - [108] જંબુદ્િવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કMવડિસિયા - [111] પુફિયાશે - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચશ્માં - . [11] મહાપચ્ચક્ષ્મણ - [117] ભરપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાચાર - [11] ચંદાવર્ઝાય - [12] ગણિવિજ્જા - [123] દેવિંદFઓ - [124] વીરત્થવ - [125] નિસીહં[૧૨] બહતકપ્યો - [127] વવહાર - [128] દસાસુયાબંધ - [12] જીયકષ્પો - [130] મહાનિસીહં - [131] અવસ્મય - [132] ઓહનિજજુત્તિ[૧૩] પિંડનિસ્તુતિ - [34] દસયાલિય - [135] ઉત્તરજગ્યણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગદારાઈ - [1] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુજરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુજરછાયા. [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા. [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [14] नमो नमो निम्मल सणस्त પંચમ ગણધર શ્રી સુઘખસ્વામિને નમઃ 42 | દસયાલિય ત્રિીજું મૂળસૂત્ર-ગુર્જર છાયા) i ssues અધ્યયનઃ૧-દ્રુમપુષ્યિકા) [૧]અહિંસા, સંયમ અને તપરૂપ જે ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન ધર્મમાં સદા સંલગ્ન છે, તે ધમત્મિાને દેવો તથા અન્ય ચક્રવજ્યાર્દિ પણ નમસ્કાર કરે છે. [૨-૩જેમ ભ્રમર, વૃક્ષના ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા સિવાય અને રસને પરિમાણ પૂર્વક પીએ છે અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે. તેમ આરંભાદિ ક્રિયાથી મુક્ત બનેલા જે શ્રમણો-સાધુઓ આ લોકમાં છે તેઓ ફૂલોમાં ભ્રમર ગણની જેમ ગૃહસ્થ આપેલા નિર્દોષ આહારાદિ માં અથતિ તેના દ્વારા સંયમ જીવનમાં અનુરક્ત રહે છે. ]જેમ ભ્રમર (બીજા માટે ઉદય પામેલા વૃક્ષોના) ફૂલોમાંથી રસ લેતાં. કોઈને સતાવતા નથી. તેમ "શ્રમણ સાધકો કહે છે કે અમે અમારી ભિક્ષા એવી રીતે પ્રાપ્ત કરશું કે જેમાં કોઈ જીવનની વિરાધના ન થાય. []જેઓ તત્વના જાણનારા છે. ભ્રમરની સમાન કુલાદિના પ્રતિબંધથી રહિત છે અને થોડો થોડો પ્રાસુક આહાર અનેક ઘરોથી એકત્રિત કરીને પોતાની ઉદરપૂર્તિ કરનારા છે, તથા ઈન્દ્રિયાદિનું દમન કરવામાં જે સમર્થ છે તેજ સાધુ કહેવાય છે, અર્થાતુ. આ ગુણોના કારણે જ તેઓ સાધુ કહેવાને યોગ્ય થાય છે. એ પ્રમાણે હું તમને કહું છું. પ્રથમ અધ્યનની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (અધ્યયનબીજું-શ્રામપૂર્વક) | [] જે પુરુષ કામભોગનું નિવારણ કરતો નથી, તે પગલે પગલે સંકલ્પવિકલ્પોથી વિષાદ પામે છે. વિષાદગ્રસ્ત આત્મા સંયમ ભાવનું પાલન કઈ રીતે કરે ? ૭િ-૮]જે પુરુષ. વસ્ત્રો, ગંધ, આભૂષણો, સ્ત્રિયો તથા શય્યાઓ આદિને વિવશતાથી- પરાધીનતાથી ભોગવતો નથી તેથી તે વાસ્તવમાં 'ત્યાગી' કહેવાતો નથી, જે પુરુષ, પ્રિય અને મનોહર ભોગો મળી જવા પર પણ તે ભોગો તરફથી પીઠ ફેરવે છે. તથા સ્વાધીન ભોગો ત્યાગી દે છે, વાસ્તવમાં તેજ પુરુષ 'ત્યાગી છે એમ કહેવાય છે. 10] Page #12 -------------------------------------------------------------------------- ________________ 146 દસયાલિયં- 2-9 [૯]સમભાવની દ્રષ્ટિથી વિચારતા સાધુનું મન કદાચિત સંયમ રૂપી ગૃહમાંથી બહાર નીકળી જાય તો સાધુ ‘તે સ્ત્રી મારી નથી અને હું પણ તેણીનો નથી આ પ્રકારની વિચારણાથી તે સ્ત્રી ઉપરથી, રાગને દૂર કરે. [10] "આતાપના લે, સુકુમારતાને છોડ, કામોનું અતિક્રમણ કર આ રીતે છોડવાથી દુઃખ નિશ્ચયથી અતિક્રાંત થઈ જાય છે દ્વેષનું છેદન કર, રાગને દૂર કરી આ પ્રમાણે કરવાથી સંસારમાં તુ સુખી થઈશ." [૧૧-૧૩અગંધન કુલમાં ઉત્પન થયેલા સર્પો, જાજ્વલ્યમાન પ્રચંડ અગ્નિમાં પડવાથી ઈચ્છા કરે છે પરંતુ વમન કરેલા વિષના પીવાની ઈચ્છા કરતા નથી. રે અપયશની ઈચ્છા રાખનારા ! તને ધિક્કાર હો ! જો તું અસંયમ રૂપ જીવનને માટે વસેલા વિષય ભોગરૂપ વિષને પુનઃ પીવાને ઈચ્છે છે. આના કરતાં તારું મૃત્યું થઈ જાય તે ઉત્તમ છે. હું રહનેમિ !) હું ભોજરાજ- ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તે અંધકવૃષ્ણિ સમુદ્ર વિજય રાજાનો પુત્ર છો આ રીતે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા આપણે બંને ગંધન સર્પની સમાન ન થઈએ, પરંતુ તું ચિત્ત નિશ્ચી કરીને સંયમમાં વિચર. (એકદા ભગવાન શ્રી અરિષ્ટનેમિજીના દર્શનાર્થે રેવતગિરિ પર રાજીમતિ વગેરે જઈ રહ્યા હતાં. ત્યાં રસ્તામાં અકસ્માત સમુદ્રમાં વાવાઝોડું થતાં રાજિમતી વિખૂટા પડી ગયા. અને પોતાના ભીંજાયેલા વસ્ત્રો હોવાને કારણે એક ગુફામાં પ્રવેશ્યા. ત્યાં જઈને નિર્જન સ્થાન જોઈ વસ્ત્ર ઉતારીને ભૂમિપર રાખી દીધા. ત્યાં અરિષ્ટનેમિજીના નાનાભાઈ શ્રી રથનેમિ પહેલેથી જ સમાધિ લગાવીને ઊભા હતા. અંધારી ગુફામાં વિજળીના ચમકારામાં રાજિમતીની દેદીપ્યમાન દેહલતા ઉપર એકાએક શ્રી રથનેમીની દ્રષ્ટિ પડી. દ્રષ્ટિ પડતાં જ તેનું ચિત્ત કામભોગો તરફ આકર્ષિત થઈ ગયું અને રાજિમતીની પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યો. તે સમયે ચારિત્રશીલા શ્રી રાજિમતીએ કહ્યું કે સંયમમાં સ્થિરથઈને વિચરો નહિતો જ્યાં જ્યાં જસો ત્યાં ત્યાં તમારી સ્થિતિ ડામાડોળ થઈ જશે.) [૧૪-૧૫](હે રહનેમિ !) તું જે જે નારીઓને જોઈશ; વળી જો તેમાં વિષય આસક્તિના ભાવ કરીશ તો તું વાયુથી પ્રેરિત અબદ્ધમૂળ હડ વનસ્પતિની સમાન અસ્થિર આત્માવાળો બનીશ. તે (રહનેમિ) રાજમતી) સાથ્વીના સુંદર વચનોને સાંભળીને, જેવી રીતે અંકુશમાં હાથી વશ થઈ જાય છે, તેવીજ રીતે ધર્મમાં સ્થિર થઈ ગયાં. [૧૬જેવી રીતે તે પુરુષ શ્રેષ્ઠ (રહનેમિ) વિષય ભોગોથી શીઘ નિવૃત્તિ થયા. તેવી રીતે વિચક્ષણ તત્વજ્ઞ વિષય સેવનના દોષોને જાણનારા પંડિત પુરુષો વિષય ભોગોથી વિરક્ત થાય છે એ પ્રમાણે હું તમને કહું છું. અધ્યયન-૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (અધ્યયન ત્રીજુ-શુલ્લકાચાર કથા) [૧૭]સંયમમાં સ્થિત, વિપ્રમુક્ત-બાહ્ય આવ્યેતર પરિગ્રહથી રહિત ત્રાતા-. છકાયજીવના રક્ષક નિર્મન્થ મહર્ષિયોને માટે આ અનાચાર્ણ અયોગ્ય આચારો છે. [૧૮-૨૫]ઔદેશિક સાધુના ઉદ્દેશથી બનેલ આહારદિ લેવા પોતે ખરીદીને અથવા પોતાને માટે ખરીદેલ. આમંત્રિત, ઘેર આદિથી સામે લઈ આવેલ, આહાર આદિ લેવા. રાત્રિ ભોજન કરવું, સ્નાન કરવું, સુગંધિત પદાર્થોનું સેવન કરવું, Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- 3 147 પુષ્પમાલાદિનું ધારણ કરવા, વીંઝણાદિને કરવો આહારનો સંચય કરીને રાખવો, ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું, રાજામાટે બનાવેલ આહાર લેવા અથવા બલિષ્ઠ ઔષધિ નાખી બનાવાતો આહાર લેવો, તમોને શું જોઈએ છે? એમ પૂછીને અપાયેલ આહારાદિ લેવા, મર્દન કરવું-કરાવવું, દાંત સ્વચ્છ કરવા, ગૃહસ્થને ક્ષેમ કુશળ પૂછવું, પોતાના શરીરનું પ્રતિબિમ્બ અરિસાદિમાં જોવું, પાસાદિનો જુગાર રમવો, નાલિકાશેતરંજ વગેરે બીજી રમતો રમવી, શિરપર છત્ર ધારણ કરવું, વ્યાધિ આદિની ચિકિત્સા કરવી, પગમાં પગરખાં આદિ પહેરવાં અને અગ્નિનો સમારંભ કરવો. જે ગૃહસ્થ રહેવા માટે આશ્રય આપ્યો હોય તે શય્યાતર કહેવાય તેના ઘરનું ભોજન આદિ લેવું, આસદી માંચી ઉપર, પલંગ ઉપર કે ગૃહસ્થના ઘેર જઈને બેસવું, ગાત્રની ઉદવર્તનક્રિયાઓ કરવી, ગૃહસ્થની તૈયાર્ચો કરવી, જાતિ-કુલ-ગણાદિ દેખાડીને પોતાની આજીવિકા કરવી, સર્વપ્રકારથી પ્રાસુક ન હોય-અપક્વમિશ્ર પદાર્થોનું ભોજન કરવું, ભૂખકામ આદિથી પીડિત થઈને પૂર્વ ભૂત પદાર્થોનું સ્મરણ કરવું, જે જીવોથી રહિત, થયેલા ન હોય એવી જાતના મૂળા, આદુ, ઈક્ષખંડ-શેરડીના ટુકડા, કંદ, મૂલ અને સચિત્ત ફળ તથા કાચાબીજ, આ બધાનું સેવન કરવું, સચિત્ત સંચળ, સિંધાલૂણ, રામકક્ષાર, સામુદ્રિક લવણ, ખારો અને કાળું મીઠું, એ સચિત્ત હોય તો સેવન કરવું, વસ્ત્રાદિને ધૂપ આપવો, વમન કરવું, બસ્તીકમ એનીમા વગેરે લેવો, જુલાબ લેવો, આંખોમાં અંજન આંજવું, દાંત રંગવા, ગાત્રાભંગ શરીરને તેલ મર્દન કરવું અને શરીરની ટાપ ટીપ કરવી વિભૂષા કરવી. આ સર્વે મુનિને માટે અનાચીણ છે. [૨]સંયમ અને તપમાં યુક્ત તથા વાયુવત લઘુભૂત થઈને વિચરનારા, નિગ્રન્થ મહર્ષિયોને આ સર્વે અનાચી છે- આચરવા યોગ્ય કૃત્ય નથી. [૨૭]જે પાંચ આગ્નવોને ત્યાગનારા, ત્રિગુપ્ત મન-વચન-કાયાથી ગુપ્ત, છકાય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર, મોક્ષ તથા મોક્ષ કારણભૂત સંયમને જેનારા હોય તે નિર્ગળ્યો છે. | [૨૮]સુસમાહિત સાધુ ગ્રીષ્મ કાલમાં આતાપના લે છે, શીતકાલમાં અપ્રાવૃત્ત. રહે અથત વસ્ત્ર ગ્રહણ ન કરે. વષકાલમાં એક સ્થાનપર ઈદ્રિયોને વશ કરીને રહે. રિપરિષહરૂપી વેરીઓને દમનારા, મોહને દૂર કરનારા તથા ઈન્દ્રિયોને જીતનારા મહર્ષિઓ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરવા માટે પરાક્રમશીલ રહે છે. [૩૦]દુષ્કર ક્રિયાઓને કરીને અને દુસહ કષ્ટોને સહન કરીને કેટલાંક મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તો કેટલાંક કમરજથી સર્વથા રહિત થઈને સિદ્ધ થાય છે. | [૩૧]સંયમ અને તપ દ્વારા પૂવોપાર્જિત કમનો ક્ષય કરીને સિદ્ધિનો મોક્ષ માગ પ્રાપ્ત કરીને છ કાયના રક્ષક થઈને મુનિઓએ પરિનિર્વાણ- મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અધ્યયન-૩-ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનચોથું- છ જવનિકાય) ફિર આયુધ્ધન મેં સાંભળ્યું છે કે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી ષડજીવનિકા નામક અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રવેદિત સારી રીતે કહેવાયેલ અને પ્રરૂપાયેલ છે. શું તે અધ્યયનનું પઠન, મનન, ચિંતન -- -- -- -- Page #14 -------------------------------------------------------------------------- ________________ 148 દસયાલિયં-૩-૩૨ કરવામાં મારું શ્રેય છે ? ગુરુએ કહ્યું - હ. હે ભગવન્! ક્યું ષડ જીવનિકા નામનું અધ્યયન કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાનથી જાણીને સારી રીતે કહ્યું છે? પ્રરૂપણા કરી છે? જેમાં સુંદર ધર્મની પ્રજ્ઞપ્તિ છે. એવું આ અધ્યયન જાણવું મારે શ્રેયસ્કર છે? આ ષડૂ જીવનિકા નામનું અધ્યયન કાશ્યપગોત્રી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી એ સ્વયં જ્ઞાનથી જાણીને સારી રીતે પ્રરૂપેલ છે કહેલ છે. તે ધમપ્રસતિરૂપ અધ્યયનનું કરવું અને કલ્યાણકારી છે. તે આ પ્રમાણે, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય સંબંધી જીવો, શસ્ત્ર પરિણત સિવાય-અથત કોઈ પણ સ્વકાય કે પરકાયથી અચિત થયા પૂર્વે તે પૃથ્વી સચિત અર્થાત્ જીવંત છે. તેમજ જુદા જુદા અનેક જીવો પણ તેંમાં હોય છે. તે જ રીતે શસ્ત્ર પરિણત અથત અન્ય કોઈ પણ રીતે અચિત થયા પૂર્વે તે અપૂકાય તેઉકાય. વાયુકાય અને વનસ્પતિ કાય એ ચારે પણ ચેતના લક્ષણવાળા એટલે કે સચિત્ત કહેલા છે. અને આ ચારેમાં પણ બીજા અનેક જીવો કહ્યા છે, બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીકાયાદિ પાંચે પોતે તો સચિત છે જ તદુપરાંત તેમાં અન્ય પણ અનેક જીવોની પૃથક સત્તા કે અસ્તિત્વ છે. તે વનસ્પતિના અનેક ભેદો છે. તે આ પ્રમાણે :- અગ્રેબીજ, મૂળબીજ, પર્વબીજ, અંઘબીજ, બીજ રૂહ, સંમૂર્ણિમ તથા તૃણ અને વેલ. સ્થાવરકાયથી ભિન્ન ત્રસકાય હિાલતા-ચાલતા] જીવો પણ અનેક પ્રકારના કહ્યા છે. અંડજ ઇંડાથી ઉત્પન્ન થવાવાળા જીવ પક્ષી વગેરે, ગર્ભથી પોત-કોથળી સહિત ઉત્પન થનારા જીવ પોતજ કહેવાય છે, જેમકે-હૂસ્તી વગેરે. ગર્ભથી જરાય સહિત જન્મ લેનાર જીવ તે જરાયુજ, જેમકે-ગાય ભેંસ, મનુષ્ય વગેરે. દુધ, દહીં, મઠો. ઘી આદિ તરલ પદાર્થ રસ કહેવાય છે. તે જ્યારે બગડી જાય છે ત્યારે તેમાં જ જીવો ઉત્પન્ન થાય છે તે “રસજ કહેવાય છે, જેમકે - બે ઈદ્રિય વગેરે. પસીનો-દેહમલના નિમિત્તથી જે જીવ ઉત્પન્ન થાય તે “સંસ્વેદજ કહેવાય છે, જેમકે - હું, માકડ, આદિ. શીત, ઉષ્ણ આદિનું નિમિત્ત મળવાથી- આસપાસના- પરમાણુઓથી જે જીવ ઉત્પન્ન થઈ જાય છે તે “સંમૂર્ણિમ’ કહેવાય છે. જેમકે :- શલભ, દેડકાં, માખી, કીડી વગેરે. ભૂમિને ફોડીને જે જીવ ઉત્પન્ન થાય છે તે “ઉદભિજ' કહેવાય છે, તે તીડ પતંગ, વગેરે. દિવ્યશૈયા આદિમાં ઉત્પન્ન થાય તે જીવ “ઔપપાતિક' કહેવાય છે. જેમકે દેવ અને નારક આ બધા ત્રસ જીવો છે. તેઓના લક્ષણ. આ પ્રમાણે છે:- કોઈ પ્રાણીઓનું સન્મુખ આવવું, પાછું જવું, સંકોચાઈ જવું, વિસ્તૃત થવું, શબ્દોચ્ચાર કરવો ભયબ્રાન્ત થવુ, ત્રાસ પામવો, પલાયન કરી જવું, આગમ અને ગમન કરવું ઈત્યાદિ ક્રિયાઓ છે અને જે ગતિઆગતિના વિજ્ઞાતા છે. આ ત્રસ જીવો છે. જે કીડા કુંથવા વગેરે બેઈન્દ્રિયવાળા. કીડી વગેર ત્રણ ઈન્દ્રિયવાળા, પતંગ, ભ્રમરા વગેરે ચતુરિન્દ્રિયવાળા જીવો તથા પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ યોનિના જીવ તેમજ સર્વ નારક, સર્વ મનુષ્ય અને સર્વ દેવતાઓ, એ બધા પંચેન્દ્રિયના જીવો કહેવાય છે. એ સર્વે પ્રાણી પરમસુખના ઈચ્છુક છે. તે બધા જીવોનો આ છઠ્ઠો જીવનિકાય તે‘ત્રસકાય' નામથી ઓળખાય છે. ૩િ૩}આ છકાય જીવોની સ્વયં હિંસા કરે નહીં એટલે દંડ આરંભવો નહીં, બીજા પાસે દડ આરંભાવવો નહિ તેમજ જે કોઈ બીજા દડ આરંભતા (હિંસા કરતા) હોય તેને અનુમોદન આપવું નહિ. હે ભગવાન્ ! હું જીવન પર્વત મન, વચન, અને કાયાએ અર્થાત્ Page #15 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ 149 ત્રણ યોગથી હિંસા નહિ કરૂ. નહિ કરાવું કે અન્ય કરતા હોય તેને અનુમોદન પણ નહિ આપું. અને હે ભદન્ત ! પૂર્વકાળમાં થયેલા પાપથી હું નિવૃત્ત થાઉં છું. મારા આત્માની. સાક્ષીએ તે પાપને નિંદું છે. આપની સાક્ષીએ પાપની ગહી કરૂ છું અને હવે તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરૂ છું. [35] પહેલાંમહાવ્રતમાં જીવહિંસાથી વિરામ પામવાનું હોય છે. હે ભગવનું હું સર્વ પ્રકારે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂ છું. અર્થાત તે પાપથી વિરમું છું. તે પ્રાણીઓ ચાર પ્રકારના છે. સૂક્ષ્મ (નાના શરીર વાળા જીવો) તથા બાદર (મોટા શરીર વાળા જીવ) તેમજ ત્રસ (હાલતા ચાલતા જીવો) તથા સ્થાવર (પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધીના જીવો) આ પ્રાણીઓના પ્રાણોનો સ્વર્ય અતિપાત (વાત) કરવો નહિ, અન્ય પાસે કરાવવો નહિ કે ઘાત કરનારાને અનુમોદન આપવું નહિ. જીવન પર્યત હું ત્રણ કરણ અને ત્રણયોગોથી અથતું મન, વચન, કાયાથી હિંસા કરીશ નહિ, કરાવીશ નહિ, કે હિંસા કરનારને અનુમોદન આપીશ નહિ. અને પૂર્વ કાળમાં હિંસાદ્વારા જે પાપ કર્યું છે તેથી હું નિવૃત્ત થાઉં છું, મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તેની ગહ કરૂ છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરૂ છું હે પૂજ્ય! એ પ્રમાણે પહેલું મહાવ્રત પ્રાણાતિપાત ના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. ૩િપ હવે બીજા મહાવ્રતમાં મૃષાવાદ (અસત્ય ભાષણ) થી નિવર્તવાનું હોય છે. હે પૂજ્ય! હું સર્વ પ્રકારે મૃષાવાદના પ્રત્યાખ્યાન કરૂ છું. ક્રોધથી, લોભથી, ભયથી, કે હાસ્યથી અસત્ય સ્વયં ન બોલવું, બીજાઓ દ્વારા ન બોલાવવું કે અસત્ય બોલનારાને અનુમોદન પણ ન આપવું. પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતુિ. મન, વચન, કાયા દ્વારા અસત્ય બોલાવાનું કાર્ય નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, કે અસત્ય બોલનારાને અનુમોદન પણ નહિ આપું. તેમજ પૂર્વકાળે જે કોઈ તત સંબંધી પાપ થયું હોય આનાથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું આપની. પાસે તે પાપની ગહ કરૂ છું. અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગા કરું છું. તે પ્રમાણે બીજા મહાવ્રતના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. ૩૬]હવે ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવાનું છું. હે પૂજ્ય ! હું સર્વ પ્રકારે અદત્તાદાન (આપ્યાવિનાનું લેવું) તેનો ત્યાગ કરૂ છું. ગામમાં, નગરમાં કે અરણ્યમાં કોઈપણ સ્થળે અલ્પ કે બહુ હો, નાની ચીજ હો કે મોટી ચીજ હો, સચિત્ત હો કે અચિત્ત હો, તે માંહેની કોઈ પણ વસ્તુ અદત્ત-આપ્યાવિનાની હોય તે સ્વયં ગ્રહણ ન કરું, ન કરવું ગ્રહણ કરનારને અનુમોદન ન આપું. હે પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતિ મન, વચન, કાયા દ્વારા ચોરી કરું નહીં. કરાવું નહી કે ચોરી કરતાં હોય તેને અનુમોદન આપું નહી પૂર્વકાળે તે સંબંધી જે કંઈ પાપ થયું હોય તેથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું. આપની સમક્ષ તેની ગહ કરુ છું. અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરુ છું. હે ભગવંત! ત્રીજા મહાવ્રતઅદત્તાદાનના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. ૩૭]હવે ચોથા મહાવ્રતમાં મૈથુનથી નિવર્તવાનું હોય છે. હે ભગવંત ! હું મૈથુનનો સર્વથા ત્યાગ કરૂ છું. