________________ 176 દસયાલિયં-૯૩૪૫૬ - ઉસો-૩:[૪૫] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની સારી રીતે શુશ્રુષા પૂર્વક ઉપાસના કરવામાં સાવધાન રહે છે તે પ્રમાણે શિષ્યો પોતાના ગુરુની સેવામાં સાવધ રહેવું જોઈએ. આચાર્યની દ્રષ્ટિ અને ઈશારા ઊપરથી જ જે સાધક તેમની ઈચ્છાઓને સમજી જાય છે અને પૂર્ણ કરે છે તેજ પૂજનીય બને છે. પિ૭] જે શિષ્ય આચારને માટે ગુરુનો વિનય કરે, તેમના વચન શ્રવણની ઈચ્છા રાખે તદનુસાર કાર્ય કરે અને અવજ્ઞા ન કરે તે જ સાધક પૂજનીય થાય છે. [58] જે પોતાથી જ્ઞાનમાં કે સંયમમાં જ્યેષ્ઠ હોય અને વયમાં નાના હોય છતાં પણ તેનો વિનય કરનાર હોય, પુનર ગુણી જન પાસે નમ્રભાવે વર્તે તથા જે સત્યવાદી વિનયી અને ગુરુજનોની આજ્ઞાનુસાર વર્તનાર હોય તે સાધક પૂજનીય થાય છે. 5i9 જે સંયમી સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશાં સામુદાયિક, વિશુદ્ધ અને અજ્ઞાત ઘરોમાં ગોચરી કરે, પરંતુ ત્યાં આહાર ન મળે તો ખેદ ન કરે તેમ મળે તો સ્તુતિ ન કરે તે પૂજ્ય બને છે. 460 સંથારો, શય્યા-સ્થાન, આસન, ભાત, પાણી વગેરેનો અતિ લાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઇચ્છા રાખી જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરી જે પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે. આવો સંયમી પુરુષ વસ્તુની અપ્રાપ્તિપર પણ સંતોષને મુખ્ય ગુણ માની તેમાં જ રમે છે તે જ સાધક પૂજ્ય થાય છે. 1 [461-463 મનુષ્ય ધન કે તેવી કોઈ પણ સાંસારિક વસ્તુઓની આશાથી લોખંડના કાંટાઓ ઉપર ચાલે કે શયન કરે છે પણ કર્ણમાં બાણની માફક ખૂંચે તેવા કઠોર વાણીરૂપ કંટકોને જરામાત્ર સ્વાર્થ વિના સહન કરી લેવા તે અતિ અશક્ય છે. છતાં પણ તેને ફૂલ જેવા માની સહન કરે છે તે ખરેખર પૂજનીય છે. લોખંડના કાંટાઓ તો મુહૂર્ત માત્ર દુઃખ આપે છે. અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો દયમાં એવા તો આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી, તેના સંબંધ તો એવા ગાઢા વૈરીની પરંપરા વધારનાર અને મહા ભયાનક હોય છે. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાંજ ચિત્તમાં વૈમનસ્ય ઉત્પન કરી દે છે. પરંતુ તેવા કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શૂરવીર અને જીતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાના ધર્મમાની સમભાવપૂર્વક સહન કરે છે તે ખરેખર પૂજ્ય છે. 464] જે સાધુ કોઈપણ મનુષ્યની પાછળ તેના કદી અવર્ણવાદ ન બોલે, પ્રત્યક્ષમાં વૈર વિરોધ થાય તેવી ભાષા કદિ ન બોલે તથા નિશ્ચયાત્મક અને કોઈને અપ્રિયકરનારી ભાષા પણ ન બોલે, તે ખરેખર પૂજ્ય છે. [45] જે અલોલુપી, અકૌતુક, મંત્રજંત્રાદિ ઈદ્રજાળ નહિ કરનાર, અમાથી અને પિશુનતારહિત, અદીનવૃત્તિવાન અને સ્વયં પોતાની પ્રશંસા ગાતો નથી તેમ અન્યની પાસે પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ ધરાવતો નથી તે ખરેખર પૂજ્ય છે. [46] સણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે. માટે તું સાધુગુણોને ગ્રહણ કર, અને અવગુણોને ત્યાગી દે, આવી રીતે પોતાના જ આત્માથી પોતાના આત્માને સમજાવે. આ રીતે સાધના કરતો સાધક રાગ દ્વેષા નિમિત્તોમાં સમભાવ જાળવી શકે છે ત્યારે તે પૂજનીય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org