________________ થઇ જતન ત્યાગ 182 , દસયાલિયું. થઈ જશે. પૂર્વોક્ત વિચારોથી જે સાધુનો આત્મા એટલો દ્રઢ થઈ જાય કે તે દેહનો ત્યાગ. કરવો પસંદ કરે, પરંતુ સદ્ધર્મના નિયમને ન છોડે, ત્યારે તેને જેમ સુદર્શન પર્વતને મહાવાયુ ચલાયમાન કરી શકતો નથી તેમ તે મેર સમાન દૃઢ, અડોલ સાધુને ઇન્દ્રિયો ડોલાયમાન કરી શકશે નહિ. [પર૪] બુદ્ધિમાન પુરુષે પૂર્વક્ત પ્રકારે વિચાર કરીને જ્ઞાનાદિ લાભના ઉપાયોને જાણીને, મન-વચન અને કાયના યોગથી, ત્રણ ગતિથી ગુપ્ત થઈને તીર્થંકરના વચનનું યથાવત્ પાલન કરવું જોઇએ. એમ હું તમને કહું છું. | પ્રથમ ચૂલિકાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (બીજી ચૂલિકા-વિવિક્ત ચય) પિર૫] કેવળી કથિત, શ્રુતસ્વરૂપ, અને જેના શ્રવણથી પુણ્યશાળી જીવોને ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એવી બીજી ચૂલિકા હું કહીશ. [પ૨૬-૫૨૮] નદીના જળપ્રવાહમાં તણાતા કાષ્ઠની જેમ વિષયરૂપી નદીના પ્રવાહમાં પડેલા મોટા ભાગના લોકો સંસારસમુદ્રની તરફ વહેતા હોય છે. સંયમ તરફ જેનું લક્ષ્ય જાગૃત થયું છે તેવા મોક્ષાર્થી સાધકે પોતાના આત્માને વિષયપ્રવાહથી પરાશમુખ રાખવો જોઈએ. જેમ પ્રવાહની દિશામાં ગમન સુખપૂર્વક થતું હોવાથી તે અનુસ્રોત છે અને વિરુદ્ધ દિશામાં ગમન સુખપૂર્વક થતું ન હોવાથી તે પ્રતિસ્ત્રોત છે. તેમ સંસાર-વિષય તરફ પ્રવૃત્તિ સુખપૂર્વક થતી હોવાથી તે અનુસ્રોત છે જ્યારે સાધુઓનો ઇંદ્રિયજય રૂપ વ્યાપાર સુખપૂર્વક થતો ન હોવાથી તે પ્રતિસ્રોત છે. તેથીજ સંસારી જીવોને પ્રતિસ્રોત માર્ગ કઠિન પ્રતીત થાય છે, તેઓ તો અનુસ્રોતમાંજ સુખ માને છે. આ કારણથી જે મુનિ આચાર ક્રિયામાં પરાક્રમી છે તેમજ સંવર સમાધિ યુક્ત હોય તેઓએ પોતાનો વિહાર, મૂલોત્તરગુણ અને નિયમધ જે સમયે જ આચરવા યોગ્ય હોય તેને યથાવસરે આચરવા જોઇએ. [પર૯] અનિયતવાસ, સમુદાનચય-(જુદા જુદ્ધ ઘરોમાંથી ભિક્ષા મેળવવી.) અજ્ઞાત ગૃહસ્થોના ઘરોમાંથી અતિઅલ્પ ભિક્ષા મેળવવી, એકાંતસ્થાન, ઉપકરણોની અલ્પતા અને કલહનો ત્યાગ આ છ વિહારચય મહર્ષિઓએ વખાણી છે. [30] સાધુએ રાજકુળ અથવા જમણવારમાં ગોચરી અર્થે ન જવું, સાધુજનોનું અપમાન થતું હોય તેવું સ્થાન છોડી દેવું. પ્રાયઃ કરી જોઈ શકાય તેવા પ્રકાશવાળા સ્થળેથી લાવેલ આહાર-પાણી લે તથા અચિત્ત આહારાદિથી ખરડાયેલ ભાજન, કડછી હાથ વગેરેથી આહાર આદિ લે. અને તે પણ સ્વજાતિવાળા આહારથી ખરડાયેલ ભાજન કડછી હાથ વગેરેથી અહારાદિ લેવાનો યત્ન સાધુ કરે. [પ૩૧] મધમાંસાદિ અભક્ષ્યને સર્વથા ત્યાગનાર ભિક્ષુ નિરભિમાની, પોતાના આત્માપર અત્યંત કાબૂ રાખવા માટે વારંવાર પૌષ્ટિક ભોજનને ત્યાગનાર, વારંવાર કાયોત્સર્ગ કરનાર તે ભિક્ષુ સ્વાધ્યાય યોગમાં પ્રયત્નશીલ બને. પિ૩૨] ભિક્ષુ, શયન, આસન, ધ્યા, નિષદ્યા (સ્વાધ્યાય ભૂમિ) તથા ખોરાક, પાણી વગેરે પર મમત્વ રાખી હું જ્યારે પાછો બીજી વાર આવું ત્યારે મને જ આપજો બીજાને નહિ એવી પ્રતિજ્ઞા ગૃહસ્થોને કરાવે નહિ, તેમજ કોઈ ગામ, નગર કે દેશપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org