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી એમ ત્રણેય Page #16 -------------------------------------------------------------------------- ________________ 150 દસયાલિય-૪-૩૭ જાતિ પૈકી કોઈ સાથે મૈથુન એવું નહિ, બીજા પાસે મૈથુન સેવરાવું નહિ, કે તેવા મૈથુન સેવનારાને અનુમોદન આપુ નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતિ મન, વચન, કાયાએ કરી મૈથુન સેવન નહિ કરું, બીજા પાસે મૈથુન સેવન નહિ કરાવું કે મૈથુન સેવનારને અનુમોદન પણ નહિ આપું. તેમજ પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તેની નિંદા કરું છું. આપની પાસે તે પાપની ગહણા કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું, હે ભગવંત! ચોથું મહાવ્રત-મૈથુનથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત થયો છું. [૩૮]હવે પાંચમાં મહાવ્રતમાં પરિગ્રહ (પદાર્થપરની મૂછ) થી વિરમવાનું છે. હે પૂજ્ય ! હું સર્વથા પરિગ્રહને પરિહ૩ (ત્યાગું છું. તે થોડા હોય કે બહુ હોય નાના હોય કે મોટા હોય, સચિત્ત શિષ્ય વગેરે) હોય કે અચિત્ત (બીજું દ્રવ્યો હોય, તેમાની કોઈપમ વસ્તુનો પરિગ્રહ કરું નહિ, બીજા પાસે પરિગ્રહ કરાવું નહિ. અને પરિગ્રહ કરનારાને અનુમોદન આપું નહિ. હે પૂજ્ય ! જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથત. મન, વચન ને કાયા દ્વારા હું પરિગ્રહ કરીશ નહિ, બીજા દ્વારા પરિગ્રહ કરાવીશ નહિ કે પરિગ્રહ કરનારાને અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે તતુ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીને નિદ્ છું. આપની સમક્ષ તે પાપની ગહણા કરું છું. અને હવેથી તેવા પાપકારી કર્મ થી મારા આત્માને અળગો કરું છું. એ પ્રમાણે હે ભગવંત ! પાંચમું મહાવ્રત- પરિગ્રહથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત-તત્પર થયો છું. [૩૯]હવે છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી વિરમવાનું હોય છે. હે ભદત ! હું રાત્રિભોજનનો જીવનપર્યંત સર્વથા ત્યાગ કરું છું. અન, પાણી, ખાદિમ (મેવા વગેરે ખોરાક) તથા સ્વાદિમ(મુખવાસાદિ) એમ ચાર પ્રકારના આહારને રાત્રે સ્વયે ન ભોગવું, ભોગવાતુ નહિ કે રાત્રિ ભોજન કરનારને અનુમોદન આપું નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતું મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ. પૂર્વે જે રાત્રિભોજન સંબંધી પાપ કર્યું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તે પાપની ગહી કરું છું અને હવેથી તે પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. એ પ્રમાણે હે ભગવંત! છઠ્ઠ વ્રત- રાત્રિ ભોજનથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત થયો છું. ( [૪૦]“આ પ્રમાણે એ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજનથી નિવર્તવા રૂપ છઠ્ઠું એ છે ને આત્મહિતાર્થે અંગીકાર કરીને વિહરું છુ." અથતું તેની પરિપાલના કરું છું. [૪૧]સંયમ, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષ હોય કે ભિક્ષણી હોય, તેણે દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતો કે જાગતો, કદીપણ પૃથ્વી, ભીંત, દીવાલ, શિલા, ઢેકું, સચિત્ત રજયુક્ત શરીર કે સચિત્ત રજયુક્ત વસ્ત્રને, હાથથી, પગથી , કાષ્ઠથી, કાષ્ઠના ખંડથી અંગુલીથી, લોખંડની સળીથી, કે લોખંડની સળીના સમૂહથી ખોતરવું, ખોદવું, હલાવવું, કે છેદન ભેદન કરવું નહિ તેમજ બીજા પાસે કોતરાવવું, ખોદાવવું, હલાવવું કે છેદન ભેદન કરાવવું નહિ અથવા બીજા કોતરનારા, ખોદનારા છેદન-ભેદન કરનારાને અનુમોદન પણ આપવું નહિ હે ભગવન ! હું જીવન પર્યંત મનથી, વચનથી, કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ Page #17 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ 151 નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તે સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરું છું તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું. આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને અલગ કરૂં છું. [42] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ કે ભિક્ષુણી, તેણે દિવસ કે રાત્રે, એકાકી કે પરિષદુમાં, સૂતાં કે જાગતાં કદી પણ કુવા-તળાવનું પાણી, ઓસનું પાણી, બરફ, ધુમસ, કરા કે લીલા છોડ ઉપર પડેલા બિન્દુઓ, વર્ષાનું પાણી કે સચિત્ત પાણીથી ભિંજેલી કાયા અથવા સચિત્ત પાણીથી ભિંજાયેલું વસ્ત્ર, પાણીના બિંદુઓથી સ્નિગ્ધ થયેલી કાયા અથવા સ્નિગ્ધ-ગિલું વસ્ત્ર હોય, તેને મસળવું નહીં, તેનો સ્પર્શ કરવો નહિ, તેને કચરવું નહિ, દબાવવું નહિ, ઝટકવું નહિ, પછાડવું નહિ, સુકાવવું નહિ, તપાવવું નહિ, તેમજ અન્ય પાસે મસળાવવું નહિ, યાવતુ તપાવરાવવું નહિ, વળી બીજો કોઈ મસળતો હોય, યાવત્ તપાવતી હોય તે સારું કરે છે તેવું માનવું નહિ. હે પૂજ્ય! હું જીવનપર્યન્ત મનથી, વચનથી અને કાયાથી તેવું કરીશ નહિ. કરાવીશ નહિ કે અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તત્ સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરું છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું. આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું. [43] સંયત, પાપથી વિરત અને નવા કર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર પછી તે સાધુ હો કે સાધ્વી હો, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં, સુતા કે જાગતાં, કદી પણ કાષ્ઠનો અગ્નિ, કોલસાના અંગારાનો અગ્નિ, બકરીની લીંડી વગેરેનો અગ્નિ, દીપ વગેરે શિખાનો, અગ્નિ, ઉંબાડાનો અગ્નિ, લોઢાનો અગ્નિ, ઉલ્કાપાત વિજળી, વગેરેનો અગ્નિ હોય, તે અગ્નિને વાયુથી વધારવો કે ઠારવો નહિ તેનું પરસ્પર સંઘઠ્ઠન કરવું નહિ, ધૂળ વગેરે નાખી તેને ભેદવો નહિ. કાષ્ઠ નાખી તેને સળગાવવો નહિ કે ઓલવવો નહિ. બીજા પાસે વાયુથી વૃદ્ધિ કરાવવી નહિં, યાવતુ ઠરાવવો નહિ, તેમજ બીજો કોઈ વાયુથી અગ્નિની વૃદ્ધિ કરતો હોય, યાવત્ ઓલવતો હોય તો તે સારું કરે છે એમ પણ અનુમોદના આપવી નહિં. હે પૂજ્ય ! હું જીવન પર્યન્ત મનથી, વચનથી, કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિં તેમ જ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કાંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું. આપની સાક્ષીએ તે પાપને ધિક્કારું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અલગ કરું છું. [44] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર તે સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં સૂતા કે જાગતો, કદી પણ સિત-ચામરથી, પંખાથી તાડના-પાંદડાંનાં પંખાથી, પાંદડાથી કે પાંદડાના કટકાથી, વૃક્ષની શાખાથી કે શાખાના કટકાથી, મોરપીંછથી કે મોરપીંછના હાથાથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પોતાની કાયાને કે બહારના પુદ્ગલને ફૂંક મારવી નહિ કે વીંજણાથી વાયુ નાખવો નહિ, બીજા પાસે ફૂંક મરાવવી નહિં કે વીંજણાથી વાયુ વિઝાવવો નહીં તેમજ ફંકતા કે વિંઝતા ની અનુમોદના કરવી નહીં. હે પૂજ્ય ! હું જીવનપર્યન્ત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ, તેમજ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર દસયાલિય-૪-૪૫ હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ હું નિંદું છું. આપની પાસે તે પાપની ગહ કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગો કરું છું. 1 [5] સંયત પાપથી વિરત અને તેવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ કે ભિક્ષુણી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં સૂતાં કે જાગતાં, કદીપણ. બીજપર કિંવા બીજોપર રહેલી વસ્તુઓ પર, અંકૂરા ઉપર કે અંકૂરાપર રહેલી વસ્તુઓ પર, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છપર રહેલી વસ્તુઓ પર, છેદેલી સજીવ વનસ્પતિ પર અથવા તેના પર રહેલી વસ્તુઓ પર અથવા જીવડાની ઉત્પત્તિ થાય તેવા કાષ્ઠપર ના જવું, ન ઉભા રહેવું, ન બેસવું કે ન સૂવું, તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ. યાવતું સુવાડવા નહિ, વળી જે કોઈ તેનાપર ચાલતો હોય, યાવતુ કે સૂતો હોય તો તે ઠીક કરે છે તેમ પણ માનવું નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ કરાવીશ નહિ, અનુમોદના પણ આપીશ નહિ, પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને અવગણું છું અને હવેથી તેવી પાપકારી પ્રવૃત્તિથી મારા આત્માને અળગો કરું છું. [46] સંયત પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાનાં પ્રત્યાખ્યાન કરનાર સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, સૂતાં કે જગતાં, હાથ, પગ, બાંહ, સાથળ, ઉદર, મસ્તક, વસ્ત્ર, ભિક્ષાપાત્ર, કંબલ, પાદપૂંછનક, રજોહરણ, ગુચ્છા, માત્રા,નાભાજન, દેડ, બાજોઠ, પાટિયા, શય્યા, કે સંથારા, કે તેવા કોઈપણ અન્ય ઉપકરણો (સંયમના સાધનો) ઉપર રહેલા કીડાને, પતંગિયાને, કુંથવાને, કે કીડીને જુએ તો તેને ઉપયોગ પૂર્વક જુએ. જોઇને પ્રમાર્જન કરે અને પછી તે જીવોને (દુઃખ ન થાય તેવા) એકાંતમાં લઈ જાય પણ તેને પીડા ઉપજાવે નહિ. [47-52] અણાથી એટલે કે ઉપયોગ રહિત પણે 1- ચાલનાર. -- -- ઉભો રહેનાર, - - 3- બેસનાર, - -4 સૂઈ જનાર, - -પ-ખાનાર, - - બોલનાર પ્રાણી અને ભૂતોની અથતુ ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરે છે. તેનાથી પાપકર્મને બાંધે છે. જે તેના માટે કટુ ફળ વાળું થાય છે અથતુ તેના અશુભ વિપાકો ભોગવવા પડે છે. [54] (હે ભગવંત) કેવી રીતે ચાલવું? કેવી રીતે ઊભા રહેવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સૂવું? કેવી રીતે ભોજન કરવું? અને બોલવું? જેથી પાપકર્મ ન બંધાય ? જે સાધકો યતનાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન કરનાર, અને બોલનાર હોય તે પાપકર્મ બાંધતો નથી. [] જે સર્વે જીવોને પોતાની સમાન સમજે છે અને સર્વ જીવોને પોતાની સમાન સમભાવથી દેખે છે. તેમ જ કર્મો આવવાના માર્ગને રોકે છે અને ઇન્દ્રિયોનું દમન કરે છે તે પાપ કર્મનું બંધન કરતો નથી. [5] પ્રથમ જ્ઞાન અને પછી દયા ચારિત્ર છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક દયા પાળવાથી સાધુ સર્વથા સંયમી રહી શકે છે. અજ્ઞાની જન શું કરશે? શું જાણશે? પોતાને માટે શું હિતકારી કે શું અહિતકારી-પાપકારી છે, તે જાણી શકતો નથી. પિ૭) ધર્મનું શ્રવણ કરીને, સાધક કલ્યાણકારી શું છે ? પાપકારી શું છે? અને પુણ્ય-પાપકારી શું છે? તે બધું જાણી શકે છે અને તે પૈકી જે હિતાવહ હોય તે આચરે. [58-59] જે જીવને પણ જાણતો નથી તેમજ અજીવ જડતત્ત્વને] પણ જાણતો Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪. 153 નથી, તે જીવાજીવને નહિ જાણનાર સંયમને કેમ જાણી શકશે? જે જીવોને પણ જાણે છે તથા અજીવોને પણ જાણે છે તે જીવાજીવોને જાણીને સંયમને પણ યથાર્થ જાણી શકશે. [પ૯-૭૧] જ્યારે જીવ તથા અજીવ બંને તત્ત્વોને જાણે છે ત્યારે તે સર્વજીવોની. બહુપ્રકારની ગતિને પણ જાણી શકે છે. જ્યારે બધા જીવોની સર્વ પ્રકારની ગતિ જાણે છે ત્યારે તે સાધક પુણ્ય, પાપ, બંધ, મોક્ષ એમ ચારે વસ્તુઓને જાણી શકે છે. જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષના સ્વરૂપને જાણે છે ત્યારે તે દુખના મૂળરૂપ દેવ અને મનુષ્ય આદિ સંબંધી કામભોગોથી નિર્વેદ પામે છે. જ્યારે દેવતા અને મનુષ્ય સંબંધી ભોગો પરથી નિર્વેદ પામે છે ત્યારે તે કષાયાદિ અત્યંતર સંયોગ અને બાહ્ય સંયોગ કુટુંબાદિને ત્યાગી દે છે. જ્યારે આત્યંતર અને બાહ્ય સંયોગોને તજે છે ત્યારે જ તે દ્રવ્ય અને ભાવથી મંડિત બનીને અણગારપણું અંગીકાર કરે છે. જ્યારે મંડિત થઈને તે અણગારપણું સ્વીકારે છે ત્યારે જ તે ઉત્કૃષ્ટ સંવરરૂપ ધર્મનો સ્પર્શ કરે છે. જ્યારે શ્રેષ્ઠ સંવરરૂપ અનુત્તર ધર્મને સ્પર્શ કરે છે ત્યારે અબોધિ રૂપ કલુષતાથી સંચિત કરેલા પાપકર્મરૂપી મેલને દૂર કરે છે. જ્યારે અજ્ઞાન દ્વારા અનાદિ કાળથી એકઠો કરેલ કર્મરૂપી મેલ દૂર કરે છે ત્યારે જ સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. જ્યારે તે સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે ત્યારે તે જિન કેવળી થઈને લોક અને અલોકના (સ્વરૂપને-સર્વભાવોને) જાણે છે. જ્યારે તે કેવળી જિન લોક અને અલોકના સ્વરૂપને જાણે છે ત્યારે તે મન, વચન અને કાયાના સર્વ વ્યાપારોને રૂંધીને શૈલેશીકરણ, અવસ્થાને પામે છે. અને શેષ રહેલા અઘાતિ કમને પણ ક્ષય કરીને કર્મરૂપી રજથી સર્વથા રહિત બની સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે. જ્યારે સિદ્ધગતિને પામે છે ત્યારે લોકના અગ્રભાગપર જઇ તે શાશ્વત સિદ્ધ થાય છે. [72-73] જે સુખનો સ્વાદક-ઇચ્છુક હોય, પોતાને કેમ સુખ મળે તે માટે સદા આકુળ રહેતો હોય, ઘણું ઊંઘી રહેવાના સ્વભાવવાળો હોય અને સતત હાથ પગ ઈત્યાદિ અંગોને વિભૂષા અર્થે ધોયા કરવાનો જેનો સ્વભાવ હોય તેવા સાધુને સુગતિ દુર્લભ છે. જેનામાં તપશ્ચર્યાનો ગુણ પ્રધાન પણ છે, જે પ્રકૃતિથી સરલ, ક્ષમા તથા સંયમમાં રક્ત, પરીષહોને જીતનાર હોય એવા સાધકને સુગતિ સુલભ થાય છે. જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે તેવા પાછલી વયમાં પણ સંયમમાર્ગ પ્રાપ્ત થયેલાને શીઘ્રતાથી અમરભવનો (ઉચ્ચ પ્રકારના દેવલોકનાં સ્થાનો) ને પ્રાપ્ત કરે છે [૭પ આ પ્રમાણે હંમેશાં જણાવંત અને સમ્યગ્દષ્ટિ સાધુ, દુઃખે કરીને પામી શકાય તેવા સાધુપણાને પામીને આ ષડૂજીવનિકાયની મન, વચન, કાયા એમ ત્રણેય યોગોથી વિરાધના ન કરે. - તે પ્રમાણે હું તમને) કહું છું અધ્યયન ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (પાંચમું અધ્યયન-પિકડેષણ) - - પ્રથમઉદ્દેશ - [76] ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે વ્યાકુળતા રહિત અને મૂછ રહિત (આગળ બતાવવામાં આવશે તે) ક્રમયોગથી ભાત પાણી ભિક્ષા)ની ગવેષણા કરે. [77-81] તે ગામમાં અથવા નગર આદિમાં ગોચરી ગયેલો સાધુ ઉગ રહિત Page #20 -------------------------------------------------------------------------- ________________ 154 દસયાલિય-પ૧૮૨ બની અવ્યાકુળ ચિત્તથી મંદ મંદ ચાલે. આગળ યુગ-ધુંસર પ્રમાણ સાડા ત્રણ હાથથી ચાર હાથ પ્રમાણ સુધી ભૂમિને જોતા બીજ, વનસ્પતિ, પ્રાણીઓ, સચિત્ત જળ અને માટી દૂર રહીને ચાલે. બીજો માર્ગ વિદ્યમાન હોય ત્યારે ખાડા કે ઊંચી નીચી વિષમ જગ્યા અને વૃક્ષના યુઠા કે કાદવવાળા માર્ગને છોડી દે, તેમજ ખાડને ઓળંગવા માટે કાષ્ઠ પાષાણ વગેરે ગોઠવ્યા હોય તો તે ઉપર પણ ચાલે નહિ. કારણ કે તેવા વિષમ માર્ગે જતાં ત્યાં તે સંયમી કદાચિતુ લપસી પડે કે ખાડામાં પડી જાય તો ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા થાય. માટે સુસમાધિવંત સંયમી અન્ય માર્ગ વિદ્યમાન હોય તો તેવા વિષમ માર્ગે ન જાય. જો સારો માર્ગ ન જ હોય તો તે માર્ગે ઉપયોગ પૂર્વક જાય. [82-83] સંયત-મૂનિ કોલસા, રાખ ભેંસના કે છાણના ઢગલાપર સચિત્ત રજથી ખરડાયેલા પગે ગમન ન કરે કે તેને ઓળંગે નહિ. વરસાદ વરસતો હોય, ઝાકળ પડતી હોય, મહાવાયુ વાતો હોય કે ખૂબ ધૂળ ઉડતી હોય તથા માખી, મચ્છર, પતંગીયા વગેરે અનેક પ્રકારના જીવો ઉડી રહ્યા હોય તેવા વખતે સંયમીએ ગોચરી અર્થે ન જવું. [84-86] બ્રહ્મચર્યની રક્ષા કરનારમુનિ વેશ્યા રહેતી હોય એવા આસપાસના પ્રદેશમાં ન જાય. કારણ કે દમિતેન્દ્રિય અને બ્રહ્મચારી સાધકના ચિત્તમાં પણ તે નિમિત્તથી અસમાધિ થઈ શકે. એવા કુસ્થાને જતાં ત્યાંના વાતાવરણનો વારંવાર સંસર્ગ-પરિચયથી અનેક પ્રકારના વિકલ્પો ઉપજે, વ્રતો-નિયમોમાં