________________ [14] नमो नमो निम्मल सणस्त પંચમ ગણધર શ્રી સુઘખસ્વામિને નમઃ 42 | દસયાલિય ત્રિીજું મૂળસૂત્ર-ગુર્જર છાયા) i ssues અધ્યયનઃ૧-દ્રુમપુષ્યિકા) [૧]અહિંસા, સંયમ અને તપરૂપ જે ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન ધર્મમાં સદા સંલગ્ન છે, તે ધમત્મિાને દેવો તથા અન્ય ચક્રવજ્યાર્દિ પણ નમસ્કાર કરે છે. [૨-૩જેમ ભ્રમર, વૃક્ષના ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા સિવાય અને રસને પરિમાણ પૂર્વક પીએ છે અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે. તેમ આરંભાદિ ક્રિયાથી મુક્ત બનેલા જે શ્રમણો-સાધુઓ આ લોકમાં છે તેઓ ફૂલોમાં ભ્રમર ગણની જેમ ગૃહસ્થ આપેલા નિર્દોષ આહારાદિ માં અથતિ તેના દ્વારા સંયમ જીવનમાં અનુરક્ત રહે છે. ]જેમ ભ્રમર (બીજા માટે ઉદય પામેલા વૃક્ષોના) ફૂલોમાંથી રસ લેતાં. કોઈને સતાવતા નથી. તેમ "શ્રમણ સાધકો કહે છે કે અમે અમારી ભિક્ષા એવી રીતે પ્રાપ્ત કરશું કે જેમાં કોઈ જીવનની વિરાધના ન થાય. []જેઓ તત્વના જાણનારા છે. ભ્રમરની સમાન કુલાદિના પ્રતિબંધથી રહિત છે અને થોડો થોડો પ્રાસુક આહાર અનેક ઘરોથી એકત્રિત કરીને પોતાની ઉદરપૂર્તિ કરનારા છે, તથા ઈન્દ્રિયાદિનું દમન કરવામાં જે સમર્થ છે તેજ સાધુ કહેવાય છે, અર્થાતુ. આ ગુણોના કારણે જ તેઓ સાધુ કહેવાને યોગ્ય થાય છે. એ પ્રમાણે હું તમને કહું છું. પ્રથમ અધ્યનની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (અધ્યયનબીજું-શ્રામપૂર્વક) | [] જે પુરુષ કામભોગનું નિવારણ કરતો નથી, તે પગલે પગલે સંકલ્પવિકલ્પોથી વિષાદ પામે છે. વિષાદગ્રસ્ત આત્મા સંયમ ભાવનું પાલન કઈ રીતે કરે ? ૭િ-૮]જે પુરુષ. વસ્ત્રો, ગંધ, આભૂષણો, સ્ત્રિયો તથા શય્યાઓ આદિને વિવશતાથી- પરાધીનતાથી ભોગવતો નથી તેથી તે વાસ્તવમાં 'ત્યાગી' કહેવાતો નથી, જે પુરુષ, પ્રિય અને મનોહર ભોગો મળી જવા પર પણ તે ભોગો તરફથી પીઠ ફેરવે છે. તથા સ્વાધીન ભોગો ત્યાગી દે છે, વાસ્તવમાં તેજ પુરુષ 'ત્યાગી છે એમ કહેવાય છે. 10] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org