Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ 172 દસયાલિય- 8-402 સત્વોનો નાશ અથવા તેઓને સંતાપ થાય છે.. 402-403] અન્યને નિમિત્તે બનેલા સ્થાન, શવ્યા. અને આસનને મુનિ વાપરી શકે. પરંતુ તેનું સ્થાન સ્ત્રી પશુથી રહિત એકાંત હોવું જોઈએ અને મૂત્રાદિ શરીર બાધા નિવારી શકાય તેવી ભૂમિકાની અનુકૂળતા હોવી જોઈએ. જે પૂર્વોક્ત સ્થાનમાં સાધુ એકાકી હોય, તો સ્ત્રીઓ સાથે કથાવાર્તા ન કરે. ગૃહસ્થનો પરિચય ન કરે. પરંતુ સાધુજનોની સાથેજ પરિચય રાખે. 4i04-408] જેમ કુકડાનાં બચ્ચાને હમેંશા બિલાડીથી ભય રહ્યો હોય છે તેજ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે. દિવાલ ઉપર ચિન્નેલ નારીના ચિત્રો ઉપર તેમજ આભૂષણોથી ભૂષિત સ્ત્રીને ટીકીટીકીને જુએ નહિ કદાચ અકસ્માત દ્રષ્ટિ પડી જાય તો સૂર્યની જેમ પોતાની દ્રષ્ટિને જલ્દીથી પાછી ખેંચી લે. બ્રહ્મચારી સાધકે જેના હાથ અને પગ છેદાઈ ગયેલા હોય, કાન, અને નાક કપાઈ ગયા હોય કે વિકૃત થઈ ગયા હોય તથા પૂરા સો વર્ષ થઈ ગયા હોય તેવી વૃદ્ધા અને કદરૂપી નારીનો પણ સંસર્ગ છોડવો જોઇએ. આત્મગવેષીને વસ્ત્રાદિવડે શરીરની વિભૂષા કરવી, સ્ત્રીનો સંપર્ક કરવો અને બલવર્ધક રક્ષાળુ ભોજન કરવા, એ સર્વે તાલપુટ-ભયંકર ઝેર સમાન છે. સ્ત્રીઓના અંગ પ્રત્યંગ, આકાર, મધુરા વેણ અને સૌમ્ય નિરીક્ષણ એ કામરાગમનોવિકારને વધારવાના જ નિમિત્તરૂપ છે. [409-410] બધી પુગલ-જડ વસ્તુઓનાં પરિણામને અનિત્ય જાણીને સાધક મનોજ્ઞ વિષયોમાં આસક્તિ ન રાખે અને અમનોજ્ઞ પદાર્થો પર દ્વેષ પણ ન લાવે. મુનિ સદા પૌદ્ગલિક પદાર્થોના પરિણામને યથાર્થ રૂપે જાણીને તૃષ્ણા રહિત થઈ તથા પોતાના આત્માને શાંત રાખીને સંયમ ધર્મમાં વિચરે. 4i11-412] ભિક્ષુ જે શ્રદ્ધા અને વૈરાગ્યભાવથી પોતાના ઘરને છોડીને ઉત્તમ એવા ત્યાગની ભૂમિકાને પામ્યા છે તેજ શ્રદ્ધા અને દ્રઢ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા ઉત્તમ ગુણોમાં રહી સંયમધર્મનું પાલન કરે. સાધુ સંયમ યોગ, તપ અને સ્વાધ્યાયયોગનું સતત અનુષ્ઠાન કરતો હોય છે અને તેવા જ્ઞાનાદિ શસ્ત્રોથી સજ્જિત સેનાધિપતિ કે શૂરવીર પુરુષની જેમ પોતાનું અને પોતાના સૈન્યનું રક્ષણ કરે છે તેમજ સ્વપરનો ઉદ્ધાર કરવા માટે શક્તિમાન બને છે. [413) સ્વાધ્યાય તથા સુધ્યાનમાં રક્ત, જીવોના રક્ષક, નિષ્પાપી તપમાં રત તે સાધકનું પૂર્વકાલીન પાપકર્મ પણ અગ્નિથી ચાંદીનો મેલ નાશ થાય તેમ નાશ પામે છે. [414] પૂર્વ કથિત (ક્ષમા દયાદિ) ગુણોને ધારણ કરનાર, દુઃખોનો સમભાવે સહન કરનાર, જિતેન્દ્રિય, મૃતવિદ્યાનો ધારક, નિર્મમત્વ તથા અપરિગ્રહી સાધુ કર્મરૂપી વાદળોને હટાવીને જેમ સંપૂર્ણ શ્યામ વાદળાઓ હટવાથી ચંદ્રમાં શોભાને પામે છે તેમ શુદ્ધ સ્વરૂપે શોભે છે. અધ્યયન ૮ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછા પૂર્ણ (અધ્યયન નવમું. વિનય સમાધિ) - ઉદેસો-૧:[૪૧૫] જે મુનિ ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદવશ ગુરુદેવની સમીપે રહીને વિનયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50