બાધા ઉત્પન્ન થાય અને સાધુતામાં સંશય થાય. માટે એકાંત મુક્તિનો ઈચ્છુક મુનિ આ પ્રમાણે દુર્ગતિને વધારનાર અને દોષોનું ગૃહ જાણીને વેશ્યાના પાડોસમાં ગમનાગમન ન કરે. | [87 જ્યાં કુતરા, તાજી પ્રસૂતિ પામેલી ગાય, મદોન્મત્ત બળદ અશ્વ કે ગજ વિગેરે હોય તથા બાળકોનું કીડાસ્થાન કે કલહ અને યુદ્ધનું સ્થાન હોય તેવા સ્થાનને દૂરથી જ છોડીની ચાલે.. [88-93] માર્ગે ચાલતો મુનિ બહુ ઊંચું કે નીચુ મુખ રાખે નહી અથવા અભિમાન કે દીનતા રાખે નહિ. રાજી ન થાય કે વ્યાકુળ ન થાય. પોતાની ઇંદ્રિયો તથા મનનું બરાબર સમતોલ પણું જાળવીને વિચરે. ઉચ્ચ કે નીચ કુળમાં ગોચરી જનાર મુનિ ઉતાવળા ન ચાલે કે બોલતા અને હસતા હસતા ન ચાલે. ગોચરી ગયેલો ભિક્ષ ગૃહસ્થોના ઘરની બારીઓ કે ગવાક્ષ સામે, દીવાલોના સંધીના વિભાગ સામે, બે ઘરની સંધીના વિભાગ સામે, બારણા સામે કે પાણી રાખવાના ભવન સામે ન જુએ. એવા શંકાના અન્ય સ્થાનોને પણ દુરથી છોડી દે. તેમજ રાજાઓ, ગૃહપતિઓ અંતઃપુર કોટવાળના ના કે જે કલેશકર ભયસ્થાનો છે તેને દુરથીજ છોડી દે. લોકનિષિધ કુળમાં પ્રવેશ ન કરે. વળી જે ગૃહપતીએ પોતેજ નિષેધ કર્યો હોય કે “મારે ઘેર ન આવશ" તેવા ગૃહ તથા જે ઘેર જવાથી તે ઘરના મનુષ્યોને અપ્રીતિ થાય ત્યાં પણ પ્રવેશ ન કરે. પણ પ્રીતિકર કુળમાં પ્રવેશ કરે. સાધુ ઘરના માલિકની રજા વગર કમાડ ખોલે નહિ. શણના કે વાંસના પડદાને ઉઘાડે નહીં કે ઠેલે પણ નહીં. [4] મળમૂત્રની શંકા હોય તો તે નિવારીને પછીજ મુનિ ગોચરી માટે નિકળે. કદાચિતું રસ્તામાં આકસ્મિક શંકા થાય તો મળ મૂત્ર વિસર્જન કરવાને યોગ્ય નિર્જિવ જગ્યા જોઈ એ જગ્યાના ખાસ માલિક હોય તો તેની આજ્ઞા લઈને બાધાને નિવારી લે. [95-96] જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫, ઉસો-૧ 155 અંધકાર વ્યાપ્ત હોય કે ઊંડું ભોયરૂં હોય તે સ્થાનમાં મુનિ ન જાય. ત્યાં અંધારૂ હોવાથી, કંઈ આંખથી જોઈ શકાય નહીં અને તેથી હાલતા ચાલતા પ્રાણીઓ ન દેખાય. તેથી આવા સ્થાનોને છોડી દે. જ્યાં કોઠાગારમાં બીજ કે ફૂલ વેરાયા હોય અથવા જે સ્થાન, તાજુ લિંપણ થવાથી લીલું કે ભીનું હોય તો તેવું જાણીને ત્યાં મુનિ ન જાય. ગૃહસ્થના ઘરના. દરવાજામાં બાળક, બકરો કે કૂતરો અથવા વાછરડો હોય તો તેને ઓળંગીને કે તેને વેગળા કરીને સંયત-મુનિ પ્રવેશ ન કરે. [98-100] ગૃહસ્થને ઘેર ગયેલો સાધુ આસક્તિ પૂર્વક ન જુએ. આમ તેમ દૂર દૂર જોયા ન કરે. અને હર્ષિત દ્રષ્ટિ પણ ન જુએ. કોઈ નિષેધ કરે ત્યારે પાછો ફરે. જે કુળનો જેવો આચાર હોય તે પ્રમાણે ત્યાં સુધીની પરિમિત ભૂમિમાંજ ગમન કરે. તે ગૃહસ્થની બાંધેલી મદદથી આગળ ગમન ન કરે, વિચક્ષણ સાધુ મવદિત ભૂમિપર જઇને તે ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરે. તે સ્થાન ઉપર ઊભો રહીને ગૃહસ્થના સ્નાનગૃહને કેમ વિસર્જન કરવાના સ્થાનનું કદાપિ અવલોકન કરે નહિ. [101-102] જે માર્ગેથી લોકો પાણી, માટી, બીજ તથા હરિતકાયને લાવતા હોય કે બીજાદિ વેરાયા હોય તે સ્થાનને છોડીને સર્વ ઇન્દ્રિયોથી સમાધિવત થઈ મુનિ ઉભો રહે. સ્થાનમાં ઊભા રહેલા સાધુને આહાર પાણી, લાવીને વહેરાવે ત્યારે તે આદર નિર્દોષ-કલ્પનીય હોય તો ગ્રહણ કરે. પરંતુ અકલ્પનીય ગ્રહણ ન કરે. [103-111] સાધુ ગૃહસ્થને ઘર આહાર પાણી લેવા જાય ત્યારે) દાન માટે ગૃહસ્થ સ્ત્રી ત્યાં આગળ ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તો, તે ભિક્ષા આપનારને કહે કે આ પ્રમાણે લેવું મને કલ્પતું નથી. (અથવા ભિક્ષા આપનાર વ્યક્તિઓ માર્ગમાં પડેલા નાના પ્રાણીઓ બીજો કે લીલોતરીને કચરતી. કિચરતી ભિક્ષા લાવે તો તે આપનારા અસંયમ કરે છે, એમ જાણી તે દાતા પાસેથી આહાર પ્રહણ ન કરે. તે જ પ્રકારે સાધુને માટે સચિત્તમાં અચિત્ત વસ્તુ ભેળવીને કે સચિત્ત વસ્તુ રાખીને અથવા સચિત્ત વસ્તુથી સંઘશ્કેન કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ પાણી ભર્યું હોય તેમાં અવગાહન-પ્રવેશ કરીને કે તેને ચલિત કરીને જો આહાર પાણી શ્રમણ માટે લાવે તો તે દેનાર મુનિ કહે કે તેવું ભોજન-પાન મને કલ્પતું નથી. કોઈ પુરષ્કર્મવાળા હાથ, કળછી કે વાસણથી આહાર પાણી આપે તો તે આપનારને કહે કે તે મને કહ્યું નહિ, આહાર પાણી વહોરાવતા પહેલાં જે દોષ થાય તે પુરા કર્મ કહેવાય, જો હાથ, વાસણ કે કડછી ભિંજાયા હોય અથવા સચિત્ત પાણીથી સ્નિગ્ધ થયાં (બહુલિંજાયા) હોય, સચિત્ત રજ, સચિત્ત માટી, કે ખારો તેમજ હરતાલ, હિંગુલક, મનઃશિલા, અંજન, મીઠું, મેરૂં, પીળીમાટી, સફેદમાટી, ફટકડી, અનાજનો ભુસુ, તરતનો પીસેલો લોટ, ફળ ના ટુકડો કે તેવી સચિત્ત વનસ્પતિ ઈત્યાદિથી ખરડાયેલા હોય તો તે દ્વારા આપતાં આહાર પાણીને મુનિ ઈચ્છે નહિ, કારણ કે તેમ કરવાથી પક્ષાત્કર્મનો દોષ લાગે. દાતાનાં હાથ અન્નાદિથી સંસ્કૃષ્ટ ખિરડાયેલા હોય, તથા કડછી અથવા અન્ય કોઈ ભાજન કોઇ નિર્દોષ પદાર્થથી લિપ્ત હોય, ત્યારે સાધુ પશ્ચાત્કમ અથવા પૂર્વ કર્મના દોષની સંભાવના નથી, એમ જાણી નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરે. - 112-113 બે વ્યક્તિ સાથે ભોજન કરી રહ્યા છે. તેમાંથી એક વ્યક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર-પાણીને ઇચ્છે પરંતુ બીજી વ્યક્તિના અભિપ્રાયની રાહ Page #22 -------------------------------------------------------------------------- ________________ 156 દસયાલિય-પ/૧/૧૧૪ જએ. જો તે બને નિમંત્રણા કરે તો તે અપાતા નિર્દોષ આહાર પાણી ને ગ્રહણ કરે. [114-118] સાધુ ગર્ભવતી સ્ત્રી માટે જ બનાવેલું ભિન્ન ભિન્ન પ્રકારનું ભોજન પાન ખવાતું હોય કે ખાવાનું બાકી હોય તો તેને ગ્રહણ ન કરે. પણ તેના ભોગવ્યા પછી વધ્યું હોય તો જ ગ્રહણ કરે કાચિત્ શ્રમણ-ભિક્ષુને ભિક્ષા આપવા માટે પૂરા મહિના વાળી ગર્ભવતી સ્ત્રી ઉભેલી હોય અને બેસે અથવા બેઠેલી હોય ને ઉભી થાય તો તેના હાથનાં ખાન-પાન સંયમીઓને ગ્રહણ કરવા યોગ્ય નથી. માટે ભિક્ષા આપતી તે સ્ત્રીને શ્રમણ કહે આ પ્રમાણે ભિક્ષા લેવું મને કાતું નથી. બાળક કે બાલિકાને પયપાન કરાવતી સ્ત્રી બાળક ને દૂર રડતું મૂકીને ભિક્ષને હરાવવા માટે આહારપાણી લાવે તો તે આહાર પાણી સંયમી પુરૂષો માટે અકલ્પનીય છે. માટે ભિક્ષા આપતી. સ્ત્રીને તે શ્રમણ કહે કે મને આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી કહ્યું નહિ. 119-121} વળી જે આહાર-પાણી કલ્પનીય છે કે અકલ્પનીય છે, એની શંકાવાળા હોય તો તે આપતી વ્યક્તિને શ્રમણ કહે કે મને તેવાં આહાર પાણી કહ્યું નહિ. જે આહાર-પાણી સચિત્ત પાણીના ઘડાથી ઢાંકેલ હોય, પત્થરથી, ખરલથી બાજોઠથી, ઢેફાંથી કે માટી અથવા બીજા તેવા કોઈ કોઈ લેપથી છાંદેલ હોય, લાખનું સીલ દીધું હોય તેવા અન્નપાનને શ્રમણ નિમિત્તે લેપ વગેરે તોડીને લાવે તો ભિક્ષા દેનારને શ્રમણ કહે કે તેવું મને કહ્યું નહિ. [122-129] ગૃહસ્થોએ બનાવેલું અન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર જે શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે આ બીજાને દાનને માટે બનાવ્યું છે તો તે આહાર-પાણી સંયત મુનિને અકલ્પનીય છે. તેમ જાણીને દાતારને કહે કે આ આહાર-પાણી અને કલ્પતા નથી. એજ રીતે યાચક કે ભિખારી માટે બનાવેલ, બીજાને પુણ્યાર્થે આપવા બનાવેલુ, વણિપક માટે બનાવેલું-અન્ય મતના સાધુ માટે બનાવેલ, એવા અશન-પાન-ખાદિમ-સ્વાદિમને જે શ્રમણ સ્વતઃ જાણે કે સાંભળે તો તે તેને માટે અકલ્પનીય છે. તેથી દાતારને કહે કે આ આહાર-પાણી અને કલ્પના નથી. [130-131] જે અન્ન પાન સાધુનેજ ઉદ્દેશીને, સાધુ માટે ખરદીને બનાવેલ હોય, સાધુ માટે તથા પોતાને માટે કરેલ અલગ અલગ આહાર પાણી મિશ્ર થઈ ગયેલ હોય. સામે લાવેલું હોય સાધુ નિમિત્તે ઉમેરીને કરેલું કે ઉછીનું લીધેલું તથા મિશ્ર થયેલું અન્ન પાણી પણ ભિક્ષુ તજી દે. જે ભિક્ષને શંકા થાય તો તે આહારની ઉત્પત્તિ કેમ થઈ? કોના માટે બનાવ્યું છે? એમ પૂછી શંકા રહિત અને શુદ્ધ ભિક્ષા હોય તો પ્રહણ કરે. [132-137) સચિત્ત પુષ્પ બીજ કે લીલોતરીથી જે અનાદિ આહાર મિશ્ર હોય તે આહાર સચિત્ત જળ, કીડીનાં દર, લીલ ફૂગ કે અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા અગ્નિ સાથે સ્પર્શ કરીને અપાય તો તે અન્ન પાન સંયમી પુરૂષોને માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, તેમ જાણીને ભિક્ષુ કહે કે મને તેવું ભોજન કલ્પતું નથી. [138-139] ચુલામાં બળતણ કાઢી નાખીને અગ્નિ પ્રગટાવીને કે વધુ તેજ કરીને અથવા અગ્નિ ઠારીને, પકાવતાં અન્નનો ઉભરો આવેલ જાણી તેમાંથી કંઈક ઓછું કરીને કે તેમાં વધુ પાણી ઉમેરીને, છાંટીને, અથવા અગ્નિ ઉપરથી નીચે ઉતારીને આપે તો તે ભોજન પાન પણ સંયમી પુરુષોને માટે કલ્ય નથી. માટે આપનારને ભિક્ષ. કહે છે તેવી ભિક્ષા મને કલ્પતી નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫, ઉદેસી-૧ 157 [140-141] ભિક્ષાર્થે ગયેલો ભિક્ષુ વર્ષા ઋતુમાં કાદવથી બચવા માટે લાકડું પત્થર ઈંટ કે જે કંઈ સાધન ઉલ્લંઘવા માટે રાખેલાં હોય તે સ્થિર ન હોય-હાલતા હોયતો પાંચ ઈદ્રિયોને દમન કરનાર સમાધિવંત સાધુ તે પર થઈને ગમન ન કરે; કારણે ડગમગતા સાધન ઉપર પગ મૂકવાથી પડી જવાય તો શરીરને પીડા થવાનો અને પોલી જગ્યામાં રહેલા સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો પણ સંભવ રહે છે. [૧૪ર-૧૪૪] સાધુ માટે કોઈ દાતાર, નિસરણી, પાટિયું કે બાજોઠ ઊંચા કરીને કે મેડા કે માળ ઉપર ચઢીને ઊંચેથી લાવેલી વસ્તુ આપે તો ગ્રહણ ન કરે, માળ ઉપર ચઢતાં કદાચ પડી જાય તો હાથ કે પગ ભાંગો અને તેના પડવાથી ત્યાંના પૃથ્વી કાયિક જીવોની તથા ત્યાં રહેલા બીજા જીવોની પણ હિંસા થાય. તેથી આ મહોદોષોને જાણીને સંયમી મહર્ષિઓ માળ પરથી લાવેલી ભિક્ષા ગ્રહણ કરતા નથી. [15] અપક્વ કે અચિત્ત એવા અને નહીં છેદાયેલા કંદ, મૂળ, ફળ, પાંદડાનું શાક, તુંબડું અને આદુ ભિક્ષુ ગ્રહણ ન કરે. [૧૪૬-૧૪૯]જવનું ચૂર્ણ, (સાથવો) બોરનું ચૂર્ણ, તલ સાંકળી, ગોળ, પુડલા કે તેવા કોઈ પણ ચીજો કે જે દુકાનોમે વેચાતી હોય તે ઘણાં સમયની પડતર હોય કે સચિત્ત રજ થી યુક્ત હોય, જેમાં ઘણાં ઠળિયા હોય એવા ફળ, અનિમિષ નામે વૃક્ષનું ફળ તથા જેને બહુ કાંટા હોય તેવું અગથિયાનું ફળ, બીલીનું ફળ, શેરડીના કટક, સામલી વેલાનુંમ ફળ ઈત્યાદિ કાળો કદાચ અચેત હોય તો પણ તેમાં ખવાય તેવો ભાગ થોડો અને નાખી દેવા જેવો ભાગ ઘણો હોય છે માટે તે વસ્તુ આપનાર દાતાને ભિક્ષ, કહે કે એ ભિક્ષા માટે કલ્પતી નથી. [150-156] ઉચ્ચ- કે નીચ- પાણી, ગોળનું વાસણ ધોયા પછીનું પાણી. લોટનું પાણી, ચોખાનું ધોવાણ જો તત્કાળનું બનેલું હોય તો ભિક્ષુ તે પાણીને ગ્રહણ ન કરેપરંતુ જો પાણીને ઘણીવાર થઈ ગઈ હોય-પરિણત કાળ થઈ ગયો હોય તો તેનું પોતાની બુદ્ધિથી કે દ્રષ્ટિથી અથવા ગૃહસ્થને પૂછીને કે તેનાથી સાંભળી ને. જો તે પાણી શંકા રહિત જણાય તો ભિક્ષુ તેને ગ્રહણ કરે છે. તે નિર્જીવ અને પરિણત જાણે તો તેને ગ્રહણ કરી શકે. પરંતુ અચિત્ત હોવા છતાં તેને શંકા થાય કે આ પાણી મારા માટે પથ્ય છે કે કેમ? તો તે પાણીનું આસ્વાદન કરી તપાસીને પછી જ ભિક્ષા ગ્રહણ કરે તે વખતે ભિક્ષ દાતારને કહે-ચાખવા માટે મારા હાથમાં જલ આપો. આ પાણી અતિ ખાટું કે કોહી બગડી ગયેલું છે. તેમ જ પોતાની તૃષા છિપાવવા માટે પર્યાપ્ત નથી. તો તે દેનારને કહે કે મને તે કલ્પનીય નથી. કદાચિત ઈચ્છા વગર કે ધ્યાન ન રહેવાથી તેનું પાણી કોઈ દાતારે વ્હોરાવી દીધું હોય તો તે પોતે પણ ન પીએ કે અન્ય ભિક્ષને પણ પીવા ન આપે. પરંતુ એકાંતમાં લઈ જઈને પ્રાસુક સ્થાન જોઈને તે પાણી યતના પૂર્વક ત્યાગી દે. પછી ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરે. [157-174] ગોચરી ગયેલો સાધુ કદાચિતું ભોજન કરવાને ઇચ્છે તો શૂન્યગૃહ કે કોઈ ભીંતના મૂળ પાસે જીવરહિત સ્થાન તપાસી લે ઉપરથી ઢાંકેલા કે છત્રવાળા તે સ્થાનમાં મેધાવી સાધુ તેના માલિકની આજ્ઞા લઈને પોતાના હાથ કે વસ્ત્ર ખંડથી પ્રમાર્જના કરીને પછી ત્યાં આહાર કરે. આહાર કરતા મુનિને ભોજનમાં ગોટલી, કંટક તૃણ, કાષ્ઠનો કટકો કે કાંકરો અથવા તેવા પ્રકારનો કોઈ કચરો નીકળે તો તેને જ્યાં ત્યાં Page #24 -------------------------------------------------------------------------- ________________ 158 દસયાલિય-પ/૧/૧૭૪ દૂર ફેકે નહિ. કે મોઢેથી ઉછાળીને ફેકે નહિ. પરંતુ એકાંતમાં જાય અને ત્યાં નિર્જીવ જગ્યા તપાસીને યતનાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે, પાછો ફરી ઈયપથક પ્રતિક્રમે અને જે પોતાના સ્થાને પહોંચ્યા પછી ભિક્ષા વાપરવાની ઈચ્છા રાખે તો ભિક્ષાસહિત આવીને તે પહેલા ભોજન કરવાની જગ્યાનું પ્રતિલેખન કરે અને પછી વિનયપૂર્વક તે સ્થાનમાં પ્રવેશ કરીને ગુરૂની સમીપ આવી ઈયપિથિકી પ્રતિક્રમે. પછી તે ભિક્ષ આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં જે કઈ અતિચાર કર્યા હોય તે બધાને ક્રમપૂર્વક યાદ કરી લે. સરળ બુદ્ધિવાળો શાંત ચિત્તવાળો તે મુનિ આહાર પાણી કેવી રીતે મેળવ્યા? ઈત્યાદિ બધુ વ્યાકુળતા રહિત ગુરૂ સમક્ષ સ્પષ્ટ કહે પહેલાં કે પછી થયેલા દોષોની કદાચિતું તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે કાયોત્સર્ગ કરી આવું ચિંતન કરે કે અહો ! શ્રી જિનેશ્વરીએ મોક્ષના સાધન સાધુ પુરૂષના દેહના ધારણ કરવા માટે કેવી નિર્દોષવૃત્તિ દેખાડી છે? અથતુ ઉપદેશેલી છે. કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી નમસ્કારનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ તેમજ પછી જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ (લોગસ્સનો) પાઠ કરી પછી અલ્પ સ્વાધ્યાય કરીને ભિક્ષુ ક્ષણવાર વિશ્રાંતિ લે. અને વિશ્રાંતિ લઈને નિરરૂપી લાભનો અર્થી તે સાધુ પોતાના કલ્યાણ માટે આ પ્રમાણે ચિંતન કરે કે બીજા મુનિવરો મારા ઉપર અનુગ્રહ કરીને મારા આહારમાંથી થોડું લે તો હું સંસારસમુદ્રથી તરી જાઉં.” આ. પ્રમાણે વિચારીને પ્રીતિપૂર્વક ક્રમશઃ બધાને આમંત્રણ કરે, જો કોઈ સાધુ આહાર કરવાની ઈચ્છા કરે તો તેની સાથે જ આહાર કરે છે કોઈ સાધુ આહાર કરવા ન ઇચ્છે તો સંયમી પોતે એકલે જ પહોળા મુખવાળા પ્રકાશિત ભાજનમાં યતનાપૂર્વક નીચે ન વેરાય. તેવી રીતે આહાર કરે ગૃહસ્થ પોતાને માટે બનાવેલું અને વિધિ પૂર્વક મેળવેલું તે ભોજન તીખું, કડવું કસાયેલું ખાટું મધુર કે ખારૂં ગમે તેવું હોય પરંતુ સંયમી ભિક્ષુ તેને મધ કે ઘીની માફક પ્રેમપૂર્વક આરોગે. મળેલો આહાર નિરસ કે વિરસ હોય કે ઉત્તમ પ્રકારની શાક વગેરે સામગ્રીથી સહિત હો કે રહિત હો, સ્નિગ્ધ હોયકે શુષ્ક-લુખ્ખો હો બરફુટ હો કે અડદના બાકળાનું ભોજન હો, તેમજ અલ્પ હોય કે બહુ હોય પરંતુ મળેલા આહારની કે ઘતારની નિંદા ન કરે પરંતુ તે મુધાજીવી ભિક્ષુ અચિત્ત, નિર્દોષ અને સહજ મળેલા આહારને નિઃસ્વાર્થ ભાવે શાંતિ પૂર્વક આરોગે. [17] મહાપુરૂષો કહે છે કે આ દુનિયામાં કોઈ પણ બદલાની આશા વિના કેવળ નિસ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કેવળ સંયમના નિવહ માટે નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા લેનાર ભિક્ષ, એ બંને મળવા દુર્લભ છે. જે નિઃસ્વાર્થી દાતાર અને નિઃસ્વાર્થી ભિક્ષુ, હોય છે તે બંને ઉત્તમ ગતિને મળવે છે. તે પ્રમાણે હું તમને કહું છું) અધ્યયન-૫, ઉદેસા-૧ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ] - અધ્યયન-૫-ઉદેસર 2 -) [17] સંયમી ભિક્ષુ બધો આહાર, પછી તે સુગંધી હોય કે ગંધરહિત તેને પાત્રાને છેલ્લો લેપ લાગ્યો હોય ત્યાં સુધીનું બધું અંગુલીથી સાફ કરીને ખાઈલે. [177-181] ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ ગોચરીમાં મેળવેલ ભોજન ભોગવતા અપર્યાપ્ત થાય તો અર્થાતુ સુધા શાન્ત ન થાય તો Page #25 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫, ઉદેસો-ર 159 અથવા વધુ આહાર લેવાની આવશ્યકતા ઊભી થાય તો પૂર્વોક્ત વિધિથી તથા આ નીચે કહેવામાં આવશે તે વિધિથી અન્નપાણીની ગવેષણા [શોધ] કરે. ભિક્ષુ ભિક્ષાને કાળ જાણીને ગોચરી માટે નીકળે જે કંઈ અલ્પ કે પરિમિત આહાર મળે તે ગ્રહણ કરીને ભિક્ષાકાળ પૂર્ણ થતાં જ સ્થાનક તરફ પુનઃ પાછો ફરે. અકાળને છોડીને જે સમયે જે કાર્ય કરવાનું હોય તે સમયને યોગ્ય કાર્ય કરે. અહો સાધુ! તું અકાળે ભિક્ષાર્થે જઈશ અને સમયને