________________ 12 દસયાલિયં - દો-૨૫૧ અથવા ભયથી પરને પીડા ઉત્પન્ન કરે તેવી હિંસાજનક અસત્ય ભાષા બોલે નહિ, બીજા પાસે બોલાવે નહિ અને બીજો કોઈ બોલતો હોય તો તેને અનુમોદન પણ આપે નહિ. કારણ કે આ લોકમાં મૃષાવાદને સર્વ સાધુ પુરૂષોએ નિંદેલ છે, અસત્યવાદી, પુરુષ પ્રત્યેક જીવોને અવિશ્વાસપાત્ર બની રહે છે. માટે સાધુઓને અસત્યનો (સર્વથા) ત્યાગ કરવો જોઇએ., સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ, અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્ય, અલ્પ પ્રમાણમાં કે બહુ પ્રમાણમાં, વધારે તો શું પરંતુ એક દાંત ખોતરવાની સળી પણ માલિકની રજા મેળવ્યા વિના સંયમી પુરુષો સ્વયં ગ્રહણ કરતા નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવતા નથી કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન પણ આપતા નથી., સંયમનો ભેદ કરાવે તેવાં સ્થાનોથી દૂર રહેનારા, ચારિત્રમાં સાવધાન, પાપભીરૂ મુનિજનો સાધારણ લોકોથી દુ:સાધ્ય, પ્રમાદના સ્થાનભૂત અને મહા ભયંકર એવા અબ્રહ્મચર્યનું કદિ આચરણ કરતા નથી. કારણકે આ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે. મૈથુન મહાદોષનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિગ્રંથો ત્યાગી દે છે, જે જ્ઞાતપુત્ર ભગવાનું મહાવીરના વચનમાં અનુરક્ત મહામુનિ હોય છે તેઓ બલવણ સામાન્ય મીઠું આદિ, તેલ, ઘી, ગોળ સંચય કરવાની ઈચ્છા પણ ધરાવતા નથી. આ પ્રમાણે સંચય તે લોભનોજ અનુસ્પર્શ છે. તેથી તીર્થંકર પ્રભુની આજ્ઞા છે કે જે કોઈ સાધુ સંગ્રહ કરવાની ઈચ્છા રાખશે તે સાધુ નથી પરંતુ ગૃહસ્થ છે. જે સાધુ વસ્ત્ર, પાત્ર કંબલ રજોહરણ રાખે છે તે એકાંત સંયમના નિવહિને માટે તથા લજ્જાના પાલન. માટે જ રાખે છે, મમતાથી પ્રેરિત થઈ ને નહિ. તેને જગતના જીવોના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી. પરંતુ તે વસ્ત્રાદિક કોઈ પણ વસ્તુ પર જો મૂછ હોય તો તે પરિગ્રહ છે, એમ કષીશ્વરે ફરમાવ્યું છે આથી સર્વ વસ્તુ તથા સંયમના ઉપકરણોનું સંરક્ષણ કરવામાં કે તેને રાખવામાં જ્ઞાની પુરુષો મમત્વભાવ આચરતા નથી, તેમજ તે પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી. બધા જ્ઞાની પુરૂષોએ વર્ણવ્યું છે કે અહો ! સાધુ પુરુષો માટે આ કેવું નિત્ય તપ છે ! કે તેમને જીવન પર્યત સંયમના નિવહ માટે ભિક્ષાવૃત્તિ કરવાની હોય છે અને એક ભક્ત એટલે દિવસમાં જ માત્ર આહાર કરવાનો હોય છે. પૃથ્વી ને વિષે એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે કે જે રાત્રિને વિષે જોઈ શકાતાં નથી તેથી રાત્રિના સમયે આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થઈ શકે? પાણીથી ભિંજાયેલી પૃથ્વી હોય, પૃથ્વીપર બીજ વેરાયાં હોય તેમજ કીડી, કુંથવા વગેરે ઘણા પ્રાણીઓ માર્ગમાં ચાલ્યા જતાં હોય છે. તેઓને દિવસે તો જોઈ શકાય પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી. શકાય ? આવા આવા અનેક દોષો થવાનું જાણીને જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ પુરુષો રાત્રિએ-કોઈ પણ પ્રકારના આહાર કે પાણી ઈત્યાદિને ભોગવતા નથી. [૨૫૧-૨પ૩] સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી પૃથ્વીકાયના જીવો ને હણતા નથી, હુણાવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. પૃથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે. માટે તે દોષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને પૃથ્વીકાયના સમારંભ ને સાધુ પુરુષ જીવન પર્યંત ત્યાગી દે. | [૨પ૪-૨૫૬] સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી જલકાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org