________________ 167 અધ્યયન - 7 પ્રશાખાઓથી વ્યાપ્ત રમણીય અને દર્શનીય છે. તેમજ ફળો પાકી ગયો છે, અથવા પરાળ વગેરેમાં પકાવીને ખાવા યોગ્ય છે, તોડવા યોગ્ય છે. હમણાંજ તેઓનો વિભાગ કરવો યોગ્ય છે, આવી ભાષા સંયમી બોલે નહિ. (બોલવાનું બને તો) આ-આમ્રવૃક્ષો ફળોનો ભાર વહન કરવામાં અસમર્થ છે. આ વૃક્ષોમાં ફળો પરિપક્વ છે, અથવા તે. વૃક્ષોમાં એવી જાતના ફળો છે જેમાં ગોઠલી હજુ બંધાઈ નથી. આવી ભાષા બોલે. [૩ર૭-૩૨૮] વળી અનાજના વેલાએ કે છોડ ઉપર આવેલી શીંગો જોઇને આ શીંગો પાકી ગઈ છે. તેની છાલ લીલી થઈ ગઈ છે. તે લણવા કે સેકવા યોગ્ય છે. આ અનાજના ઓળા કે પોંક કરીને ખાવા યોગ્ય છે, એવું વચન ન બોલે. બોલવાનું આવશ્યક બનેતો આ પ્રમાણે કહે કે આ ધાન્ય અંકુર રૂપે ઉત્પન્ન થયેલ છે. અધિકાંશ કે પૂર્ણ નિષ્પન્ન થયેલા છે. આ ધાન્ય ઉપધાનથી બહાર નીકળેલ છે, કણો ગર્ભમાંથી બહાર નીકળ્યાં છે તેના ગર્ભમાં દાણાં બંધાયા નથી. આ રીતે ભાષા બોલે, [329-332 વળી કોઈને ત્યાં સંખડી કે મૃતભોજ જમણ હોય તો તેને જોઈને આ કરવા યોગ્ય છે, આ ચોર વધ કરવા યોગ્ય છે નદીઓને જોઈને આ સુંદર કાંઠાવાળી છે સહેલાઈથી તરવા યોગ્ય છે એવી ભાષા સંયમી ન બોલે. પરંતુ પ્રિસંગ થવાપર બોલવું પડે તો) જમણને જમણ કહે, ચોરને ધનમાટે સંકટ સહન કરીને કાર્ય કરનાર છે એમ કહે તથા આ નદીઓના કાંઠા સમાન છે તેટલું અને તેવું જ પરિમિત વચન બોલે. નદીઓને જલપૂર્ણ જોઈને સંયમી પુરુષ આ નદીઓ કાયાથી તરવા યોગ્ય છે, નાવદ્વારા ઉતરવા લાયક છે કે આનું પાણી કિનારા ઉપરથી પીવા યોગ્ય છે એમ ન કહે (પરંતુ બોલવાનો - પ્રસંગ પડે તો) બુદ્ધિમાનું સાધુ આ નદીઓ અગાધ છે, જળના કલ્લોલથી તેનું પાણી ખૂબ ઉછળે છે અને ઘણા વિસ્તારમાં તેનું પાણી વહે છે એવું એવું નિર્દોષ બોલે. [૩૩૩-૩૩પ તેમજ કોઈ વ્યક્તિ - કોઈપણ જાતની પાપકારી ક્રિયા કોઈને માટે કરી હોય કે કરી રહ્યો હોય અથવા કરવાનો હોય તેમ જણીને કે જોઇને આ ઠીક કર્યું છે, એવી પાપકારી ભાષા મુનિ ન બોલે. જેમકે આ સુંદર કયું છે અથવા ભોજન તૈયાર થયું હોય તો તે ઠીક પકાવ્યું છે. આ શાક ઠીક સુધાર્યું છે; કૃપણનું ધન હરાયું તે ઠીક જ થયું છે, પેલો પાપી મરી ગયો તે સારું થયું, આ કન્યા વિવાહ યોગ્ય થઈ ગઈ છે, આવા આવા પાપકારી વચનો સંયમી પુરુષ સર્વથા બોલે નહિ. (બોલવાનો પ્રસંગ પડે તો) પકાવેલા. તેલ કે અનાદિને કહે કે આ પ્રયત્નપૂર્વક પકાવ્યું છે, છેદન કરાયેલાં શાક પત્રાદિ પ્રયત્નથી છેદાયાં છે, સુંદર કન્યાને જોઈને કન્યાનું સંભાળપૂર્વક લાલન પાલન કર્યું છે તે સાધ્વી થવાને લાયક છે. શૃંગારાદિ તો કર્મબંધનનાં કાર્યો છે તથા ઘાયલ થયેલાઓને બહુ ઘાયલ થયેલો છે. એમ નિદોષ વાક્ય બોલે. [33] “સર્વ પદાર્થોમાં અમુક વસ્તુ સર્વ કરતાં ઉત્કૃષ્ટ છે, તેથી તાત્કાલિક ખરીદવા યોગ્ય છે અથવા આ પદાર્થ સમાન અન્ય પદાર્થ નથી, આ પદાર્થ અસંસ્કૃત છે, સર્વ સ્થળે મળી શકે છે, આ વેચવા યોગ્ય નથી, આ પદાર્થના અવર્ણનીય છે. આ પદાર્થ અચિંત્ય છે. એમ ન બોલે [337} કોઈ પણ સંદેશ આપે તો સંયમી એમ ન કહે કે તમારો યથાવતુ સર્વ સંદેશ આપી દઈશ અને મારો આ સઘળો સંદેશ એમને આપી દેજો. કારણ કે તેથી બુદ્ધિમાનું સંયમી પુરુષો સર્વત્ર સ્થાને પૂર્વાપરનો સંપૂર્ણ વિચાર કરીને બોલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org