________________ અધ્યયન - 9, ઉદેસી-૩ 177 [47] જે પોતાથી વડીલ હોય કે નાની વયનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દીક્ષિત હોય કે ગૃહસ્થ હોય. કોઈની પણ જે નિંદા કે તિરસ્કાર કરે નહિ તેમજ અહંકાર અને ક્રોધ આદિ કષાયોને તિલાંજલિ આપી દે, તે ખરેખર પૂજ્ય છે. [468] ગૃહસ્થ જેમ પોતાની કન્યાને યત્નપૂર્વક યોગ્ય સ્થાન શોધી ત્યાં પરણાવી દે છે તેજ પ્રમાણે શિષ્યથી પૂજાયેલા ગુરુદેવ પણ યત્નપૂર્વક જ્ઞાનાદિ સણોની પ્રાપ્તિ કરાવી ઉચ્ચ ભૂમિકાપર સાધકને મૂકી દે છે. એવા ઉપકારી અને માન આપવાને યોગ્ય મહાપુરુષોને જિતેન્દ્રિય, સત્યમાંજ સદા રક્ત અને તપસ્વીને સાધક પૂજે તે જે ખરેખર પૂજ્ય છે. [46] સદ્ગણોના સાગર સમાન તે પરોપકારી ગુરુવર્યોનાં સુભાષિતો સાંભળીને બુદ્ધિમાનું સંયમી પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓ મન, વચન, અને કાયાના સંયમથી યુક્ત બની ચારેય કષાયોનો ક્રમશઃ ત્યાગ રહે છે, [47] આવી રીતે અહીં સતત ગુરુજનની સેવા કરીને જેના દર્શનનું રહસ્ય જાણવામાં નિપુણ અને જ્ઞાન કુશળ વિનીત ભિક્ષ પોતાનાં પૂર્વના કરેલાં કર્મોના મેલ ને નાશ કરી અનુપમ અતુલ મોક્ષ ગતિને પામે છે. આ પ્રમાણે હું કહું છું. અધ્યયન 9 ઉદેસ: 2 ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ - ઉદસો-૪:[૪૭૧-૪૭૨] હે આયુષ્યમાનું! ભગવાન મહાવીરે કહ્યા પ્રમાણે મેં સાંભળ્યું છે. તે સ્થાવર-પ્રૌઢ અનુભવી ભગવાને વિનય સમાધિનાં ચાર સ્થાનો નિરૂપ્યા છે. તે વિર ભગવંતોએ કયા ચાર સ્થાનો વર્ણવ્યાં છે ? તે સ્થવિર ભગવંતોએ આ ચાર વિનય સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે. તે આ પ્રમાણે છે - વિનય સમાધિ, શ્રત સમાધિ તપઃ સમાધિ અને આ ચાર સમાધિ જે જિતેન્દ્રિય હોય છે તે પંડિત પુરુષ હંમેશા પોતાના આત્માને આ ચાર સમાધિમાં રમાડે છે. ૪િ૩૩-૪૭૫]વિનય સમાધિ ચાર પ્રકારની છે. શિષ્ય આચાર્યના અનુશાસનને સાંભળવા ઈચ્છા કરે, તે અનુશાસનને સમ્યકરૂપે સ્વીકાર કરે, ગુરુના વચનાનુસાર આચરણ કરે અને ગર્વથી અહંકારી બની પોતાનો પ્રશંસક ન થાય. સાધક હિતશિક્ષાની સદા ઇચ્છા કરે. ઉપકારી ગુરૂના વચનની શુશ્રુષા કરે ગુરુની સમીપમાં રહી વચનનું યથાર્થ પાલન કરે અને હું વિનય સમાધિમાં કુશલ છું એ રીતે અભિમાનના મદથી અહંકારી ન થાય. [47478 શ્રુત સમાધિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે મને વાસ્તવિક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે, તે માટે, મારૂં ચિત્ત જ્ઞાનમાં એકાગ્ર થઈ જશે માટે, હું મારા આત્માને સ્વમાં સ્થાપિત કરી શકીશ માટે અને હું સ્વયં ધર્મમાં સ્થિત થઈને બીજાં ભવ્ય જીવોને પણ ધર્મમાં સ્થિર કરીશ આ કારણે પણ મારે મૃતનો અભ્યાસ કરવો યોગ્ય છે જે મુનિ શાસ્ત્રધ્યયન કરે છે તેનું જ્ઞાન વિસ્તીર્ણ થાય છે, ચિત્તમાં એકાગ્રતા આવે છે. તથા તે ધર્મમાં સ્વયં સ્થિર થાય છે, અને બીજાને પણ સ્થિર કરે છે. અનેક પ્રકારના શ્રતોનું અધ્યયન કરીને સમાધિમાં પૂર્ણ અનુરક્ત રહે છે. [479-480] તપ સમાધિ પણ ચાર પ્રકારની છે તે આ પ્રમાણે છે સાધક આ. 12] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org