________________ 180. દસયાલિય-૧૦૫૦૫ મળે છે, તેમ જાણીને પોતાના દોષો દૂર કરે અને પોતાનો સ્વભાવ બીજા કરતાં ઊંચો છે એવું અભિમાન પણ ન કરે તે ભિક્ષુ છે. જે જાતિ, રૂપ, લાભ, જ્ઞાન આદિનું અભિમાન ન કરે, સર્વ પ્રકારના અહંકારને છોડી સદ્ધર્મના ધ્યાનમાંજ અનુરક્ત રહે છે તેજ ભિક્ષુ છે. મહામુનિ સાચા ધર્મનો માર્ગ જણાવે, પોતે સદ્ધર્મમાં બરાબર સ્થિર રહી બીજાને પણ સાચા ધર્મમાં સ્થિર કરે, ત્યાગમાર્ગ ગ્રહણ કરીને દુરાચારના ચિહ્નો ત્યાગી દે કુસાધુનો સંગ ન કરે અને કોઈની ઠક્ષબાજી હાંસી, મશકરી પણ ન કરે તે ભિક્ષુ છે. [505 તેવો ભિક્ષુ હંમેશાં પોતાના આત્માને શાશ્વત હિતમાં સ્થિર રાખીને, નશ્વર અને અપવિત્ર દેહવાસને ત્યાગીને તથા જન્મમરણના બંધનોને સર્વથા ઉચ્છેદ કરીને અપુનરાગમન ગતિને પ્રાપ્ત થાય છે. એમ હું તમને કહું છું. અધ્યયન-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (પ્રથમ ચૂલિકા-રતિવાય) [50] પ્રવજ્યા અંગીકાર કર્યા પછી સાધકના ચિત્તમાં સંયમ પ્રત્યે અરુચિઉદ્વેગ થાય. અને સંયમ છોડી દેવાની ઈચ્છા થઈ જાય પરન્તુ સંયમ છોડી દીધો ન હોય તેવા સાધકને માટે આ અઢાર સ્થાન વિચારવા યોગ્ય છે. ઉન્માર્ગે ચાલતા અશ્વને સન્માર્ગે લાવવા લગામ, ઉન્મત્ત હાથીને અંકુશ અને વહાણને પ્રવાહના માર્ગ ઉપર લાવવા સઢ જેમ ઉપયોગી બની જાય છે તેમ સાધકનું ચિત્ત સન્માર્ગે આવી જાય છે. હે આત્મન્ ! આ દુષમ કાળનું જીવનજ દુઃખમયછે, સંસારના દરેક જીવો દુઃખી છે. ઘણી મુશ્કેલીથી પોતાની જિવાડી ચલાવે છે ગૃહસ્થાશ્રમીઓના કામભોગો અતિઅલ્પ. ક્ષણિક અને તુચ્છ કોટિનાજ હોય છે, સંસારી માયામાં ફક્સેલા મનુષ્યો બહુ કપટવાળા હોય છે. આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કંઈ ચિરકાળ ટકવાનું નથી. સંયમ છોડીને ગૃહસ્થાશ્રમમાં જતાં ક્ષદ્ર મનુષ્યોની પણ ખુશામત કરવી પડે છે. ગૃહસ્થાશ્રમ સ્વીકારવા જતાં વમેલી વસ્તુને ફરીથી પીવી પડશે સંયમ છોડીને ગૃહસ્થ જીવન સ્વીકારવું તે નરકાગારમાં જવા માટેની તૈયારી રૂપ છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓને ધર્મનો સ્પર્શ પણ દુશ છે અચાનક રોગ ઉત્પન્ન થતા દેહનો નાશ થઈ જાય છે ખરાબ સંકલ્પ પણ મૃત્યુ કરે છે. ગૃહવાસ કલેશમય છે. મુનિપયયિ શાન્તિમય છે. ગૃહસ્થવાસ બંધન છે. મુનિપર્યાય મોક્ષ છે. ગૃહસ્થજીવન દૂષિત છે સંયમી જીવન નિર્દોષ છે. ગૃહસ્થોના કામભોગો -હલકી કોટિના છે. જગતના સૌ જીવો પુણ્ય અને પાપથી ઘેરાયેલ છે. મનુષ્યનું જીવન ડાભની ટોચ પર રહેલાં જલબિન્દુની જેમ ચંચળ છે. અરેરે ! ખરેખર પૂર્વકાળે પાપકર્મ બહુ કર્યું હશે. દુશ્ચારિત્રનું સેવન કરીને કદી પાપકર્મોથી મુક્તિ ન મળે. પરન્તુ દુખે સહી શકાય તેવાં પૂર્વ પાપકમોને સમભાવ પૂર્વક વેદતા અને તપવડે ક્ષય કરવાથી તે કમાંથી મુક્તિ મળે. [500-508] કોઈ અનાર્ય પુરુષ જ્યારે ભોગોના કારણે પોતાના ચિરસંચિત ચારિત્ર ધર્મને છોડી દે છે ત્યારે ભોગાસક્ત તે અજ્ઞાની ભવિષ્યકાળનો વિચાર કરી શકતો નથી જેમ ઈન્દ્ર પુણ્ય ક્ષય થતા સ્વર્ગલોકથી ચુત થઈને મનુષ્ય લોકમાં આવે છે ત્યારે તે ઘણો ઘણો શોક પશ્ચાત્તાપ કરે છે. તેમ જ્યારે સાધુ ત્યાગાશ્રમ ત્યાગીને ગૃહસ્થ જીવનમાં પાછો આવે છે ત્યારે એ ધર્મથી ભ્રષ્ટ થઈને પરિતાપ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org