________________ ૧દo. દસયાલિય - 5/2/200 [200] હંમેશાં ભિક્ષુ સામુદાનિક-ધનવાન અને નિર્ધન એ બંને સ્થળે સમાન ભાવે ગોચરી કરે. નિર્ધન કુળનું ઘર જાણી તેને ઉલ્લંઘીને શ્રીમંતને ઘેર ન જાય. [201-203] નિદૉષ ભિક્ષાની ગવેષણા કરવામાં રત. અને આહારની. મયદાને જાણનાર પંડિત ભિક્ષુ ભોજનમાં આસક્તિ નહિ રાખતાં તથા દિનપણું ધારણ નહિં કરતાં ભિક્ષાવૃત્તિ કરે, તેમ કરતાં કદાચિત્ આહાર મળે નહિ તો પણ ખેદ ન કરે ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના મેવા મુખવાસ ઈત્યાદિ ભોજન હોય, તે ગૃહસ્થ આપે કે ન આપે એ તેની ઈચ્છા પર નિર્ભર છે. પણ પંડિત ભિક્ષુ તેના ઉપર કોપ ન કરે. શવ્યા, આસન, વસ્ત્ર, ભોજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં પ્રત્યક્ષ દેખાતાં હોવા છતાં પણ જો તે ન આપે તો સંયમી તેના પર કોપ ન કરે. [20] સ્ત્રી, પુરૂષ, બાળક કે વૃદ્ધ નમસ્કાર કરતા હોય તે વખતે તેની પાસેથી. કોઈ વસ્તુની યાચના કરે નહિ તેમજ આહાર નહિ દેનાર પ્રત્યે કઠોર શો બોલે નહીં [205] જો કોઈ ગૃહસ્થ સાધુને વંદના કરે નહિ તો તેના ઉપર ક્રોધ કરે નહિં વંદના વગેરે કરે તો અહંકાર કરે નહિ આ પ્રમાણે બને અવસ્થાઓમાં સમભાવ પૂર્વક રહેતા મુનિનું સાધુત્વ અખંડ રહી શકે છે. [20210] કદાચ કોઈ સાધુ સ્વયં સુંદર ભિક્ષા મેળવીને હું એકલોજ ઉપભોગ કરીશ, જો હું બીજાને દેખાડીશ તો બીજા મુનિ અથવા આચાર્ય તે સ્વયં ગ્રહણ, કરી લેશે એમ માનીને લોભથી છુપાવે છે. તે જિહુવાલોલુપ તથા સ્વાર્થી સાધુ ઘણું પાપ ઉપાર્જન કરે છે અસન્તોષશીલ બને છે અને નિવણિને પામી શકતો નથી. વળી કોઈ સાધુ વિવિધ પ્રકારના સુંદર સરસ આહાર મેળવીને રસ્તામાંજ ભોગવી લે અને વધેલો વિવર્ણ-રૂપરંગ રહિત સ્વાદરહિત આહાર ઉપાશ્રયમાં લઈ આવે. જેથી બીજા શ્રમણો એમ જાણે કે “આ મુનિ ખૂબ આત્માથી અને રૂક્ષવૃત્તિથી જીવનારો સંતોષી ભિક્ષુ છે કે જે સંતુષ્ટ થઈને લુખો સુકો આહાર સેવે છે. આવી રીતે દંભથી જે પૂજા, કીર્તિ, માન, અને સન્માનનો ઇચ્છુક છે તે ઘણું પાપ ઉપાર્જીત છે. અને માયાશલ્યનું સેવે છે. [211-216 પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો અને જેના ત્યાગમાં કેવળી પુરૂષોની સાક્ષી છે, એવો સંયમી ભિક્ષુ સુરા, દ્રાક્ષનો આસવ મહુડાંનો. રસ કે બીજા કોઈ પણ માદક રસને કદિપણ સેવન ન કરે. મને કોઈ દેખતું નથી તેમ માની જે કોઇ ભિક્ષ એકાંતમાં ચોરીથી માદક રસ પીએ છે તેના દોષોને અને માયાને જુઓ અને હું તે વર્ણવું છું માટે સાંભળો. જેમ ચોર પોતાના દુષ્કર્મોથી ઉદ્વિગ્ન ચિત્તવાળો રહે છે, તેમ દુબુદ્ધિ ભિક્ષુ પણ પોતાના દુષ્ટકમથી અસ્થિર ચિત્ત વાળો રહે છે. તેવો મુનિ મૃત્યુના અંત સુધી પણ સંવરધર્મની આરાધના કરી શકતો નથી. તે માત્ર વેશધારી મદિરા પીનાર સાધુ પોતાના આચાર્યોને કે બીજા શ્રમણોન આરાધી શકતો નથી. વળી, ગૃહસ્થ પણ તેની નિંદા કરે છે. કારણ કે તે બધા તેની આવી અસાધુતાને સ્પષ્ટ સમજી શકે છે. આ પ્રમાણે દુર્ગુણોને સેવનારો અને ગુણોને છોડી દેનાર સાધુ મરણના અંતે પણ સાચા સંવરધર્મને આરાધી શકતો નથી. [217-20] જે બુદ્ધિમાનું સાધક નિગ્ધ અને સ્વાદિષ્ટ ઉચ્ચ રસવાળા રસિક ભોજનોને છોડી દઈ તપશ્ચર્યા કરે છે. જે મદ, અભિમાન તથા પ્રમાદથી નિવૃત્ત થઈ જાય છે તે તપસ્વી બની વિકાસને માર્ગે અગ્રેસર થાય છે, શ્રેષ્ઠ સાધુ કહેવાય છે. તે ભિક્ષુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org