ઓળખીશ નહિ તો તારા આત્માને ખેદ થશે અને ખોરાક ન મળવાથી તું ગામની પણ નિંદા કરીશ” માટે ભિક્ષાનો સમય થાય ત્યારે જ ભિક્ષુએ ભિક્ષાર્થે ઉદ્યમ કરવો જોઈએ કવચિત્ ભિક્ષા ન મળે તો પણ દીનહીન થઈને શોક ન કરતાં આજે સહેજે તપ થયો એમ માનીને તે સુધાનો સમભાવે સહન કરે. [18] ભિક્ષુ નાના મોટાં પશુ પક્ષીઓ ખોરાક માટે તે ચણા માટે એકઠાં થયેલા હોય તેની સન્મુખે ગમન ન કરે પણ ઉપયોગ પૂર્વક બીજે જ માર્ગેથી ગમન કરે. [183-188] ગોચરીને માટે સાધુ ગૃહસ્થને ઘેર જાય ત્યારે ત્યાં ધર્મકથાનો વિસ્તાર પૂર્વક પ્રબન્ધ ન કરે અને બેસે પણ નહિ. કોઈ ગૃહસ્થના ઘરની ભોગળ, કમાડનું પાટિયું બારણું કે કમાડનો ટેકો દઈને ઉભો રહે નહિ બીજા ધર્મના અનુયાયી શ્રમણ બ્રાહ્મણ કુપણ કે ભિખારી જો ગૃહસ્થના દ્વારની સન્મુખ ભોજનને માટે કે પાણીને માટે આવી ઊભા હોય તો તેને ઓળંગીને ગૃહમાં પ્રવેશ ન કરે તેમજ તેમની દૃષ્ટિ પડે તેવા સ્થાને ઊભો પણ ન રહે પરંતુ એકાંતમાં જઈને જ ઊભો રહે કારણ કે તેમ કરવાથી તે ભિખારી કે દાયક અથવા બન્ને નાખુશ થાય તેમજ પ્રવચન-ધર્મની પણ લઘુતા દેખાય નિષેધ કરે કે દાન આપી દે પછી યાચકો દ્વારપરથી પાછા ફરે ત્યાર પછી જ સંયમી સાધુ યતનાપૂર્વક અન્નપાણીને માટે તે ગૃહના ઘેર પ્રવેશ કરે. [189-192] નીલોત્પલ-લીલુકમળ, પદ્મ-લાલ કમળ, ચંદ્રવિકાસી-શ્વેત કમળ અથવા માલતી મોગરાનું કે તેવું બીજું કોઈ પણ ફૂલ - ચૂટીને કચરીને - છેદીને. - કે સંઘો કરીને કોઈ ભિક્ષા આપે તો તે ભોજન અને પાણી સંયમીને અકથ્ય-અગ્રાહ્ય છે. માટે આપનાર પ્રત્યે કહે કે આ આહાર પાણી અને કલ્પતા નથી. [193-194] કમલનો કન્દ, પલાશનો કન્દ, જેતકમલની નાલ, નીલ કમલની નાલ, કમલના તંતુ, સરસવોની નાલ, અને શેરડીના ટુકડા, એ સર્વે સચિત્ત પદાર્થ, વૃક્ષના, તૃણના તથા અન્ય કોઈ બીજી વનસ્પતિના, તરૂણ પ્રવાલ-નવીન કૂંપળો જો કાચી હોય તો - શસ્ત્ર પરિણત થયા ન હોય તેવાને સાધુ પ્રહણ ન કરે. [195] તેમજ જેનું બીજ બંધાયું નથી તેવી કોમળ ચોળા મગની ફલીઓ - કાચી હોય તો તે આપનાર પ્રત્યે સંયમી કહે કે મને તેવી જાતનો આહાર કહ્યું નહિ. [196-199] બોર, વંશકારેલાં, શ્રીપર્ણીનું ફળ, નાળિયેર, તલપાપડી, પાકી. લીમડાની લીંબોળી આ બધી ચીજો અપક્વ સચિત હોય તો સંયમી તે છોડી દે. તેમજ ચોખાનો તથા તલનો આટો. તેમજ સરસવનો ખોળ તથા અપક્વ પાણી વગેરે કાચું હોય અથવા મિશ્ર પાણી હોય તો ભિક્ષુ તેને પણ ગ્રહણ ન કરે. અપક્વ કોઠું બિજોરૂં, પાંદડા સહિત મૂળો કે મૂળાની કાતરી વગેરે કાચા કે શસ્ત્રપરિણત ન હોય તો મુનિ મનથી પણ ન ઈચ્છે. તે જ પ્રમાણે ફળોનું ચૂર્ણ, બીજોનું ચૂર્ણ બહેડાં તથા રાયણનાં ફળ વગેરે કાચા હોય તો સચિત્ત જાણીને તેને ગ્રહણ ન કરે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧દo. દસયાલિય - 5/2/200 [200] હંમેશાં ભિક્ષુ સામુદાનિક-ધનવાન અને નિર્ધન એ બંને સ્થળે સમાન ભાવે ગોચરી કરે. નિર્ધન કુળનું ઘર જાણી તેને ઉલ્લંઘીને શ્રીમંતને ઘેર ન જાય. [201-203] નિદૉષ ભિક્ષાની ગવેષણા કરવામાં રત. અને આહારની. મયદાને જાણનાર પંડિત ભિક્ષુ ભોજનમાં આસક્તિ નહિ રાખતાં તથા દિનપણું ધારણ નહિં કરતાં ભિક્ષાવૃત્તિ કરે, તેમ કરતાં કદાચિત્ આહાર મળે નહિ તો પણ ખેદ ન કરે ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના મેવા મુખવાસ ઈત્યાદિ ભોજન હોય, તે ગૃહસ્થ આપે કે ન આપે એ તેની ઈચ્છા પર નિર્ભર છે. પણ પંડિત ભિક્ષુ તેના ઉપર કોપ ન કરે. શવ્યા, આસન, વસ્ત્ર, ભોજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં પ્રત્યક્ષ દેખાતાં હોવા છતાં પણ જો તે ન આપે તો સંયમી તેના પર કોપ ન કરે. [20] સ્ત્રી, પુરૂષ, બાળક કે વૃદ્ધ નમસ્કાર કરતા હોય તે વખતે તેની પાસેથી. કોઈ વસ્તુની યાચના કરે નહિ તેમજ આહાર નહિ દેનાર પ્રત્યે કઠોર શો બોલે નહીં [205] જો કોઈ ગૃહસ્થ સાધુને વંદના કરે નહિ તો તેના ઉપર ક્રોધ કરે નહિં વંદના વગેરે કરે તો અહંકાર કરે નહિ આ પ્રમાણે બને અવસ્થાઓમાં સમભાવ પૂર્વક રહેતા મુનિનું સાધુત્વ અખંડ રહી શકે છે. [20210] કદાચ કોઈ સાધુ સ્વયં સુંદર ભિક્ષા મેળવીને હું એકલોજ ઉપભોગ કરીશ, જો હું બીજાને દેખાડીશ તો બીજા મુનિ અથવા આચાર્ય તે સ્વયં ગ્રહણ, કરી લેશે એમ માનીને લોભથી છુપાવે છે. તે જિહુવાલોલુપ તથા સ્વાર્થી સાધુ ઘણું પાપ ઉપાર્જન કરે છે અસન્તોષશીલ બને છે અને નિવણિને પામી શકતો નથી. વળી કોઈ સાધુ વિવિધ પ્રકારના સુંદર સરસ આહાર મેળવીને રસ્તામાંજ ભોગવી લે અને વધેલો વિવર્ણ-રૂપરંગ રહિત સ્વાદરહિત આહાર ઉપાશ્રયમાં લઈ આવે. જેથી બીજા શ્રમણો એમ જાણે કે “આ મુનિ ખૂબ આત્માથી અને રૂક્ષવૃત્તિથી જીવનારો સંતોષી ભિક્ષુ છે કે જે સંતુષ્ટ થઈને લુખો સુકો આહાર સેવે છે. આવી રીતે દંભથી જે પૂજા, કીર્તિ, માન, અને સન્માનનો ઇચ્છુક છે તે ઘણું પાપ ઉપાર્જીત છે. અને માયાશલ્યનું સેવે છે. [211-216 પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો અને જેના ત્યાગમાં કેવળી પુરૂષોની સાક્ષી છે, એવો સંયમી ભિક્ષુ સુરા, દ્રાક્ષનો આસવ મહુડાંનો. રસ કે બીજા કોઈ પણ માદક રસને કદિપણ સેવન ન કરે. મને કોઈ દેખતું નથી તેમ માની જે કોઇ ભિક્ષ એકાંતમાં ચોરીથી માદક રસ પીએ છે તેના દોષોને અને માયાને જુઓ અને હું તે વર્ણવું છું માટે સાંભળો. જેમ ચોર પોતાના દુષ્કર્મોથી ઉદ્વિગ્ન ચિત્તવાળો રહે છે, તેમ દુબુદ્ધિ ભિક્ષુ પણ પોતાના દુષ્ટકમથી અસ્થિર ચિત્ત વાળો રહે છે. તેવો મુનિ મૃત્યુના અંત સુધી પણ સંવરધર્મની આરાધના કરી શકતો નથી. તે માત્ર વેશધારી મદિરા પીનાર સાધુ પોતાના આચાર્યોને કે બીજા શ્રમણોન આરાધી શકતો નથી. વળી, ગૃહસ્થ પણ તેની નિંદા કરે છે. કારણ કે તે બધા તેની આવી અસાધુતાને સ્પષ્ટ સમજી શકે છે. આ પ્રમાણે દુર્ગુણોને સેવનારો અને ગુણોને છોડી દેનાર સાધુ મરણના અંતે પણ સાચા સંવરધર્મને આરાધી શકતો નથી. [217-20] જે બુદ્ધિમાનું સાધક નિગ્ધ અને સ્વાદિષ્ટ ઉચ્ચ રસવાળા રસિક ભોજનોને છોડી દઈ તપશ્ચર્યા કરે છે. જે મદ, અભિમાન તથા પ્રમાદથી નિવૃત્ત થઈ જાય છે તે તપસ્વી બની વિકાસને માર્ગે અગ્રેસર થાય છે, શ્રેષ્ઠ સાધુ કહેવાય છે. તે ભિક્ષુના Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- 6 11 કલ્યાણ રૂપ સંયમ તરફ નજર કરો કે જે અનેક ભિક્ષુઓથી પૂજાય છે. તથા વિસ્તીર્ણ મોક્ષના અર્થથી યુક્ત બને છે. તેનું હું ગુણ કથન કરીશ. તે સાંભળો. એ પ્રમાણે સદ્ગણોનો ઇચ્છુક અને દુર્ગુણોનો ત્યાગી ભિક્ષુ મરણના છેડાસુધી સતત સંવર ધર્મનું આરાધન કરે છે. તેવો શ્રમણ આચાયોને તથા બીજા સાધુઓને પણ આરાધે છે. અને તેને તેવો ઉત્તમ ભિક્ષ જાણીને ગૃહસ્થો પણ તેની પૂજા કરે છે. [221-223] જે તપનો, વાણીનો, રૂપનો અને આચાર ભાવનો ચોર હોય છે તે દેવયોનિ પ્રાપ્ત થવા છતાં કિલ્વેિષ જાતનોહલકી જાતનો દેવ બને છે. કિલ્બિષ જાતના હલકા દેવોમાં થયેલો તે સાધક દેવપણું પામીને પણ “ક્યા કર્મથી મારી આ ગતિ થઈ તેને જાણી શકતો નથી.” તે કિલ્બિષ દેવ ત્યાંથી આવીને મુંગા બકરાની યોનિને પામે છે. અને પછી નરક યોનિમાં કે તિર્યંચ યોનિમાં ગમન કરે છે. કે જ્યાં સુબોધ સમ્યત્ત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. [224] જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલ આ પ્રકારના દોષને જાણી બુદ્ધિમાનું સાધક લેશ માત્ર પણ માયા કે અસત્યને ત્યાગે [૨૫આ પ્રમાણે સંયમી ગુરુઓ પાસેથી ભિક્ષાની ગવેષણા-શુદ્ધિને શીખીને તથા ઈદ્રિયોને સમાધિમાં રાખીને તીવ્ર સંયમી અને ગુણવાનું ભિક્ષુ સંયમમાં વિચરે, અધ્યયન - ઉદ્દેશો-રની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન છઠ્ઠ-મહાચારકથા) 222-229] જ્ઞાન, દર્શન સંપન, સંયમ અને તપની ક્રિયાઓમાં પૂર્ણપણે રત, આગમજ્ઞાની, ઉદ્યાનમાં પધારેલ ગણિઆચાર્યશ્રીને રાજા, રાજપ્રધાનો, બ્રાહ્મણ તથા ક્ષત્રિય આદિ લોકો નમ્રતાપૂર્વક પૂછે છે કે - ભગવન્! આપના આચાર- અને ગોચરકેવા પ્રકારનાં છે ? ઈદ્રિયોનું દમન કરનાર, જીવમાત્રનું સુખ ઈચ્છનાર તે વિચક્ષણ મહાત્મા શિક્ષાથી યુક્ત થઇને ઉત્તર આપે છે, હે શ્રોતાઓ ! ધર્મના પ્રયોજન રૂપ મોક્ષની ઈચ્છાવાળા નિગ્રંથોના અતિ કઠિન અને સામાન્યજનોથી અસાધ્ય ગણાતા એવા સંપૂર્ણ આચાર-ગોચરને સાંભળો. 2325] આ લોકોમાં જેનું પાલન કરવું અતિ કઠિન છે તેવું દુષ્કર વ્રત આચાર નિગ્રંથ દર્શન સિવાય અન્ય કોઈ દર્શનોમાં ક્યાંય ભૂતકાળમાં કહેવાયો નથી અને ભાવિમાં કહેવાશે નહીં. બાળ, વૃદ્ધ, અસ્વસ્થ કે સ્વસ્થ એ બધાં જ મુમુક્ષુઓએ જે ગુણો અખંડ રીતે આરાધવાનો હોય છે તે પૂર્વના મહાપુરુષોએ જે સ્વરૂપે કહ્યા છે તે સ્વરૂપે જ કહું છું. આ આચારનાં નીચે પ્રમાણે પ્રધાન અઢાર સ્થાનો છે. જો અજ્ઞાની સાધક તે પૈકીના એકની પણ વિરાધના કરે તો તે નિગ્રંથ શ્રમણભાવથી ભ્રષ્ટ થાય છે. પ્રથમ સ્થાન :- બધા જીવો સાથે સંયમ પૂર્વક વર્તવું, તેજ ઉત્તમ પ્રકારની અંહિસા છે અને ભગવાન મહાવીરે તેનેજ અઢાર સ્થાનકોમાં પ્રથમ સ્થાને દશવેિલી છે. સંયમી સાધક આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓને જાણતાં કે અજાણતાં હણે નહિ, હણાવે નહિ કે હણનારને અનુમોદે પણ નહિ. જગતના સર્વે જીવો જીવનને ચાહે છે, કોઈ પણ પ્રાણી મૃત્યુને ચાહતું નથી. માટેજ એ ભયંકર પાપરૂપ પ્રાણીહિંસાને નિગ્રંથ પુરૂષો (સર્વથા) ત્યાગી દે છે, સંયમી પોતાના સ્વાર્થ માટે, અન્યના માટે, ક્રોધથી Page #28 -------------------------------------------------------------------------- ________________ 12 દસયાલિયં - દો-૨૫૧ અથવા ભયથી પરને પીડા ઉત્પન્ન કરે તેવી હિંસાજનક અસત્ય ભાષા બોલે નહિ, બીજા પાસે બોલાવે નહિ અને બીજો કોઈ બોલતો હોય તો તેને અનુમોદન પણ આપે નહિ. કારણ કે આ લોકમાં મૃષાવાદને સર્વ સાધુ પુરૂષોએ નિંદેલ છે, અસત્યવાદી, પુરુષ પ્રત્યેક જીવોને અવિશ્વાસપાત્ર બની રહે છે. માટે સાધુઓને અસત્યનો (સર્વથા) ત્યાગ કરવો જોઇએ., સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ, અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્ય, અલ્પ પ્રમાણમાં કે બહુ પ્રમાણમાં, વધારે તો શું પરંતુ એક દાંત ખોતરવાની સળી પણ માલિકની રજા મેળવ્યા વિના સંયમી પુરુષો સ્વયં ગ્રહણ કરતા નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવતા નથી કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન પણ આપતા નથી., સંયમનો ભેદ કરાવે તેવાં સ્થાનોથી દૂર રહેનારા, ચારિત્રમાં સાવધાન, પાપભીરૂ મુનિજનો સાધારણ લોકોથી દુ:સાધ્ય, પ્રમાદના સ્થાનભૂત અને મહા ભયંકર એવા અબ્રહ્મચર્યનું કદિ આચરણ કરતા નથી. કારણકે આ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે. મૈથુન મહાદોષનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિગ્રંથો ત્યાગી દે છે, જે જ્ઞાતપુત્ર ભગવાનું મહાવીરના વચનમાં અનુરક્ત મહામુનિ હોય છે તેઓ બલવણ સામાન્ય મીઠું આદિ, તેલ, ઘી, ગોળ સંચય કરવાની ઈચ્છા પણ ધરાવતા નથી. આ પ્રમાણે સંચય તે લોભનોજ અનુસ્પર્શ છે. તેથી તીર્થંકર પ્રભુની આજ્ઞા છે કે જે કોઈ સાધુ સંગ્રહ કરવાની ઈચ્છા રાખશે તે સાધુ નથી પરંતુ ગૃહસ્થ છે. જે સાધુ વસ્ત્ર, પાત્ર કંબલ રજોહરણ રાખે છે તે એકાંત સંયમના નિવહિને માટે તથા લજ્જાના પાલન. માટે જ રાખે છે, મમતાથી પ્રેરિત થઈ ને નહિ. તેને જગતના જીવોના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી. પરંતુ તે વસ્ત્રાદિક કોઈ પણ વસ્તુ પર જો મૂછ હોય તો તે પરિગ્રહ છે, એમ કષીશ્વરે ફરમાવ્યું છે આથી સર્વ વસ્તુ તથા સંયમના ઉપકરણોનું સંરક્ષણ કરવામાં કે તેને રાખવામાં જ્ઞાની પુરુષો મમત્વભાવ આચરતા નથી, તેમજ તે પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી. બધા જ્ઞાની પુરૂષોએ વર્ણવ્યું છે કે અહો ! સાધુ પુરુષો માટે આ કેવું નિત્ય તપ છે ! કે તેમને જીવન પર્યત સંયમના નિવહ માટે ભિક્ષાવૃત્તિ કરવાની હોય છે અને એક ભક્ત એટલે દિવસમાં જ માત્ર આહાર કરવાનો હોય છે. પૃથ્વી ને વિષે એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે કે જે રાત્રિને વિષે જોઈ શકાતાં નથી તેથી રાત્રિના સમયે આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થઈ શકે? પાણીથી ભિંજાયેલી પૃથ્વી હોય, પૃથ્વીપર બીજ વેરાયાં હોય તેમજ કીડી, કુંથવા વગેરે ઘણા પ્રાણીઓ માર્ગમાં ચાલ્યા જતાં હોય છે. તેઓને દિવસે તો જોઈ શકાય પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી. શકાય ? આવા આવા અનેક દોષો થવાનું જાણીને જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ પુરુષો રાત્રિએ-કોઈ પણ પ્રકારના આહાર કે પાણી ઈત્યાદિને ભોગવતા નથી. [૨૫૧-૨પ૩] સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી પૃથ્વીકાયના જીવો ને હણતા નથી, હુણાવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. પૃથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે. માટે તે દોષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને પૃથ્વીકાયના સમારંભ ને સાધુ પુરુષ જીવન પર્યંત ત્યાગી દે. | [૨પ૪-૨૫૬] સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી જલકાયના Page #29 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- 6 163 જીવોને હણતા નથી, હણાવતા નથી કે હણનાર ને અનુમોદન આપતા નથી. કારણકે જળકાયની હિંસા કરનાર તેની હિંસા કરતો કરતો જલને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરી નાખે છે. માટે તે પાપ દુર્ગતિ વધારનારું છે, તેમ જાણીને સાધુપુરુષે જીવન પર્યન્ત માટે જળકાયના સમારંભને ત્યાગી દેવો જોઈએ. [257-260] સાધુ પુરુષો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ઇચ્છે નહિ કારણ કે તે પાપકારી અને લોખંડશસ્ત્રો કરતાં અદ્વિતીય તેમજ અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને કોઈપણ બાજુથી સહન કરવું તે સર્વથા દુષ્કર છે. અગ્નિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓ, ચાર વિદિશાઓ, ઉપર અને નીચે એમ દશે દિશામાં દરેક વસ્તુને બાળી ને ભસ્મ કરી નાખે છે. અગ્નિ પ્રાણીઓનો નાશ કરનાર છે. તેમાં લેશ માત્ર શિંકાને સ્થાન નથી. માટે સંયમી પુરષો પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી જરામાત્ર પણ અગ્નિકાયનો આરંભ કરે નહિ. માટે તે પાપ દુર્ગતિને વધારનારૂં છે તેમ જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત અગ્નિકાયના સમારંભને ત્યાગી દે. | [261-264] બહુ પાપકારી વાયુકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો અગ્નિકાયના આરંભ જેવો દૂષિત માને છે. તેથી જ છ કાયના રક્ષક સંયમીઓએ વાયુકાયનું સેવન કરતા નથી. માટે તાડપત્રના પંખાથી, સામાન્ય વીંજણાથી કે વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષો પોતે પવન નાખતા નથી, બીજની પાસે પવન નંખાવતા. નથી કે કોઈ પવન કરતો હોય તો તેને અનુમોદન પણ આપતા નથી. તેમજ સંયમીઓ પોતાની પાસે રહેલાં, વસ્ત્ર, પાત્ર, કંબલ જોહરણાદિ (સંયમના સાધનો) વડે પણ. વાયુની ઉદીરણા કરતા નથી. પરંતુ તેને ઉપયોગ પૂર્વક સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે, આવી રીતે આ દોષ દુર્ગતિને વધારનારો છે. એમ જાણીને સંયમી જીવન પર્યંત વાયુકાયનો સમારંભ ન કરે. [265-267] સુમસાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી વનસ્પતિકાયની હિંસા કરતા નથી, કરાવતા નથી, કરતા હોય તેમાં અનુમોદના આપતા નથી. કારણ કે વનસ્પતિની હિંસા કરનારા તે જીવ વનસ્પતિના આશ્રયે રહેલાં દ્રષ્ટિથી દેખી શકાય તેવા તથા ન દેખી શકાય તેવા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ દુર્ગતિને વધારનારો છે. તેવું જાણીને સાધુ પુરુષ જીવન પર્યત વનસ્પતિકાયના આરંભનો પણ ત્યાગ કરે. [268-270 સુસમાધિવત પુરુષો મન, વચન, અને કાયાથી ત્રસ કાયના હાલતા ચાલતા જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, અને તેવા જીવોની. હિંસા કરનારને અનુમોદન પણ, આપતા નથી. કારણ કે ત્રસકાયની હિંસા કરતો કરતો. તે જીવ ત્રસકાયના આશ્રયે રહેલાં, દ્રષ્ટિથી દેખી શકાય તેવાં તથા ન દેખી શકાય તેવાં પણ વિવિધ પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ પણ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરષ જીવન પર્યંત ત્રસ કાયની હિંસા ન કરે. [271-274 આહાર આદિ ચાર (હવે પછી કહેવાશે તે) કે જે સાધુ પુરુષોને અકથ્ય હોય તેને વર્જન કરે આહાર, શ, વસ્ત્ર અને પાત્ર એમ ચારે વસ્તુઓ પૈકી જે સંયમી માટે અકથ્ય હોય તેને સંયમી સાધુ ન ઈચ્છે, પણ જે કલ્પનીય હોય તેનેજ ગ્રહણ Page #30 -------------------------------------------------------------------------- ________________ 164 દસયાલિય- -ર૭૪ કરે. નિયાગ એટલે હંમેશાં એકજ ઘેરથી આમંત્રિત, ભિક્ષને માટેજ ખરીદીને લવાયેલો સાધુને ઉદેશીનેજ બનાવેલો, દૂરથી ધુમાટે તેની પાસે લાવી આહાર આપે તે લેવોઆવા દૂષિત આહાર જીવ હિંસાને અનુમોદન આપે છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે. તેથી સંયમમાં સ્થિર ચિત્ત વાળા ધર્મજીવી નિગ્રંથ પુરુષો કીત, ઔદેશિક કે આત દોષવાળા આહાર પાણીને ગ્રહણ કરતા નથી. ૨૭પ-૨૭૭] ગૃહસ્થનાં કાસુ ઇત્યાદિ ધાતુના) પ્યાલાં, બીજું વાસણો તથા માટીના લોટે કુંડા વગેરેમાં આહાર કરવાવાળી ભિક્ષ પોતાના સંયમથી ભ્રષ્ટ થાય છે. તે વાસણો ધોવાં પડે તો સચિત્ત અને તે પાણીને ફેંકવાથી બીજા પણ ઘણાં પ્રાણીઓનો નાશ થાય. માટેજ તીર્થંકરાદિ દેવોએ તેમાં અસંયમ કહ્યો છે. ગૃહસ્થના વાસણમાં જમવાથી પશ્ચાત્ કર્મ અને પુરાકર્મ એ બન્ને પ્રકારના દોષો થવાનો સંભવ પણ છે તેથી સંયમીઓએ તે પાત્રોમાં ભોજન કરવું યોગ્ય નથી. [287-28] શણનો ખાટલો, પાટીનો પલંગ, શણની દોરીથી બનાવેલી માર્ચ તથા આરામ ખુરસી વગેરે આસન પર બેસવું કે સૂવું તે આર્ય ભિક્ષુઓને માટે યોગ્ય નથી અનાચીર્ણ છે. માટે તીર્થંકરની આજ્ઞાની આરાધક નિગ્રંથો પલંગ, ખાટલો, માચી કે તેવી નેતરની ખુરસી કે ગાદી પર બેસતા નથી કારણ કે ત્યાં સૂક્ષ્મ જીવોનું પ્રતિલેખન થઈ શકતું નથી તેવાં આસનોના ખુણામાં નીચે કે આજુબાજુમાં અંધારું હોય છે, તેથી તે અપ્રકાશમાં રહેલા પ્રાણીઓ બરાબર ન દેખાવાથી તે પર બેસતાં હિંસા થવાનો સંભવ છે. માટે તેવા પ્રકારના માચ, ખાટલા વગેરેનો ત્યાગ કરવાનું કહ્યું છે. [281-284] ગોચરી માટે જઈ ગૃહસ્થને ઘેર બેસવું યોગ્ય નથી. તેનાથી આ પ્રમાણે અબોધિકારક-અનાચાર થવાનો સંભવ રહે છેબ્રહ્મચર્ય પાળવામાં વિપત્તિ ઉભી થાય છે. પ્રાણીઓનો વધ થવાથી સંયમ પણ નાશ પામે છે. ભિક્ષાચરોને વિઘ્ન થાય છે તથા ગૃહસ્થોના ક્રોધનું કારણ બની જવાય છે. ગૃહસ્થને ઘેર બેસવાથી બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકતું નથી અને ગૃહસ્થ સ્ત્રી સાથેના પરિચયથી અન્ય જનોને સાધુના ચારિત્રપ્રત્યે શંકા થાય છે, માટે આવા દુરાચારને વધારનાર સ્થાનને સંયમી દૂરથીજ છોડી તેમ છતાં જો જરાવસ્થાથી પીડિત, રોગી કે તપસ્વી હોય. આ ત્રણ પૈકી કોઈને પણ ગુહસ્થને ઘરે કારણસર બેસવું પડે તો કહ્યું છે. [285-287] રોગી કે અરોગી કોઈ પણ ભિક્ષુ જ્ઞાનની પ્રાર્થના કરે અથતું. ઇચ્છે તો પોતાના આચારનું ઉલ્લંઘન થાય છે અને તેથી સંયમને હનિ પહોંચે છે. કારણ કે ક્ષાર ભૂમિ અથવા તિરાડવાળી ભૂમિમાં ઘણા સૂક્ષ્મ પ્રાણિઓ રહેલાં હોય છે. માટે જો ભિક્ષુ અચિત પાણીથી પણ સ્નાન કરે તો તે જીવોને પીડા પહોંચાડે છે. તે માટે શીતલ કે ઉષ્ણ કોઈપણ પાણીથી સંયમી પુરુષો સ્નાન કરતા નથી, અને જીવનપર્યત તેવા કઠિન અસ્નાન વ્રતને ધારણ કરે છે. [288-291] સંયમી પુરુષ સ્નાન, સુગંધી ચંદન, લોધ્ર કુંકુમ, પા કેસર વગેરે દ્રવ્યોથી કદી પણ શરીરને વિલેપન કે મદન વગેરે કરે નહિ. નગ્ન જીર્ણપ્રાયા વસ્ત્રવાળા, મુંડિત (કેશલુંચન કરનારા), દીર્ઘોમ તથા નખવાળા અને મૈથુનથી સર્વથા વિરક્ત થયેલ સંયમીને વિભૂષાનું પ્રયોજન શું હોય? વિભૂષાને નિમિત્તે ભિક્ષુ એવાં ચિકણાં કમ બાંધે છે કે જે કર્મોથી દુઃખ કરીને મુક્ત થઈ શકાય એવો ભિક્ષુ ભયંકર સંસાર રૂપી Page #31 -------------------------------------------------------------------------- ________________ 65 અધ્યયન- 7 સાગરમાં પડે છે. કારણ કે તીર્થંકરભગવંતો વિભૂષા સંબંધી (સંકલ્પવિકલ્પ કરનારા) મનને બહુ કર્મબંધનનો હેતુ માને છે અને તેથી જ સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરનારાં સંયમીઓ તેનું મન દ્વારા પણ સેવન કરતા નથી.. રિ૯૨] મોહરહિત, વસ્તુસ્વરૂપને યથાર્થપણને જોનારા અને સંયમ, સરલતા, તથા તપમાં રક્ત નિરંથો પુર્વે કરેલાં પાપોને નાશ કરે છે અને નવાં પાપોને ઉપાર્જન કરતા નથી. આત્માને વિશુદ્ધ બનાવે છે. [23] હંમેશાં ઉપશાંત, મમતારહિત, અકિંચન આત્મ વિદ્યાને પ્રાપ્ત થયેલા, યશસ્વી તથા દરેક નાનામોટા જીવોનું પોતાની સમાન રક્ષણ કરનારા તેવાં સંયમીઓ શરદ ઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન કર્મમળથી વિશુદ્ધ થઈને સિદ્ધ ગતિ પામે છે અથવા સ્વલ્પ કર્મ શેષ રહ્યાં હોય તો ઉચ્ચ પ્રકારના દેવલોકના વિમાનોને પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે હું તમને) કહું છું. | અધ્યનનઃ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન સાતમું-વાચશુદ્ધિ) [294] પ્રજ્ઞાવાનું ભિક્ષુ (સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર) આ ચારેય પ્રકારની ભાષાના સ્વરૂપને જાણીને તે પૈકી બે પ્રકારની સિત્ય અને વ્યવહાર) ભાષાવડે વિનય શીખે, પરંતુ અસત્ય અને મિશ્ર આ બે પ્રકારની ભાષાને સર્વથા બોલે. f295-29(c) પ્રજ્ઞાશીલ સંયમી સત્ય ભાષા પણ જો બોલવા યોગ્ય ન હોય તો. બોલે નહિ તેમજ મિશ્ર ભાષા અને મૃષાભાષા તીર્થકરોએ અનાચીર્ણ કહી છે. માટે તેવી ભાષાને બુદ્ધિમાનું સાધુઓ બોલે નહિ બુદ્ધિમાન ભિક્ષુ અસત્યમૃષા [વ્યવહાર] ભાષા તથા સત્યભષા પણ પાપરહિત, અકર્કશ (કોમળ) અને સંદેહ રહિત હોય તેજ વિચારીને બોલે. તે ધીરપુરુષ તેવી પૂર્વોક્ત અનુજ્ઞાન અસત્યામૃષા ભાષા પણ ન બોલે જે પોતાના આશયને આ અર્થ છે કે અન્ય અર્થ છે એ રીતે સંદિગ્ધ બનાવી દે. [298] સત્ય પદાર્થના આકાર - વેષને ધારણ કરનાર અસત્ય પદાર્થને સત્ય રૂપે પણ જે સાધક બોલે છે તે પાપકર્મથી બંધાય છે. તો જાણી જોઇને જુઠું બોલે તેના પાપનું તો પૂછવું જ શું? [299-304] અમે અવશ્ય આવતા કાળે જઈશું, અમે કહીશું જ, અમારૂં અમુક કાર્ય થશેજ અથવા અમુકજ થવાનું છે, હું જ તે કરીશ, આ માણસજ તે કરશે વગેરે ભાષાઓ કે જે ભવિષ્ય કે વર્તમાનમાં શંકાસ્પદ છે તેવી ભાષાને પણ નિશ્ચયાત્મક રીતે સંયમી ન બોલે. તેમજ ભૂતકાળ વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જે પદાર્થના. સ્વરૂપને જાણતો ન હોય, તેના વિષયમાં “આ આવું જ છેઆ રીતે સાધુએ ક્યારેય કથન કરવું ન જોઈએ. તેમજ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળને વિષે જે કાર્ય પરત્વે શંકા હોય તે સંબંધમાં તે એમજ છે' એવું વચન ન કહે. પરંતુ ભૂત ભવિષ્ય તથા વર્તમાનકાળમાં જે વસ્તુ સંશય રહિત હોય તેને જ “આ પદાર્થ આમ છે વગેરે કહે. [૩૦પ-૩૦૬] બીજા જીવોની લાગણી દુભાય તેવી હિંસક તથા કઠોર ભાષા સત્ય હોય તો પણ તે ન બોલે, કારણ કે તેવી વાણીથી પાપનું આગમન થાય છે. કાણાને ‘ઓ કાણા,’ નપુંસકને “એ નપુંસક' રોગીને “એ રોગી” અને ચોરને “એ ચોર,’ એવી Page #32 -------------------------------------------------------------------------- ________________ 166 દસયાલિય - 7-307 ભાષા સત્ય હોવા છતાં પણ ન બોલે. આચાર અને ભાવના ગુણ દોષોને જાણનારા વિવેકી પ્રજ્ઞાશીલ સાધુ આ રીતે કે બીજી રીતે સામા પ્રાણીને પીડાકર ભાષા ન બોલે. [30] બુદ્ધિમાનું સાધુ, જે દેશમાં જે નીચતા વાચક શબ્દ, સંબોધન કરવામાં આવે છે તેવા શબ્દોથી કોઈને બોલાવે નહિ, જેમકે - હે મૂખ! હે ગોલ ! હે જાન ! (કૂતરા !) હે વસુલ-છીનાળવા! હે કમક! હે દુભાંગી! [308-0314] હે દાદી! મોટી દાદી' હે માતા ! હે માસી! હે ફઈ! હે ભાણેજી! હે બેટી! હે પૌત્રી! તેમજ અરે ફલાણી, અલી ! અરે સખી! અરે છોકરી! તથા એ ચાકરડી અરે શેઠાણી ! અરે ગોમિની! રે મૂખ! રે લંપટ ! રે દુરાચારિણી! વગેરે આવાં તોછડાં વચનોથી ન જ સંબોધે કે બોલાવે. પણ જો કારણવશાત્ બોલાવવાનું થાય તો નામ લઈને અથવા યથાયોગ્ય ગુણદોષને વિચાર કરીને તેના ગોત્રથી એક વખત કે વારંવાર આમંત્રણ કરે. તેજ પ્રમાણે પુરુષ સાથે પણ હે દાદા ! મોટા દાદા ! કાકા, પિતા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર, એ પ્રમાણે મોહ ઉત્પાદક સંબંધ વાચક વિશેષણોથી અથવા તુચ્છ શબ્દોથી જેમકે - હે ! અરે ! રે ફલાણા ! રે સ્વામી! હે ગોમિક ! હે મૂર્ણ! હે લંપટ ! રે દુરાચારી ! વગેરેથી સંયમી પુરષો બોલાવે નહિ. પરંતુ તેનું નામ કે ગોત્ર પ્રમાણે સંબોધન કરીને આવશ્યકતાનુસાર એક વાર અથવા વારંવાર બોલાવે. તેમજ મનુષ્ય સિવાય ઈતર પણ પંચેન્દ્રિય પ્રાણીઓ પૈકી જ્યાં સુધી, આ નર છે કે માદા છે તેવો નિશ્ચય ન થાય. ત્યાં સુધી તે અમુક જાતિના છે તેવું જ કહે. 3i15-316] તેમજ મનુષ્ય, પશુ, પક્ષી, કે સરીસૃપને જોઈને આ જાડો છે, એના શરીરમાં માંસ ખૂબ છે માટે વધ કરવા યોગ્ય છે કે પકાવવા યોગ્ય છે. એવું હિંસાજનક વચન પણ ન બોલે. પરંતુ તે સંબંધમાં કહેવાનું ખાસ પ્રયોજન પડે તો તેને વૃદ્ધ દેખી તે બહુ વૃદ્ધ છે. સુંદર છે, પુષ્ટ છે નિરોગી છે પ્રૌઢ છે એ પ્રમાણે નિર્દોષ વચન બોલે. [317-318] તેજ પ્રમાણે બુદ્ધિમાનું ભિક્ષુ ગાયોને જોઈને આ દોહવા યોગ્ય છે તથા નાના વાછરડાઓને જોઈને આ નાથવા યોગ્ય છે અથવા આ રથમાં જોડવાયોગ્ય છે, આવી ભાષા ન બોલે. પરંતુ ખાસ બોલવાનો પ્રસંગ પડે તો ભિક્ષુ તેને આ બળદ તરૂણ છે. આ ગાય રાળ દુિઝણી છે. અથવા આ બળદ નાનો અથવા મોટો છે અને આ બળદ સંવહન છે, એમ કહે. [319-322] તેમજ ઉદ્યાન, પર્વતો કે વનમાં ગયેલો કે જતો બુદ્ધિમાનું સંયમી ત્યાં મોટા મોટા વૃક્ષોને જોઈને આ પ્રમાણે ન બોલે. (આવૃક્ષ) મહેલના થાંભલા, ઘરોનાં તોરણો, બારસાખ, ભોગળ, વહાણો અથવા પાણીયારા-રેહટ વગેરે બનાવવા યોગ્ય છે. તેમજ, આ વૃક્ષ બાજોઠ, કથરોટ, કિાષ્ઠાત્રી હળના દાંતા, ખેતરમાં અનાજના ઢગલાને ઢાંકવાનાં લાકડાનાં ઢાંકણ, ઘાણીનો લાટ, (યંત્રની લાકડી) ગાડીના પૈડા. વચ્ચેની નાભી કે ચરખાનો લોટ ને સોનાની એરણ કરવા માટે યોગ્ય છે. આ વૃક્ષ આસન, શયન, પાટ આદિ માટે કે ઉપાશ્રયને યોગ્ય છે, તેવી હિંસાકારી ભાષાને બુદ્ધિમાનું ભિક્ષુ કદાપિ બોલે નહિ. [323326] ઉદ્યાન, પર્વતો અથવા વનોમાં ગયેલો બુદ્ધિમાનું ભિક્ષુ ત્યાં મોટાં મોટાં વૃક્ષોને જોઈને બોલવાનો પ્રસંગ હોય તો) આ પ્રમાણે બોલે કે - આ વૃક્ષો ઉત્તમ જાતિવાળા છે, બહુ મોટા છે, ગોળાકાર છે, વિસ્તારવાળા છે તથા તે બધાં શાખા Page #33 -------------------------------------------------------------------------- ________________ 167 અધ્યયન - 7 પ્રશાખાઓથી વ્યાપ્ત રમણીય અને દર્શનીય છે. તેમજ ફળો પાકી ગયો છે, અથવા પરાળ વગેરેમાં પકાવીને ખાવા યોગ્ય છે, તોડવા યોગ્ય છે. હમણાંજ તેઓનો વિભાગ કરવો યોગ્ય છે, આવી ભાષા સંયમી બોલે નહિ. (બોલવાનું બને તો) આ-આમ્રવૃક્ષો ફળોનો ભાર વહન કરવામાં અસમર્થ છે. આ વૃક્ષોમાં ફળો પરિપક્વ છે, અથવા તે. વૃક્ષોમાં એવી જાતના ફળો છે જેમાં ગોઠલી હજુ બંધાઈ નથી. આવી ભાષા બોલે. [૩ર૭-૩૨૮] વળી અનાજના વેલાએ કે છોડ ઉપર આવેલી શીંગો જોઇને આ શીંગો પાકી ગઈ છે. તેની છાલ લીલી થઈ ગઈ છે. તે લણવા કે સેકવા યોગ્ય છે. આ અનાજના ઓળા કે પોંક કરીને ખાવા યોગ્ય છે, એવું વચન ન બોલે. બોલવાનું આવશ્યક બનેતો આ પ્રમાણે કહે કે આ ધાન્ય અંકુર રૂપે ઉત્પન્ન થયેલ છે. અધિકાંશ કે પૂર્ણ નિષ્પન્ન થયેલા છે. આ ધાન્ય ઉપધાનથી બહાર નીકળેલ છે, કણો ગર્ભમાંથી બહાર નીકળ્યાં છે તેના ગર્ભમાં દાણાં બંધાયા નથી. આ રીતે ભાષા બોલે, [329-332 વળી કોઈને ત્યાં સંખડી કે મૃતભોજ જમણ હોય તો તેને જોઈને આ કરવા યોગ્ય છે, આ ચોર વધ કરવા યોગ્ય છે નદીઓને જોઈને આ સુંદર કાંઠાવાળી છે સહેલાઈથી તરવા યોગ્ય છે એવી ભાષા સંયમી ન બોલે. પરંતુ પ્રિસંગ થવાપર બોલવું પડે તો) જમણને જમણ કહે, ચોરને ધનમાટે સંકટ સહન કરીને કાર્ય કરનાર છે એમ કહે તથા આ નદીઓના કાંઠા સમાન છે તેટલું અને તેવું જ પરિમિત વચન બોલે. નદીઓને જલપૂર્ણ જોઈને સંયમી પુરુષ આ નદીઓ કાયાથી તરવા યોગ્ય છે, નાવદ્વારા ઉતરવા લાયક છે કે આનું પાણી કિનારા ઉપરથી પીવા યોગ્ય છે એમ ન કહે (પરંતુ બોલવાનો - પ્રસંગ પડે તો) બુદ્ધિમાનું સાધુ આ નદીઓ અગાધ છે, જળના કલ્લોલથી તેનું પાણી ખૂબ ઉછળે છે અને ઘણા વિસ્તારમાં તેનું પાણી વહે છે એવું એવું નિર્દોષ બોલે. [૩૩૩-૩૩પ તેમજ કોઈ વ્યક્તિ - કોઈપણ જાતની પાપકારી ક્રિયા કોઈને માટે કરી હોય કે કરી રહ્યો હોય અથવા કરવાનો હોય તેમ જણીને કે જોઇને આ ઠીક કર્યું છે, એવી પાપકારી ભાષા મુનિ ન બોલે. જેમકે આ સુંદર કયું છે અથવા ભોજન તૈયાર થયું હોય તો તે ઠીક પકાવ્યું છે. આ શાક ઠીક સુધાર્યું છે; કૃપણનું ધન હરાયું તે ઠીક જ થયું છે, પેલો પાપી મરી ગયો તે સારું થયું, આ કન્યા વિવાહ યોગ્ય થઈ ગઈ છે, આવા આવા પાપકારી વચનો સંયમી પુરુષ સર્વથા બોલે નહિ. (બોલવાનો પ્રસંગ પડે તો) પકાવેલા. તેલ કે અનાદિને કહે કે આ પ્રયત્નપૂર્વક પકાવ્યું છે, છેદન કરાયેલાં શાક પત્રાદિ પ્રયત્નથી છેદાયાં છે, સુંદર કન્યાને જોઈને કન્યાનું સંભાળપૂર્વક લાલન પાલન કર્યું છે તે સાધ્વી થવાને લાયક છે. શૃંગારાદિ તો કર્મબંધનનાં કાર્યો છે તથા ઘાયલ થયેલાઓને બહુ ઘાયલ થયેલો છે. એમ નિદોષ વાક્ય બોલે. [33] “સર્વ પદાર્થોમાં અમુક વસ્તુ સર્વ કરતાં ઉત્કૃષ્ટ છે, તેથી તાત્કાલિક ખરીદવા યોગ્ય છે અથવા આ પદાર્થ સમાન અન્ય પદાર્થ નથી, આ પદાર્થ અસંસ્કૃત છે, સર્વ સ્થળે મળી શકે છે, આ વેચવા યોગ્ય નથી, આ પદાર્થના અવર્ણનીય છે. આ પદાર્થ અચિંત્ય છે. એમ ન બોલે [337} કોઈ પણ સંદેશ આપે તો સંયમી એમ ન કહે કે તમારો યથાવતુ સર્વ સંદેશ આપી દઈશ અને મારો આ સઘળો સંદેશ એમને આપી દેજો. કારણ કે તેથી બુદ્ધિમાનું સંયમી પુરુષો સર્વત્ર સ્થાને પૂર્વાપરનો સંપૂર્ણ વિચાર કરીને બોલે. Page #34 -------------------------------------------------------------------------- ________________ 168 દસયાલિયં-૭-૩૩૮ [338-339] તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યું આ વસ્તુ વેચી તે બરાબર કર્યું, આ માલ ખરીદવા યોગ્ય છે અથવા ખરીદવા યોગ્ય નથી. આ વસ્તુમાં લાભ થશે અથવા નહિ થાય; ખરીદી લો, અથવા વેચી નાંખો એવાં એવાં વચનો વ્યાપારીને ન કહે અલ્પ મૂલ્યવાન અથવા બહુમૂલ્યવાનું કરિયાણાં સંબંધમાં કોઈ પૂછે તો સંયમ ધર્મમાં હાનિ ન પહોંચે તેમ ભિક્ષાએ નિરવદ્ય વચનથી ઉત્તર આપવો. આ વ્યાપારથી સાધુઓ નિવૃત્ત થયેલ હોવાથી તે સંબંધમાં અમને બોલવાને અધિકાર નથી. [34] ધીર અને બુદ્ધિમાન મુનિ ગૃહસ્થોને અહિંયા આવો, અહિંયા બેસો. ઉભા રહો સૂવો. ત્યાં જાઓ ઈત્યાદિ શબ્દોનો વ્યવહાર કરે નહિ. [341-342] આ લોકમાં ઘણા અસાધુઓ પણ સાધુ કહેવાય છે. તેવા અસાધુઓને સાધુ ન કહે. પરંતુ સાધુતાના ધારકનેજ સાધુ કહે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનથી સંપન તથા સંયમ અને તપમાં રક્ત આવા ગુણોની સૌરભથી સુરભિત-સંયમીનેજ સાધુ કહેવાય. [34] દેવો, મનુષ્યો તિર્યચોમાં પારસ્પરિક યુદ્ધ થતો હોય ત્યાં અમુક પક્ષનો ય થાઓ અથવા થવો જોઈએ તેમજ અમુક પક્ષનો જીત ન થાઓ અથવા હાર થવી જોઈએ એમ ન બોલે. [34] વાયરો, વરસાદ, ઠંડી, તાપ, ક્ષેમ. (સારી રીતે રક્ષણ) સુકાલ, ઉપદ્રવરહિતપણું ઈત્યાદિ ક્યારે થશે? અથવા વાયરા વિગેરે ન થાઓ. આવું ન બોલે. [345-346o વાદળ, આકાશ કે રાજા જેવા માનવને આ દેવ છે એવું કહે નહિ. પરંતુ આ મેઘ ચઢેલ છે. ઊંચે ઘેરાઈ રહ્યો છે અથવા જળ આપનાર છે અથવા વરસે છે. એમ કહે મુનિઓ પ્રયોજન હોય તો આકાશને અંતરિક્ષ અથવા દેવોથી સેવિત છે, તેમ કહે અને ઋદ્ધિશાળી મનુષ્યને જોઈને તે ઋદ્ધિશાળી છે તેમ કહે. [34] તેમજ ક્રોધ, લોભ, ભય કે હાસ્યને વશ થઈને પણ પાપકારી, નિશ્વયકારી, પરજીવો માટે પીડાકારી ભાષાને સાધુ હાંસી કે મજાકમાં પણ ન બોલે. [348ii આવી રીતે મુનિ વાક્યશુદ્ધિ, અને વાક્યની સુંદરતા સમજીને હંમેશાં દૂષિત વાણીથી દૂર રહે. જે સાધક વિવેકપૂર્વક ચિંતન કરીને પરિમિત અને અદૂષિત ભાષા બોલે છે તેજ સત્પરષોમાં પ્રશંસા પામે છે. [34] છ જીવનિકાયને વિષે સંયમવાનું અને ચારિત્રમાં નિરંતર ઉધમવાનું સાધુ ભાષાના ગુણ અને દોષોને જાણી સદોષ ભાષાનો નિરંતર ત્યાગ કરે અને હિતકારી તથા મધુર ભાષા બોલે. [૩પ૦ પરીક્ષાપૂર્વક બોલનાર, વશેન્દ્રિય, ચારે કષાયો પર જીત મેળવનાર, એવા અપ્રતિબંધ વિચરનાર સાધુ પૂવોપાર્જિત કમલને દૂર કરી, આ લોક અને પરલોકની આરાધના કરે છે. એ પ્રમાણે હું તમને) કહું છું. અધ્યયનઃ ૭ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (અધ્યયન આઠમું - આચારણિધિ) [351] જે ભિક્ષુએ આચાર રૂપ નિધિને પ્રાપ્ત કરી લીધેલ છે, તેઓએ પોતાના ક્રિયાદિ કેવી રીતે વર્તવું જોઇએ. તે તમારી સમક્ષ હું ક્રમશઃ કહીશ. તે સાંભળો. Page #35 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ 169 [૩પર-૩પ૩] પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, તથા વનસ્પતિકાય એ પાંચ સ્થાવરકાય અને બેઈન્દ્રિયો આદિ સર્વ ત્રસકાય છે. તેથી ત્રસ અને સ્થાવર સર્વે જીવ છે એમ મહર્ષિ (સર્વજ્ઞ પ્રભુ એ કહ્યું છે. તે જીવો પ્રત્યે નિત્ય અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે મન, વાણી, કાયાથી અહિંસક રહે છે. તે પ્રમાણે વર્તે છે તે સંયમી બને છે. ૩પ૪-૩પપ જે સાધુ, શુદ્ધભાવોથી યુક્ત છે અને સુસમાહિત છે ત્રણ કરણ અને ત્રણ યોગથી મોટી, પત્થરનીશિલા, પત્થરનો ટુકડો વગેરે સચિત્ત પૃથ્વીનું ભેદન કરે નહિ. તેના ઉપર રેખા આદિ કાઢે નહિ, પરસ્પર ઘર્ષણ તેમજ સજીવ પૃથ્વીપર કે સજીવ ધૂળથી ખરડાએલા આસન ઉપર બેસે નહિ. પરન્તુ આવશ્યકતા હોય તો જેની માલિકીની અચિત્ત વસ્તુ હોય તેની આજ્ઞા લઈને પ્રમાર્જન કરીને તેના ઉપર બેસે. [૩પ-૩પ૭] સંયત મુનિ પૃથ્વીથી ઉત્પન્ન થયેલા સચિત્ત પાણી તથા આકાશમાંથી વરસતાં કરાનું પાણી તથા બરફ આદિ ગ્રહણ ન કરે. પરન્તુ અગ્નિથી પૂર્ણ તપાવેલું તથા પ્રાસુક પાણીજ ગ્રહણ કરે આદ્ર શરીરને વસ્ત્રથી ન લૂછે કે હાથથી ન મસળે. કે તેવી જાતના ભીંજાયેલા શરીરને જોઈને અણુમાત્ર પણ સ્પર્શ કરે નહિ. ૩પ૮૧ મુનિ અંગાર-જ્વાલા રહિત અગ્નિ, લોહપિંડની અંદર વ્યાપ્ત થયેલી અગ્નિ, ટુટતી અગ્નિની વાળા, ઉંબાડાની અગ્નિ - ઈત્યાદિ અગ્નિને પ્રજ્વલિત ન કરે. તેમજ પરસ્પર ઘર્ષણ ન કરે તથા તે અગ્નિ બુઝાવે નહીં. [૩પ મુનિ પોતાના શરીર માટે તથા ઉષ્ણાદિ પદાર્થોને ઠંડા કરવા માટે તાલવૃક્ષનાપંખાથી, પાંદડાથી, વૃક્ષની શાખાથી તથા, સામાન્યપંખાથી પવન ન કરે. 