________________ અધ્યયન-૪ 149 ત્રણ યોગથી હિંસા નહિ કરૂ. નહિ કરાવું કે અન્ય કરતા હોય તેને અનુમોદન પણ નહિ આપું. અને હે ભદન્ત ! પૂર્વકાળમાં થયેલા પાપથી હું નિવૃત્ત થાઉં છું. મારા આત્માની. સાક્ષીએ તે પાપને નિંદું છે. આપની સાક્ષીએ પાપની ગહી કરૂ છું અને હવે તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરૂ છું. [35] પહેલાંમહાવ્રતમાં જીવહિંસાથી વિરામ પામવાનું હોય છે. હે ભગવનું હું સર્વ પ્રકારે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂ છું. અર્થાત તે પાપથી વિરમું છું. તે પ્રાણીઓ ચાર પ્રકારના છે. સૂક્ષ્મ (નાના શરીર વાળા જીવો) તથા બાદર (મોટા શરીર વાળા જીવ) તેમજ ત્રસ (હાલતા ચાલતા જીવો) તથા સ્થાવર (પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધીના જીવો) આ પ્રાણીઓના પ્રાણોનો સ્વર્ય અતિપાત (વાત) કરવો નહિ, અન્ય પાસે કરાવવો નહિ કે ઘાત કરનારાને અનુમોદન આપવું નહિ. જીવન પર્યત હું ત્રણ કરણ અને ત્રણયોગોથી અથતું મન, વચન, કાયાથી હિંસા કરીશ નહિ, કરાવીશ નહિ, કે હિંસા કરનારને અનુમોદન આપીશ નહિ. અને પૂર્વ કાળમાં હિંસાદ્વારા જે પાપ કર્યું છે તેથી હું નિવૃત્ત થાઉં છું, મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તેની ગહ કરૂ છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરૂ છું હે પૂજ્ય! એ પ્રમાણે પહેલું મહાવ્રત પ્રાણાતિપાત ના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. ૩િપ હવે બીજા મહાવ્રતમાં મૃષાવાદ (અસત્ય ભાષણ) થી નિવર્તવાનું હોય છે. હે પૂજ્ય! હું સર્વ પ્રકારે મૃષાવાદના પ્રત્યાખ્યાન કરૂ છું. ક્રોધથી, લોભથી, ભયથી, કે હાસ્યથી અસત્ય સ્વયં ન બોલવું, બીજાઓ દ્વારા ન બોલાવવું કે અસત્ય બોલનારાને અનુમોદન પણ ન આપવું. પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતુિ. મન, વચન, કાયા દ્વારા અસત્ય બોલાવાનું કાર્ય નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, કે અસત્ય બોલનારાને અનુમોદન પણ નહિ આપું. તેમજ પૂર્વકાળે જે કોઈ તત સંબંધી પાપ થયું હોય આનાથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું આપની. પાસે તે પાપની ગહ કરૂ છું. અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગા કરું છું. તે પ્રમાણે બીજા મહાવ્રતના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. ૩૬]હવે ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવાનું છું. હે પૂજ્ય ! હું સર્વ પ્રકારે અદત્તાદાન (આપ્યાવિનાનું લેવું) તેનો ત્યાગ કરૂ છું. ગામમાં, નગરમાં કે અરણ્યમાં કોઈપણ સ્થળે અલ્પ કે બહુ હો, નાની ચીજ હો કે મોટી ચીજ હો, સચિત્ત હો કે અચિત્ત હો, તે માંહેની કોઈ પણ વસ્તુ અદત્ત-આપ્યાવિનાની હોય તે સ્વયં ગ્રહણ ન કરું, ન કરવું ગ્રહણ કરનારને અનુમોદન ન આપું. હે પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતિ મન, વચન, કાયા દ્વારા ચોરી કરું નહીં. કરાવું નહી કે ચોરી કરતાં હોય તેને અનુમોદન આપું નહી પૂર્વકાળે તે સંબંધી જે કંઈ પાપ થયું હોય તેથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું. આપની સમક્ષ તેની ગહ કરુ છું. અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરુ છું. હે ભગવંત! ત્રીજા મહાવ્રતઅદત્તાદાનના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. ૩૭]હવે ચોથા મહાવ્રતમાં મૈથુનથી નિવર્તવાનું હોય છે. હે ભગવંત ! હું મૈથુનનો સર્વથા ત્યાગ કરૂ છું. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી એમ ત્રણેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org