1 [360-361] મુનિ તૃણ, અને વૃક્ષોને ભોગવવાની મનથી પણ ઈચ્છા ન કરે. વૃક્ષોના સમૂહમાં, શાલી આદિ બીજ, હરિતકાય. કોઈ કોઈ ઉદકનામની વનસ્પતિ કહે છે તેના ઉપર, ઉરિંગ (સર્પછત્રાદિ રૂપ વનસ્પતિ વિશેષ અને પનક લીલ ફૂલ ઈત્યાદિ વનસ્પતિ હોય તેના ઉપર સાધુ ઊભા રહે નહિ. [36] સર્વ પ્રાણીઓની હિંસાથી વિરામ પામેલો સાધુ મન, વાણી કે કર્મથી ત્રણ-(હાલતા ચાલતા) જીવોની પણ હિંસા ન કરે પરન્તુ વિચિત્રવિભિન્ન પ્રકારવાળા જગતને આત્મવત્ દૃષ્ટિથી જુએ. [363-366] પ્રત્યેક જીવો પ્રત્યે દયા ધરાવનાર સંયમી ભિક્ષુ હવે કહેવાનાર આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોને વિવેક પૂર્વક સમજીને તથા તેને જોઈને પછીજ બેસે, ઊભો રહે અથવા સૂએ. તે આઠ પ્રકારના કયાં સૂક્ષ્મ જીવો છે? એમ જ્યારે સંયમી સાધુઓ પ્રશ્ન કરે ત્યારે વિચક્ષણ અને મેધાવી ગુરુ આ પ્રમાણે ઉત્તર આપે સ્નેહ સૂક્ષ્મ - ઓસ, ધુંવર, હિમ, કરા ઈત્યાદિ વડ અને ઉંબર આદિના સૂક્ષ્મ પુષ્પ, આદિ જીવ, આ અનુદ્ધરી કહેવાય છે. કીડીનગરું, પાંચ વર્ણની લીલ, બીજ સૂક્ષ્મ - ડાંગર વગેરે બીજના મુખ ઊપર જે કર્ણિકા બાઝે છે, હરિત સૂક્ષ્મ - લીલા અંકૂરાઓ, અંડ સૂક્ષ્મ - કીડી, માખી, ગરોળી, વગેરેનાં ઈડા નાના હોય તે. સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર સંયમી સાધુ ઉપરનાં આઠેય સૂક્ષ્મ પ્રાણીઓને જાણીને તે ન હણાય જાય તેમ ઉપયોગ પૂર્વક વર્તે. 3i67] સંયમી ભિક્ષુ નિત્ય ઉપયોગપૂર્વક પાત્ર, કંબલ, શય્યાસ્થાન, ઉચ્ચાર ભૂમિ, પથારી અથવા આસન આદિનું પ્રતિલેખન કરે. [368 સંયમી સાધુ નિર્દોષ (જગ્યા) પ્રતિલેખન કર્યા પછી મળ, મૂત્ર, કફ, Page #36 -------------------------------------------------------------------------- ________________ 170 દસયાલિયં- 8-369 નાકનો મળ, પરસેવો અન્ય શરીરનો મળ વગેરે અશુચિ પદાર્થોને પરઠવે ત્યાગે. [369-373] પાણી આહારાદિ માટે ગૃહસ્થના ઘેર જાય ત્યારે (સંયમીમુનિ) ત્યાં યત્નાપૂર્વક ઊભું રહેવું જોઈએ, તથા પ્રમાણપૂર્વક અને આવશ્યકતાનુસાર બોલવું જોઇએ, તેમજ:- ઘરમાં રહેલા સ્ત્રી વર્ગ પરિવાર વગેરેનાં સૌંદર્ય ઉપર મન મુગ્ધ કરવું ન જોઇએ ભિક્ષુ ઘણું પોતાના કાનેથી સારું નરસું સાંભળે છે તથા આંખોથી સારું નરસું રૂપ જુએ છે પરતું બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. સારું નરસું જે સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને આઘાત ઉત્પન્ન થાય તેવું સંયમી પુરુષ કદી ન બોલે. તેમજ ગૃહસ્થને યોગ્ય વ્યવહાર સાધુ આચરે પણ નહિ કોઈના પૂછવાથી કે અણપૂછે કદી પણ ભિક્ષુ ભિક્ષાના સંબંધમાં આ રસાળ છે કે રસહીન છે. આ ગામ સારું છે કે ખરાબ છે અથવા આજે સારો લાભ થયો કે ન થયો એવો કદાપી નિર્દેશન કરે સંયમી ભોજનમાં આસક્ત ન થાય. અને જ્ઞાત અજ્ઞાતકલોમાં સમાન ભાવથી ગોચરી જાય. મૌનપણે જે કંઈ મળે તેમાં સંતોષ માને. પરંતુ પોતાના નિમિત્તે ખરીદી કરીને લાવેલ ભિક્ષાદિ હોય તો તેમજ ઉદેશિક તથા સન્મુખ લાવેલ આહારાદિ હોય, તે લાવીને ભોગવે નહિ [37] સાધુએ અલ્પમાત્ર પણ અનાદિ પદાર્થોનો સંગ્રહ કરવો ન જોઈએ તે મુધાજીવી, અલિપ્ત અને જનપદ આશ્રિત રહે (ગામ કે નગર આશ્રિત ન રહે.) [37] અલ્પ ઇચ્છુક મુનિ-રૂક્ષવૃતિ સુસંતુષ્ટ- અલ્પાહારથી તૃપ્ત થનાર હોય. જિનેશ્વરના વિશ્વવલ્લભ શાસનને સાંભળીને કદીપણ આસુરત્ત્વ-ક્રોધી ન થાય. [37] જે શબ્દ કણેન્દ્રિયને સુખરૂપ છે, તેઓને સાંભળીને સાધુ રાગભાવ ન કરે, અને દારૂ એવું કર્કશ સ્પર્શ અથવું કઠોર સ્પશને સમભાવથી સહન કરે. [377] જે સાધુ અદીનભાવે ભૂખ, તૃષા, ઠંડી, ગરમી, દુશધ્યા વિષમ ભૂમિ, અરતિ (ચિંતા) તથા સિંહ ઇત્યાદિ પશુઓ કે માનવોથી ઉત્પન્ન થયેલો ભય, આ બધા કષ્ટોને પ્રસન્ન ચિત્તે સહી લે તો સાધુને મોક્ષ રૂપ મહાફળની પ્રાપ્તિ થાય છે. [378] સૂર્યાસ્ત થયા બાદ જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાંસુધી રાત્રિમાં આહારાદિ પદાર્થોને ભોગવવાની ઈચ્છા સાધુઓ મનથી પણ ન કરે. [379-382] સંયમી ગુસ્સાથી શબ્દનો તણતણાટ ન કરે તેમજ અચપળ, ભોજનમાં પરિમિત, અલ્પભાષી અને ભોજન કરવામાં દત્ત બને. કદાચ દાતા અલ્પ આહાર આપે તો તે થોડું મેળવીને તેની નિન્દા કરે નહિ. સાધુ કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર ન કરે અને પોતાની પ્રશંસા પણ કદી ન કરે. તેમજ શાસ્ત્રજ્ઞાન અથવા અન્ય વસ્તુને મેળવીને, તપશ્ચર્યા કરીને, ઉચ્ચ જાતિનો, ઉત્તમ બુદ્ધિનું અભિમાન ન કરે. જાયે કે અજાણ્યે અધાર્મિક ક્રિયા થઈ જાય તો તત્કાળ પોતાના આત્માને કુમાર્ગથી હટાવી લે તથા બીજા વાર તેવા પાપકાર્યનું આચરણ કરે નહિ અનાચારનું સેવન કરી તેને છુપાવે નહીં પણ સદા પવિત્ર મતિ, અલિપ્ત, સ્પષ્ટ અને જિતેન્દ્રિય રહે. [383 શ્રુતાદિ ગુણોથી યુક્ત આચાર્ય મહારાજ કોઈ કાર્ય કરવાની આજ્ઞા પ્રદાન કરે તો તેઓની આજ્ઞાને પ્રથમ તો તહત્તિ” કહી સ્વીકાર કરે અને પછી કાયા દ્વારા તે કાર્યને શીઘ્રતાથી સુચારૂ રૂપમાં આજ્ઞાનુસાર સંપાદન કરે. [384) જીવન અસ્થિર છે. આયુષ્ય સ્વલ્પ છે. એમ જાણીને મોક્ષમાર્ગનું જ્ઞાન Page #37 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ પ્રાપ્ત કરીને કામભોગોથી નિવૃત્ત થાય. 385] પોતાનું માનસિક બળ, શારીરિકબળ, પરાક્રમ આરોગ્ય અને શ્રદ્ધા અનુસાર ક્ષેત્ર કાળ ઈત્યાદિનો સારી રીતે વિચાર કરીને સાધકે, પોતાના આત્માને ધર્મકાર્યમાં નિયુક્ત કરવો જોઈએ. [386-390] જ્યાં સુધી જરા આવી નથી, જ્યાં સુધી રોગનો ઉપદ્રવ થયો નથી, જ્યાંસુધી બધી ઈદ્રિયો તથા અંગ ક્ષીણ થયા નથી ત્યાંસુધી મનુષ્ય અવશ્ય ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. સાધક જે પોતાના આત્માનું હિત ઈચ્છતો હોય તો ક્રોધ, માન, માયા, લોભ એવા ચાર દોષોને નિશ્ચયરૂપથી છોડી દે, ક્રોધ પ્રીતિનો નાશ કરનાર છે, માન વિનયનો નાશ કરનાર છે, માયા મિત્રતાનો નાશ કરનાર છે, લોભ તો સર્વે સદ્ગણોનો વિધ્વંસ કરનાર છે. ઉપશમવડે ક્રોધનો જય કરે, મૃદુભાવથી અભિમાનને જીતે, સરળતાથી માયાનો નાશ કરવો જોઈએ અને લોભને સંતોષથી જીતે ક્રોધ અને માનને વશ નહિ કરવાથી તથા માયા અને લોભને વધારવાથી ચારેય કષાયો પુનર્ભવરૂપ વૃક્ષોના મૂળોને સિંચન કરે છે. [391] રત્ન-ગુણમાં અધિક હોય તેનો વિનય કરે તથા અઢાર સહસ્ત્ર-શીલાંગ જે બ્રહ્મચર્ય રૂપ ઉચ્ચ ચારિત્ર છે તેમાં નિશ્ચલ રહે. તેમજ કાચબાની પેઠે અંગોપાંગઈકિયાદિ વર્ગને ગોપવી તપ-સંયમમાં પુરુષાર્થશીલ રહે. [392-396] સાધક અતિ નિદ્રા, હાંસી અને ગુપ્ત વાતોને ત્યાગીને જ્ઞાનનું આવરણ કરનાર મલીનવૃત્તિ તોડવાને માટે હંમેશાં સાત્ત્વિક ધાર્મિક મનન, ચિંતન, સ્વાધ્યાયમાં રક્ત રહે. જરા માત્ર આળસ કર્યા વગર ત્રણેય યોગોને શ્રમધર્મમાં જોડે અર્થાત્ અનુપ્રેક્ષા ના કાળમાં મનોયોગ, અધ્યયનકાળમાં વચન-યોગ અને પ્રત્યુપેક્ષણ કાળમાં કાય-યોગ. આ પ્રમાણે શ્રમણધર્મમાં નિશ્ચળ બનીને યોગ જોડનાર સાધક ફલ સ્વરૂપે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખ પામે છે. આ લોક તથા પરલોક બન્નેમાં હિત થાય અને જેનાથી સગતિ પ્રાપ્ત થાય તેવા બહુશ્રુત જ્ઞાની પુરુષની સાધકે ઉપાસના કરવી ઘટે અને તેમના સત્સંગથી પોતાની શંકાનું સમાધાન કરી અર્થનો નિશ્ચય કરી લેવો જોઇએ. ગુરથી અતિ દૂર નહીં અતિ નીકટ નહી તે રીતે અને સંયત થઈ ઉપયોગ પૂર્વક ગુરુ સમીપે બેસે. સાધુ, આચાર્ય ગુરુવર્યોની બરાબર થઈને ન બેસે. તેઓની આગળ પણ ન બેસે, પાછળ પણ ન બેસે; અને ગુરુદેવની સામે જંઘા ઉપર જંઘા ચઢાવીને પણ ન બેસાય. [397-401] સંયમી પુરુષ અણપૂછ્યો ન બોલે ગુરુ બોલતા હોય તો તેમની વચ્ચે પણ ન બોલે. પીઠ પાછળ નિંદા કરે નહિ. તેમજ માયા-કપટ અને અસત્ય નો સર્વથા ત્યાગ કરે. જે ભાષા બોલવાથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય, અન્યજન શીધ્ર કુપિત થાય તથા અહિત થાય તેવી ભાષાને સર્વથા ન બોલે, આત્માર્થ સાધુ જોયેલી વસ્તુને જ જે પરિમિત અને સંદેહ રહિત, પૂર્ણ, સ્પષ્ટ અને અનુભવ યુક્ત વાચાળ પણાથી તથા અન્યને ખેદ થાય તેવા ભાવથી રહિત ભાષા બોલે. આચાર તથા પ્રજ્ઞપ્તિને ધારણ કરનાર અને દૃષ્ટિવાદને જાણનાર એવા જ્ઞાનીની પણ વાણીમાં કદાચિતું અલના થઈ જાય- ભૂલી જાય તે બનવા યોગ્ય છે. માટે તેવું જાણીને સાધક મુનિ તેની હાંસી ન કરે. સંયમી પુરુષોએ નક્ષત્ર વિચાર, સ્વપ્નવિદ્યા, વશીકરણાદિયોગ વિદ્યા, નિમિત્તવિદ્યા, મંત્રવિદ્યા, આ સાવદ્ય વચનોનો ઉપદેશ કરવાથી પ્રાણી, ભૂત, જીવ, Page #38 -------------------------------------------------------------------------- ________________ 172 દસયાલિય- 8-402 સત્વોનો નાશ અથવા તેઓને સંતાપ થાય છે.. 402-403] અન્યને નિમિત્તે બનેલા સ્થાન, શવ્યા. અને આસનને મુનિ વાપરી શકે. પરંતુ તેનું સ્થાન સ્ત્રી પશુથી રહિત એકાંત હોવું જોઈએ અને મૂત્રાદિ શરીર બાધા નિવારી શકાય તેવી ભૂમિકાની અનુકૂળતા હોવી જોઈએ. જે પૂર્વોક્ત સ્થાનમાં સાધુ એકાકી હોય, તો સ્ત્રીઓ સાથે કથાવાર્તા ન કરે. ગૃહસ્થનો પરિચય ન કરે. પરંતુ સાધુજનોની સાથેજ પરિચય રાખે. 4i04-408] જેમ કુકડાનાં બચ્ચાને હમેંશા બિલાડીથી ભય રહ્યો હોય છે તેજ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે. દિવાલ ઉપર ચિન્નેલ નારીના ચિત્રો ઉપર તેમજ આભૂષણોથી ભૂષિત સ્ત્રીને ટીકીટીકીને જુએ નહિ કદાચ અકસ્માત દ્રષ્ટિ પડી જાય તો સૂર્યની જેમ પોતાની દ્રષ્ટિને જલ્દીથી પાછી ખેંચી લે. બ્રહ્મચારી સાધકે જેના હાથ અને પગ છેદાઈ ગયેલા હોય, કાન, અને નાક કપાઈ ગયા હોય કે વિકૃત થઈ ગયા હોય તથા પૂરા સો વર્ષ થઈ ગયા હોય તેવી વૃદ્ધા અને કદરૂપી નારીનો પણ સંસર્ગ છોડવો જોઇએ. આત્મગવેષીને વસ્ત્રાદિવડે શરીરની વિભૂષા કરવી, સ્ત્રીનો સંપર્ક કરવો અને બલવર્ધક રક્ષાળુ ભોજન કરવા, એ સર્વે તાલપુટ-ભયંકર ઝેર સમાન છે. સ્ત્રીઓના અંગ પ્રત્યંગ, આકાર, મધુરા વેણ અને સૌમ્ય નિરીક્ષણ એ કામરાગમનોવિકારને વધારવાના જ નિમિત્તરૂપ છે. [409-410] બધી પુગલ-જડ વસ્તુઓનાં પરિણામને અનિત્ય જાણીને સાધક મનોજ્ઞ વિષયોમાં આસક્તિ ન રાખે અને અમનોજ્ઞ પદાર્થો પર દ્વેષ પણ ન લાવે. મુનિ સદા પૌદ્ગલિક પદાર્થોના પરિણામને યથાર્થ રૂપે જાણીને તૃષ્ણા રહિત થઈ તથા પોતાના આત્માને શાંત રાખીને સંયમ ધર્મમાં વિચરે. 4i11-412] ભિક્ષુ જે શ્રદ્ધા અને વૈરાગ્યભાવથી પોતાના ઘરને છોડીને ઉત્તમ એવા ત્યાગની ભૂમિકાને પામ્યા છે તેજ શ્રદ્ધા અને દ્રઢ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા ઉત્તમ ગુણોમાં રહી સંયમધર્મનું પાલન કરે. સાધુ સંયમ યોગ, તપ અને સ્વાધ્યાયયોગનું સતત અનુષ્ઠાન કરતો હોય છે અને તેવા જ્ઞાનાદિ શસ્ત્રોથી સજ્જિત સેનાધિપતિ કે શૂરવીર પુરુષની જેમ પોતાનું અને પોતાના સૈન્યનું રક્ષણ કરે છે તેમજ સ્વપરનો ઉદ્ધાર કરવા માટે શક્તિમાન બને છે. [413) સ્વાધ્યાય તથા સુધ્યાનમાં રક્ત, જીવોના રક્ષક, નિષ્પાપી તપમાં રત તે સાધકનું પૂર્વકાલીન પાપકર્મ પણ અગ્નિથી ચાંદીનો મેલ નાશ થાય તેમ નાશ પામે છે. [414] પૂર્વ કથિત (ક્ષમા દયાદિ) ગુણોને ધારણ કરનાર, દુઃખોનો સમભાવે સહન કરનાર, જિતેન્દ્રિય, મૃતવિદ્યાનો ધારક, નિર્મમત્વ તથા અપરિગ્રહી સાધુ કર્મરૂપી વાદળોને હટાવીને જેમ સંપૂર્ણ શ્યામ વાદળાઓ હટવાથી ચંદ્રમાં શોભાને પામે છે તેમ શુદ્ધ સ્વરૂપે શોભે છે. અધ્યયન ૮ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછા પૂર્ણ (અધ્યયન નવમું. વિનય સમાધિ) - ઉદેસો-૧:[૪૧૫] જે મુનિ ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદવશ ગુરુદેવની સમીપે રહીને વિનયની Page #39 -------------------------------------------------------------------------- ________________ - - - અધ્યયન-૯, ઉદેસો-૧ 173 શિક્ષા લેતો નથી, જેમ વાંસનું ફળ પોતાના વિનાશ માટે હોય છે. તેમ - તેજ વિનયની અશિક્ષા તેના વિનાશને માટે હોય છે. [41] જે મુનિ ગરને આ મંદ, અલ્પપ્રજ્ઞ છે, આ અલ્પવયસ્ક છે અને અલ્પકૃત છે, એમ જાણીને એમના ઉપદેશને મિથ્યા માનતા તેમની અવહેલના કરે છે તે ગુરુની આશાતના-અપમાન કરે છે. 4i17-422] કોઈ આચાર્ય વયોવૃદ્ધ હોવા છતાં પણ સ્વભાવથી જ મંદ [અલ્પપ્રજ્ઞ] હોય છે. અને કોઈ અલ્પવયસ્ક હોવા છતાં પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. આચારવાનું અને ગુણોમાં સુસ્મિતાત્મા આચાર્ય ભલે પછી તે મંદ હોય યા પ્રાજ્ઞ, પરંતુ વડીલ ગુરૂવયની અવજ્ઞા કરનારા શિષ્યો)ની ગુણરાશિ અગ્નિમાં પડેલા લોકડની જેમ ભસ્મીભૂત થઈ જાય છે. કોઈ મૂર્ખ માણસ સર્પને નાનો જાણીને ક્રોધિત કરે તો તેનું તે સદ્ધિારા અહિત થાય છે. તેવી જ રીતે જે પોતાના અજ્ઞાનથી આચાર્યનું અપમાન કરે છે તે ખરેખર પોતાના દુષ્કાર્યથી જ જન્મ મરણના ચક્કરમાં ફક્ય કરે છે. આશીવિષ સર્પ જો કદાપિ કુપિત થાય તો પ્રાણનાશથી અધિક કંઈ કરી શકે નહિ. પરન્તુ જો આશાતના કરવાવડે પૂજ્ય આચાર્યદવ અપ્રસન્ન થઈ જાય તો તેની અપ્રસનતાના કારણથી અબોધિની પ્રાપ્તિ થાય. તથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જેમ કોઈ જીવન ઈચ્છુક આત્મા બળતી અગ્નિમાં પ્રવેશ કરે છે દ્રષ્ટિવિષ સર્પને કોપાવે છે અથવા વિષ ભક્ષણ કરે છે તો તે આત્મા કાપિ બચી શકે નહિ અથતું મૃત્યુ પામી જાય તેમ સાધકજન ગુરુની આશાતના કરી સંયમ જીવન જીવી શકે નહિ. કદાચિત વિદ્યા કે મંત્ર આદિના બળથી અગ્નિ પણ બાળે નહિ, કોપાયમાન થયેલો વૃષ્ટિવિષ સર્પ પણ કરડે નહિ, તેમજ હળાહળ વિષ પણ કદાચિત મારે નહિ. પરંતુ ગુરુનો કરેલ તિરસ્કાર તો નિષ્ફળ જાય નહિ, તેના ફળસ્વરૂપે મોક્ષ મળે નહીં. [423-424 જેમ કોઈ મૂર્ખ વ્યક્તિ પોતાના મસ્તક વડે પર્વતને ભેદી નાખવાની ઈચ્છા કરે, તથા કોઈ સૂતેલા સિંહને જાગૃત કરવાની ઇચ્છા રાખે, તેમજ કોઈ ભાલાની અણી ઉપર લાતનો પ્રહાર કરે તે સર્વે ક્રિયાઓ જેમ હાનિકારક છે, પોતાને જ જીવનમુક્ત, કરનાર નિવડે છે, તેમ ગુરુનો તિરસ્કાર અવગણના માત્ર સાધકની મોક્ષદશામાં બાધક બની રહે છે. કદાચિત્ કોઈ પોતાની શક્તિથી અથવા દૈવયોગે મસ્તકવડે પર્વતને ભેદીનાખે, કોપેલો સિંહ પણ કદાચ ભક્ષણ કરે નહિ તથા ભાલાની અણી પણ કદાચ વિધે નહિ, પરંતુ ગુરુનો કરેલો તિરસ્કાર કે તેની અવગણના તો બરાબર સાધકના મોક્ષમાર્ગમાં બાધા ઉત્પન્ન કરે જ છે. [૪રપઆચાર્ય અપ્રસન્ન થઈ જાયતો શિષ્યને બોધિલાભ ન થાય. આશાતનાથી મોક્ષ ન મળે તેથી અવ્યાબાધ સુખની ઇચ્છાવાળાએ ગુરુની પ્રસન્નતા માટે તત્પર રહેવું. [42-427] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિમાં ભિન્ન ભિન્ન પ્રકારના ઘી, મધ વગેરે પદાર્થોની આહુતિઓ આપી તથા વેદના મંત્ર-પદો વડે અભિષિક્ત કરી હોમાગ્નિને નમસ્કાર કરે છે તેમ શિષ્ય અનંતજ્ઞાનને પામવા છતાં પણ ગુરુદેવની વિનયપૂર્વક ભક્તિ કરે. જે ગુરુની પાસેથી ધર્મશાસ્ત્રના ગૂઢ રહસ્યો શીખેલો હોય તે ગુરનો વિનય ભાવ યથાયોગ્ય કરે. તેમજ મસ્તકે અંજલિ જોડી તેમને પ્રણામ કરે. Page #40 -------------------------------------------------------------------------- ________________ 174 દસયાલિયં-૯૧૪૨૮ વચનથી તેમનો સત્કાર કરે અને કાયાથી તેમની સેવા કરે; 4i28] સાધક કલ્યાણને ઈચ્છતો હોય તો તેને માટે લજ્જા - સંયમ, બ્રહ્મચર્ય એ સર્વે આત્મવિશુદ્ધિના સ્થાનો છે. જે ગુરુ સતત આવી શિક્ષાઓ મને આપે છે. તેની હું સતત સત્કાર સેવા પૂજા કરું છું. [429-430] જેમ રાત્રિ વ્યતીત થવા પર ક્રમશઃ તપતો સૂર્ય સંપૂર્ણ ભારતક્ષેત્રમાં પ્રકાશ કરે છે તેજ પ્રમાણે આચાર્ય દેવ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બુદ્ધિથી જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે. અને જેમ દેવોમાં ઇન્દ્ર શોભે તેમ આચાર્ય સાધુગણમાં શોભા પામે છે. જેમ શરદ પૂર્ણિમાનો ચંદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારા ગણના પરિવારથી યુક્ત થઈને વાદળાં રહિત સ્વચ્છ આકાશમાં અતિ સુંદર અને દેદીપ્યમાન દેખાય છે તેજ પ્રમાણે ગણને ધારણ કરનારા આચાર્ય પણ સંઘરૂપી નિર્મળ આકાશમાં પોતાના સુસાધુગણના પરિવારથી શોભા પામે છે. [431] સદ્ધર્મનો ઈચ્છુક અને અનુત્તમ સુખની અભિલાષી સંયમી, જ્ઞાન, દર્શન તથા શુદ્ધ ચારિત્રના મહાભંડારરૂપ તથા શ્રત, શીલ અને બુદ્ધિથી યુક્ત સમાધિવંત આચાર્ય ને વિનય અને ભક્તિથી સંતુષ્ટ કરે છે અને આરાધે છે. [432] જે બુદ્ધિમાનું સાધક હોય છે તે આ ઉપરનાં સુભાષિતોને સાંભળીને અપ્રમત્તપણે પોતાના આચાર્યદેવની સેવા કરે છે અને તે દ્વારા સન્નાન, સચ્ચારિત્ર ઇત્યાદિ અનેક ગુણોને આરાધીને ઉત્તમ એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. એમ હું કહું છું. | અધ્યનન, ઉદેસો-૧ ની મુનિદીપરતનસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! - ઉદેસો-૨ - [432-433] જેમ મૂળથી વૃક્ષનું થડ, થડમાંથી શાખા, શાખામાંથી પ્રતિશાખાઓ, તેમાંથી પાંદડાઓ ઉત્પન્ન થાય છે અને પછી ક્રમથી તે વૃક્ષમાં ફૂલો. ફળો અને મધુરો રસ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ પરિણામ રસરૂપ મોક્ષ છે. તે વિનયરૂપી મૂળ દ્વારા શિષ્ય આ લોકમાં કિર્તિ. અને જ્ઞાન પ્રાપ્ત કરી પરમચ્છાધાને પામીને સંપૂર્ણ ઈતત્ત્વ-મોક્ષને પામે છે. [434] જે પુરુષો ક્રોધી, મૂર્ખઅહંકારી કઠોર ભાષી છે, છળ કપટ કરવામાં પાવરધો છે તે અવિનય-દોષથી યુક્ત આત્મા જેમ સરિતાના પ્રવાહમાં કાષ્ઠ તણાય જાય તેમ સંસાર સાગરના પ્રવાહમાં તણાતો રહે છે. 4i35] કોઈ ઉપકારી મહાપુરુષ જ્યારે હિતશિક્ષા આપી અવિનીતને વિનયમાર્ગમાં લાવવા પ્રેરણા કરે ત્યારે તે મૂર્ખ મનુષ્ય ઉલટો કોપ કરીને તે હિતશિક્ષાનો તિરસ્કાર કરે છે તે ખરેખર આંગણે આવેલી સ્વર્ગીય લક્ષ્મીને દેડ મારીને હાંકી કાઢવા સમાન કાર્ય કરે છે. 436-o] જે સવારીના કામમાં આવનાર ઘોડા અને હાથી અવિનીત હોય છે તે સેવા કાળમાં દુઃખનો અનુભવ કરતા દેખાય છે. પણ સવારીના કામમાં આવનાર જે હાથી-ઘોડા સુવિનીત હોય છે તે ઋદ્ધિ અને મોટો યશ પ્રાપ્ત કરી સુખનો અનુભવ કરતા દેખાય છે. - એજ રીતે અવિનય કરનારા સ્ત્રી, પુરુષો આ લોકમાં ઘોરાતિઘોર દુઃખ ભોગવતાં, માર પડવાથી ઘાયલ થયેલાં, નાક, કાનાદિ કાપી નાંખવાથી Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - 9, ઉદેસી-૨ 175 વિકસેન્દ્રિય બનેલો પ્રત્યક્ષ દેખાય છે. દડ અને શસ્ત્રથી ક્ષત-વિક્ષત શરીરવાળા, અસભ્ય વચનોથી સર્વત્ર તિરસ્કાર પામનારા, દીનભાવ દેખાડનાર, પરાધીન જીવન વ્યતીત કરનારા તેમજ ક્ષુધા તૃષાની તીવ્ર અસહ્ય વેદના ભોગવનારા દેખાય છે. પરંતુ જે નરનારીઓએ વિનયની આરાધના કરી હોય છે તે આ લોકમાં મહાયશસ્વી અને મહાસંપત્તિને પામી સુખ ભોગવતા દેખાય છે. [૪૧-૪૪રો અવિનીત આત્મા દેવ, યક્ષ કે ભવનપતિ ગુહ્યક નામક દેવ યોનિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ ચાકરપણું પામીને દુખ ભોગવતાજ દેખાય છે. પણ જે સુવિનીત આત્મા છે તે દેવ, યક્ષ અને ભવનપતિદેવ થઈને પણ ત્યાં મહાયશસ્વી તથા મહાદ્ધિમાન થઈને સુખ ભોગવતાજ દેખાય છે. 43 જે મુનિ આચાર્ય ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમની આજ્ઞાનુસાર વર્તે છે તૈઓની શિક્ષા-જ્ઞાન પાણીથી સિંચાયેલા વૃક્ષોની જેમ પ્રતિદિન વૃદ્ધિને પામે છે. 444-447 ગૃહસ્થો આલોકના લૌકિક ઉપભોગ નિમિત્તે પોતાને કે બીજાને માટે વિવિધ પ્રકારની શિલ્પકળાઓ તથા તેની નિપુણતાને શીખે છે તે પુરુષો લલિતકોમળ ઇન્દ્રિયવાળા હોય તો પણ શિક્ષાકાળમાં વિદ્યાગુરુ દ્વારા ઘોરબંધ-વધ અને દારુણ પરિતાપને પામે છે. તે વિદ્યાર્થીઓ બંધાદિ કષ્ટો દેનારા ગુરુ પ્રત્યે ક્રોધ નહિ કરતાં તેમની પૂજા કરે છે સત્કાર કરે છે, પ્રણામ કરે છે અને ગુરુ જે આજ્ઞા આપે છે તદનુસાર આચરણ કરે છે. તો પછી જે આગમ-શ્રત. પ્રાપ્તિમાં તત્પર અને અનન્ત હિતમોક્ષના ઇચ્છુક છે તેને માટે તો કહેવાનું જ શું હોય? તેથી ભિક્ષુ આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. કોઈ સમયે અજ્ઞાનથી ગુરુના હસ્તપાદાદિ શારીરિક અવયવોને તથા યાવન્માત્ર ધર્મસાધનભૂત ઉપકરણોનો પાદિથી સંઘટ્ટો થઈ જાય તો, તેજ સમયે શિષ્ય નમ્ર થઈને પશ્ચાત્તાપની સાથે મુખથી ' મિચ્છા મિ દુક્કડ' કહી ક્ષમા યાચના કરે અને પ્રતિજ્ઞા કરે કે - આવો અપરાધ ફરી નહિ કરું. 4i46-448] ગાળિયો બળદ જેમ ચાબુકનો પ્રહાર પડ્યા પછીજ રથને વહન કરે છે. તે જ પ્રમાણે દુષ્ટ બુદ્ધિ અવિનીત શિષ્ય ગુરુદેવના વારંવાર કહેવાથી જ કાર્ય કરે છે. ગુરુ કોઈ કાર્યને માટે એકવાર બોલાવે તથા વારંવાર બોલાવે ત્યારે શિષ્ય આસન ઉપર રહીને પ્રત્યુત્તર ન આપે. પરન્તુ શીઘ્રતાથી આસન છોડીને સમીપે આવી ઊભો રહે વિનયથી વાત સાંભળે સ્વીકાર કરે. તેમજ તર્કથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગુરુશ્રીના અભિપ્રાયો અને સેવાના ઉપચારો જાણીને તે તે ઉપાયોને આદરે. [44] અવિનીતને વિપત્તિ પ્રાપ્ત થાય છે અને સુવિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ બંને વાતને જે જાણે છે તે જ શિક્ષા ને સુખપૂર્વક પ્રાપ્ત કરે છે. 4i50 જે સાધક બહુ ક્રોધી બુદ્ધિ અને ઋદ્ધિના ગર્વવાળો, ચાડી ચુગલી ખોર, ખોટા કાર્યોમાં સાહસિક, અવિનયી, મૂર્ણપટભરી છે તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી. - 51] જેઓ ગુરુની આજ્ઞામાં રહેનાર, કૃત તથા ધર્મના રહસ્યને જાણનાર, વિનયનું પાલન કરવામાં પંડિત પુરુષો હોય છે. તેઓ દુખે કરીને તરી શકાય એવા ઘોર સંસારસાગરને તરી જઈ સર્વોત્તમ એવી સિદ્ધ ગતિને પામે છે તેમ હું કહું છું. [ અધ્યયન-૯ ઉદેસરની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] Page #42 -------------------------------------------------------------------------- ________________ 176 દસયાલિયં-૯૩૪૫૬ - ઉસો-૩:[૪૫] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની સારી રીતે શુશ્રુષા પૂર્વક ઉપાસના કરવામાં સાવધાન રહે છે તે પ્રમાણે શિષ્યો પોતાના ગુરુની સેવામાં સાવધ રહેવું જોઈએ. આચાર્યની દ્રષ્ટિ અને ઈશારા ઊપરથી જ જે સાધક તેમની ઈચ્છાઓને સમજી જાય છે અને પૂર્ણ કરે છે તેજ પૂજનીય બને છે. પિ૭] જે શિષ્ય આચારને માટે ગુરુનો વિનય કરે, તેમના વચન શ્રવણની ઈચ્છા રાખે તદનુસાર કાર્ય કરે અને અવજ્ઞા ન કરે તે જ સાધક પૂજનીય થાય છે. [58] જે પોતાથી જ્ઞાનમાં કે સંયમમાં જ્યેષ્ઠ હોય અને વયમાં નાના હોય છતાં પણ તેનો વિનય કરનાર હોય, પુનર ગુણી જન પાસે નમ્રભાવે વર્તે તથા જે સત્યવાદી વિનયી અને ગુરુજનોની આજ્ઞાનુસાર વર્તનાર હોય તે સાધક પૂજનીય થાય છે. 5i9 જે સંયમી સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશાં સામુદાયિક, વિશુદ્ધ અને અજ્ઞાત ઘરોમાં ગોચરી કરે, પરંતુ ત્યાં આહાર ન મળે તો ખેદ ન કરે તેમ મળે તો સ્તુતિ ન કરે તે પૂજ્ય બને છે. 460 સંથારો, શય્યા-સ્થાન, આસન, ભાત, પાણી વગેરેનો અતિ લાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઇચ્છા રાખી જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરી જે પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે. આવો સંયમી પુરુષ વસ્તુની અપ્રાપ્તિપર પણ સંતોષને મુખ્ય ગુણ માની તેમાં જ રમે છે તે જ સાધક પૂજ્ય થાય છે. 1 [461-463 મનુષ્ય ધન કે તેવી કોઈ પણ સાંસારિક વસ્તુઓની આશાથી લોખંડના કાંટાઓ ઉપર ચાલે કે શયન કરે છે પણ કર્ણમાં બાણની માફક ખૂંચે તેવા કઠોર વાણીરૂપ કંટકોને જરામાત્ર સ્વાર્થ વિના સહન કરી લેવા તે અતિ અશક્ય છે. છતાં પણ તેને ફૂલ જેવા માની સહન કરે છે તે ખરેખર પૂજનીય છે. લોખંડના કાંટાઓ તો મુહૂર્ત માત્ર દુઃખ આપે છે. અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો દયમાં એવા તો આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી, તેના સંબંધ તો એવા ગાઢા વૈરીની પરંપરા વધારનાર અને મહા ભયાનક હોય છે. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાંજ ચિત્તમાં વૈમનસ્ય ઉત્પન કરી દે છે. પરંતુ તેવા કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શૂરવીર અને જીતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાના ધર્મમાની સમભાવપૂર્વક સહન કરે છે તે ખરેખર પૂજ્ય છે. 464] જે સાધુ કોઈપણ મનુષ્યની પાછળ તેના કદી અવર્ણવાદ ન બોલે, પ્રત્યક્ષમાં વૈર વિરોધ થાય તેવી ભાષા કદિ ન બોલે તથા નિશ્ચયાત્મક અને કોઈને અપ્રિયકરનારી ભાષા પણ ન બોલે, તે ખરેખર પૂજ્ય છે. [45] જે અલોલુપી, અકૌતુક, મંત્રજંત્રાદિ ઈદ્રજાળ નહિ કરનાર, અમાથી અને પિશુનતારહિત, અદીનવૃત્તિવાન અને સ્વયં પોતાની પ્રશંસા ગાતો નથી તેમ અન્યની પાસે પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ ધરાવતો નથી તે ખરેખર પૂજ્ય છે. [46] સણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે. માટે તું સાધુગુણોને ગ્રહણ કર, અને અવગુણોને ત્યાગી દે, આવી રીતે પોતાના જ આત્માથી પોતાના આત્માને સમજાવે. આ રીતે સાધના કરતો સાધક રાગ દ્વેષા નિમિત્તોમાં સમભાવ જાળવી શકે છે ત્યારે તે પૂજનીય હોય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - 9, ઉદેસી-૩ 177 [47] જે પોતાથી વડીલ હોય કે નાની વયનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દીક્ષિત હોય કે ગૃહસ્થ હોય. કોઈની પણ જે નિંદા કે તિરસ્કાર કરે નહિ તેમજ અહંકાર અને ક્રોધ આદિ કષાયોને તિલાંજલિ આપી દે, તે ખરેખર પૂજ્ય છે. [468] ગૃહસ્થ જેમ પોતાની કન્યાને યત્નપૂર્વક યોગ્ય સ્થાન શોધી ત્યાં પરણાવી દે છે તેજ પ્રમાણે શિષ્યથી પૂજાયેલા ગુરુદેવ પણ યત્નપૂર્વક જ્ઞાનાદિ સણોની પ્રાપ્તિ કરાવી ઉચ્ચ ભૂમિકાપર સાધકને મૂકી દે છે. એવા ઉપકારી અને માન આપવાને યોગ્ય મહાપુરુષોને જિતેન્દ્રિય, સત્યમાંજ સદા રક્ત અને તપસ્વીને સાધક પૂજે તે જે ખરેખર પૂજ્ય છે. [46] સદ્ગણોના સાગર સમાન તે પરોપકારી ગુરુવર્યોનાં સુભાષિતો સાંભળીને બુદ્ધિમાનું સંયમી પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓ મન, વચન, અને કાયાના સંયમથી યુક્ત બની ચારેય કષાયોનો ક્રમશઃ ત્યાગ રહે છે, [47] આવી રીતે અહીં સતત ગુરુજનની સેવા કરીને જેના દર્શનનું રહસ્ય જાણવામાં નિપુણ અને જ્ઞાન કુશળ વિનીત ભિક્ષ પોતાનાં પૂર્વના કરેલાં કર્મોના મેલ ને નાશ કરી અનુપમ અતુલ મોક્ષ ગતિને પામે છે. આ પ્રમાણે હું કહું છું. અધ્યયન 9 ઉદેસ: 2 ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ - ઉદસો-૪:[૪૭૧-૪૭૨] હે આયુષ્યમાનું! ભગવાન મહાવીરે કહ્યા પ્રમાણે મેં સાંભળ્યું છે. તે સ્થાવર-પ્રૌઢ અનુભવી ભગવાને વિનય સમાધિનાં ચાર સ્થાનો નિરૂપ્યા છે. તે વિર ભગવંતોએ કયા ચાર સ્થાનો વર્ણવ્યાં છે ? તે સ્થવિર ભગવંતોએ આ ચાર વિનય સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે. તે આ પ્રમાણે છે - વિનય સમાધિ, શ્રત સમાધિ તપઃ સમાધિ અને આ ચાર સમાધિ જે જિતેન્દ્રિય હોય છે તે પંડિત પુરુષ હંમેશા પોતાના આત્માને આ ચાર સમાધિમાં રમાડે છે. ૪િ૩૩-૪૭૫]વિનય સમાધિ ચાર પ્રકારની છે. શિષ્ય આચાર્યના અનુશાસનને સાંભળવા ઈચ્છા કરે, તે અનુશાસનને સમ્યકરૂપે સ્વીકાર કરે, ગુરુના વચનાનુસાર આચરણ કરે અને ગર્વથી અહંકારી બની પોતાનો પ્રશંસક ન થાય. સાધક હિતશિક્ષાની સદા ઇચ્છા કરે. ઉપકારી ગુરૂના વચનની શુશ્રુષા કરે ગુરુની સમીપમાં રહી વચનનું યથાર્થ પાલન કરે અને હું વિનય સમાધિમાં કુશલ છું એ રીતે અભિમાનના મદથી અહંકારી ન થાય. [47478 શ્રુત સમાધિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે મને વાસ્તવિક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે, તે માટે, મારૂં ચિત્ત જ્ઞાનમાં એકાગ્ર થઈ જશે માટે, હું મારા આત્માને સ્વમાં સ્થાપિત કરી શકીશ માટે અને હું સ્વયં ધર્મમાં સ્થિત થઈને બીજાં ભવ્ય જીવોને પણ ધર્મમાં સ્થિર કરીશ આ કારણે પણ મારે મૃતનો અભ્યાસ કરવો યોગ્ય છે જે મુનિ શાસ્ત્રધ્યયન કરે છે તેનું જ્ઞાન વિસ્તીર્ણ થાય છે, ચિત્તમાં એકાગ્રતા આવે છે. તથા તે ધર્મમાં સ્વયં સ્થિર થાય છે, અને બીજાને પણ સ્થિર કરે છે. અનેક પ્રકારના શ્રતોનું અધ્યયન કરીને સમાધિમાં પૂર્ણ અનુરક્ત રહે છે. [479-480] તપ સમાધિ પણ ચાર પ્રકારની છે તે આ પ્રમાણે છે સાધક આ. 12] Page #44 -------------------------------------------------------------------------- ________________ 178 દસયાલિય-૯૪૪૮૧ લોકના સુખ માટે, પરલોક-સ્વગદિના સુખ માટે, કીર્તિ, વર્ણ, (સ્લાધા) શબ્દ કે શ્લોકને માટે અને નિર્જરા-પાપકર્મને વિખેરવું તે સિવાય કોઈ પણ અન્ય પ્રયોજનથી તપ ન કરે. તે પિકી ચોથા પદને બરાબર યાદ રાખે. તપ સમાધિમાં હંમેશાં યુક્ત થયેલો સાધક વિવિધ પ્રકારનાં સદ્ગણોના ખજાનાભૂત તપશ્ચર્યામાં સદા અનુરક્ત થાય અને કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના ફક્ત નિર્જરા માટે જ કર્મને ક્ષીણ કરવાની ભાવના. રાખનાર બને તો તે સાધુ તપવડે પ્રાચીન પાપોનો નાશ કરી શકે. 481-482) આચાર સમાધિ પણ ચાર પ્રકારની છે. કોઈ પણ સાધક ઐહિક સ્વાર્થ માટે પરલૌકિક સ્વાર્થ માટે, કીર્તિ, વર્ણ, શબ્દ કે શ્લોક ને માટે, અને અહત દેવોએ ફરમાવેલા નિર્જરાના હેતુ સિવાય કોઈ પણ સ્વાર્થ માટે આચાર ન પાળે. તે પૈકી ચૌથું પદ બરાબર યાદ રાખવું. જે સાધુ દમિતેન્દ્રિય બની આચારથી આત્મસમાધિને અનુભવે છે, જિનેશ્વરોના વચનમાં અર્પણ થઈ ગયો હોય છે, વાદવિવાદોથી વિરત અને સંપૂર્ણ ક્ષાયિક ભાવને પામી મુક્તિની નિકટ ગયેલો હોય છે. 483-484] તે સાધુ ચાર પ્રકારની સમાધિને આરાધી સુવિશુદ્ધ થઈ તથા ચિત્તની સુસમાધિ સાધીને પરમ હિતકારી અને એકાંત સુખકારી એવું પોતાનું કલ્યાણ સ્થાન સ્વયં પ્રાપ્ત કરે છે. આથી તે જન્મ મરણના ચક્રથી સર્વથા મુક્ત થઈ નરકાદિ અવસ્થાનો પૂર્ણ ત્યાગ કરી શાશ્વત સિદ્ધ થાય છે અથવા જે થોડા પૂર્વકમ શેષ રહી જાય તો મહાદ્ધિશાળી ઉત્તમ કોટિનો દેવ બને છે. તેમ હું તમને કહું છું. | અધ્યયન-૯ ઉદ્દેશો ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | નવમું અધ્યયન-ગુર્જરછાયા પૂર્ણ (દસમુ અધ્યયન સભિક્ષુ) [485-48] જે તીર્થકરના ઉપદેશથી દીક્ષા લઈને સદા જ્ઞાનીના વચનોમાં અનુરક્ત રહે છે અને નિત્ય સમાધી જાળવે છે. સ્ત્રિયોના પાશ બંધનમાં જે જકડાતા નથી અને વમી દીધેલા ભોગોને પાછા ભોગવવાની ઈચ્છા રાખતો નથી તેજ ભિક્ષ છે. જે સ્વયં પૃથ્વીને ન ખોદે, ન ખોદાવે, ખોદતો હોય તેને અનુમોદન પણ ન આપે, વળી સચિત્ત પાણી સ્વયં ન પીએ ન પીવડાવે, પીતો હોય તેને ન અનુમોદ, અગ્નિને પોતે જલાવે નહિ, બીજાદ્વારા બળાવે નહિ કોઈ અગ્નિ પેટાવતું હોયતો અનુમોદન આપે નહિ તેજ ભિક્ષ છે. પંખા વગેરે સાધનથી પવન પોતે નાખે નહિ, બીજા પાસે નખાવે નહિ, નાખતાને અનુમોદ નહિ, અને વનસ્પતિઓને સ્વયં છેદે નહિ, છેદાવે નહિ, છેદતા હોય તેને અનુમોદે નહિ, તેમજ માર્ગમાં સત્ત. બીજો પડ્યાં હોય તો તેને છોડીને ચાલે અને ભિક્ષા પણ સચિત્ત હોય તો ગ્રહણ ન કરે. તેજ ભિક્ષુ છે. સંયમી પુરુષો પોતાને માટે બનાવેલો આહાર ગ્રહણ ન કરે કારણ કે આવા આહારાદિ તૈયાર કરવામાં પૃથ્વી, ઘાસ, કાષ્ઠ અને તેને આશ્રયે રહેલા ઈતર જીવોની પણ હિંસા થાય છે. તેથી અનાદિ પકાવે નહીં, પકાવવા કહે નહીં. આવું નિરવધ જીવન જીવે તેજ ભિક્ષુ છે. જે જ્ઞાતપુત્ર ભગવાન્ મહાવીરના ઉત્તમ વચનો પ્રત્યે રૂચિ ધરાવીને સૂક્ષ્મ અને સ્થળ બન્ને પ્રકારના છ જવનિકાય જે પોતાની સમાન માને છે. પાંચ મહાવ્રતોનો સ્પર્શ કરે છે. પાંચેય પ્રકારના આશ્રવો પાપદ્ધરો વ્યાપરથી રહિત થાય છે તેજ ભિક્ષ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- 10. [490-491] જે ક્રોધ, માન, માયા, લોભનું સદા વમન કરતો રહે છે, જ્ઞાની પુરુષોના વચનમાં ચિત્તને સ્થિર કરી રાખે છે, સોનું ચાંદી ઈત્યાદિ ધનને ત્યાગી દે છે તેજ ભિક્ષુ છે. જે સમ્યક દ્રષ્ટિ છે, અમૂઢ છે. જ્ઞાન, તપ અને સંયમમાં રહી તપથી પૂર્વકને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરે છે મન વચન કાયાથી સુસંવૃત છે. તેજ ભિક્ષુ છે. [492-49) તેમજ વિવિધ પ્રકારનાં અસન, પાણી, ખાદ્ય કે સ્વાદ્ય વગેરેની સુંદર ભિક્ષા મેળવીને કાલ કે પરમ દિવસે ઉપયોગમાં આવશે એમ માનીને જે સાધક સંચય કરે નહિ. કરાવે નહિ તે જ ભિક્ષ છે. તેમજ ભિન્ન ભિન્ન પ્રકારનાં અશન, પાણી, ખાદ્ય કે સ્વાદ્ય વગેરે આહાર મેળવીને પોતાના સ્વધર્મી સાથીદાર સાધુઓને બોલાવીને તેની સાથે ભોજન કરીને સ્વાધ્યાયમાં રક્ત રહે છે તેજ ભિક્ષુ છે. 494-45] જે કલેશ, ટેટો, થાય તેવી કથા ન કહે નિમિત્ત મળવા છતાં કોઈપણ કોપ ન કરે, ઈન્દ્રિયોને નિશ્ચિળ રાખે. મન શાંત રાખે, સંયમ યોગમાં સતત સ્થિર ભાવે જોડાયેલો રહે તથા ઉપશાંત રહી કોઈનો પણ તિરસ્કાર ન કરે તેજ ભિક્ષુ છે જે ઈન્દ્રિયોને કોટા સમાન દુઃખ આપે તેવા આક્રોશ વચન-પ્રહારો અને અયોગ્ય ઉપાલંભોને સહન કરે છે. જ્યાં ભયંકર અને પ્રચંડ ગર્જના થતી હોય તેવા ભયાનક સ્થાનમાં રહી વૈતાલાદિના શબ્દ અટ્ટહાસ્યાદિ ઉપસર્ગોને સહન કરી જાય છે તથા સુખ અને દુઃખમાં સમભાવ રાખી જાણે તેજ ભિક્ષ છે. [496-497] જે સાધુ પ્રતિમા અંગીકાર કરીને સ્મશાન ભૂમિમાં જાય અને ત્યાં રહી ભય ઉત્પન કરે તેવા ભયાનક શબ્દ સાંભળીને પણ જે ન ડરી જાય તથા વિવિધ ગુણો અને તપશ્ચરણમાં રક્ત રહી પોતાના દેહનું ભાન ભૂલી જાય તેજ ભિક્ષુ છે જે સદૈવ દેહમૂછથી મુક્ત બનીને રહે છે. કઠોર વચનોથી તાડન, તર્જન કરે. માર મારે, છેદનભેદન કરે તે સમયે સર્વસહા પૃથ્વીની સમાન ક્ષમાશીલ બની રહે છે. જે નિયાણું કરતો નથી કુતૂહલ કરતો નથી. તે ભિક્ષુ છે. 498] પોતાના શરીરથી બધા પરીષહો ને જીતી ને જે ભિક્ષ જન્મમરણો એજ મહાભયના સ્થાન છે, એમ જાણી સંયમ અને તપમાં રક્ત રહી જાતિ પથમાંથી પોતાના આત્માને ઉગારી લે છે તેજ ભિક્ષુ છે. [499-501] જે સૂત્ર તથા તેના રહસ્ય જાણે છે હાથ, પગ, વાણી અને ઈન્દ્રિયોનો યથાર્થ સંયમ રાખે અધ્યાત્મ રસમાં જ જે મસ્ત રહે છે અને પોતાના આત્માને સમાધિમાં રાખે તે ભિક્ષુ છે. સંયમના ઉપકરણોમાં અને ભોજન વગેરેમાં જ આસક્ત રહે નહિ અજ્ઞાત ઘરોમાં પરિમિત ભિક્ષા ગ્રહણ કરીને સંયમ જીવનનો નિર્વાહ કરે, ચારિત્રમાં ક્ષતિ થાય તેવા દોષોથી બચતો રહે અને લેવું, વેચવું, ભેળું કરવું વગેરે અસંયમમય વ્યાપારથી વિરત બની સર્વ પ્રકારની આસક્તિના બંધનથી રહિત થાય તેજ ભિક્ષુ છે. જે લોલુપતાથી રહિત થઈ કોઈપણ પ્રકારના રસોમાં આસક્ત બને નહિ, ભિક્ષાચારીમાં પરિમિત ગ્રહણ કરે છે. ભોગી જીવન ગાળવાની વાસનાથી પર રહે છે. અને સત્કાર, પૂજા, ભૌતિક સુખની જેને પરવાહ ન હોય. તથા નિરાભિમાની અને સ્થિર આત્મભાવવાળો હોય તે ભિક્ષ છે. [પ૦ર-પ૦૪] સાધુ બીજાને દુરાચારી ન કહે. અન્ય કુપિત થાય તેવું દૂષિત વાક્ય પણ ન બોલે, બધા જીવોના પુણ્ય અને પાપ પૃથક, પૃથક છે. ફળ પણ તે પ્રમાણે Page #46 -------------------------------------------------------------------------- ________________ 180. દસયાલિય-૧૦૫૦૫ મળે છે, તેમ જાણીને પોતાના દોષો દૂર કરે અને પોતાનો સ્વભાવ બીજા કરતાં ઊંચો છે એવું અભિમાન પણ ન કરે તે ભિક્ષુ છે. જે જાતિ, રૂપ, લાભ, જ્ઞાન આદિનું અભિમાન ન કરે, સર્વ પ્રકારના અહંકારને છોડી સદ્ધર્મના ધ્યાનમાંજ અનુરક્ત રહે છે તેજ ભિક્ષુ છે. મહામુનિ સાચા ધર્મનો માર્ગ જણાવે, પોતે સદ્ધર્મમાં બરાબર સ્થિર રહી બીજાને પણ સાચા ધર્મમાં સ્થિર કરે, ત્યાગમાર્ગ ગ્રહણ કરીને દુરાચારના ચિહ્નો ત્યાગી દે કુસાધુનો સંગ ન કરે અને કોઈની ઠક્ષબાજી હાંસી, મશકરી પણ ન કરે તે ભિક્ષુ છે. [505 તેવો ભિક્ષુ હંમેશાં પોતાના આત્માને શાશ્વત હિતમાં સ્થિર રાખીને, નશ્વર અને અપવિત્ર દેહવાસને ત્યાગીને તથા જન્મમરણના બંધનોને સર્વથા ઉચ્છેદ કરીને અપુનરાગમન ગતિને પ્રાપ્ત થાય છે. એમ હું તમને કહું છું. અધ્યયન-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (પ્રથમ ચૂલિકા-રતિવાય) [50] પ્રવજ્યા અંગીકાર કર્યા પછી સાધકના ચિત્તમાં સંયમ પ્રત્યે અરુચિઉદ્વેગ થાય. અને સંયમ છોડી દેવાની ઈચ્છા થઈ જાય પરન્તુ સંયમ છોડી દીધો ન હોય તેવા સાધકને માટે આ અઢાર સ્થાન વિચારવા યોગ્ય છે. ઉન્માર્ગે ચાલતા અશ્વને સન્માર્ગે લાવવા લગામ, ઉન્મત્ત હાથીને અંકુશ અને વહાણને પ્રવાહના માર્ગ ઉપર લાવવા સઢ જેમ ઉપયોગી બની જાય છે તેમ સાધકનું ચિત્ત સન્માર્ગે આવી જાય છે. હે આત્મન્ ! આ દુષમ કાળનું જીવનજ દુઃખમયછે, સંસારના દરેક જીવો દુઃખી છે. ઘણી મુશ્કેલીથી પોતાની જિવાડી ચલાવે છે ગૃહસ્થાશ્રમીઓના કામભોગો અતિઅલ્પ. ક્ષણિક અને તુચ્છ કોટિનાજ હોય છે, સંસારી માયામાં ફક્સેલા મનુષ્યો બહુ કપટવાળા હોય છે. આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કંઈ ચિરકાળ ટકવાનું નથી. સંયમ છોડીને ગૃહસ્થાશ્રમમાં જતાં ક્ષદ્ર મનુષ્યોની પણ ખુશામત કરવી પડે છે. ગૃહસ્થાશ્રમ સ્વીકારવા જતાં વમેલી વસ્તુને ફરીથી પીવી પડશે સંયમ છોડીને ગૃહસ્થ જીવન સ્વીકારવું તે નરકાગારમાં જવા માટેની તૈયારી રૂપ છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓને ધર્મનો સ્પર્શ પણ દુશ છે અચાનક રોગ ઉત્પન્ન થતા દેહનો નાશ થઈ જાય છે ખરાબ સંકલ્પ પણ મૃત્યુ કરે છે. ગૃહવાસ કલેશમય છે. મુનિપયયિ શાન્તિમય છે. ગૃહસ્થવાસ બંધન છે. મુનિપર્યાય મોક્ષ છે. ગૃહસ્થજીવન દૂષિત છે સંયમી જીવન નિર્દોષ છે. ગૃહસ્થોના કામભોગો -હલકી કોટિના છે. જગતના સૌ જીવો પુણ્ય અને પાપથી ઘેરાયેલ છે. મનુષ્યનું જીવન ડાભની ટોચ પર રહેલાં જલબિન્દુની જેમ ચંચળ છે. અરેરે ! ખરેખર પૂર્વકાળે પાપકર્મ બહુ કર્યું હશે. દુશ્ચારિત્રનું સેવન કરીને કદી પાપકર્મોથી મુક્તિ ન મળે. પરન્તુ દુખે સહી શકાય તેવાં પૂર્વ પાપકમોને સમભાવ પૂર્વક વેદતા અને તપવડે ક્ષય કરવાથી તે કમાંથી મુક્તિ મળે. [500-508] કોઈ અનાર્ય પુરુષ જ્યારે ભોગોના કારણે પોતાના ચિરસંચિત ચારિત્ર ધર્મને છોડી દે છે ત્યારે ભોગાસક્ત તે અજ્ઞાની ભવિષ્યકાળનો વિચાર કરી શકતો નથી જેમ ઈન્દ્ર પુણ્ય ક્ષય થતા સ્વર્ગલોકથી ચુત થઈને મનુષ્ય લોકમાં આવે છે ત્યારે તે ઘણો ઘણો શોક પશ્ચાત્તાપ કરે છે. તેમ જ્યારે સાધુ ત્યાગાશ્રમ ત્યાગીને ગૃહસ્થ જીવનમાં પાછો આવે છે ત્યારે એ ધર્મથી ભ્રષ્ટ થઈને પરિતાપ કરે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા 181 [પ૦૯-૫૧૧] પ્રથમ તે વિશ્વનો વંદનીય હોય છે અને ભ્રષ્ટ થયા પછી અવંદનીય [તિરસ્કારને પાત્ર બને છે ત્યારે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલા દેવની માફક તે ખૂબ પરિતાપ પામે છે. પ્રથમ તે મહાપુરુષોને પણ પૂજ્ય હોય છે અને પછી તેજ અપૂજ્ય બને છે ત્યારે રાજ્યથી પદભ્રષ્ટ થયેલા રાજાની સમાન તે ખૂબ પરિતાપ પામે છે. પહેલાં તે માન્ય હોય છે અને પછી તેજ ત્યાગાશ્રમથી પતિત થઈને અમાન્ય થાય છે. જેમ ધનિક શેઠ ધનહીન બની ખેડુની જીંદગીમાં પલટાઈને હલકા સ્થાનમાં વાસ કરે છે અને પૂર્વની સ્થિતિ યાદ કરીને જીવન પર્યંત ખેદ કરે છે તેમ સાધુ પણ પરિતાપ કરે છે. [512-515 ભોગેચ્છાએ સંયમધર્મ તરછોડી ગૃહસ્થ જીવનમાં ગયેલો સાધક જ્યારે યૌવન વયથી છૂટી જરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે ખાવાની લોલુપતાને કારણે લોખંડના કાંટામાં ફસાયેલ માછલાંની પેઠે ખૂબ પીડા પામે છે. અને જ્યારે તે સાધુ ગૃહસ્થને પ્રાપ્ત થયેલ કલેશકારી કુટુંબની કુત્સિતચિંતાઓ ચારેય બાજુથી ઘેરી વળે છે ત્યારે તે બંધનમાં ફસી પડેલા હાથની જેમ ખૂબ ખૂબ પરિતાપ કરે છે. વળી સ્ત્રી, પુત્રાદિના પરિવારથી ઘેરાયેલો થઈને મોહકર્મની પરંપરામાં ગુંચવાઈ જાય છે. ત્યારે કાદવમાં ખૂંચેલો હાથી જેમ દુઃખી થાય છે તેમ મોહના ગાઢ બંધનથી બંધાયેલો તે કોઈ પણ રીતે છૂટી શકતો નથી. હા! આ મેં ખૂબજ ખોટું કર્યું. જો હું જિનેશ્વરોએ દેખાડેલા વિશુદ્ધ સાધુદશાથી માં રહ્યો હોત તો આજે હું અપૂર્વ આત્મ-ઓજસ અને અપૂર્વ જ્ઞાનસહિત સર્વ સાધુગણનો અધિપતિ હોત. [516-517 જે સાધુ સંયમપયયમાં રૂચિ રાખનારા છે તેને માટે આ સંયમ દેવલોકની સમાન સુખદુખ છે; એનાથી વિપરીત સાધુ સંયમનક્રિયાઓમાં રુચિહીન રહે છે, તેના માટે આ ચારિત્ર પર્યાયિ મહા નરક સમાન દુઃખપ્રદ છે, ત્યાગ માર્ગમાં રમી રહેલા મહાપુરુષોનું દેવેન્દ્ર સમાન ઉત્તમ સુખ અને ત્યાગમાર્ગથી ભ્રષ્ટ થયેલા પતિતોનું નરક સમાન અત્યંત દુખ એ બન્નેની તુલના કરીને પંડિત સાધુએ ત્યાગમાર્ગમાં આનંદપૂર્વક રહેવું જોઈએ. [18-51] ધર્મથી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સંપત્તિથી પતિત થયેલા મુનિનો; અલ્પ તેજ ઠરી ગયેલા યજ્ઞના. અગ્નિ અને ભયંકર ઝેરી છતાં દાઢો ખેંચી લીધેલા સપની. સમાન દુરાચારીઓ પણ તિરસ્કાર કરે છે. ધર્મથી પતિત થયેલા અધર્મને સેવનારા અને પોતાના વ્રતનિયમોથી ભ્રષ્ટ થયેલા સાધુને આ લોકમાં પણ ચારિત્રની ક્ષતિ, અધર્મ, અપયશ અને તુચ્છ-ક્ષુદ્ર માનવામાં પણ નિંદા આદિ ગેરલાભો થાય છે અને જીવનના અંતે પરલોકમાં પણ અધમ ગતિ પ્રાપ્ત થાય છે. [520523] જે સાધુ સંયમ ભ્રષ્ટ થઈને દુષ્ટ ચિત્તના વેગને વશ થઇને ભોગોને ભોગવવા માટે તે તે પ્રકારના અસંયમને આચરીને જેની કલ્પના ન કરી શકાય તેવી દુઃખદ નરક ગતિમાં ગમન કરે છે. તે સાધકને ફરીથી આવા ઉચ્ચ સબોધની કે ધર્મની. પ્રાપ્તિ પણ સુલભ થઈ શકતી નથી. કલેશમાં રહેલા અને દુખમાંજ સબડતા નારક જીવોનું પલ્યોપમ અને સાગરોપમ જેવા લાંબા કાળ સુધી એક સરખું ભોગવવાનું દુઃખ કક્યાં ? અને આ સંયમમાં આકસ્મિક પડેલું થોડું દુઃખ ક્યાં ? આ મારું દુઃખ ચિરકાળ સુધી રહેવાનું નથી. કારણ કે જીવની વિષયવાસના અશાશ્વતી છે. આ ભોગપિપાસા. શરીર હોય ત્યાં સુધી કદાચ નષ્ટ ન થાય તો પણ અંતમાં-મૃત્યુ સમયે તો અવશ્ય નષ્ટ Page #48 -------------------------------------------------------------------------- ________________ થઇ જતન ત્યાગ 182 , દસયાલિયું. થઈ જશે. પૂર્વોક્ત વિચારોથી જે સાધુનો આત્મા એટલો દ્રઢ થઈ જાય કે તે દેહનો ત્યાગ. કરવો પસંદ કરે, પરંતુ સદ્ધર્મના નિયમને ન છોડે, ત્યારે તેને જેમ સુદર્શન પર્વતને મહાવાયુ ચલાયમાન કરી શકતો નથી તેમ તે મેર સમાન દૃઢ, અડોલ સાધુને ઇન્દ્રિયો ડોલાયમાન કરી શકશે નહિ. [પર૪] બુદ્ધિમાન પુરુષે પૂર્વક્ત પ્રકારે વિચાર કરીને જ્ઞાનાદિ લાભના ઉપાયોને જાણીને, મન-વચન અને કાયના યોગથી, ત્રણ ગતિથી ગુપ્ત થઈને તીર્થંકરના વચનનું યથાવત્ પાલન કરવું જોઇએ. એમ હું તમને કહું છું. | પ્રથમ ચૂલિકાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (બીજી ચૂલિકા-વિવિક્ત ચય) પિર૫] કેવળી કથિત, શ્રુતસ્વરૂપ, અને જેના શ્રવણથી પુણ્યશાળી જીવોને ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એવી બીજી ચૂલિકા હું કહીશ. [પ૨૬-૫૨૮] નદીના જળપ્રવાહમાં તણાતા કાષ્ઠની જેમ વિષયરૂપી નદીના પ્રવાહમાં પડેલા મોટા ભાગના લોકો સંસારસમુદ્રની તરફ વહેતા હોય છે. સંયમ તરફ જેનું લક્ષ્ય જાગૃત થયું છે તેવા મોક્ષાર્થી સાધકે પોતાના આત્માને વિષયપ્રવાહથી પરાશમુખ રાખવો જોઈએ. જેમ પ્રવાહની દિશામાં ગમન સુખપૂર્વક થતું હોવાથી તે અનુસ્રોત છે અને વિરુદ્ધ દિશામાં ગમન સુખપૂર્વક થતું ન હોવાથી તે પ્રતિસ્ત્રોત છે. તેમ સંસાર-વિષય તરફ પ્રવૃત્તિ સુખપૂર્વક થતી હોવાથી તે અનુસ્રોત છે જ્યારે સાધુઓનો ઇંદ્રિયજય રૂપ વ્યાપાર સુખપૂર્વક થતો ન હોવાથી તે પ્રતિસ્રોત છે. તેથીજ સંસારી જીવોને પ્રતિસ્રોત માર્ગ કઠિન પ્રતીત થાય છે, તેઓ તો અનુસ્રોતમાંજ સુખ માને છે. આ કારણથી જે મુનિ આચાર ક્રિયામાં પરાક્રમી છે તેમજ સંવર સમાધિ યુક્ત હોય તેઓએ પોતાનો વિહાર, મૂલોત્તરગુણ અને નિયમધ જે સમયે જ આચરવા યોગ્ય હોય તેને યથાવસરે આચરવા જોઇએ. [પર૯] અનિયતવાસ, સમુદાનચય-(જુદા જુદ્ધ ઘરોમાંથી ભિક્ષા મેળવવી.) અજ્ઞાત ગૃહસ્થોના ઘરોમાંથી અતિઅલ્પ ભિક્ષા મેળવવી, એકાંતસ્થાન, ઉપકરણોની અલ્પતા અને કલહનો ત્યાગ આ છ વિહારચય મહર્ષિઓએ વખાણી છે. [30] સાધુએ રાજકુળ અથવા જમણવારમાં ગોચરી અર્થે ન જવું, સાધુજનોનું અપમાન થતું હોય તેવું સ્થાન છોડી દેવું. પ્રાયઃ કરી જોઈ શકાય તેવા પ્રકાશવાળા સ્થળેથી લાવેલ આહાર-પાણી લે તથા અચિત્ત આહારાદિથી ખરડાયેલ ભાજન, કડછી હાથ વગેરેથી આહાર આદિ લે. અને તે પણ સ્વજાતિવાળા આહારથી ખરડાયેલ ભાજન કડછી હાથ વગેરેથી અહારાદિ લેવાનો યત્ન સાધુ કરે. [પ૩૧] મધમાંસાદિ અભક્ષ્યને સર્વથા ત્યાગનાર ભિક્ષુ નિરભિમાની, પોતાના આત્માપર અત્યંત કાબૂ રાખવા માટે વારંવાર પૌષ્ટિક ભોજનને ત્યાગનાર, વારંવાર કાયોત્સર્ગ કરનાર તે ભિક્ષુ સ્વાધ્યાય યોગમાં પ્રયત્નશીલ બને. પિ૩૨] ભિક્ષુ, શયન, આસન, ધ્યા, નિષદ્યા (સ્વાધ્યાય ભૂમિ) તથા ખોરાક, પાણી વગેરે પર મમત્વ રાખી હું જ્યારે પાછો બીજી વાર આવું ત્યારે મને જ આપજો બીજાને નહિ એવી પ્રતિજ્ઞા ગૃહસ્થોને કરાવે નહિ, તેમજ કોઈ ગામ, નગર કે દેશપર Page #49 -------------------------------------------------------------------------- ________________ ચૂલિક મમત્વ ભાવ પણ કી ન કરે. પ૩૩-પ૩૪] મુનિ, ગૃહસ્થોની વૈયાવૃત્ય, અભિવાદન, વંદન કે નમન પણ ના કરે. સંકલેશ રહિત સાધુના સંગમાં રહે કે જેના સંસર્ગથી તેના ચારિત્રની હાનિ ન થાય. ભિક્ષ પોતાથી અધિક ગુણવાન કે સમાન ગુણવાળા અથવા સંયમક્રિયામાં નિપુણ કોઈ સાધુને મેળવી ન શકે તો કામભોગમાં અનાસક્ત રહી તથા પાપોનો ત્યાગ કરી સાવધાનતાપૂર્વક એકાકી વિચરે. [પ૩૫] નભિક્ષુને વષત્રિઋતુમાં એક સ્થાને ચારમાસ સુધી અને અન્ય ઋતુઓમાં એક માસ સુધી રહેવાની આજ્ઞા છે. તેજ સ્થાનપર બીજું ચાતુમસ અથવા માસ-કલ્પ કરવું ન જોઈએ. પ૩૬-પ૩૯] ભિક્ષ. રાત્રિના પ્રથમ પ્રહરમાં અથવા અંતિમ પ્રહરમાં પોતાના આત્માની આલોચના કરે કે - મેં આજે શું કર્યું? શું કરવાનું બાકી છે ? મારાથી. આચરવાનું શક્ય હોવા છતાં મેં શું નથી આચર્યું ? મારી ખુલનાને અન્ય લોકો અને હું કેવી રીતે જોઈ છીએ? હું મારી અલાનાને શા માટે છોડતો નથી? આ પ્રમાણે જે સાધુ વિચાર કરશે તે ભવિષ્યમાં અસંયમ સંબંધી દોષ નહિ કરે વૈર્યવાનું સાધું, મન, વચન, કાયાથી ખુલના થાય તે જ સમયે, ઉત્તમ અશ્વ જેમ લગામથી તુરત વશ થાય છે, તેમ પોતાના આત્માને વશ કરી સન્માર્ગે સ્થાપે. જે જિતેન્દ્રિય, વૈર્યશાળી છે, જેના ત્રણયોગ હમેશા વશમાં હોય છે તેવા સત્પરુષોને વિદ્વાનો પડિબુદ્ધજીવી કહે છે, કારણ કે તેઓ સંયમમયજ જીવન વ્યતીત કરે છે. [50] સુસમાધિવંત મુનિએ પોતાના આત્માની હંમેશા રક્ષા કરવી જોઈએ. કારણ કે અરક્ષિત આત્મા જાતિપથ જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. જ્યારે સુરક્ષિત આત્મા સર્વ દુઃખોથી મુક્ત થયા છે. એમ હું (તમને) કહું છું. બીજી ચૂલિકાની મુનિદીપરતસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ 42 | દસયાલિય-ગુર્જરછાયા પૂર્ણ ત્રીજું મૂળસૂત્રગુર્જરછાયાપૂર્ણ Page #50 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杀案卷 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા આગમ દીપ પ્રકાશન